અત્યારે તો સને તેના જીવનની 51 મી સિગારેટ હાથમાં ઉઠાવી છે અને તેને આંગળીઓના ઉપરના ભાગ પર નૃત્ય કરાવી રહ્યો છે. આનો અર્થ એવો નથી કે અત્યારે સન ખુશમિજાજ છે. આ પહેલા સન તેના જીવનના 50 મહત્વપૂર્ણ નિર્ણયો લઇ ચુક્યો હતો અને પછી પચાસ સિગારેટ ફૂંકી ચૂક્યો હતો. એટલે સિગારેટની નૃત્ય વાળી સ્થિતિને જોઈને એમ કહી શકાય કે સન નિર્ણય ની બાબતમાં ક્યાંક confused છે. જો તેણે નિર્ણય લઇ લીધો હોત તો એ અત્યારે સિગારેટના પફ ખેચતો પણ હૈત જ. પરંતુ થોડી જ વારમાં સન તેની સિગારેટ સળગાવી ને તેના પફ ખેચતો જોવા મળે તો નવાઈ નહીં. થોડીવાર પછી સન તેના ડ્રોવર માંથી લાઇટર બહાર કાઢે છે અને પૂરા આત્મવિશ્વાસ સાથે તેની સિગારેટ લાઈટ કરે છે. અને લાઇટર મુકીને તરત જ તેનો મોબાઇલ ઉઠાવીને એડી ને ફોન કરે છે.
ફોન ની રીંગ સાંભળીને એડી ઊંઘમાંં જ ઝબકી જાય છે અનેેે નંબર વાંચ્યા વગર જ ફોન રિસિવ કરીને કહે છે, હલો.
સામે છેડેથી સન કહે છે હું બોલું છું.
એડી કહે છે હું કોણ?
સન કહેેે છે હું સન પેન્ટાગોન.
એડી આ સાંભળીને તેની દિવાલ પર લાગેલી ઘડિયાળ ની સામું જોઈને થોડાક અકળાઇને કહે છે સન? અત્યારેેે રાત્રે ત્રણ વાગ્યે!!
સન કહેેેે છે હા મારે તારું એક કામ હતુંં અર્જન્ટ. આટલું કહીનેેેેે સિગારેટ નો એક પફ ખેંચે છે.
એડી તેની આખો ચોળતા ચોળતા કહે છે બોલ શું હતું?
સન કહે છે ધ્યાન થી સાંભળજો જે.
એડી કહે છે હા હું સાંભળું છું. આટલુંં કહીને એડી થોડીક નિદ્રાવસ્થામાં પાછો જતો રહે છે .
અને સન કહે છે તું કોઈ પ્રોફેશનલ ટ્રેનરને જાણે છે કે જે મનેેેેે આ ઉંમરે 500000 ટેરેરિસ્ટો ની સામે ડિફેન્સ્સ કરવાનું શીખવાડી શકે.
આ સાંભળીને એડી ફરીથી ઊંઘમાંથી ઝબકી જાય છે અને કહે છે વૉટ વૉટ વૉટ વૉટ? આર યુ ડ્રંક?
સન કહેેેેે છે નો i am સ્મોક્ડ.
એડી કહે છે વૉટ, તે સિગારેટ પીધી છે?
સન કહે છે,હા.
એડી બગાસું ખાઈને કહે છે ઓહ ધેટ મીન્સ યુ આર સીરીયસ.
સન કહે છે યા આઈ એમ સિરીયસ.
એડી કહે છે પણ તારે એની શી જરૂર છે!
સન lonely બની ને કહે છે તું બધું જાણે જ છે ને!
એડી કહે છે ઓહ મીડલ આફ્રિકન critical?
સન કહે છે યા.
એડી અકળાઈને કહે છે સન તને કદાચ ખબર નહીં હોય પરંતુ મને ખબર છે કે તુ આ ભૂમંડલ પર નો એકમાત્ર સ્ટુપિડ માણસ છે. તારા જેવો હાઇ પ્રોફાઇલ અને સોફિસ્ટિકેટેડ સ્ટાર આવા રાયોટીંગ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાઈ જ કેવી રીતે શકે છે? ઈવન મિલી નું પણ એમજ માનવું છે કે યુ ગોન ટ્રેપ.
સન તેની સિગારેટનો છેલ્લો પફ મારે છે અને એશ ટ્રે માં
સિગારેટ દબાવીને એડી ને કહે છે આ પહેલા 50 સિગારેટ પી ચૂક્યો છું. અને મારી લાઈફ સોફિસ્ટિકેટેડલી જીવતો આવ્યો છું . ૫૧ મી વાર પણ એમ જ બનશે you don't worry અને ફોન મૂકી દે છે.
એડી સન ને રીકોલ આપે છે અને કહે છે ઓકે આઈ એમ સોરી તું એક નંબર નોટ કરી લે.અને કાલે સવારે તેમને ફોન કરીને એપોઇન્ટમેન્ટ લઇ લેજે.
સન નંબર નોટ કરીને એડી ને હસીને કહે છે ગુડ નાઈટ એન્ડ થેન્કસ.
એડી કહે છે બાય.
સન ભલીભાતી જાણતો હતો કે મારે કંઈ 500000 એન્ટી સોશિયલો ની સાથે લડવાનું નથી. મારે ભાગે તો ટ્રિગર દબાવવાનું આવે અને ના પણ આવે. પરંતુ સન ના અંદાજ મુજબ 30% એન્ટી સોશિયલો ની સંખ્યા પાંચ લાખ જેટલી તો ખરી જ. અને આ પાંચે પાંચ લાખ રેગિસ્તાન ના જૂની એન્ટી સોશિયલો કે જેમનો એક ક્ષણ માટે પણ વિશ્વાસ ના કરી શકાય.અને એકમાત્ર કમાન્ડોઝને જ depended રહેવું તે પણ ખતરાથી ખાલી નથી.