અસ્તિત્વ - 22 Aksha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અસ્તિત્વ - 22

આગળના ભાગમાં જોયું કે અવની યુવરાજના ઘરમાંથી ભાગી નીકળે છે.... અને એક કેબિન તરફ યુવકનું ટોળું જોયું એમની નજીક જાય છે... ત્યાં અચાનક એક ચહેરો જોવે છે અને એ યુવક અને અવની એકદમ સ્તબ્ધ બની જાય છે....

હવે આગળ.......
અવની અને એ યુવક જ્યારે એકબીજાને જોઈ રહ્યા હતા.., ત્યારે બસ આંખો જ શબ્દોરૂપી આંસુ વહાવી રહી હતી....કોઈ શબ્દ ન હતા બોલવામાં માટે.....માત્ર મૌન છવાઈ ગયું હતું....
ત્યારે એ મૌનને તોડવા યુવકના બીજા સાથીદાર પૂછે છે એ યુવકને કે શું થયું આમ કેમ એક-બીજાને જોઈ રહ્યા છે અને રડો છો શા માટે.....?
ત્યારે એ યુવક બહુ જોરથી રડે છે કે આ મારી અવની છે...અને આ રીતે એ યુવકને રડતા જોઈ અવનીથી પણ નથી રહેવાતું અને કહે છે કે પ્લીસ મયંક આમ ના રડશો, એમ કહી અવની મયંકને ગળે લાગી જાય છે અને થોડીવાર તો બંને એકબીજાને ભેટીને બહુ રડે છે... ત્યા, રહેલા મયંકના દોસ્તો પણ આ દ્રશ્ય જોઈને રડી ગયા... અને રડે પણ શા માટે નહીં વર્ષો પછી કોઈ પ્રેમ કરવાવાળા મળી જાય એથી મોટી કોઈ ખુશી નથી હોતી....
આ બાજુ મયંક અને અવની થોડા શાંત પડ્યા ત્યારે મયંક કહે છે......અવની તું આ હાલતમાં અને આ અડધી રાતે બહાર શુ કરે છે,?? તારા આ કપડાં પર લોહીના દાગ ? પગમાં ચંપલ પણ નથી પહેરી તારી આ હાલત કેમ છે.... ?
અવની કોઈ જવાબ નથી આપી શકતી મયંકને... માત્ર નીચી નજર કરી રોઈ રહી હતી.... ત્યારે મયંક કહે છે કે અવની તું બોલ તને મારા સમ છે , શુ થયું તું કહી દે મને હું છું ને તારી સાથે..... પણ અવની કાંઈ બોલી નથી શકતી એટલે મયંક સમજી જાય છે કે મારા બધા દોસ્તો અહીંયા છે એટલે શાયદ ઘબરાઈ ગઈ હશે......
ત્યારે મયંક બહુ પ્રેમથી અવનીનો ચહેરો પકડી કહે છે કે આપણી કોઈ વાતથી અને આપણા પ્રેમથી આ લોકો અંજાન નથી એ બધાને બધી જ ખબર છે.... તારા અને મારા વિશે દરેક નાનામાં નાની વાત મેં આ લોકોને કરી છે..... તું બેજીજક થઈ બોલ શુ થયું...
અવની મયંકનો હાથ પકડી રાખે છે અને એની સાથે જે થયું એ બધું એ કહે દે છે....અને મયંક સાથે રહેલા એના મિત્રોની આંખોમાં પણ પાણી આવી જાય છે... ત્યારે મયંક પૂછે છે કે.......કે અવુ આ લોહીના દાગ....?

અવનીને બોલવામાં સંકોચ થાય છે કે બધા વચ્ચે કેવી રીતે કહે ત્યાં જ મયંક એના દોસ્તને ઈશારો કરે છે કે પાંચ દસ મિનિટ અમને એકલા રહેવા દો....બધા દોસ્ત મયંકનો ઈશારો સમજી ગયા અને એમનાથી થોડા દૂર ગયા....
ત્યાં જ અવની કહે છે કે માયુ હું પિરિયડમાં છું પણ ઉતાવળમાં ભાગી મારી પાસે પૈસા પણ ન હતા તેથી કાઈ લઈ ના શકી અને આ હાલત થઈ.....
મયંક કહે છે કે.....ડોન્ટ વૉરી.... હું છું ને તારી પાસે ચાલ ગાડીમાં બેસી જા..... અને મયંક એના દોસ્તને મેસેજ કરી દે છે કે હું ત્રીસ મિનિટમાં આવું છે.....
મયંક અને અવની ત્યાંથી નીકળે છે શહેરમાં પણ ક્યાંય કોઈ મેડિકલ સ્ટોર કે કપડાંની દુકાન ખુલ્લી નથી હોતી....એટલે પહેલા મયંક હોસ્પિટલમાં જાય છે,,. ત્યા અંદર એક મેડિકલ સ્ટોર ખુલ્લો હતો એટલે એ અવનીને કારમાં બેસાડીને પોતે અવની માટે પેડ લેવા જાય...... પેડ તો મળી ગયા પણ કપડાં ક્યાં છે કે મળશે..... આમ તેમ બહુ ફર્યા પણ કપડાં ક્યાંથી મળશે અડધી રાત્રે.... ત્યારે મયંકને યાદ આવ્યું કે અવની માટે હું બ્લુ ડ્રેસ લઈ આવ્યો હતો જ્યારે મુંબઈ ગયો ત્યારે ન હતો મળ્યો પણ એ પણ એ પછી હું એની માટે લઇ આવ્યો હતો...
પણ અવનીને આપવા પહેલા જ અમે અલગ થઈ ગયા ત્યારેથી આજ સુધી હમેંશા હું એ ડ્રેસને મારી સાથે જ રાખું છે.....પણ આ ડ્રેસ લીધો એને છ વર્ષ થયાં હવે અવનીને થશે કે ગમશે....?
ત્યારે મયંક અવનીને અચકાઈને કહે છે કે બીટ્ટુ મેં તારી માટે તારો ફેવરિટ બ્લુ ડ્રેસ લીધો હતો... પણ હું આપું એ પહેલાં આપણે અલગ થઈ ગયા ત્યારથી એને હું મારી સાથે રાખું છું... જો તને ગમે તો પહેરી લેજે..
અવની માત્ર હા કહે છે.....તેથી મયંક પાછો એ કેબિન તરફ કાર લઈ લે છે ત્યાં એના મિત્રોને કહે છે કે પહેલા અવનીને અહીંયાંથી દૂર લઈ જવા માંગુ છું જેથી કરીને યુવરાજ કે એના ઘરના કોઈ અવનીને હેરાન ના કરી શકે.... ત્યારે મયંકનો દોસ્ત ઇમરાન કહે છે કે અવનીને તારી વધારે જરૂર છે તું એની સાથે કાર લઈ નીકળ અમે બીજી કારમાં આવશું... અને આગળ ક્યાંક હોટેલ પર બધા મળશું..... મયંક થેન્ક યુ કહી ત્યાંથી પોતાની કારમાં બેસી જાય છે....
જેવો મયંક કારમાં આવીને બેઠો ત્યાં જ અવની બોલી કે મયંક મને ઘરે મૂકી જાવ.... હું મમ્મી પપ્પા પાસે જવા માંગુ છું.... મારા લીધે તમને ખોટી પ્રોબ્લેમ થશે....
ત્યારે મયંક બસ અવની સામે જોઇને બોલ્યો કે ક્યારથી તું આટલી બદલાઈ ગઇ તું એ અવની તો નથી જે જીદ કરી મારી પાસે બધા કામ કરવી લેતી અને પોતાની જીદથી દરેક વાત મનાવી લેતી.....તું એ અવની તો નથી...??
ત્યારે અવની ધીમા સાદે કહે છે કે સમય સાથે બધું બદલાઈ જાય છે.....અવનીના અવાજ માં નિરાશા ચોખ્ખી સમજાય જતી હતી..... એટલે મયંક આગળ કાઈ ના બોલ્યો.....
ખાસ્સા સમય સુધી બંને મૌન રહ્યા .... ત્યાં જ મયંક પર ઇમરાન નો ફોન આવે છે અને આગળ હોટેલ પર કાર ઉભી રાખવાનું કહે છે...
મયંક અવનીને કહે છે કે તું હોટેલના વોશરૂમમાં જઈ ચેન્જ કરી આવ હું બહાર ઉભો રહુ છું...
થોડી વારમાં અવની ચેન્જ કરી આવે છે પછી બંને સાથે નાસ્તા માટે જાય છે.... બધા કંઈક ને કઇંક વાતો કરતા હતા પણ અવની એક પણ શબ્દ બોલી નહિ.
..
ત્યાં જ મયંક અવનીને કહે છે કે આટલા વર્ષમાં મેં તને બહુ શોધવાની કોશિશ કરી ફેસબૂક, ઇન્સ્ટા, પણ તું ક્યાંય ના મળી તને ખબર છે તારા ગયા પછી મેં તને કોલ, મેસેજ કર્યા એવી ખબર પડી કે તું હોસ્ટેલમાં જતી રહી....
તારા લગ્ન પછી મારી હાલત સાવ ખરાબ થઈ ગઈ હતી.... એક એવું વ્યસન નહિ હોય જે મેં નહિ કર્યું હોય, દારૂ , બિયર, ગાંજો,અફીણ, સિગારેટ, બીડ, તમાકુ, હુક્કા એ બધું તો ઠીક પણ જે છોકરી મને ગમી એ બધા સાથે હું સૂતો અને બધા સાથે શારીરિક સંબંધ બાંધ્યો.... માત્ર તને ભૂલવા માટે.... પણ એ બધી વસ્તુએ માત્ર મારી જરૂરત પુરી કરી પણ સૂકુન ના આપી શકી.... ત્યારે મયંક અવની સામે ઉદાસ મોઢે જોવે છે અને એને પૂછે છે કે તું કેમ મને છોડી ને ચાલી ગઈ....?
ત્યારે અવની માત્ર એટલું જ કહે છે કે એ માટે મજબૂર તમે જ કરી હતી......

ત્યારે મયંક બોલ્યો કે જે થયું એ હવે તું મારી સાથે રહીશને મને છોડીને નહિ જાય ને????
* અવનીનો જવાબ શુ હશે???
* ક્રમશ......