The Game Of Luck - 8 books and stories free download online pdf in Gujarati

નશીબ ના ખેલ - 8

મયંક : ચાલ તો હવે હું નિકળૂ કાલે મળીએ કોલેજ માં....

પ્રિયા : ઓકે...બાઇ

બીજા દિવસે બધા કોલેજ માં ભેગા થાય છે સવાર ના બધા લેક્ચર ભરી ને પછી બ્રેક માં કેન્ટીન માં જઈ નાસ્તો કરે છે...બધા વાતો કરે છે આ હવે છેલું સેમ છે ખબર નહિ કોલેજ પછી તો બધા પોત પોતાના કામ માં બિજિ થઈ જશું તો પછા ક્યારે મળવાનું થશે...વાત તો તું સાચી કરે છે મયંક એક વાર આ સમય જતો રહ્યો તો ફરી પાછો ક્યારેય નહીં મળે...પાર્થ કહે છે

પ્રિયા : હા પાર્થ ખબર નહીં કોલેજ પછી ને લાઇફ કેવી હસે બધા ક્યાં હશું ને ક્યારે મળશું ?

પાર્થ : અરે એમાં આટલી સિરિયસ કેમ થઈ ગઈ એક જ સિટિ માં તો છીએ મળતા રહીશું...

મયંક : પાર્થ એક સિટિ માં તો આપડે હશું ને...પ્રિયા તો...

પ્રિયા : છોડો એ બધુ જ્યારે થસે ત્યારે જોયું જશે...અત્યારે જે સમય છે એનો આનંદ લઈએ...મયંક ને બોલતો અટકાવી ને પ્રિયા વચે પોતાની વાત નાખી દે છે...

પ્રીતિ : પ્રિયા બરાબર કહે છે કલ શું થવાનું એ વિચારી ને આજે જે સમય મળ્યો છે તેને બરબાદ કરવામાં કોઈ સમજદારી નથી...તો એન્જોય કરીયે બાકી જ થસે એ જોયું જશે...

બ્રેક પૂરી થાય છે ને બેલ નો અવાજ સાંભડી બધા પોતાના ક્લાસ તરફ જતાં રહે છે....

પાર્થ : પ્રિયા એક મિનિટ...આ બાજુ આવ ને મારે તારું કામ છે થોડું...

પ્રિયા : હા પાર્થ બોલ...

પાર્થ : એક્ચ્યુયલી મારે તારી હેલ્પ ની જરુર છે...

પ્રિયા : હા તો બોલ એમાં આટલું બધો મુંજાય છે કેમ...

મયંક : ચાલો હવે નઇ તો ક્લાસ માં પોચતા મોડુ થઈ જસે ને પ્રોફેસર આવી જસે તો આજ વારો પડી જશે....

પાર્થ : કોલેજ પૂરી કરી ને વાત કરીયે આજે હું તને ઘરે મૂકી જઈશ...રસ્તા માં વાત પણ થઈ જશે...

પ્રિયા : ઓકે

બધા ક્લાસ માં જતાં રહે છે...કોલેજ પૂરી કરી ને બધા ઘરે જવા નીકળે છે ત્યાંજ પાર્થ મયંક ને કહે છે યાર આજે પ્રીતિ ને તું ડ્રોપ કરી દઈસ પ્લીઝ મારે પ્રિયા ના ઘરે જવું છે થોડું કામ છે તો....

મયંક : ઓકે ,નો પ્રોબ્લેમ હું પ્રીતિ ને ડ્રોપ કરી દઈસ ચિંતા ના કર....

મયંક અને પ્રીતિ બંને કોલેજ થી ઘેર જવા માટે નીકળી જાઈ છે....

પ્રિયા : હા પાર્થ બોલ શું હેલ્પ ની જરૂર છે...ઓલ ગૂડ?

પાર્થ : હા બધુ ઓકે જ છે...તું ગાડી માં બેસ હું વાત કરું રસ્તા માં...

બંને ગાડી માં બેસી ને પ્રિયા ના ઘર તરફ જવા નીકળે છે...પ્રિયા મનમાં વિચારે છે કે એવું તે શું વાત છે કે પાર્થ આટલો ટેન્શન માં લાગે છે....આઇ હોપ બધુ બરાબર હોય...

પાર્થ : પ્રિયા મારે પ્રીતિ ને પ્રપોજ કરવું છે પણ કઈ રીતે કરું કઈ સમજાતું નથી...તું કઈ સજેસ્ટ કર ને...

પ્રિયા : આ સાંભડી ને પ્રિયા તો જાણે મડદા જેવી થઈ જાઈ છે...કાપો તો પણ લોઈ ના નીકળે...જાણે કે શરીર પર કોઈ છરી ના ઘા મારી રહ્યું હોય એમ પ્રિયા અગડ કઈ બોલી જ શક્તિ નથી....

પાર્થ : બોલ ને પ્રિયા શું કરું હું એના માટે કે એ મને હા કહી દે...

પ્રિયા : હું શું કહુ...તું વિચાર ને તું ઓડખે જ છેને પ્રીતિ ને તો તને તો ખબર હસે એણે શું પસંદ છે શું નહીં...તો પછી મને શું પૂછે છે તને જેમ ઠીક લાગે એમ કર....(પ્રિયા ગુસ્સા માં બોલે છે)

પાર્થ : મને કઈ નથી સમજાતું એટલે તો તને પૂછું છુ કે તું મને આઇડિયા આપ કે હું શું કરું...પ્રીતિ ને કઈ રીતે વાત કરું....(પાર્થ એની ખુસીમાં એટલો મગ્ન છે કે એણે પ્રિયા નો ગુસ્સો પણ નોટિશ ના કર્યો)

પ્રિયા : જો પાર્થ આ તારી પર્સનલ મેટર છે તો પ્લીઝ તું જાતે જ રસ્તો ગોતી લે...અને હું કઈ લવ ગુરુ નથી ફરતી તો મારી પાસે આઇડિયા હોઈ

પાર્થ : અરે ગુસ્સો કેમ કરે છે? કઈ થયું છે હું જોવ છુ જ્યાર થી આપડે પિકનિક માથી આવ્યા છીએ તારું મૂડ કઈક અલગ છે...કઈ પ્રોબ્લેમ છે તો પ્લીઝ મને કે...

પ્રિયા : અમને થોડા પ્રોબ્લેમ હોય અમને કઈ વાત નું દુખ વાડી...હું ઠીક છુ તું તારી વાત કર...(હમેશા ખુશ રહેતી અને ક્યારેય ઊચા અવાજે પણ ના બોલતી પ્રિયા આજે એટલા ગુસ્સા માં હતી કે એ શું બોલી રહી છે તેનું ભાન જ નથી રહ્યું)

પાર્થ : ગાડી બાજુ માં ઊભી રાખી ને સામે દુકાન પર થી પાણી ની બોટલ લાવે છે...પ્લીઝ પાણી પી લે અને પછી આરામ થી મને કે શું થયું છે કેમ આટલો ગુસ્સો કરે છે...પેલા તો ક્યારેય આવું નહીં બન્યું ટેનસન છે કઈ?

પ્રિયા ને હવે ભાન થાય છે છે કે એણે પાર્થ પર કેટલો ગુસ્સો કર્યો..

સોરી પાર્થ ખબર નહીં કેમ મને આટલો ગુસ્સો આવી ગયો...આઈ એમ રીયલી વેરી સોરી ફોર માય બિહેવિયર...

પાર્થ : it’s ok...પણ તું કેમ ગુસ્સા માં છે કઈ તકલીફ છે પ્લીઝ મને કહે...હું છુ ને બધુ ઠીક કરી દઈસ....

હવે ક્યારેય કઈ ઠીક નહીં થાય પાર્થ...મારો પહેલો પ્રેમ જ અધૂરો રહી ગયો પ્રિયા મનમાં ને મનમાં વિચારે છે.... કાશ હું તને કહી શકું પાર્થ કે મને શું તકલીફ છે

પ્રિયા : ના ના એવું કઈ નથી બસ આ તબિયત ખરાબ હતી તો દવા ના લીધે થોડા મૂડ સ્વિંગ્સ છે બસ બાકી કઈ નથી....

પાર્થ : પક્કુ આ જ વાત છે બીજું કઈ નથી....કઈ છુપાવતી તો નથી ને મારા થી..

પ્રિયા : ના પાર્થ તારા થી શું છુપાવવાનું...(કાશ જે હકીકત છે એ તને કહી શક્તિ હોત અને તું દર વખત ની જેમ મારી તકલીફ દૂર કરી દેત)...તને શું લાગે છે પ્રીતિ માટે એ પણ તારા માટે સેમ ફીલ કરતી હશે?

પાર્થ : ખબર નહીં યાર એના મનમાં શું છે...એ મને પસંદ કરે છે ભી કે નહીં ..પણ જ્યાં સુધી હું મારા દિલ ની વાત એને નહીં કરું ત્યાં શુધી તો મને કઈ ખબર નહીં પડે ને...એટલે જ તો તને પૂછું છુ કે તું મને કઈ આઇડિયા આપ કેમ કે મને તો કઈ સમજાતું નથી કે શું કરું…

પ્રિયા : હમણાં નેક્સ્ટ વીક એણે બર્થડે આવે છે તો એક કામ કર એણે તું ડિનર પર લઈ જા અને ત્યાં તું વાત કરી દે....

પાર્થ : હા આ બરાબર રહેશે પણ તે મારી જોડે આવશે?

પ્રિયા : એ તું મારી પર છોડી દે હું અરૈંજ કરી લઈસ....

આમ વાત કરતાં કરતાં પ્રિયા નું ઘર આવી જાઈ છે....ચાલ બાઇ પાર્થ કાલે મળીએ...

પાર્થ : પ્રિયા..(પ્રિયા નો હાથ પકડી ને) થેન્ક યૂ યાર....તે મારૂ ટેનશન સાવ હળવું કરી નાખ્યું...

પ્રિયા : ફ્રેન્ડ માં થેન્ક યૂ ના કેવાનું હોઈ...ચાલ હવે હું જાઉ...

પાર્થ પ્રિયા ને ડ્રોપ કરી ને ઘરે જતો રહે છે....પ્રિયા પોતાના રૂમ માં જઈ ને સીધી જ બેડ પર પડે છે આજે એ બાલ્કની ની માં પણ નથી જતી...તકીયા પર માથું રાખી રડવા લાગે છે....જેને મે આટલો પ્રેમ કર્યો આજે હું એણે બીજા સાથે મળાવવા જઈ રહી છુ....હે ભગવાન તું મારી હજુ કેટલી પરીક્ષા લેવાનો છે..?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED