સુધા NIDHI SHAH દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુધા

મુકિત એ આંખ માં આંસુ સાથે નતમસ્તકે સુધા ને નીચે સુવડાવી. આજે એ જીંદગી ની છેલ્લી સફરે જવાની હતી. ખૂબ ચાવ થી તેને તૈયાર કરવા લાગી. આખી જીંદગી જેણે પરિવાર માટે દિવસ- રાત એક કર્યા તે પરિવાર આજે પોતાની જીંદગી માં મસ્ત સુધા ના મૃત્યુ થી અજાણ પોતાના માં મશગુલ હતા. મુક્તિ ને એ સમય બરાબર યાદ હતો, જ્યારે કૉલેજ માં પહેલીવાર સુધા સાથે એની મુલાકાત થઈ હતી.એ હસમુખી બટકબોલી સુધા કૉલેજ માં દરેક સાથે હળીમળી રહેતી. દરેક પ્રવૃત્તિમાં અચૂક ભાગ લેતી. સૌના મનપસંદ વ્યકિત તરીકે એ જાણીતી હતી. એના ભાગ રૂપે કૉલેજના ત્રીજા વર્ષમાં તો એને બધાં એ સહમતી થી તેને જી. એસ. બનાવી હતી. એ જ સુધા આજે એકલી અટુલી મૃત્યુ પછી પણ થઈ ગઈ હતી.

સફળતા ને વરેલી સુધા એક સફળ બિઝનેસ વુમન બની હતી. પિતા એ આપેલો વારસો અને વૈભવ ને આગળ ધપાવતા એણે

ખૂબ કામયાબી મેળવી હતી. દરેક એવોર્ડ્સ અને સન્માન તેણે પોતાના હસ્તગત કર્યા હતા. જાણે લક્ષ્મી અને સરસ્વતીનું સંગમ જોઈ લો. સુધાના મમ્મી પપ્પા ને તેની સફળતા જોઈ આંતરડી ઠરતી હતી. એ સુધાને પામવા અને પોતાની બનાવવા જાણે યુવાનો વચ્ચે હોડ લાગી હતી. પણ સુધા આ સૌથી અજાણ પોતાના કામ અને માતા પિતા ની દેખભાળ માં મશગુલ હતી.

પાકી ઉંમર વીતી ન જાય તે ચિંતાએ તેના પિતાએ તેને ત્રીસ વર્ષની ઉંમરે તેમની જ જ્ઞાતિ ના સામાન્ય ઘરના પાર્થ સાથે પરણાવી દીધી. પાર્થનો હસમુખ સ્વભાવે સૌના દ્દિલ જીતી લીધા હતા. સૌનો લાડલો બનતા પાર્થને કારોબારની ઘણી કામગીરી સોંપી દેવામાં આવી હતી. સુધાને એનો કદમ કદમ નો સાથી મળ્યો હતો. વેપાર અને જીવન માં ઘણી સિદ્ધિ ઓ હાસલ કરી હતી. આયુષ અને આરવની માતા બન્યાના ગર્વ સાથે સુધા પોતાને આ ધરતીની સૌથી સમૃદ્ધ વ્યકિત સમજતી હતી. કીધું છે ને સુખ ના દિવસો વીતતાં વાર નથી લાગતી એમ સુધાની જીંદગીમાં પણ સુખ બહુ લાંબુ ટકયું નહિ.

ઘર , ઓફિસ, ફેક્ટરીમાં તથા છોકરાઓ ને પોતાનો સમય આપતા ક્યારે એ પાર્થ થી દૂર થઈ એને ખ્યાલ જ રહ્યો નહીં.વધુમાં પાર્થ પણ સુધાની સાથે કરતા વધારે કંપની ના કામે બહાર રહેવા લાગ્યો. બંને વચ્ચે ફ્ક્ત કામ પૂરતી વાત થતી અને પોતાની દુનિયા માં ખોવાયેલા રહેતા. અચાનક એક દિવસ સુધાના હાથમાં માલદીવ ની બે વ્યક્તિ માટે ની ટિકિટ મળી. સુધા એક ઘડી માટે તો ખુશ થઈ ગઈ પણ પછી તેનું ધ્યાન ટિકિટ ની તારીખ ઉપર ગઇ. તેના મોઢાનું નુર ઉડી ગયું.તેની નજર તેના પર લખેલા નામ ઉપર ચોંટી રહી. પાર્થ અને વંશિકા! આખી ઘટનાનો ચિતાર તેને સમજતા વાર ન લાગી. પાર્થ નું દૂર થવું. લગભગ ત્યારથી જ વંશિકાનું કંપની માં જોડાવું. કોઈને કંઈ કહેવું કે પૂછવું સુધાને કંઈ સૂઝ્યું નહિ!

પાર્થની સાથે ઔપચારિક એ વિશે વાત કરતાં તો સુધાનું અંતરમમન તૂટી ગયું. પાર્થે તેના વાંશિકા સાથેના સંબધં વિશે તો કબુલ્યુ પણ તેની સાથે તેને અને વંશિકા એ એક દીકરીને જન્મ પણ આપ્યો છે અને તે ઓફિસ સિવાય બીજું ઘર લઈ તેની સાથે અલગ પણ રહે છે તે વાત પણ કબૂલી. સુધા ને કંઈ ન સૂઝતાં તેણે પાર્થ સાથે સમાધાન કરી લીધું. બંને દીકરાઓને પાકી ઉંમરે આ વાત બતાવવાની હિંમત ચાલી નહીં.

બીજા થોડા વર્ષો માં દીકરાઓને ઠરીઠામ કરી દીધા. બંને પોતાના નવા વિચાર સાથે અને પોતાના નવા કામમાં મશગુલ થઈ ગયા. બંને માંથી કોઈને પણ ઘડીભર મા સાથે વાત કરવાની ફુરસદ હતી નહિ. જે સુધાએ પોતાના જીવન ની ક્ષણે ક્ષણ જે પરિવારને આપ્યા, જેના માટે પોતાનું સર્વસ્વ અર્પિત કર્યુએ પાર્થ અને સંતાનો બંનેએ સુધાને તેના ઘડપણમાં જાણે તેનું બધું ઝૂંટવી એકલી છોડી દીધી હતી.

એ એકલી અટૂલી સુધાનું યૌવન જેટલું ઝાકામઝોળ હતું તેટલું જ ઘડપણ શુષ્ક અને નીરસ હતું. એક સમયની બટકબોલી સુધા જ્યારે તેને ખબર પડી કે તેને બ્લડકેન્સર છે ત્યારે એ બિલકુલ તૂટી ગઈ.

પોતાની દુનિયામાં મશગુલ એવા પાર્થે સુધાને હોસ્પિટલ અને દવાની વ્યવસ્થા તો કરી આપી પણ પ્રમેથી માથે હાથ ફેરવી તેના દર્દને ઓછું કરવાની ફુરસદ તેની પાસે ઘડીની પણ ન હતી. સુધાના સદનસીબે જ્યારે તે જીવનના છેલ્લા શ્વાસ હોસ્પિટલમાં ગણી રહી હતી ત્યારે મુક્તિ પોતાના નજીકના સબંધીની ખબર જોવા તે જ હોસ્પિટલમાં આવી હતી ત્યારે અચાનક તેની નજર સુધા પર પડી. મુક્તિ અને સુધા કૉલેજ માંથી છૂટા પડ્યા પછી સારા નરસા સમય પર એકમેકના સાથી અચૂક બન્યા હતા. સુધાને પણ મુક્તિનો ઘણો સહારો હતો. પણ છેલ્લા ઘણા વર્ષો થી મુક્તિ પણ પોતાના જીવન માં એટલી મશગુલ હતી કે તેને પણ સુધાની ખબર પૂછવાનો સમય ન હતો.

આજે અચાનક સુધાને આ સ્થિતિમાં જોતા તે અચંબિત થઈ ગઈ. શું કહેવું શું કરવું એને કંઈ સૂઝ્યું નહિ. તેણે જ્યારે સુધાના માથે પ્રેમથી હાથ ફેરવ્યો અને " કેમ છે સુધા?" એટલું જ પૂછતાં તો બંને સખીઓના આંખ માંથી અશ્રુની ધારા વહી રહી. છેલ્લા ઘણા વર્ષો ની વાતોની આપલે કરતા આંખના ખૂણામાં ભીનાશે ઘર કરી લીધું.

સુધાની સ્થિતિ દિવસે દિવસે કથળતી ચાલી. ડોક્ટરે પણ જવાબ આપી દીધો. સુધાને પોતાના ઘરે જવાની કોઈ ઈચ્છા હતી નહિ. મુકિત તેને પોતાના ઘરે લઈ આવી. જ્યાં સુધી સુધા જીવી ત્યાં સુધી ખૂબ વ્હાલથી તેણે તેની સેવા કરી. તે બે - ત્રણ મહિના સુધી ન પાર્થ ન સુધાના દીકરાઓએ તે ક્યાં છે ? તેની તબિયત કેમ છે? તેની ખબર લેવાની પરવાહ સુધ્ધા કરી ન હતી.

મુકિતએ છેલ્લી સફરમાં જઈ રહેલી સુધાના મૃત્યુના સમાચાર તેના પરિવાજનોને આપ્યા નહિ. બસ તે તેની વ્હાલી સખીને લઇ પહોંચી મુક્તિધામ અને અગ્નિદાહ અર્પી, પોતાની વહાલી સખી સુધા માટે આંસુ સારતી ઘણો સમય ત્યાં જ ઉભી રહી.

લેખિકા - નિધિ શાહ