અમિત અને રોહન બંને હવે સબૂત શોધવામાં લાગી જાય છે. તે ઘણી કોશિશ કરે છે પણ તે બંને ના હાથે કઈ પણ લાગતું નથી. હવે સાંજ પડવા આવી હતી. તેમની પાસે હવે વધારે સમય હતો નહિ. હવે બંને નિરાશ થઈ ને બેઠા હતા. ત્યાં રોહન ને કંઇક યાદ આવ્યું , તે બોલ્યો,
" ડૉ. અમિત તમને યાદ છે ગૌતમ અરોરા એ પ્રિયા ને મેસેજ કર્યો હતો. તે મેસેજ આપણે ઇન્સ્પેકટર ને બતાવી ને આપણે તેમને સમજાવી શકીએ કે આપણે જે કહી રહ્યા હતા તે સત્ય છે."
અમિત : ," હા, પણ પ્રિયા નો ફોન ?"
રોહન. : , " તેનો ફોન તેના ઘરે જ હશે, કેમ કે પ્રિયા તે દિવસે ઉતાવળ માં ત્યાં પહોંચી હતી અને પોતાનો ફોન ઘરે જ ભૂલી ગઈ હતી. ત્યારે તેને મને બહાર લેનલાઈન માંથી કોલ કર્યો હતો અને મને કહ્યું હતું."
પછી અમિત અને રોહન બંને પ્રિયા ના ઘરે જાય છે. પ્રિયા તેના ઘર ની એક ચાવી એક વાંસ હતો તેમાં રાખતી. રોહન અને અમિત આ વાત જાણતા હતા . તેમણે દરવાજો ખોલ્યો અને પ્રિયા ના રૂમ માં આમતેમ નજર કરી તો તેનો ફોન મળી ગયો. તે બંને એ ફોન લઈ શરૂ કરવાનો પ્રયત્ન કર્યો પણ તેમાં પ્રિયા એ લોક નાખેલો હતો.
અમિત : , " રોહન ! પ્રિયા ના ફોન માં તો લોક છે ! તને ખબર છે કે ફોન નો પાસવર્ડ શું છે?"
રોહન : ," નહીં એ તો મને પણ નથી ખબર , ક્યારેય એવી જરૂર પડી જ નથી."
અમિત : " તો હવે શું કરશું?"
રોહન. : " આપણે એક કામ કરીએ આપણે અંદાજે અમુક પાસવર્ડ નાખી જોઈએ , કદાચ ખુલ્લી જાય...."
અમિત : હા , પણ જો આપણા પાંચ ખોટા પડશે તો ફોન લોક થઈ જશે પછી આપણે તેને ખોલી નહિ શકીએ.
રોહન : આપણે કોશિશ તો કરીએ...
અમિત અને રોહન વારાફરતી બધા પાસવર્ડ નાખી જુવે છે પણ ફોન નો લોક ખૂલતો નથી. હવે માત્ર એક પાસવર્ડ ખોટો એટલે તેઓ આ સબૂત પણ ગુમાવી બેસશે. હવે તે બંને વિચારે છે કે પ્રિયા નો પાસવર્ડ શું હોઈ શકે. ત્યાં રોહન ના મગજ માં કંઇક આવ્યું તે બોલ્યો,
" પ્રિયા માટે સૌથી વધુ મહત્વ હોય તે જ તેનો પાસવર્ડ હોય શકે તો આપણે પહેલાં એ વિચારવું પડશે."
અમિત : ," હું જ્યાં સુધી જાણું છું કે પ્રિયા માટે સૌથી વધુ મહત્વ તેની ફેમિલી છે. "
રોહન. : હા , સાચું.
અમિત : પણ ફેમિલી માં કોણ?
રોહન. : પ્રિયા માટે તેની ફેમિલી માં કોઈ વધુ ઓછું નથી તે બધાને સરખો જ પ્રેમ કરે છે. મારા હિસાબે આ પાસવર્ડ એવો હોવો જોઇએ કે તેમાં તેની લાઈફ ના સૌથી વધુ મહત્વ ધરાવતા સદસ્ય ના નામ શામિલ હોય. કદાચ તેમના પહેલાં અક્ષર થી હોય શકે....
અમિત : હા તો તું તેને પહેલેથી સારી રીતે ઓળખે છે તને ખબર જ હશે તેની લાઈફ માં વધુ જરૂરી કોણ છે.
રોહન : હું કોશિશ કરી શકું.
રોહન પાસવર્ડ ટાઈપ કરે છે . સૌથી પહેલા તે તેના પાપા નો P લખે છે પછી તેના મમ્મી નો M અને પછી થોડુક વિચારે છે કે , તે અને અમિત પણ તેની ફેમિલી નો હિસ્સો છે , પણ બંને માંથી પહેલા નામ કોનું લખે, પછી તે કંઇક યાદ કરી પહેલાં અમિત નો A લખે છે પછી પોતાનો R . ત્યાં તરત જ ફોન નો લોક ખુલી જાય છે. બંને ખુશ થઈ જાય છે. તે લોકો ચેક કરે છે તો તેમાં અરોરા નો મેસેજ હજી હતો. તે થોડોક પણ સમય ગુમાવ્યા વગર પોલીસ સ્ટેશન પહોંચે છે અને ઇન્સ્પેક્ટર ને તે મેસેજ બતાવી પોતાની વાત સાચી ગણાવે છે. ઇન્સ્પેક્ટર સવાર થતાં જ ત્યાં પૂછતાછ માટે જશે એવી અમિત અને રોહન ને ખાતરી આપે છે.
હવે બીજો એક ચમત્કાર થાય છે. અમિત અને રોહન પોલીસ સ્ટેશન થી હજી નીકળવા જ જતા હોય છે ત્યાં બે કે ત્રણ પોલીસવાળા એક વ્યક્તિ ને પકડીને લાવે છે. અને એક પોલીસ ઓફિસર બોલે છે,
" સર આ રમેશ છે, આના હાથ પર મી.અમિત એ જણાવ્યું તેવું ટેટૂ દોરેલું છે અને તે સ્કોર્પિયો કાર પણ મળી ગઈ છે. આ રમેશ આ કાર વેચવા જતો હતો. પણ તે સમયે અમે બરાબર પહોંચી ગયા અને આ અમારા હાથ માં આવી ગયો."
ઇન્સ્પેક્ટર : "મી . અમિત આને ધ્યાન થી જોવો શું આ તે જ વ્યક્તિ છે?"
અમિત તેના હાથ પર નું ટેટૂ જોવે છે અને બોલે છે,
" હા ! આ તે જ વ્યક્તિ છે."
ઇન્સ્પેક્ટર તે રમેશ ને કહે છે ," તો બોલ આ ગાડી કોની છે અને એક છોકરી નું અપહરણ કરી ને તેને ક્યાં લઈ ગયા છો?"
રમેશ : સર મને કંઈ ખબર નથી. મને માફ કરો . Plzz મને જવા દ્યો. મારો આમાં કોઈ હાથ નથી.
ત્યાં ઇન્સ્પેક્ટર તેને સોટી થી મારવા લાગે છે, અને બોલે છે ," સાચું સાચું બોલ નહીતો વર્ષો સુધી જેલ માં નાખી દઈશ અને આમ જ રોજ દંડા પડશે "
રમેશ દર્દ થી પીડાય ને રડતા રડતા કહે છે,
" સાહેબ મારો માં... હું કહું છું બધું ..."
ઇન્સ્પેક્ટર : તો ચાલ શરૂ થઈ જા.
રમેશ : ," સર હું પૈસા લઈ ને નાના મોટા અપહરણ કરું છું. થોડા દિવસ પહેલા મારી પાસે એક વ્યક્તિ આવ્યો હતો તેને મને એક છોકરી નો ફોટો આપી તેનું અપહરણ કરવા કહ્યું. તે વ્યક્તિ એ. મોઢા પર માસ્ક પહેર્યું હતું એટલે હું ઓળખી ના શક્યો પણ દેખાવ માં અમીર લાગતો હતો. મે લાલચ માં આવી ને તેની પાસે આ કામ બદલ પચાસ લાખ અને એક મોટી ગાડી માંગી. તેમણે મને આ ગાડી આપી હતી. તે દિવસે અમે આ ગાડી માં તે છોકરી નું અપહરણ કરી લઇ જતા હતા ત્યારે વચ્ચે થી તે વ્યક્તિ આવ્યો અને તે છોકરી ને લઈ ગયો. પછી મને ખબર નથી કે તે તેને ક્યાં લઇ ગયો. તેને મને આ ગાડી લઈ શહેર ની બહાર જતા રહેવા કહ્યું. પણ પૈસા ની લાલચ માં હું આ ગાડી વેચવા આજે શહેર જ રોકાઈ ગયો. પણ ત્યાં તમે લોકો પહોંચી ગયા."
ઇન્સ્પેક્ટર : તે છોકરી ને તમે ક્યાં આગળ ઉતારી હતી?
રમેશ : શહેર ની બહાર મોટા જંગલ તરફ જવાનો રસ્તો છે ત્યાં તે વ્યક્તિ ઉભો હતો અને છોકરી ને અમે ત્યાં તેને સોંપી દીધી હતી. પછી તે એ જંગલ તરફ જતો રહ્યો .
ઇન્સ્પેક્ટર : અત્યારે રાત પડી ગઈ છે , અત્યારે જંગલ માં જવું સુરક્ષિત નથી આપણે વહેલી સવારે એક ટીમ લઈ જંગલ માં પહોચી જશું. અને બીજી એક ટીમ મી . ગૌતમ અરોરા ની પૂછતાછ કરવા જશે. Get it .
પછી બધાં બોલ્યા : યસ સર
પણ અમિત અને રોહન આમ આખી રાત રાહ જોઈ ને બેસી થોડા શકે. તે બંને એ તો એ જ સમયે પ્રિયા ને ગોતવા જવાનો નિર્ણય લીધો. તે બંને તો જરૂરી સમાન લઈ ને ગાડી માં જંગલ તરફ નીકળી પડ્યા. તે બંને હવે જંગલ ની શરૂઆત થતી હતી ત્યાં પહોંચી ગયા. પણ આટલા મોટા જંગલ માં તે પ્રિયા ને ગોતવા ક્યાં જાય !! આ બાબત તેમને પરેશાન કરતી હતી. તે બંને એ એક બીજાના સંપર્ક માં રેવા માટે કાન માં હેડસેટ ડીવાઈસ પહેર્યાં હતાં.
આગળ ના રસ્તા ખૂબ સાંકડા હતા તેથી ગાડી આગળ જાય તેમ હતી નહિ. એટલે તે બંને એ ચાલીને જ આગળ જવાનો નિર્ણય કર્યો.
તો જોઈએ છીએ પ્રિયા ને શોધવા માટે અમિત અને રોહન ને કેવી પરિસ્થિતિ નો સામનો કરવો પડે છે. શું તે બંને સમયસર પહોંચી શકશે? અને પહોંચશે તો કેવી રીતે? જાણવા માટે વાચતા રહો ' સપના ની ઉડાન '.
To Be Continue....