માવતર DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

માવતર

માવતર

દિપક એમ.ચિટણીસ

dchitnis3@gmail.com

મારા નાના ગામડા ગામમાં મારી કિંમતી કારમાં બેસી...પ્રવેશ થયો... સાથે હું વિચારી રહ્યો હતો, જીવન એ કર્મ ની ખેતી છે,જેવું વાવો તેવું લણો. તમે જીવનમાં સારા કાર્યો કર્યા હશે તો પરમાત્મા તેનું સારુ ફળ અચુક આપતો જ હોય છે.

ગામમાં એક ટેકરી હતી, જ્યાં એક ઘટાદાર ઝાડ અને ઝાડ નીચે બેચાર બાંકડા અને તેની બાજુમાં એક નાના ગોળ ઓટલા ઉપર ભગવાની નાની દેરી અને નજીકમાં જ એક ચા અને નાસ્તા ની લારી ઉભી રહેતી હતી. ું કારમાંથી નીચે ઉતર્યો, ગામડાની માટીને માથે ચઢાવી, અમારા તૂટેલા ઝૂંપડા જેવા મકાન સામે જોઈ ભીની આંખે મારા ભૂતકાળની દુઃખદ ક્ષણો હું યાદ કરી રહ્યો હતો. થોડી વાર પછી મેં અમારા ખેતર સામે જોયું.

ખેતર ની વચ્ચે એક ઝાડ અને એ ઝાડની નીચે મારા પિતાસાથે ગાળેલ આનંદની ક્ષણો પણ હું યાદ કરવા લાગ્યો આ એઝાડ હતું, જ્યાં મારા પિતાએ ખેતીમાં દેવું વધી જવાથી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. મા’ નો પ્રેમ તો મેં કેવો હોય તે જોયો જ ન હતો કારણ મારા જન્મ ની સાથે ‘મા’ ની વસમીવિદાય થયેલ હતી. કોટ ના ખિસ્સામાંથી રૂમાલ કાઢી મેં આંખ લૂછી. કારણ જુના સંભાળણાએ આંખોને ભીની કરી નાંખી.

મેં ટેકરી નીચે ઉભા રહી ઉપર નજર કરી, એજ બે ચાર બાંકડા, ચા નાસ્તાની લારી ઉભી હતી. હું ધીરા પગલે ટેકરી ચઢવા લાગ્યો..એક એક ડગલે ડગલે હું મારા ભૂતકાળનેવાગોળી જઈ રહ્યો હતો.

પપ્પાની અચાનક વિદાયથી હું હિંમત હારી ગયો હતો. મને કોઇ આર્થિક સપોર્ટ કે માનસિક આધાર ન હતો. મારે જવું ક્યાં...? એ મારા માટે મોટો સવાલ હતો.આ ટેકરી ઉપર આવનાર ઘણા લોકો મને મારા કપડાં અને મારા દેખાવ ઉપરથી પાગલ ગણતા હતા. લગભગ આ ટેકરી મારે માટે મારુ જીવન અને આશ્રય બની ગયું હતું. કોઈ વખતતો રાત્રે બાંકડા ઉપર જ સુઈ જતો આંસુ પણ ખૂટી ગયા હતા. પેટને પણ ભુખ્યા રહેવાની ધીરે ધીરેઆદત પડી ગઈ હતી. ભગવાનની દેરી સામે જોઈ હું કહેતો, ભગવાન સજા કરવા પણ પ્રભુ તને હું જ મળ્યો ? અને મને મારા ગયા ભવની સજાતો નથી આપી રહ્યો ને ?

એટલી કસોટી પણ ન કરતો કે પરમાત્મા મને તારામાંથી શ્રદ્ધા ઉઠી જાય. આવા વિપરીત સંજોગોમાં કોઈ આપણને સમજે કે લાગણી આપે એ વ્યક્તિ દેવદૂતથી ઓછી હોતી નથી. આ ટેકરી ઉપર રોજ ગોપાલકાકા ચા પીવા આવતા હતા. તેે ચા નાસ્તાની લાળીવાળાને કહ્યું હતું કે ભાઇ આ છોકરાને દિવસમાં બે વખત ચા અને બે વખત નાસ્તો આપજે અને તેના રૂપિયાનો હિસાબ મારી સાથે કરી લેજે. આજે તે ગોપલકાકાનું ઋણ ઉતારવા હું ૧૫ વર્ષ પછી મારા ગામમાં આવ્યો હતો. હું ધીમે પગલે ટેકરી ચઢી. દેરીમાં બેઠેલા ભગવાનને બે હાથ જોડી માથું ટેકવી કીધું. ભગવાન જો તારો જીગલો આજે પંદ વર્ષના લાંબા સમયને અંતે તારી સમક્ષ આવ્યો છે. પછી હું બાંકડે બેઠો, ફરીથી દૂર દૂર નજર કરી પપ્પા અને મારા ખેતરને યાદ કરતો હતો. ત્યાં મારી નજર ચાની લારી ઉપર પડી લારી પરથી છોટુ નો અવાજ આવ્યો સાહેબ ચા કે કોફી ?

છોટુ પણ ઉંમરમાં મોટો થઈ ગયો હતો, એ મને ઓળખી ન શક્યો, પણ હું તેને અવાજ અને ચહેરાથી ઓળખી ગયો હતો. મેં કીધું છોટુ એક ચા અને નાસ્તો રૂપિયા ગોપલકાકાના હિસાબમાં લખી લેજે, છોટુએ ઝીણી નજર મારી સામે જોયું, તે વિચારવા લાગ્યો આ અજાણી વ્યક્તિ મારુ અને ગોપલકાકાનું નામ કેવી રીતે જાણે ?

એ દોડતો આવી મારા પગ પાસે બેસી ગયો, અરે જીગાભાઈ તમે? તમે તો ઓળખાતા નથી. બહુ મોટા સાહેબ બની ગયા લાગો છો ? મેં ભીની આંખે કીધું, અરે છોટુ, મારે ક્યાં સાહેબ બનવું હતું ? મારે તો ખેતર ખેડવું હતું. સંજોગો એ મને ખેડૂતમાંથી બિઝનેસમેંન બનાવી દીધો. છોટુની પણ આંખો ભીની થઇ ગઇ.તમારી તકલીફો, એકલતા અને આંસુઓનો હું સાક્ષી છું. બહુ કપરા દુઃખના દિવસો તમે પસાર કર્યા હતા.

છોટુ, ગોપલકાકા ગામમાં ક્યાંય દેખાતા નથી. ઘરે તાળું છે.તેમનું ઋણ ઉતારવા અહીં હું આવ્યો હતો. છોટુ બોલ્યોગોપલદાદા તો બહુ દુઃખી છે. દીકરાને રૂપિયા ખર્ચી ભણાવ્યો,નોકરી સારી મળી ગઈ, પછી નથી રૂપિયા મોકલતો, કે નથી કદી બાપને મળવા આવતો. જીગાભાઇ ભગવાને તમને યોગ્ય સમયે મોકલ્યા છે. આપણા ગામના મંદિરમાં એક ઓરડી ગામવાળાએ દયા રાખી તેમને આપી છે. મેં ઉભા થતા છોટુ ના હાથમાં એક બંધ કવર મૂક્યું, અને કીધું છોટુ ઉપકાર કે પ્રેમની કિમત આંકવા માટે નથી મારી લાયકાત, કે નથી મારી હેસિયત, કે નથી મારી પાસે શબ્દો. તેં પણ મારા ખરાબ સમયમાં મને ઘણી તારાથી થતી મદદ કરેલ છે. એક વખત તો હું ઠંડીની સીઝનમાં બાંકડા ઉપર સૂતો હતો, ત્યારે ગરમ ધાબળો તેં મને ઓઢાડ્યો હતો. એ હુ હજુ ભુલ્યો નથી. દોસ્ત, આ મારું કાર્ડ તારી પાસે રાખ મુસીબત વખતે વિના સંકોચે મને ફોન કરજે....ચાલ, જય શ્રીકૃષ્ણ............

ફરીથી દેરીના ભગવાનને પગે લાગી કીધું. હું તને ભુલ્યો નથી, હવે અહીં દેરી નહિ, હીં તારું મોટું મંદિર બનશે. મારી શ્રદ્ધા ડગી જાય તે પહેલાં તેં મારા જીવનનું સુકાન સંભાળી લીધું. ું ગામના મંદિર તરફ આગળ વધ્યો મંદિરના ખૂણામાં ઓરડીની અંદર જ્યાર મેં પ્રેવેશ કર્યો ત્યારે ગોપાલકાકા ખાટલામાં બેઠા હતા.

વર્ષો પહેલાની મારી દશા જેવી દશા આજે તેમની હતી. ગોપલકાકાના ચહેરા ઉપર ઘડપણ દેખાતું હતું. આંખે કાળા કુંડાળા ગાલમાં ખાડા પડી ગયા હતા. મેં કીધું, જયશ્રી કૃષ્ણગોપલકાકા એ બોલ્યા, આવ બેટા મેં તને ઓળખ્યો નહિ, હું તેમને પગે લાગ્યો, મેં કીધું ઓળખી ને શું કરશો કાકા ? માણસને સમજવામાં જે મજા છે, એ ઓળખવામાં નથી. મેં કીધું કાકા હું તમારું ઋણ ઉતારવા આવ્યો છું. હું જીગલો....જીગર. અરે બેટા, આવડો મોટો થઈ ગયો ? અચાનક ગામ તરફ ભુલા પડવાનું કારણ ?

કાકા, ઋણાનુબંધ જે જગ્યા અને જે વ્યક્તિ સાથે લખેલહોય ત્યાં આપણે ખેંચાવું જ પડે. તમારા આ ઓરડીમાં રહેવાના દીવસો હવે પુરા થયા.હવે તમારે મારી સાથે મારા ઘરે આવવાનું છે. બેટા એવું કેવી રીતે બને...? મેં ભીની આંખે કીધું એક દીકરાએ હાથ અને સાથ છોડ્યો, તો આજે બીજા દીકરાએ પકડ્યો એવું સમજી લ્યો કરેલા સત્કર્મ કદી નકામા જતા નથી.તમારા સત્કર્મ ની યાદી ભલે તમે ન રાખો, પણ પરમમાત્મા તોહંમેશા યાદ રાખે છે.

કાકા, તમે મારા ભુખ્યા પેટમાં વગર કોઈ અપેક્ષાએ અન્નનું પુણ્યનું કાર્ય એ વખતે કર્યું હતું. કાકા બોલ્યા, બેટા જે સંતાન માટે જાત ઘસી નાખી તેને ભણાવવા રૂપિયા ખર્ચી નાખ્યા, તે ઉપકાર ભૂલી ગયો, અને મેં તારી મુસીબતના સમયમાં ફક્ત બે વખત તને ચા નાસ્તો કરાવ્યો, એ ઉપકાર તેં આજ ના દિવસ સુધી યાદ રાખ્યો..ધન્ય છે બેટા.

મેં કીધું, ગોપલકાકા તમારો છોકરો ક્યાં નોકરી કરે છે ?ગોપાલકાકાએ ગાદલા નીચેથી કાર્ડ કાઢી મને આપ્યું બેટા અહીં નોકરી કરે છે, એવું આપણા ગામના એક છોકરાએ મને કીધુ હતું.હું કાર્ડ જોઈ હસી પડ્યો, પણ હું કંઈ બોલ્યો નહિ. ું અને ગોપાલકાકા કાર માં બેઠા. રસ્તામાં ગોપલકાકા કહે, બેટા તું આવડો મોટો વ્યક્તિ કેવી રીતે બની ગયો ?

કાકા, એક રાત્રે આપણી ટેકરી ઉપર હું બાંકડે સૂતો હતો.વહેલી સવારે ભગવાનની દેરી પાસે પોટલું જોયું. મેં તેને ખોલ્યુંજોયું તો અંદર પુષ્કળ સોના-ચાંદીના ઘરેણાં હતા. મેં ભગવાનની સામે જોયું.પોલીસને આપું કે હું રાખી લઉં, એ ગડમથલમાં એક ઘરેણાં ની ડબ્બીમાંથી બિલ નીકળ્યું. તેમાં મોબાઈલ નંબર હતો, અને ખરીદનારનું નામ પણ હતું. એ પોટલાંનો સાચો માલિક મને મળી ગયો.. ગરીબી હતી, પણ ઈમાનદારી લોહીમાં હતી. મેં એમનેમોબાઈલ લગાવી વિગતે વાત કરી, ત્યારે ખબર પડી કે તેમના ઘરે ચોરી થઈ હતી. હું સમજી ગયો કે ચોર ની પાછળ પોલીસ પડી હશે, એટલે ચોર પોટલું મૂકી ભાગી ગયો હશે.

બીજે દિવસે જ્યારે પોટલાંા માલિક ના ઘરે હું ગયો ત્યારેતેમનું હવેલી જેવું મકાન જોઈ મને ચક્કર આવી ગયા. તેમણે મને આવકાર્યો, અને કીધું, તમારા ચહેરા ઉપરથી તમે દુઃખી અને જરૂરિયાતવાળા લાગો છો. છતાં પણ તમારા ચહેરા ઉપર સ્વમાન અને ઈમાનદારી નું તેજ દેખાય છે. આ ઘરેણાં ની કિંમત કરોડ રૂપિયા ઉપર થાય છે.

બેટા...તારું નામ

જીગર, મારી કંપની માં તારા જેવા યુવાનની જરૂર છે. નોકરી કરીશ ? મેં હા પાડી. મારા ઋણાનુબંધ એ પરિવાર સાથે જોડાયા હશે. તેમને કોઈ સંતાન ન હતું. તેથી ધીરે ધીરે તેમની કંપનીમાં મને ભાગીદાર બનાવ્યો. આજે મેં મહેનત, ઈમાનદારી ઉપર કરોડો રૂપિયાનું સામ્રાજ્ય ઉભું કર્યું છે. અને ગોપાલકાકા, કુદરતની કમાલ તો જોવો..આ પરિવાર નિઃસંતાન હોવાથી તેમની ગેરહાજરીમાં તેમની તમામ મિલ્કતોનો વારસદાર તેમણે મને બનાવ્યો છે.

ગોપલકાકા બોલ્યા બેટા જન્મ આપે તે જનેતા, અને ભાગ્ય લખે ઇશ્વર, ઇશ્વરે તારી જીંદગીમાં બદલાવ લાવવા ચોરને તો માત્ર નિમિત બનાવ્યો, વાત સાચી અને કાકા, તમે જે કાર્ડ મને બતાવ્યું.એ મારી કંપનીનું છે. મતલબ, તમારો દીકરો મારી કંપનીમાં નોકરી કરે છે. તમે કહેતા હોં તો તેને કાલથી કાઢી મુકુ. ના બેટા, દરેક વ્યક્તિને તેના કરેલ કર્મ ની સજા અથવા પુણ્યનું ફળ મળતુંહોય છે. એ મેં તારા કિસ્સા ઉપરથી જોઈ લીધું. હું એકનિસ્વાર્થ બાપ સામે જોતો રહ્યો. એટલે જ કીધું છે.પુત્ર કપુત્ર થાય, પણ માવતર કમાવતર કદી ન થાય.

=THE END=

‘‘માવતર’’િપક ચિટણીસ(dchitnis3@gmail.com)