સન અત્યારે એમ જ માની રહ્યો છે કે સેલ્ફ ડિફેન્સ જેવું shelter બીજું કોઈ જ નહીં. અને એટલે જ તેણે આ મહત્વનો નિર્ણય લીધો હતો.અને આમેય પણ સન એ વાત બહુ જ સારી રીતે જાણતો હતો કે એ પાચે પાંચ લાખ બંદૂકોની નલિકાઓ મારા ભેજા ને જ નિશાન બનાવીને બેસસે, કારણકે અંતતઃ આ આખું 70 /30 નું dividation મારા કારણે જ થયું છે. એ લોકો મારી ઉપસ્થિતિને ક્યારેય સહન નહીં કરી શકે. તેમાં હોલમસોલ નિશાન બનેલા મારા જેવા માણસે ભાડાના કમાન્ડોસ ઉપર તો ડિપેન્ડ ના જ રહેવાય. આઇ મસ્ટ હેવ બીલીવ in સેલ્ફ ડિફેન્સ ઓન્લી. નથીંગ મોર.અને આ બાજુ સન ના લીધેલા આવા હલાહલ ભરેલા નિર્ણયો થી ઉત્પન્ન થનારા તરંગો મિલી ના હૃદયના તાર ને વધારે ને વધારે જણજણાવી રહ્યા છે.અને ક્યારેક તે ઊંઘ માંથી પણ ઝપકી ને સન નામની ચીસ પણ પાડી દે છે. જોકે મિલી અને એડી નું માંનવુ પણ યથાર્થ જ છે કે સન ગોન ટ્રેપ. કારણકે પ્લેનેટ ગ્રીન ના અઠંગ ભેજાબાજોએ ચેસ ટ્રેપ પર સન ને વજીર એ આઝમ ના રૂપમાં ક્યારનોય ડ્રો કરી જ નાખ્યો હતો. એટલે એન્ટી સોશિયલો નું બધું જ concentration સન ઉપર જ હોય તે પણ બહુ જ સ્વાભાવિક હતું. પરંતુ મિલી અને એડી એક વાત નહોતા જાણતા કે સન તેની કોન્સિયસ લેંગ્વેજ ના મેન્ટલ ટ્રાન્સલેશન ને જ ફોલો કરી રહ્યો હતો. કે જે translation સન ને પલ પ્રતિપલ એમ જ સમજાવી રહ્યું હતું કે જીત એક માત્ર તારી જ થવાની છે. તારી અને માત્ર તારી જ.અને સને બીજે જ દિવસે સવારે એડીના આપેલા ફોન નંબર પર ફોન કરીને સેમ ડે ની એપોઇન્ટમેન્ટ લઈને એ જ દિવસથી તેની સેલ્ફ ડિફેન્સની તાલીમ શરૂ કરી દીધી. સને તેના ટ્રેનર ને આખો મામલો કહી સંભળાવ્યો અને ટ્રેનરે પણ સન ની આખી કથની સાંભળી ને હસી ને એમ જ કહ્યું કે સો, યુ આર ના રીયલ હીરો. સને તેની postponed dates ના ફુલ સ્ટોપ ની ટાઈમ લીમીટ પણ ટ્રેનર ને બતાવી દીધી હતી અને એ સમયગાળો લગભગ ત્રણ મહિનાનો જ હતો. ટ્રેનરે પણ સન ને ઓનેસ્ટ પ્રોફેશનલ ની જેમ જ કહી દીધું હતું કે માત્ર ત્રણ મહિનામાં જ અને તે પણ આ ઉંમરે રેગીસ્તાની એન્ટી સોશિયલો સામે સેલ્ફ ડિફેન્સ માટે તૈયાર થઈ જવું અસંભવ જ છે. છતાંય પણ એફર્ટસ ઈન ઈન અવર હેન્ડ.
સને પણ ટ્રેનર ની વાત નો સરદય સ્વીકાર કર્યો અને તેની સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ શરૂ કરી દીધી. જોોતજોતાં માં જ
સન ના જીવન ના ત્રણ મહિના આત્મરક્ષા ને સમર્પિત થઈ ગયા.
અને એક દિવસ સન બોચી માંથી ઉંચો થઇ ને કૅલેન્ડર ને જુએ છે તો તેની બધી જ પોસ્ટ પોન્ડેડ dates પૂરી થઈ ગઈ હતી.અને તેના કપાળ ઉપર ચિંતાની લકીરો સ્પષ્ટ રીતે ઊપસવા લાગી. ટ્રેનર પણ સમજી શકતો હતો અને એટલે જ તેને પણ સન ને છેલ્લે એક જ વાક્ય કહ્યું ઓલ ધ બેસ્ટ.
જ્યાં વિશ્વના બીજા બધા જ અને મોટાભાગના બ્રાન્ડ એમ્બેસેડરો દોમ દોમ સાહેબી માં જીવતા હતા, ત્યાં સન જવાબદારીના ભારેખમ બોજા નીચે દબાયેલો પડ્યો હતો.અને જવાબદારી પણ કેવી!! જીવ સટોસટની બાજી.
વિશ્વના મોટાભાગના બ્રાન્ડ એમ્બેસેડર્સ સન ને મહામૂર્ખ ગણી રહ્યા હતા. પરંતુ સન ની કોન્સિયસ લેંગ્વેજ નું મેન્ટલ ટ્રાન્સલેશન સન ને કંઈક ઓર જ સમજાવી રહ્યુંં હતુ. જે સમજીને સન ની છાતી ફૂલી નહોતી સમાતી.અને આમેય દરેક મહાકાર્યો ના મુળમાં દેખીતી મૂર્ખતા જ રહેલી હોય છે. પરંતુ આ મૂર્ખતા ના છદમાવરણ ની નીચે પનપતી ઉંડી સુજ બુજ ને કોઈ નથી જોઇ શકતુ.