સપના ની ઉડાન - 15 Dr Mehta Mansi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપના ની ઉડાન - 15

અમિત અને રોહન હવે પોલીસ સ્ટેશન જાય છે અને પ્રિયા ના અપહરણ ની ફરિયાદ લખાવે છે. આ બાજુ પ્રિયા ની આંખ ખૂલે છે. તે જોવે છે કે એક અંધારિયો અને ખૂબ જૂનો રૂમ હોય છે, જાણે કેટલા વર્ષો થી બંધ હોય. ત્યાં આજુ બાજુ કોઈ દેખાતું નથી. તે ઊભી થવા જાય છે પણ થઈ નથી શકતી. તેના હાથ અને પગ ખુરશી સાથે બાંધ્યા હતા. તે જોર થી બુમ પાડે છે, " કોઈ છે અહીંયા......? Plzz મને કોઈક ખોલો..."

ત્યાં થોડી વાર થતાં જ તે રૂમ નો દરવાજો ખૂલે છે, એક વ્યક્તિ અંદર પ્રવેશે છે. તેને જોઈ પ્રિયા એકદમ ચોંકી જાય છે. તે ગૌતમ અરોરા હતો. પ્રિયા બોલી," તું ? આટલો મોટો વ્યક્તિ થઈ ને આટલી નીચ હરકત કરતાં શરમ નથી આવતી તને? અને મને અહી બાંધી કેમ રાખી છે? અને મને અહીં શું કરવા લાવ્યો છે? ".

અરોરા તેની બધી વાત હસતા હસતા સાંભળતો હતો. હવે તે બોલ્યો," અરે ! ડૉ પ્રિયા આટલા બધા પ્રશ્ન? થોડીક શાંતિ રાખો બધાના જવાબ મળશે કે તમને અહી હું શું કરવા લાવ્યો અને હું શું કરવા માંગુ છું. "

પ્રિયા બોલી," પણ તું આટલા સમય પછી પાછો કેમ આવ્યો? તને યાદ તો છે ને તારા પેપર્સ ના મે કટકા કરી નાખ્યાં હતાં. હવે તું મારી સાથે જબરદસ્તી થી લગ્ન ના કરી શકે સમજ્યો ને!!!"

અરોરા ફરી હસતા હસતા બોલ્યો," હા હા મને બધું યાદ છે પણ કદાચ તમે કંઇક ભૂલી ગયા લાગો છો, મે કીધુ હતું ને કે એક વાર હું જે નિશ્ચિત કરી લવ કે આ મારું છે તો હું એ ગમેતે પરિસ્થિતિમાં મારું કરીને જ રવ. અને બીજી વાત કે હું કઈ ગયો જ નથી , જો ગયો હોય તો પાછો આવું ને! "

પ્રિયા બોલી," એટલે?"

અરોરા બોલ્યો," એટલે એમ કે હું આટલા સમય થી એક એક ક્ષણ તારા પર નજર રાખી રહ્યો હતો , કે તું ક્યાં જાય છે , કોને મળે છે , શું કરે છે , તારા મિત્રો કોણ છે, તારા સંબંધી કોણ છે. અને હા અભિનંદન તને તારો પ્રેમ જો મળી ગયો. ક્યારેક શેર શાયરી અમને પણ સંભળાવ્યા કરો !! અમે પણ તમારી ચાહત રાખીએ છીએ. કે પછી બધું તમારા આશિક માટે જ ? " આમ બોલી તે ફરી હસવા લાગ્યો.

પ્રિયા બોલી," ઓહ... તો તું ત્યારે પણ હાજર હતો અને અમારી વાતો સાંભળતો હતો."

અરોરા બોલ્યો," હા , બિલકુલ . અને હા તારા બીજા પ્રશ્નો ના જવાબ પણ આપી જ દવ કે તને હું અહી શું કરવા લાવ્યો છું. તો સાંભળ કાલે આપણા બંને ના લગ્ન છે આ જ જગ્યા એ. અને હું તને એવી જગ્યા એ લાવ્યો છું કે અહી તારા સુધી કોઈ પહોંચી જ નહિ શકે એટલે એ ઇન્તજાર માં નો રહેતી કે તને તારો બોયફ્રેન્ડ કે તારો મિત્ર બચાવવા આવશે. કાલ પછી આપણી બંને ની વચ્ચે કોઈ નહિ આવી શકે તું હંમેશા માટે મારી થઈ જઈશ."

પ્રિયા બોલી," એ શક્ય જ નથી, મને પુરે પૂરો વિશ્વાસ છે કે ડૉ. અમિત અને રોહન મને બચાવવા જરૂર આવશે."

હવે પોલીસ પ્રિયા ને શોધવાની ક્રિયા શરૂ કરી દે છે. ઇન્સ્પેક્ટર રોહન અને અમિત ની પૂછતાછ કરે છે. તે કહે છે, " તો તમારા બંને માંથી પ્રિયા ને અપહરણ કરી ને લઈ જતા કોણે જોયું છે?" .

અમિત બોલ્યો," મેં. હું અને પ્રિયા ડિનર કરીને બહાર આવ્યા , પછી હું ગાડી કાઢવા ગયો . હું હજી આવતો હતો ત્યાં મે જોયું કે ચાર પાંચ વ્યક્તિ આવી ને પ્રિયા ને પકડી ગાડી માં બેસાડી લઈ ગયા".

ઇન્સ્પેક્ટર : " તમે એ વ્યક્તિ ને ઓળખી શકો?"
અમિત. : " ના , સર તે લોકો એ પોતાના ચહેરા રૂમાલ થી ઢાંકી રાખ્યા હતા.
ઇન્સ્પેક્ટર : તો તમે તેમની ગાડી ની નંબર પ્લેટ જોઈ હતી ?
અમિત : "ના ! ગાડી જેવી પ્રિયા ને લઈ ને ત્યાંથી ગઈ તો તરત જ હું તેમની પાછળ ગયો, અને પળ વાર માં ગાડી મારી નજર સામેથી છટકી ગઈ અને આ બધામાં હું નંબર પણ ના જોઈ શક્યો. પણ હા એક પાક્કી વાત છે કે તે ગાડી સ્કોર્પિયો હતી."

ઇન્સ્પેક્ટર : " મી.અમિત સ્કોર્પિયો ગાડી તો આખા શહેર માં કેટલી હશે! તેના પરથી આપણે અંદાજ ના લગાવી શકીએ કે પ્રિયા ને કઈ ગાડી માં લઇ ગયા છે. ધ્યાન થી યાદ કરો કે ગાડી માં એવું કંઈ નામ કે નિશાન હતું જેના પરથી આપણે તે ગાડી ને ઓળખી શકીએ?"

અમિત વિચારે છે. અચાનક અમિત ના ધ્યાન માં તે ગાડી પાછળ લખેલું લખાણ યાદ આવે છે .
અમિત : "સર ! મને યાદ છે ગાડી ની પાછળ કંઇક
'G . A ' લખ્યું હતું. તે પણ સફેદ કલર થી. અને હા બીજી એક વાત મારા ધ્યાન માં આવી તે ચાર વ્યક્તિ માંથી એક ના હાથ માં બાજ જેવા પક્ષી નું ટેટૂ હતું."
ઇન્સ્પેક્ટર : ," ધન્યવાદ . આ માહિતી પરથી આ કામ થોડું સરળ તો થયું. પણ મી. અમિત આ
'G . A ' નો મતલબ શું થઈ શકે તેના વિશે તમને થોડોક પણ અંદાજ ખરો?" એટલે કે એ પરથી કોઈ નામ હોય જેનો પ્રિયા સાથે કોઈ સંબંધ હોય?

આ સાંભળતા રોહન બોલ્યો, " સર મને એક વ્યક્તિ પર શક છે. પણ હું એ નામ આપુ તો તમે તેમના વિશે પૂછતાછ કરશો એની મને ખાતરી આપો તો જ.

ઇન્સ્પેક્ટર : હા , ચોક્કસ અમારી તો ફરજ છે.
રોહન : મને જેના પર શક છે તે વ્યક્તિ છે ' ગૌતમ અરોરા '.
ઇન્સ્પેક્ટર : વોટ ? મી . ગૌતમ અરોરા. એટલે હું જે સમજુ છું એ જ ગૌતમ અરોરા ની વાત કરો છો ને તમે?
રોહન : હા તમે એકદમ બરાબર સમજ્યા. હું તેની જ વાત કરું છું.
ઇન્સ્પેક્ટર : તમને ખબર તો છે ને તમે શું કહી રહ્યા છો ? આટલા મોટા વ્યક્તિ એક સાધારણ ડૉક્ટર નું અપહરણ શું કરવા કરે ? અને એમને વળી એવી શું જરૂરત પડી કે તેમને કોઈ નું અપહરણ કરવું પડે?

આ વાત સાંભળી રોહન અને અમિત એ બનેલી બધી જ ઘટના ઇન્સ્પેક્ટર ને જણાવી.

ઇન્સ્પેક્ટર : તમે કહો છો એ વાત હું કદાચ સાચી માની પણ લવ પણ તમારી પાસે તેનો કોઈ સબૂત છે? આપણે કોઈ સબૂત વગર તો તેમની પૂછતાછ ના કરી શકીએ. તે ખૂબ મોટા વ્યક્તિ છે.

અમિત : અમારી પાસે સબૂત તો નથી અત્યારે પણ અમને થોડો સમય આપો અમે સબૂત લાવવાની કોશિશ કરીએ છીએ.

આમ કહી અમિત અને રોહન સબૂત શોધવા લાગી જાય છે. શું રોહન અને અમિત સમયસર પ્રિયા પાસે પહોંચી તેને બચાવી શકશે? અને તે બંને તેની પાસે પહોંચશે કેવી રીતે ? આ પ્રશ્નો ના ઉત્તર જાણવા માટે વાચતા રહો ' સપના ની ઉડાન '.


To Be Continue...