સપના ની ઉડાન - 14 Dr Mehta Mansi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપના ની ઉડાન - 14

એ દિવસ પછી પ્રિયા ની લાઈફ પહેલાં જેવી થઈ ગઈ હતી. અરોરા નો મેસેજ કે કોલ પણ આવ્યો નહોતો.તેને હજી સુધી કઈ કરવાની કોશિશ પણ કરી નહોતી. રોહન , પ્રિયા અને અમિત ને લાગ્યું કે અરોરા આ ઘટના થી હવે પ્રિયા ને પરેશાન નહિ કરે એટલે તેઓ હવે પોતાના કામ માં લાગી ગયા હતા.

આજે પ્રિયા એ રોહન ને કહ્યું, " રોહન ! મારે તારું થોડુક કામ છે !!" રોહન બોલ્યો," હા બોલ ને શું કામ છે?" પ્રિયા બોલી," અહીંયા નહિ સાંજે તારા ઘરે આવીને પછી તને કવ કે શું કામ છે." રોહન બોલ્યો," હા કઈ વાંધો નહિ તું આવી જજે સાંજે." પછી સાંજે પ્રિયા રોહન ના ઘરે જાય છે. રોહન પ્રિયા માટે અને પોતાના માટે કોફી લાવે છે. પછી રોહન કોફી પિતા પિતા પ્રિયા ને પૂછે છે," હા તો બોલ પ્રિયા તું કંઇક મને કહેતી હતી ને ?" પ્રિયા થોડી અચકાતા બોલી," રોહન ... આપડે રાત્રે ડિનર માટે ગયા હતા ત્યારે મે તને એક વાત કહી હતી તને યાદ છે?". રોહન બોલ્યો," કઈ વાત ? તું મને સાફ સાફ કહે કે તું શું કહેવા માંગે છો? મને કઈ સમજાતું નહિ". પ્રિયા બોલી," મે તને ડોક્ટર અમિત ની વાત કરી હતી ને કે મને તેમની સાથે પ્રેમ થઇ ગયો છે . હું એ વિશે વાત કરવા માંગુ છું." આ સાંભળી રોહન તે દિવસે જે બન્યું હતું તે યાદ કરવા લાગે છે.

રોહન થોડો ગળગળો થઈ જાય છે. થોડી વાર માં તે પોતાને સંભાળી લે છે અને પ્રિયા ને કહે છે," તો પ્રિયા તે ડૉ.અમિત ને જણાવ્યું કે?" પ્રિયા બોલી," ના ! હું એ જ વિશે તારી સાથે વાત કરવા માંગુ છું, મને ખૂબ જ ગભરામણ થાય છે, શું ડૉ.અમિત મને પ્રેમ કરતા હશે? તે મને ના પાડશે તો? અને એ પહેલાં તો હું તેમને આ વાત જણાવીશ કેવી રીતે? પ્લીઝ રોહન તું કંઇક બોલ ને?" રોહન બોલ્યો," અરે ! તું મને બોલવાનો મોકો તો આપ. આટલા બધા પ્રશ્ન!! તું શાંત રહે."

પ્રિયા બોલી," હા તો તું મને જલ્દી કહે કે હું શું કરું ?".

રોહન બોલ્યો," જો પ્રિયા તું કોઈક ને પસંદ કરે ને તો એને એ વાત જલ્દી થી કહી દેવી જોઇએ. જો તું એમાં ખૂબ સમય લઈ લઈશ તો એવું ના થાય કે તે વ્યક્તિ ને કોઈ બીજું પસંદ આવી જાય. સમજે છો તું હું શું કહેવા માંગુ છું." આ વાત બોલતા સમયે રોહન તેની માં ના બોલેલ શબ્દ ને યાદ કરે છે. ત્યારે રોહન ની આંખ માંથી આંસુ આવી જાય છે. પ્રિયા જોઈ જાય છે, તે બોલી," રોહન ! તું રોવે છો? આ તારી આંખ માંથી આંસુ? અને તું આ વાત જે રીતે બોલે છો એ વાત સાંભળતા મને એવું લાગ્યું કે જાણે આ બધું તારી સાથે જ બન્યું હોય!!"

રોહન ખોટું હસતા બોલ્યો," ના , મારી સાથે આવું થોડું બન્યું હોય, અને આ આંસુ તો મારી આંખ માં કંઇક પડ્યું એટલે કદાચ....." પ્રિયા બોલી, " તો ઠીક અને તારી સાથે એવું બન્યું હોય તો તે મને કીધુ જ હોય ને ! હું પણ!! એમ પણ આપણે બેસ્ટ ફ્રેન્ડ જો છીએ." રોહન બોલ્યો," હા!"

રોહન થોડુક વિચારી ને પ્રિયા ને કહે છે," પ્રિયા તું એક કામ કર તું ડૉ.અમિત ને સરપ્રાઈઝ આપ. આપણે ડિનર માટે જે જગ્યા એ ગયા હતા તે જગ્યા એ તું ડિનર માટે તેને બોલાવ. હવે તે જગ્યા ને શણગારવાની જીમ્મેદારી મારી. પછી તું એ જગ્યા એ એકદમ રોમેન્ટિક રીતે ડૉ.અમિત ને પ્રપોઝ કર! શું કહેવું તારું?" પ્રિયા બોલી," હા ખૂબ સરસ આઈડિયા આપણે એમ જ કરીશું. Thank you so much રોહન . હું ખૂબ જ ખુશનસીબ છું કે તું મારા જીવન માં છો. તું ના હોત તો હું આ મુકામે પહોંચી ના હોત. " પછી તે રોહન ને ભેટી પડે છે.

રોહન બોલ્યો," તો તું હવે તારા દોસ્ત ને thank you કહીશ એમ? હું હંમેશા તારી સાથે જ છું. ભગવાન કરે તને તારો પ્રેમ ડૉ.અમિત મળી જાય અને તમે બંને હંમેશા એક સાથે જ રહો." આ બોલ્યા પછી રોહન મન માં બોલે છે,

" જ્યારે આપણે ભગવાન પાસે કંઇક માગીએ અને આપણને તે મળી જાય તો ખૂબ આનંદ થાય છે,
પણ આજે પહેલી વાર એવું થાય છે કે ભગવાન પાસે કંઇક માંગુ છું અને તે મને મળે એવી ઈચ્છા પણ રાખું છું છતાં આટલું દુઃખ થાય છે."

પ્રિયા હવે બીજા દિવસે અમિત ને ડિનર માટે કહે છે. પ્રિયા એક સુંદર લાલ ગુલાબ નો ગુલદસ્તો ખરીદે છે. આ બાજુ અમિત એવું વિચારે છે કે આજે ડિનર માટે મળીએ ત્યારે હું પ્રિયા ને પ્રપોઝ કરી જ દવ . તે એક રીંગ ખરીદે છે. બંને રાત્રે તૈયાર થઈ તે જગ્યા એ પહોંચે છે. તે જોવે છે કે ત્યાં ખૂબ જ સુંદર ડેકોરેશન કર્યું હતું. ટેબલ પર લાલ પાંખડી થી દિલ દોર્યું હતું . ચારે બાજુ દિલ આકાર ના ફુગ્ગા પથરાયેલા હતા. તે બંને જોઈ ખુશ થઈ જાય છે .

હવે તે બેસે છે અને થોડી વાર માં બંને એકસાથે બોલે છે ," મારે કંઇક કહેવું છે". પછી બંને હસવા લાગે છે. પ્રિયા બોલી," ડૉ.અમિત તમે બોલો પહેલા" . અમિત બોલ્યો," ના પ્રિયા તમે કહો પહેલાં". તો પ્રિયા બોલી,"ના તમે કહો " . તો અમિત પણ માની જાય છે. તે ઉભો થાય છે પ્રિયા જોવે છે કે તે ઊભા થઈ શું કરવા જઈ રહ્યા છે. ત્યાં અમિત તેની સામે આવી એક ગોઠણ પર નીચે બેસી ને અંગૂઠી તેની સામે લાવે છે અને બોલે છે,

" પ્રિયા, I love you . હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. શું તમે મને તમારા જીવન નો હિસ્સો બનાવશો? મારી સાથે લગ્ન કરશો?"

પ્રિયા ખૂબ જ ખુશ થઈ ગઈ તેને પોતાનો હાથ તેની સામે ધર્યો અને બોલી , " હા" . પછી અમિત એ તેને રીંગ પહેરાવી દીધી. હવે પ્રિયા પોતે એક ગોઠણ પર બેસી જાય છે અને ફૂલ ના ગુલદસ્તા માંથી એક ગુલાબ કાઢી અમિત ને આપતા એક શાયરી કહે છે,

" दिल ये मेरा तुमसे प्यार करना चाहता है
अपनी मोहब्बत का इज़हार करना चाहता है


देखा है जब से तुम्हे मैंनेसिर्फ तुम्हारा ही दीदार करने को दिल चाहता है"


પછી તે ફરી વાર બોલી
I Love you too... ડૉ. અમિત. હું તમારી થવા માટે તૈયાર છું."

પછી અમિત ફૂલ લઈ લે છે. બંને હવે પ્રેમ થી વાતો કરે છે. ડિનર કરે છે. હવે તે બહાર આવી જઈ રહ્યા હોય છે.

અમિત ગાડી લેવા જાય છે. પ્રિયા ત્યાં જ ઊભી હોય છે એવામાં એક મોટી ગાડી આવે છે તે પ્રિયા પાસે ઊભી રહે છે . તેમાંથી ત્રણ કે ચાર વ્યક્તિ બહાર આવે છે. તેમણે ચહેરા પર રૂમાલ બાંધ્યો હોય છે. તે પ્રિયા ને એકદમ પકડી લઈ ને જબરદસ્તી થી ગાડી માં બેસાડી દે છે. પ્રિયા જોર થી બોલે છે," ડૉ.અમિત!! બચાવો......" અમિત ત્યાં આવી જાય છે તે પ્રિયા ને જોઈ જાય છે. તે પ્રિયા પાસે પહોંચે તે પહેલાં તે લોકો ગાડી ભગાડી ને પ્રિયા ને લઇ જાય છે. અમિત તેની પાછળ ગાડી લઈ ને જાય છે પણ થોડીક જ વાર માં તેમની ગાડી કંઇક ગાયબ જ થઈ જાય છે. અમિત આજુ બાજુ બધે નજર કરે છે પણ તે ગાડી તેને ક્યાંય બતાતી નથી.

અમિત ખૂબ ગભરાઈ જાય છે. તે બોલે છે," આ બધી મારી જ ભૂલ છે, મારે પ્રિયા ને આમ એકલા મૂકી ને જવું જ નહોતું. હમણાં થોડાક સમય પહેલા જ મને મારી જીંદગી મળી અને થોડાક જ સમય માં મારી જીંદગી મારી આંખ સામે થી ક્યાંક જતી રહી. હું કઈ કરી પણ ના શક્યો" . આમ બોલી તે જોર જોર થી રડવા લાગે છે. પછી તે રોહન ને ફોન કરી બધું જણાવે છે.

હવે અમિત અને રોહન પ્રિયા ને કેવી રીતે શોધે છે. પ્રિયા પોતાની રક્ષા ખુદ કરી શકશે કે નહીં આ જાણવા માટે વાચતા રહો ," સપના ની ઉડાન".


To Be Continue..