ઇન્સાનિયત
દિપક ચીટણીસ (dchitnis3@gmail.com)
वसुधैव कुटुम्बकम
वसुधैव कुटुंबकम का अर्थ है जहां एक और पूरी वसुधा अर्थात हमारी पृथ्वी को एक परिवार के रूप में बांध देता है वही यह भावनात्मक रूप से मनुष्य को अपने विचारों और कार्यों के प्रभाव को विस्तृत करने की बात कहता है। वसुदेव कुटुंबकम् हमारे हिंदू धर्म जिसे सनातन धर्म भी कहते हैं का मूल मंत्र है। हमारे धर्म में हीं नहीं यह हमारे भारतवर्ष के संस्कार का द्योतक है। विश्व के स्तर पर हम भारतीयों की विचारधारा का यह मूल है। वसुदेव कुटुंबकम् महा उपनिषद व कई अन्य ग्रंथों में लिखा हुआ है। इसका शाब्दिक अर्थ है धरती ही परिवार है। संसद भवन के प्रवेश कक्ष में भी यह लिखा हुआ है। महोपनिषद् अध्याय ४ श्लोक ७१ में यह इस प्रकार उद्धरित है:-
………………………………………………………………………………………………
ઘરની બધી રોજીંદી કામગીરી પૂરી થઈ ગયેલ હતી, અને આજે બહુ દિવસે સમય પણ હતો. મનમાં એકદમ જ વિચાર આવ્યો ચાલ આજે સમય છે, તો પાડોશમાં રહેતી સરલાને મળી આવું. ઘણો સમય થયો હતો પરંતુ સમયના અભાવે તેને મળવાની ઘણી બધી ઈચ્છા હોવા છતાં મળી શકાતું નહોતું. આજે કંઈક સંજોગોઅને સમય પણ અનુકુળ હતો અને ઘરની તમામ કામગીરી પણ પૂરી થઈ ગયેલ હતી.
આમ તો હું ક્યારેય સમયના અભાવે જઈ શકતી ન હતી, પરંતુ આજે મને એક તેના ઘરે જોઈ તે પણ ઘણી ખુશ થઈ તમે મને આવકારતા કહેવા લાગી આવ રમા આવ! આજે તને અચાનક મારી યાદ આવી ગઈ ! તને આવવાનો સમય મળ્યો ખરો ? બધુ બરાબર છે ને ? અને આમ જ અમે બંને બહેનપણીઓ જાણે વર્ષો પછી ભેગી થયેલ હોય તેમ અલકમલકની વાતોમાં મશગુલ થઇ ગઈ.
થોડો સમય થયો હશે ને, સરલાના પતિએ ઘરમાં તેના નાના ચાર વર્ષના દીકરા જય સાથે પ્રવેશ કર્યો. જયના હાથમાં નાની રમવાની કાર હતી જે તે બજારમાંથી લઈને આવ્યો હતો. ઘરમાં આવતાંની સાથે જ તેણે કારને રૂમમાં છૂટી ફેંકી દીધી અને મોટે મોટેથી રડવા લાગ્યો અને તેની મમ્મી સરલાને કહેવા લાગ્યો, મમ્મી મેં પપ્પાને મોટી કાર લાવી આપવા બહુ જ જણાવ્યું છતાં તેમણે મને આ નાની જે મને ગમતી ન હતી તે કાર લાવી આપી. મેં તેમને બહુ જ કહ્યું તેમ છતાં મને ગમતી કાર ન લાવી આપી તેમ કહી તે તેની મમ્મીને ફરિયાદ કરી રહ્યો હતો. સરલાએ જયને પોતાની પાસે પ્રેમથી બેસાડી તેના પતિને કહ્યું તમે કેમ આમ કર્યું ? જયની ઈચ્છા હતી તો તેને તેની ગમતી મોટી કાર લાવી આપી હોત તો શું વાંધો હતો ? આમ આ બધી ચર્ચા અમારા બધાની હાજરીમાં ચાલી રહેલ હતી.
સરલાનો પતિ ધીમે રહીને સરલાને બીજા રૂમમાં લઇ ગયો. અને ધીમે રહીને સરલાને જણાવી રહ્યો હતો કે, શું કરું, સરલા, જય બહુજ જીદ કરતો હતો. મારે તો આ કાર પણ નહોતી લાવી આપવી પરંતુ તેની જીદ આગળ હું કઈ ન કરી શક્યો, અને મારા ખિસ્સામાં સો રૂપિયા હતા. તેમાંથી પચાસ રૂપિયાની આ કાર મેં ખરીદી અને પચાસ રૂપિયા મેં રહેવા દીધા, કારણ હજી ઘરે આવી જય માટે દૂધ પણ લાવવાનું હતું. આ તો ના છુટકે મે તેની જીદ આગળ વશ થઈ કાર ખરીદી આપી. બાકી તને તો ખબર છે કે ટૂંકા પગારમાં ઘર ચલાવવામાં ઘણી મુશ્કેલી પડે છે. હજી તો આપણું ઘરનુ લાઇટબીલ ભરવાનું પણ બાકી છે, અને કાલે તો છેલ્લી તારીખ છે, તેનું પણ શું કરવું તે કંઈ ખબર પડતી નથી.
આ બધો સંવાદ સરલા અને તેના પતિ વચ્ચે અંદરના રૂમમાં ચર્ચાઈ રહેલી હતો. તે અવાજ મારા કાન સુધી પણ પહોંચી ગયો હતો. આ ચર્ચા સાંભળી મારુ મન આકુળવ્યાકુળ થઈ ગયેલ હતું. હું ધીમે રહીને ઊઠીને સરલાની સહમતી મેળવી તેને જણાવી મારા ઘરે પરત આવી ગઈ.
ઘરે પરત આવ્યા બાદ સરલાના ઘરે જે કંઈ બીના બની ગઈ તે બધી જ બીના કેમે કરી મારા મગજમાંથી, મારા અંતરમાંથી હટવાનું નામ જ ન લેતી હતી. મિનિટે મિનિટે તે બધા ચહેરાઓ અને તે વાતો મારા માનસપટ ઉપરથી ખસવાનું નામ જ ન લેતી હતી.
મને મનમાં ને મનમાં એવો વિચાર આવતો હતો કે, સરલા મારી બહેનપણી છે, મારી પડોશમાં રહે છે, આમ છતાં તેની આટલી બધી તકલીફથી હું અજાણ કેવી રીતે રહી. મેં એક પડોશી ધર્મ બજાવવામાં કઈ અપરાધ કર્યો હોય તેવું મને કેન્દ્રિત થતું હતું. જયનો રડતો ચહેરો અને તેની મમ્મી સામેની બાળકની કાલકુદીભાષાની રજૂઆત સામેને સામે આવતી હતી. મને મનમાં એમ થતું હતું કે, ચાલ અત્યારે ને અત્યારે બજારમાં જવું અને જય માટે મોટી કાર લઇ આવું અને તેને આપુ. પરંતુ હાલના સમયે તે શક્ય ન હતું.
બીજા દિવસે જ સવારમાં ઊઠીને ઘર ની કામગીરી પતાવી બજારમાં ગઈ અને જયને ગમતી હતી તેવી મોટી કાર ખરીદી કરી અને લઈને સીધી સરલાને ઘરે કઈ. બૂમ પાડી જયને બોલાવ્યો. જય પણ શરમાતા શરમાતા આવ્યો અને મારા હાથમાં તેમની મનગમતી મોટી કાર જોઇને ખુશ ખુશ થઈ ગયો. મેં તેના હાથમાં કારનું બોક્સ આપી તેના માથે હાથ ફેરવી અને વહાલ કર્યું. તે પણ તેની મનગમતી કાર જોઈને ખુશખુશાલ થઈ ગયો હતો. આ બધું સરલા દૂર ઉભા ઉભા જોઈ રહી હતી, અને તેની આંખોમાં આભારની લાગણી હોય તેમ તે રીતે વ્યક્ત કરી રહેલ હતી.
સરલા મારી પાસે આવી, અને મને કહ્યું રમા તે શું કામ આ બધી તકલીફ લીધી ? બાળક તો જીદી હોય, તે જે માંગે તે બધું કંઈ થોડું ખરીદીને લાવી આપી શકાય ? મેં કહ્યું સરલા, જો હું આ કાર જય માટે લાવી છું, તારે માટે તો નથી લાવી ને ! હું જયને ખુશરાખવા અને આનંદીત જોવા માગતી હતી એટલા માટે જ તેની મનગમતી કાર લઇ આવી છું. એમાં કઈ મેં મોટો ઉપકાર નથી કર્યો. હું તારી એક સારી મિત્ર છું, અને તારી પડોશણ પણ છું એટલે આ બંનેના નાતે હું જય માટે આ કાર લાવેલ છું માટે તારે કોઈ ઉપકારની કે એવી કોઈ વાત કરવાની જરૂર નથી. ‘‘जिस दीपकको हम दूसरों के लिए जलाते हैं, वह हमारे भी घरको रोशन करता है’’ ll
હા, રમા પરમાત્મા પણ તને તારા કર્મનું ફળ આપે અને જીવનની દરેક ખુશી તારી પરિપૂર્ણ કરે તેવી હું પરમાત્માને પ્રાર્થના કરું છું.
હું થોડા સમય પછી મારે ઘેર પરત આવી ગઈ. અને મારા દીકરા રાહુલને મારા ખોળામાં લઇ વિચારતી રહી. આપણી બધાની એક જ તકલીફ છે. આપણે બધા આપણા બાળકને જ આપણું બાળક સમજીએ છીએ, પરંતુ બાળક તો બાળક હોય છે, તે આપણું હોય કે બીજાનું, તવંગર હોય કે ગરીબ, મન-અંતર તો બધાની પાસે હોય છે. જે નાની-નાની ઇચ્છાઓ માટે વિચલીત થતું હોય છે. પરંતુ આપણા બધાના મનમાં માનવતા રહેવા પામી નથી. બધાના મનમાં માનવતા મરી પરવારી છે. આપણે એકબીજા માટે પ્રેમ-હેતની લાગણીઓને વિસરી ગયા છે. દિવસોના દિવસો, મહિનાઓ પૂરા થઈ જાય પણ આપણી પાસે એકબીજાની દરકાર રાખવાનો સમય નથી કાઢી શકતા તે ઘણી જ દુઃખદ બાબત છે.
આપણે બધા આપણું પોતાનું જ વિચારોમાં ખોવાઈ ગયા છે. આપણને આપણા ધર્મએ જે શિક્ષા આપેલ છે તેનાથી આપણે જોજન દૂર ચાલી ગયા છે. ધર્મ જે આપણને અંદરો અંદર ભાઈચારો રાખવાની બાબત જણાવે છે તેનું પાલન કરવામાં આપણે ક્યાંક કચાસ રાખી છે.
પરંતુ બહુ જ દુઃખની બાબત છે કે, આજની આ એકવીસમી સદીમાં કાળા માથાનો માનવી આજની રીતી નીતિના પરિણામે ભાઈને ભાઈથી અલગ કર્યા છે.
આ નાની એવી નવલિકાના સહારે પ્રભુને વંદન કરતાંવિનવણી કરું છું કે, પરમાત્મા બીજાના દુઃખને જાણવાની અને તેનેદૂર કરવાની એટલી અઢળક શક્તિ આપ કે કોઈ આનંદથી વંચિત રહી ના શકે.
પ્રત્યેક યથાર્થ ધર્મનું આ પ્રારંભબિંદુ છે.
न सत्यात् परो धमँ : । સત્ય એજ પરમ ધર્મ છે.
अहिंसा परमो धमँ: । અહિંસા એ જ પરમ ધર્મ છે.
आनृशंस्यं परो धमँ: । દયા ધર્મનું મુળ છે.
यतो अभ्युदय: नि: श्रेयस: सिद्धि: स: धमँ : । જે જે કર્મોથી આ લોકના સુખો પ્રાપ્ત થાય અને સાથે સાથે પરલોકમાં મોક્ષની પ્રાપ્તિ થાય તે ધર્મ છે.
धारयति इति धमँ: । જે ધારણ કરી રાખે છે તે ધર્મ છે.
धमोँ रक्षति रक्षित: । રક્ષણ કરાયેલ ધર્મ જ આપણી રક્ષા કરે છે.