થોડા દિવસ પછી સન ના કેમેસ્ટ્રીકલ સોફ્ટવેર ની વેલ્યુ નક્કી થઈ જાય છે.અને સન પાસેથી પ્લેનેટ ગ્રીન આ સોફ્ટવેર ખરીદી લે છે. વેલ્યુઅર્સ જેની કિંમત નક્કી કરે છે 4 million dollars. જોકે કાર્ટિયર તો પણ એમ જ માને છે કે સસ્તામાં પતી ગયું.સને સોફ્ટવેર આપતી વખતે સમજાવી દીધું હતું તે જો ચીપ ના bites તમે વધારે દેશો તો દસ કરોડ કરતાં પણ વધારે મોલેક્યુલર્સ તમને મળશે. જે વાતને પ્લેનેટ ગ્રીન ના વૈજ્ઞાનિકોએ નોટ કરી લીધી હતી. કારણકે સને સમથીંગ આટલા જ બાઈટ ની ચીપ વાપરી હતી.
આ બાજુુ મિલી પલ પ્રતિપલ એવો એસાસ કરી રહી છે કે મારુ ભાગ્ય મારા હાથમાંથી રેત ની જેમ સરકી રહ્યું છે. હું હાર્ડ પ્રોફેશનલ બનીને રહેવાને બદલે સોફ્ટ અને ઈમોશનલ બની રહી છું. પરંતુ મીલી એ નહોતી જાણતી કે તેના ભાગ્યના જ અહંકાર ની નીચે તેના ભાગ્ય કરતાં હજારો ગણું મોટું સૌભાગ્ય આકાર લઈ રહ્યું છે. દબે પાવ તેને ઈમોશનલ બનાવી રહ્યું છે.
કદાચ વિદ્વાનો આને જ સાચો પ્રેમ કેહતા હશે.ઉમર ના વાડાઓની બહાર અને દેહના અંતરો ની વચ્ચે પણ જે શ્વાસ લઈ શકે તેને જે પ્રેમ કહેવાય.અને તેને જ સાચો પ્રેમ કહી શકાય. કારણકે ક્યારેક ક્યારેક સ્ત્રી જ્યાં સુધી પોતાના ભાગ્યનો ત્યાગ નથી કરતી અને પુરુષ પોતાના પરાધિનપણા જેવા સૌભાગ્ય નો ત્યાગ નથી કરતો ત્યાં સુધી પ્રેમ ની ખુમારી તેમને નથી સમજાતી. પ્રેમ કરીને ડૂબવું અને ફરી પાછા ઉભરવું, અને આવુ ઉત્કૃષ્ટ ઉદાહરણ સંસાર ને પૂરું પાડી ને લોકોને પ્રેમ તરફ વાળવા એ પણ એક લોક કલ્યાણ નું જ કાર્ય કહેવાય.અને આવા કર્મ કરવાવાળા ઓની આંખોમાં કંઈક અલગ જ લાલસા ઓ અને ખુમારીઓ જોવા મળતી હોય છે. જેનો મીલી ને અને સન ને આજદિન સુધી તેવો અનુભવ નથી થયો.અહંકાર અને આત્મસન્માન વચ્ચેની સૂક્ષ્મ રેખાના ભેદ ના અ-પારખું સ્ત્રી-પુરુષો ક્યારેક આવી દૈવી અનુભુતિઓ થી વંચિત પણ રહેતા હોય છે. કોઈના હૃદયમાં સ્થાન પામવુ એ જ માનવીનું સૌથી મોટું અને સર્વોચ્ચ આત્મસન્માન કહેવાય. કેરિયરને ઓરિએન્ટ કરવાના ચક્કરમાં આવા કેટલાય સ્ત્રી અને પુરુષો પોતાના જીવનના સુવર્ણ કાળ સમાન 30 -30 વર્ષ અહંકારની અગ્નિમાં ઝોકી દેતા હોય છે.અને પછી મુઠ્ઠી ખોલી દઈ ને પરિણામની પ્રતીક્ષા કરવા લાગે છે. અફકોર્સ, અશુભ પરિણામ ની જ .
મિલી પણ તેની પ્રયોગાત્મક બુદ્ધિથી સમજી ચૂકી છે કે હવે કશું જ થાય તેમ નથી પરંતુ બધું જ માનવીની બુદ્ધિ પ્રમાણે જ થતું હોય તો ઈશ્વર માનવીની ઉપર છે તેવી દુર્લભ ઘટનાઓ ક્યારેય સાબિત ના કરી શકી હોત.
પરંતુ સત્ય એ જ છે કે માનવીના હાથમાં કશું જ નથી.
મિલી ની કેટ સિમ્બોલ વાળી ફિલ્મની ભવ્યાતી ભવ્ય સફળતા ના બેન્ડવાજા હજુ પણ તેની આસપાસ વાગી રહ્યા છે અને આ ઘોંઘાટ મિલી ના શાંત અંતરાત્માને ખલેલ પણ પહોંચાડી રહ્યો છે.એટલે કે મિલી તેના અંતરાત્મામાં ડુબવા જાય છે કે તરત જ કોઈ પાર્ટી નું ઈન્વીટેશન તેને બહાર ખેંચી ને કાઢે છે અને મિલી પાછી તેના ભવાં ચડાવી ને બગલ મા પર્સ ઠસાવી ને લટક મટક ચાલે પાર્ટીમાં જોવા મળે છે.
અને આ બાજુ સન બીજું બધું જ ભુલાવી દેઈ ને પ્લેનેટ ગ્રીન ની genuinity ને ડેડીકેટ થવા લાગ્યો છે.
સુલતાન ના વન વર્ડિગ મેસેજે સન ને આમ કરવા માટે વિવશ કરી દીધો. કારણ કે આફ્ટર ઓલ સન સ્પિરિચ્યુઅલી બ્રિલિયન્ટ હતો. તે તેના મિત્રો અને શત્રુઓને બહુ જ સારી રીતે પારખી શકતો હતો.
સન અને મિલી બંને પાસે એટલા તો white and legal ડોલર થઈ ગયા છે કે જેમાંથી તેઓ ધારે તો આમીન સોસાયટીની અંદર કેશ પેમેન્ટ થી complete હાઉસ ખરીદી શકે છે.