કુદરતના લેખા - જોખા - 17 Pramod Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કુદરતના લેખા - જોખા - 17


આગળ જોયું કે મયુર પરિક્ષા માટે એક ટાઈમ ટેબલ બનાવે છે. એ ટાઈમ ટેબલ પ્રમાણે બધા તૈયારી કરે છે. તૈયારી ખૂબ સારી થઈ હોવાથી બધાના પેપર ખૂબ સારા જાય છે. મયૂરને પણ વિશ્વાસ છે કે એનો યુનિવર્સિટીમાં પ્રથમ નંબર યથાવત રહશે
હવે આગળ.........

* * * * * * * * * * * *

આજે બધા મિત્રો ખૂશ હતા. મયુરના મિત્રોતો ખૂબ જ ખુશ હતા કારણ કે એણે ધાર્યા કરતાં પણ પેપર ખૂબ સારા ગયા હતા. એ લોકો મનોમન એવું જ વિચારતા હતા કે જો મયુર સાથે તૈયારી કરવા ના આવ્યા હોત તો જરૂર એ લોકો પરિક્ષામાં નાપાસ જ થાત. માટે મયુરનો આભાર માની રહ્યા હતા.

વિપુલ ખુશીમાં જ બોલી જાય છે કે આજે પરિક્ષા પૂરી થઈ એ ખુશીમાં આજ રાતનું ભોજન કોઈ સારી હોટેલમાં લઈએ તો? વિપુલને બોલતા તો બોલાઈ ગયું. પણ તરત જ એને મયુરના પરિવારની દુઃખદ ઘટના આંખો સામે તરવરવા લાગી. નજર પણ ના મેળવી શક્યો મયુરના ચહેરા સામે. પોતાની વાત પર પોતાને જ ગ્લાનિ થવા લાગી. છતાં મયૂરને સોરી કહી નીચું મોઢું રાખી ઊભો રહ્યો.

અરે વિપુલ એમાં સોરી કહેવાનું ના હોય. મારા ભાગ્યમાં લખેલું હશે તોજ આવો બનાવ બન્યો હોય ને મારા પરિવાર સાથે. એમાં તારે સંકોચિત થવાની જરૂર નથી. જુઓ આજે પરીક્ષાનો ભાર હળવો થઈ ગયો છે અને પેપર પણ બધાના સારા ગયા છે તમે લોકો આજે કોઈ સારી હોટેલમાં જમી આવો. હું આવત પણ............ મયુર આગળ ના બોલી શક્યો. એના ગળે ડૂમો બાઝી ગયો.

કોઈ હોટેલમાં જમવા નહિ જાય. આજે પણ અમે તારા ઘરે આવતા ટિફિન નુજ જમવાના છીએ. આમ પણ કોઈ હોટેલમાં જમવા જઈશું તો પણ હેતલબેન ના ઘરેથી આવતા ટિફિન જેવો સ્વાદ એમાં નહિ હોય. તુજ કહેતો હતોને કે જ્યારે તારા મમ્મી જાત્રા પર જતા હતા ત્યારે હેતલબેન ને ભલામણ કરીને ગયા હતા કે હું જ્યાં સુધી ના આવું ત્યાં સુધી મારા મયૂરને ભાવતું ભોજન બનાવી આપજો કદાચ એટલે જ હેતલબેન ની સ્વાદિષ્ટ રસોઈમાં માંની મમતા મહેકી ઉઠે છે. સાગરે ટિફિન માં આવતી સ્વાદિષ્ટ રસોઈના વખાણ કરતા મયૂરને કહ્યું.

હા, સાચી વાત છે હેતલબેન ખૂબ સારી અને સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે. એણે આપણી પરીક્ષાના સમય સાચવીને પણ સમયસર આપણા ઘર સુધી ટિફિન પહોંચતું કરી આપ્યું એ માટે એનો જેટલો આભાર માનીએ એટલો ઓછો પડે એમ છે. જો એણે સમયસર ટિફિન ના પહોંચાડ્યું હોત તો આપણે પરીક્ષાની આટલી તૈયારી પણ ના કરી શક્યા હોત. મયુરે પણ સાગરની વાતમાં સહમતી દર્શાવતા કહ્યું.

હું અને હેનીશ પણ અમદાવાદમાં બે દિવસ જ છીએ. હવે પરિક્ષા પૂરી થઈ ગઈ છે તો અહી રોકાવવાનો પણ કોઈ મતલબ નથી ને. કોલેજનું પણ આ છેલ્લું વર્ષ છે એટલે હોસ્ટેલમાં રાખેલો સામાન પણ ગામડે લેતા જઈશું. પણ હા, મારો વિચાર છે કે જ્યાં સુધી અમે અહી છીએ ત્યાં સુધી આપણે બધા સાથે જ રહીએ. પછી ક્યાં આમ એકસાથે બધા ભેગા પણ થઈ શકવાના. આટલી વાત કરતા જ ભાવવિભોર થઈ ગયો વિપુલ.

પળભરમાં જ ખુશ ખુશાલ ચહેરા ઉદાસ થઈ ગયા. થઇ જ જાય ને પણ! ચાર વર્ષથી એકમેકના સાથથી ચાલનારા મિત્રો પોતપોતાની જિંદગીમાં ખોવાઈ જવાના હતા! કોલેજની ખટમીઠી યાદોને એક પટારી માં બંધ કરી ભાગદોડ ભરી જીંદગીમાં ખોવાઈ જવાનું હતું.

જો ભાઈ હું અને મયુર તો મળતા જ રહેશું કારણ કે અમે બંને અમદાવાદમાં જ રહીએ છીએ. પછી જો નોકરી કોઈ અલગ જગ્યા પર મળે તો વાત જુદી છે. તમે બંને ગામડે જતા રહેશો પછી ઘણું એકલવાયું લાગશે તમારા વગર. તમારા બંનેની બહુ જ યાદ આવશે. સાગર હેનીશ અને વિપુલને ગળે મળી લાગણીશીલ થઈ જતાં બોલ્યો.

મયુર પણ આ લાગણીશીલ દૃશ્ય જોઈને ભાવુક થઈ ગયો. એ પણ મિત્રોને ગળે વળગી ગયો. મયુર માટે તો સૌથી વધુ કરુણ બાબત હતી. કારણ કે મયુરના દુઃખના દિવસોમાં આ મિત્રો જ ખડે પગે ઊભા રહી સાથ નિભાવ્યો હતો. અને મયૂરને આ મિત્રો સિવાય બીજું હતું પણ કોણ! એ જ મિત્રો તેનાથી અલગ પડવાના હોય ત્યારે અનુભવાતી અસહ્ય પીડાનો એહસાસ મયૂરને થઈ રહ્યો હતો. આંખોમાંથી આંસુ નહોતા ટપકી રહ્યા પરંતુ હૃદય ખૂબ જ ભારે થઈ ગયું હતું.

મયુરના ચહેરાને જોઇ નેજ સાગર સમજી ગયો કે વાતાવરણ વધુ લાગણીશીલ થઈ રહ્યું છે. જો આજ વાતાવરણ રહશે તો મયુરની આંખો છલકી ઉઠશે. માટે તેણે વાતને બદલાવવા હેતુથી કહ્યું કે "અરે યાર હજુ આપણા હાથમાં બે દિવસ બાકી જ છેને! તો આ બે દિવસને ખૂબ ઉત્સાહથી માણશું. ચાલો અત્યારે તો મને ચા પીવાની બહુ ઈચ્છા થઈ છે માટે મયુરના ઘરે જઈને બધાને મસ્ત આદુવાળી ચા પિવડાવું."

મયુરના ઘરે પહોંચીને સાગર બધાને ચાનો કપ આપી પોતે પણ સોફા બેસે છે. "હેનીશ, તારો આગળનો શું પ્લાન છે?" મયુરે ચાની ચુસ્કી ભરતાં હેનીશને પૂછ્યું. "કોઈ સારી કંપનીમાં નોકરી પર લાગી જવાની ઈચ્છા છે. અને જ્યાં સુધી નોકરી ના મળે ત્યાં સુધી ઘરે ખેતીના કામમાં મદદરૂપ થઈશ." હેનીશે જવાબ આપતા કહ્યું.

"વિપુલ, તારો શું પ્લાન છે આગળ? મયુરે વિપુલ સામે જોતા પૂછ્યું. કદાચ મયૂરને તેમના મિત્રોના ભવિષ્ય વિશે ચિંતા હશે માટે જ બધાને પ્રશ્ન પૂછતો હશે. "જો મારું રિઝલ્ટ સારું આવે તો બી.એડ. કરવાની ઈચ્છા છે. પછી કોઈ સરકારી શાળામાં નોકરી મળી જાય તો ઠીક છે નહીતો મારી પોતાની જ એક શાળા બનાવવાનો વિચાર છે." વિપુલે પ્રત્યુતર વાળ્યો.

"તારો?" મયુરે સાગર સામે જોતા પૂછ્યું. "M.sc પૂરું કર્યું તો કોઈક ને કોઈક તો નોકરીએ રાખી જ લેશે એટલો વિશ્વાસ છે. પણ હા આપણે કોઈ મોટી ખ્વાઈશ નથી. ઘર ચાલી શકે એટલો પગાર મળી જાય તો પણ ઘણું છે." સાગરે પોતાની સંતુષ્ટિ દર્શાવતા જવાબ આપ્યો.

"હવે તારો શું પ્લાન છે એ કહે?" સાગરે મયૂરને સામો પ્રશ્ન કર્યો. જો કે સાગરને સૌથી વધુ મયુરની ચિંતા હતી. "આમ ગણો તો મારો કોઈ પ્લાન નથી. અને આમ ગણો તો કંઇક અલગ જ પ્લાન છે" મયુરે જવાબ આપ્યો.

સાગર :- અરે ભાઈ કંઇક સમજાય એવું બોલને અહી તો ઉપરથી જાય છે તારા શબ્દો.

મયુર :- નોકરી કરીશ પણ મારે નોકરી કરવી નથી.

વિપુલ :- આનો શું મતલબ કે નોકરી કરીશ પણ નોકરી કરવી નથી. થોડા ગુસ્સા સાથે કહ્યું.

મયુર :- "મારા પિતા મારી પાછળ ઘણું છોડીને ગયા છે હું કાંઈ કામ ના કરું તો પણ મારી જિંદગી આસાનીથી જીવી શકું એટલું તો એ મૂકતા ગયા છે. છતાં હું નોકરી કરીશ કારણ કે એનાથી જ મને ખબર પડશે કે મારા માં પૈસા કમાવવાની કેટલી શક્તિ છે. જો કે હું કોઈના નીચે કામ નહિ કરી શકું પણ જ્યારે મને આત્મસાદ થશે કે હું યોગ્ય છું ત્યારે નોકરી છોડી દઈશ. માટે જ કહ્યું નોકરી કરીશ પણ નોકરી કરવી નથી." પૂરા આત્મવિશ્વાસથી મયુરે જવાબ આપ્યો.

સાગર :- તો નોકરી છોડ્યા પછી શું કરીશ?

મયુર :- બધા કરતાં કંઇક અલગ. એ શું અલગ એ હજુ નથી વિચાર્યું પણ કરીશ એ પાકું.

ક્રમશ:
પ્રમોદ સોલંકી

મિત્રોએ વિચારેલા પ્લાન પ્રમાણે બધા આગળ વધી શકશે?
મયુર શું અલગ કરશે?

જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"

વધુ આવતા અંકે........

આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏