કુદરતના લેખા - જોખા - 18 Pramod Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કુદરતના લેખા - જોખા - 18

કુદરતના લેખા જોખા - ૧૮
આગળ જોયું કે મયુર તેમના મિત્રોના ભવિષ્ય વિશે ચિંતા દર્શાવતા આગળ એ લોકો શું કરશે તે વિશે પૂછપરછ કરે છે. અને પોતે પણ આગળ બીજા બધા કરતા અલગ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે
હવે આગળ......

* * * * * * * * * * * * * *

તારી કાબેલિયત ઉપર અમને પૂર્ણ વિશ્વાસ છે કે તું જરૂર બીજા બધા કરતા કંઇક અલગ કામ કરીશ જ. જીવન જરૂરી વસ્તુની દોડમાં માણસો ચીલાચાલુ નોકરી પસંદ કરી સંતુષ્ટિ મેળવી લે છે પરંતુ તારામાં રહેલી વિશેષતાઓ જોતા લાગે છે કે તું કંઇક વિશિષ્ટ કામ કરીને સમાજને પણ એક નવી રાહ દેખાડીશ. તું આમ બીજા માણસોની જેમ સંતુષ્ટિ મેળવી એક ની એક નોકરીમાં જિંદગીનો કિંમતી સમય નહિ વેડફિશ. પણ તું અમને માહિતી તો આપ કે તું ક્યાં ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે? સાગરે મયુરના વખાણ કરી સાથે એક પ્રશ્ન પૂછ્યો.


"અરે ભાઈ તું આમ મને ચણાના ઝાડ પર ના ચડાવ. આવા ગંભીર શબ્દો મારા માટે ના વાપર. ક્ષેત્ર વિશે તો મને હજુ કંઈ ખબર નથી. આમેય જે ભાગ્યમાં લખ્યું હશે એ જ થશે. આ કુદરત ક્યારે રૂખ મોડી લે કોને ખબર." આપોઆપ જ મયૂરને તેમના પરિવારની દુર્ઘટના યાદ આવી ગઈ. એમના પરિવારે પણ ઘણા સ્વપ્ના સેવ્યા જ હતાને! એ સ્વપ્નાઓ ક્યાં પૂરા થાય હતા! મમ્મીની ઈચ્છા હતીનેજ કે એના ઘરમાં એક સુંદર, સુશીલ અને સંસ્કારી વહુ આવે. બહેનનું સ્વપ્ન પણ હતુનેજ કે I.P.S. બને અને પપ્પા! તે તો ઇચ્છતા જ હતાને કે એ મારી સફળતાઓ ની ઉંચાઈઓ ને આંબતા જુએ. આમાંથી ક્યાં કોઈના સ્વપ્નાઓ પૂરા થયા હતા. મયુર પોતાના વિચારોમાં જ વિહવળ થઈ ગયો.


સાગર મયુરના ચહેરાને વાંચી રહ્યો હતો. કેટલીય વેદનાઓનો ભાર લઈને જીવી રહ્યો છે આ માણસ, જિંદગીભર આ ભાર ઉપાડીને જ જીવશે તો કેવી રીતે પોતાના સ્વપ્ના પૂરા કરી શકશે? જે બનવા કાળ હતું તે બની ગયું એને યાદ કરી કરીને જ પોતાને કોસતા રહેવું કેટલું ઉચિત? પણ આવું થતું જ હશે! હજુ ક્યાં લાંબો સમય ગયો દુર્ઘટનાને. આઘાત તો લાગે જ ને કોઈ પણને! સમય લાગશે આ આઘાતની વેદનાને ભૂલાવતા.


આપણે બે દિવસ શું કરીશું એનું કંઈ આયોજન કર્યું કે? સાગર અને વિપુલને વિચારોમાં ખોવાયેલા જોય વિપુલે વાતને બદલાવવા પ્રશ્ન કર્યો.


હા તમને એક વાત કહેવાની તો ભૂલી જ ગયો. મારા પપ્પાને અનાથાશ્રમ ના બાળકો પ્રત્યે ખૂબ જ લાગણી હતી. એટલે મારે મારા પિતાના મોક્ષ અર્થે એ બાળકોને મારા હાથે જમાડવાની ઈચ્છા છે. તો કાલ સવારે જ આ કાર્યની તૈયારી કરી નાખીએ. તમે મદદરૂપ થશોને? મયુરે વિપુલની વાતનો જવાબ આપતા કહ્યું.


ભાઈ એ કામ તું એકલો જ કરી આવજે. વિપુલ કંઈ જવાબ આપે એ પહેલાં જ સાગરે કહી દીધું.


મયુર :- કેમ! તમને શું પ્રોબ્લેમ છે મારી સાથે આવવામાં? સાગરે ના પાડી હોવાથી મયૂરને આશ્ચર્ય થાય છે.


સાગર :- "પ્રોબ્લેમ તો કંઈ છે નહિ પણ હવે કેશુભાઈ નો સામનો કરી શકવાની ક્ષમતા અમારામાં નથી." કેશુભાઈ સામે મીનાક્ષી ના નંબર મેળવવા ખોટું બોલ્યા હતા એની ગ્લાનિ હજુ સાગરના ચહેરા પર સ્પષ્ટ વર્તાઈ રહી હતી.


મયુર :- કેશુભાઈને સંભાળવાની જવાબદારી મારી જો તમે લોકો મારી સાથે આવતા હોવતો.


સાગર :- જો ભાઈ અનાથાશ્રમમાં તો અમે નહિ જ આવીએ. બહારનું કોઈ પણ કામ હોય તો અમને કહે એ અમે કરી આપીશું. સાગરને હજુ કોઈ છુપો ડર સતાવી રહ્યો હતો.


મયુર :- ચાલો કશો વાંધો નહિ. હું એકલો જ આ કામ કરી આવીશ. પણ તમારે મીઠાઈ વાળા પાસેથી મીઠાઈ લઈ આવવી પડશે.


સાગર :- અનાથાશ્રમ સિવાયનું કોઈ પણ કામ અમે કરી આપીશું.


મયુર :- સારું. તો હું અત્યારે જ કેશુભાઈને જાણ કરી દવ છું એટલે એ એની તૈયારીમાં રહે. ખિસ્સામાંથી ફોન કાઢતા કહ્યું.


મયુર કેશુભાઈને ફોન કરી જાણ કરે છે કે કાલે બપોરે બધા બાળકોને મારા પિતાના મોક્ષાર્થે બટુક ભોજન કરાવવાનું છે એટલે આ માટે તમારે કોઈ તૈયારી કરવાની હોય તો કરી રાખજો. હું ત્યાં સવારથી જ આવી જઈશ. જેથી તમારા કાર્યમાં થોડી મદદ કરી શકું. અને એકાદ બે વ્યક્તિને પણ શોધી રાખજો જેથી આ કાર્યમાં આપણને મદદરૂપ થાય. કેશુભાઈ મયુરની વાત સાંભળી ખુશ થતા કહ્યું કે ખૂબ સારું સેવાકીય કાર્ય કરી રહ્યા છો આપ. આપના પિતા ને જરૂરથી આ કાર્યથી મોક્ષ પ્રાપ્તિ થશે. બાળકો પણ તમને ખૂબ સારી દુઆ આપશે.


કેશુભાઇએ ફોન મુક્યા પછી તરત જ એક વિચાર આવે છે કે આ એક સારો મોકો છે. મયુર અને મીનાક્ષીને એક કરવાનો. કેશુભાઈને વિશ્વાસ હતો જ કે મયુર મીનાક્ષીને પસંદ કરે છે. જ્યારે મીનાક્ષી વિશે થોડા અસમંજસમાં હતા. પણ મીનાક્ષી ના મનમાં મયુર પ્રત્યેની કૂણી લાગણી જરૂર વાંચી શક્યા હતા. કેશુભાઈ મધ્યસ્થી બનવા તૈયાર હતા. એક વડીલની ભૂમિકા નિભાવવા માંગતા હતા. કદાચ એટલે જ બંને વ્યક્તિના ભવિષ્ય માટે ચિંતા કરતા હતા. આખરે કેશુભાઇએ મીનાક્ષીને ફોન કરી જ દીધો.


"હેલ્લો મીનાક્ષી, કાલે સવારથી સાંજ સુધી તારે અનાથાશ્રમમાં સેવા બજાવવાની છે. એક ધનાઢય કુટુંબ આપણા બાળકોને જમાડવા ઉત્સુક છે તો સેવા માટે માણસો ઘટે છે માટે તારે આવવું જ પડશે." મયુર આવવાનો છે એ વાત જાણી જોઈને કેશુભાઈ મિનાક્ષીથી છુપાવે છે. પરંતુ કાલે તો હું બહુ જ કામમાં છું કેશુભાઈ. કાલે તો સિલાઇના ઘણા ઓર્ડર દેવા પડે એમ છે. હું નહિ આવી શકું ત્યાં. મીનાક્ષીએ પોતાની વ્યસ્તતા જણાવી. "એ હું કંઈ ના જાણું મારે કાલે મીનાક્ષી અહી હાજર જોઈએ બસ." કેશુભાઇએ પોતાની હુક્ક જતાવતા કહ્યું. અને ફોન પણ કાપી નાખ્યો એમને ખબર જ હતી કે જો મીનાક્ષી વધારે કોઈ કારણો જણાવશે તો પોતાનાથી જ કહેવાય જશે કે નહિ આવે તો ચાલશે.


મયુર અને તેમના મિત્રોએ બાળકોના જમણવારની યાદ બનાવી. એ યાદી પ્રમાણે મીઠાઈ અને ફરસાણનો ઓર્ડર આપી આવ્યા.


ક્રમશઃ
પ્રમોદ સોલંકી


શું મીનાક્ષી સેવા આપવા માટે આવી શકશે?
જો આવશે તો બંને વચ્ચેની મુલાકાત કેવી રહશે?


જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"

વધુ આવતા અંકે........

આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏