નશીબ ના ખેલ - 7 Pooja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નશીબ ના ખેલ - 7

મયંક : પ્રિયા , ઓપન ધ ડોર

પાર્થ : પ્રિયા , દરવાજો ખોલ પ્લીઝ

પાર્થ , મયંકભાઇ & પ્રીતિ આવ્યા લાગે છે , હું પાર્થ ને કેમ ફેસ કરીશ અને એ મને પૂછશે કે કોલેજ કેમ ના આવી તો શું જવાબ આપીશ...બધા સવાલો પ્રિયા ને ઘેરી વડે છે....

પ્રિયા દરવાજો ખોલ ને પ્લીઝ અમને ટેન્શન થઈ રહ્યું છે...બધુ ઓકે તો છે ને ?....પ્રીતિ નો અવાજ પ્રિયા ના કાને પડતાં જ પ્રિયા વિચારો ના વમળો માથી બહાર નીકળે છે...

ફ્રેશ થઈ ને દરવાજો ખોલે છે...સામે જ પાર્થ, મયંક અને પ્રિયા ને જોવે છે...

તમે બધા અહી ? અત્યારે તો તમારે કોલેજ માં હોવું જોઈએ ને.....

પાર્થ : એ બધુ છોડ પહેલા એ કે તું કેમ કોલેજ ના આવી આજે...

પ્રિયા : તબિયત સારી નથી અને પગ માં પણ થોડું પેઇન થાય છે માટે....

મયંક : અને ફોન કેમ નથી ઊપડતી...તને કેટલા ફોન કર્યા અમે...

પ્રિયા : sorry , મારો ફોન સાઇલેંટ મોડ પર હતો અને બેગ માં જ પડ્યો છે હું આવી ને સીધી સૂઈ જ ગઇ હતી એટલે ખબર જ ના પડી કે ક્યારે ફોન આવી ગયા....

પ્રીતિ : હવે તારી તબિયત કેમ છે?

પ્રિયા : થેન્ક યૂ પ્રીતિ..આઇ એમ ફાઇન નાવ...

પાર્થ : ઠીક છે, તું આરામ કર અમે નિકળીએ અને કઈ જરૂર પડે તો મને ફોન કરજે.....

પ્રિયા : ઓકે...બાઇ

શું કરું કઈ સમજાતું નથી...હું કોલેજ જઇસ એટેલે પાર્થ જોડે મારે રોજે મુલાકાત થસે...અને એને પ્રીતિ જોડે જોઈ ને મને તકલીફ થસે...હે ભગવાન આ કેવું ધરમ સંકટ છે...હવે તું જ કોઈ રસ્તો બતાવ....

ટ્રીન... ટ્રીન... ટ્રીન... ટ્રીન... ટ્રીન... ટ્રીન...

પ્રિયા ના ફોન પર રિંગ વાગે છે...ફોન પર મયંક નું નામ દેખાઈ છે તરત જ પ્રિયા ફોન ઉપાડે છે

હેલ્લો મયંક ભાઈ

હેલ્લો...શું થયું પ્રિયા...હું જાણું છુ તારું કોલેજ ના આવવા માટે તબિયત ખરાબ હોવાનું તો એક બહાનું છે...કારણ કઈ બીજું જ છે સાચું કાવ છુ ને?

પ્રિયા : ના ના એવું કઈ જ નથી સાચે જ મારી તબિયત ખરાબ છે મયંકભાઇ એટલે જ તો ના આવી શકી કોલેજ...

મયંક : તું ખોટું બોલવાનું રેવાદે હું તને બોવ સારી રીતે ઓડખું છુ...તો જે છે એ વાત કર...

પ્રિયા : મળીને વાત કરું ફોન પર પોસિબલ નથી

મયંક : ઓકે...હું કલાક માં આવું છુ....

પ્રિયા : ઓકે

થોડી વાર માં દોરબેલ વાગે છે અને અલ્પાબેન દરવાજો ખોલે

અલ્પાબેન : મયંક...

મયંક : આંટી મારે પ્રિયા નું કામ છે..હું મળી શકું ?

અલ્પાબેન : હા બેટા એમાં પૂછવા જેવુ શું છે...પ્રિય એના રૂમ માં જ છે તું જા ત્યાં હું કઈ નાસ્તો મોકલવું છુ...

મયંક પ્રિયા ના રૂમ માં જાઈ છે...રૂમ માં જઈ ને તરત પ્રિયા પર સવાલો નો વરસાદ કરી દે છે...

અરે મયંકભાઇ શ્વાસ તો લો...

પ્રિયા શું થયું મને કહીશ તું હવે? તે વાત કરી પાર્થ ને તારા દિલ ની ? શું કહ્યું એણે?

ના મયંકભાઇ મે વાત નથી કરી પાર્થ જોડે

મયંક : પણ કેમ પ્રિયા આટલો સારો મોકો મળ્યો હતો છતા પણ તે વાત શા ના કરી?

પ્રિયા : મયંકભાઇ એવું નથી બન્યું એવું કે હું મારા મન ની વાત કરું એ પહેલા જ એણે મને એના મન ની વાત કરી દીધી....પછી જંગલ માં જ બન્યું એ બધુ પ્રિયા એ મયંક ને કહી દીધું

મયંક : શું બોલે છે પ્રિયા....પાર્થ ને પ્રીતિ પસંદ છે?પાર્થ એ તને એમ કહ્યું અને તે તારા મન ની વાત મન માં જ દબાવી દીધી...તે શા માટે પાર્થ ને ન કહ્યું કે તો એણે લવ કરે છે?

પ્રિયા : મયંકભાઈ અગર પાર્થ પ્રીતિ ને પસંદ કરે છે તો એમાં ખોટું શું છે...એણે તો મને ક્યારેય નથી કીધું ને કે એ મને પસંદ કરે છે તો પછી હું કઈ વાત નો હક જતાવું એના પર...અને જરૂરી તો નથી ને કે આપણે જેને પસંદ કરીયે એ આપને પણ પસંદ કરે...એની લાઇફ છે અને તેને તેની લાઇફ ના ડીશીજન લેવાનો પૂરો હક છે...તો હું વચે પાડવા વળી કોણ...?

મયંક : એ બધી વાત સાચી તેને પૂરો હક છે તેની લાઇફ ના ડીસીજન લેવાનો પણ...તને પણ એટલો જ હક છે તારી દિલ ની વાત તેને કેવનો...અને જો આ વાત તું પાર્થ ને નહીં કરે તો હું બધી વાત કહી દઈસ...

પ્રિયા : ના મયંકભાઇ તમે એવું કશું જ નહીં કરો તમને મારા કસમ છે...હું નથી ઇછ્છતી કે મારા લીધે એની લાઇફ માં આવનારી ખુસીઓ બરબાદ થાય...

મયંક : સારું હું નહીં કઉ...પણ તું મને એ કહે કે રોજ કોલેજ માં આપડે મળવાનું થસે...પાર્થ અને પ્રીતિ ને સાથે તું જોઈ શકીશ?...એને સાથે જોઈ ને તને તકલીફ નહીં થાય??

પ્રિયા : હા મને તકલીફ થસે હું એ લોકો સાથે નહીં જોઈ સકું પણ એનો મતલબ એવો નથી ને કે હું એની ખુશી માં બાધા બનું...મે નક્કી કરી લીધું છે અપડું આ લાસ્ટ સેમ પૂરું થાય પછી હું USA જતી રહિસ અને આગડ ની સ્ટડિ હું ત્યાં જ પૂરી કરીશ...બસ ૬ મહિનાની વાત છે...ત્યાં સુધી હું સહન કરી લઈસ...પણ તમે મને પ્રોમિસ આપો કે તમે આ વાત પાર્થ ને નહીં કરો...

મયંક : ઓકે...મારી માં નહીં કરું બસ....ખુશ?