એક તો એ કે સન માને છે કે પ્લેનેટ ગ્રીન genuine છે. બીજી તે કે તેને ખરેખર જ એક સારી opportunity મળી ત્રીજી એ કે જે ગ્રેટવીશ(એમ્બિશન) ને તે તેની જુવાની ના દિવસોમાં પુરી ના કરી શક્યો તે પ્લેનેટ ગ્રીનના મહેસ થોડા સમયમાં જ પૂરી થઈ ગઈ. તથા ચોથી એ એ કે તે એમ પણ મન થઈ ગયો છે કે આખી દુનિયા પોઝિટિવિટી ઉપર જ ચાલે છે. Aim should must be positive.અને જો એઈમ પોઝિટિવ હોય તો સફળતા બહુ જ જલ્દીથી અને ઓછા શ્રમે મળી જાય છે. અને આવી અસંખ્ય સકારાત્મક માન્યતાઓ સાથે સન તેનું જીવન ખુશી ખુશીથી જીવવા લાગયો છે.તે આ બધી જ સકારાત્મકતાઓ ને કારણે મહા આત્મવિશ્વાસ પ્રાપ્ત કરી ચુકયો છે જેની જાણ સ્વયં સન ને પણ નથી. પરંતુ પેલા પેલા પ્લેનેટ ગ્રીન ના એડમિનિસ્ટ્રેટિવ પ્રિડીક્ટરો આ બધી જ બોડી લેંગ્વેજને બહુ જ સારી રીતે સમજી રહ્યા છે, કે આ રીલ નો હિરો ક્યારે અને કેવી રીતે રીયલ હીરો બનવાનો છે.અને થોડા દિવસો પછી પ્લેનેટ ગ્રીન ના કાને વાત પડે છે કે એન્ટી સોશિયલો એ મી સન નું કાસળ કાઢી નાખવા માટે બહુ જ ખતરનાક યોજના બનાવી છે. કારણકે સન ના stardom થી એન્ટી સોશિયલ ઓના પણ પગ પાણી પાણી થઇ રહ્યા છે. તેમની પણ ધારણા કરતાં સન બહુ આગળ નીકળી ગયો હતો. બાકી આ પહેલા કોઈએ એવું નહોતું તો સાંભળ્યું કે નોતુ તો જોયું કે મહેસ એક સ્ટાર ડમે જ અર્ધ લશ્કરી દળો કરતાં પણ મોટી ભૂમિકા નિભાવી હોય. એન્ટી સોશિયલ ભલીભાતી સમજી ગયા છે કે હજુ તો મિસ્ટર સનના નામના ઢોલ નગારાઓ જ વાગી રહ્યા છે, જ્યારે એક્ચ્યુલી મી સન ની સવારી આવશે ત્યારે મધ્ય આફ્રિકાની પ્રજા સામે પ્રેગનેટ ગ્રીન વિરુધ્ધ માં એક પણ શબ્દ બોલવો અશક્ય થઈ પડશે.અને જો ભૂલથી બોલાયો તો પણ લેવાના દેવા થઈ પડશે. એટલે એન્ટી સોશિયલ ઓએ મધ્ય આફ્રિકા માં તેમની કમાન ચાલુ રાખવા માટે સન નો ખેલ ખતમ કરવાનું નક્કી કરી લીધું.
આ બાજુ મિલી ને સન પ્રત્યેનો લગાવ બહુ જ બોરિંગ લાગવા માંડયો છે.કારણ કે તેણે સન પ્રત્યે ના પોતાના લગાવ પાસેથી પણ ઘણી બધી અપેક્ષાઓ રાખી હતી. તેનાથી તદ્દન વિરુદ્ધ થઈ રહ્યું છે. મિલી ને અંતરની ખુશી અને આનંદ મળવાને બદલે ચિંતાઓ અને મુસીબતોના ભણકારા સાંભળાઈ રહ્યા છે.અને એક અંશ પરતો મીલી એ એમ પણ વિચારી લીધું કે ટુ હેલ વિથ સન. પરંતુ પ્રેમ એ મિલી કરતાં પણ વધારે હઠીલો અને અહંકારી હતો. તેણે વાળી વાળી ને મિલી ને સન બાજુ જ ધકેલવાનું ચાલુ રાખયુ અને મિલી દર વખતે ઢીલી ઢાલી થઈને સન માટે વિચારવા લાગતી. જેનાથી પણ સન સદંતર અજાણ જ હતો.અને અહીં સન નું કાસળ કાઢવાના સમાચાર મળ્યા પછી પ્લેનેટ ગ્રીને સન ને બધુ જ જણાવી દેવાનું ઉચિત સમજ્યુ. અને એક દિવસ કાર્ટિયરે સન ને પોતાના મોબાઇલ પરથી ફોન કરીને કહ્યું મિસ્ટર સન હું આપને મળવા માગું છું.
સન પણ icebreaker કરવામાં કેટલો સફળ નીવડયો છે તે જાણવાની પ્રતીક્ષામાં સર આવા વિવેકી સંબોધનથી કાર્ટિયર ને કહે છે એની થીગ સીરીયસ?
કાર્ટિયર પણ વધારે ફોર્મલ થયા વગર કહે છે, યા.
આટલું સાંભળીને જ સન જજમેન્ટ લઈને તેની ચેર માંથી ઊભો થાય છે .સામે છેડેથી કાર્ટિયર કહે છે અત્યારે જ પોસિબલ બને તો અત્યારે જ. સન કહે છે શ્યોર .
કાર્ટિયર પૂછે છે તમે કેટલી વારમાં નીકળો છો મી સન .