સપના ની ઉડાન - 10 Dr Mehta Mansi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપના ની ઉડાન - 10

રોહન હવે અમદાવાદ આવવા નીકળી ગયો હોય છે. આ બાજુ પ્રિયા અને અમિત પણ બીજા દિવસ થી એસ.જી.એમ.યુ ના કામ માં લાગી ગયા હોય છે. રોહન પ્રિયા ને સાવ સાદી રીતે પ્રપોઝ કરવા માગતો નહોતો. તે તેના માટે એક સરપ્રાઈઝ તૈયાર કરતો હતો જેના માટે તેને થોડો સમય જોઈતો હતો. થોડા દિવસો વિતી જાય છે. આજે અમિત પ્રિયા ને ડિનર માટે તેની સાથે આવવાનું કહે છે. પ્રિયા પણ તેની સાથે જાય છે. બંને ત્યાં વાતો કરે છે અને પાછા આવતા રહે છે. હવે રજા ના દિવસો શરૂ થતાં હતાં. એટલા માટે અમિત ને વિચાર આવે છે કે હવે થોડા દિવસ રજા ચાલી રહી છે તો કંઇક બહાર ફરવા જવાનો પ્લાન બનાવીએ એ પણ પ્રિયા ની સાથે.આમ વિચારી તે પ્રિયા પાસે જાય છે.

તે પ્રિયા ને કહે છે," ડોક્ટર પ્રિયા! હું વિચારતો હતો કે આ રજાઓ છે તો ચાલો આપડે બધા ફરવા જઈએ. વિશાલ અને પરી ભાભી ને પણ લેતા જઈશું. તેમને પણ મજા આવશે.". પ્રિયા કહે છે," સોરી ડો.અમિત પણ હું નહિ આવી શકું, મારી તબિયત સારી નથી , બીજા કોઈક દિવસે જાશું, પણ તમે ત્રણ જજો હો મારા લીધે પ્લાન કેન્સલ ના કરતા." ડૉ.અમિત કહે છે," શું થયું છે તમને ? હવે તબિયત કેમ છે?" .


પ્રિયા કહે છે, " હું ઠીક છું બસ આજે ચક્કર જેવું લાગે છે, ઘરે જઈ આરામ કરીશ તો વાંધો નહિ આવે." અમિત ઠીક કઈ ને જતો હોય છે ત્યાં પ્રિયા પર રોહન નો ફોન આવે છે પ્રિયા ને ખબર નહોતી કે અમિત હજી દૂર ગયો નથી તે વાત કરે છે કે," હા રોહન હું હમણાં આવું જ છું, અને હમણાં રજા છે તો આપડે ત્યાં જ થોડા દિવસ રોકાઈ જશું તો મજા પણ આવશે." આ વાત અમિત સાંભળી ગયો તેને થયું કે પ્રિયા ની તો તબિયત ખરાબ હતી તો તે રોહન જોડે ક્યાં જવાની વાત કરે છે. તેને પાછું પ્રિયા પાસે જઈ કહ્યું," ડૉ.પ્રિયા તમે કંઇ બાર જાવ છો? " પ્રિયા કહે છે," ના ના ! હું ઘરે જ જાવ છું." અમિત મન માં વિચારે છે," ડૉ પ્રિયા મારી સામે ખોટું કેમ બોલે છે હમણાં તો કંઇક બાર જવાનું કહેતા હતા રોહન ને!". તેને જાણવાની ઈચ્છા થાય છે કે ડૉ.પ્રિયા ક્યાં જાય છે.

પ્રિયા અને રોહન ગાડી માં સામાન લઈ નીકળે છે. અમિત ગાડી લઈ તેમની પાછળ જવાનું વિચારે છે. તેઓ અમદાવાદ થી ઘણે દૂર એક નાના એવા ગામમાં જાય છે . તે ગામ બહુ સુંદર હતું. ચારે બાજુ પર્વતો અને ત્યાં એક સુંદર નદી પણ હતી. અમિત ને લાગે છે પ્રિયા અને રોહન અહી એકલા રજા માણવા આવ્યા છે , તેને દુઃખ થાય છે કે પ્રિયા એ તેની સામે ખોટું કીધું. હવે તે ગાડી પાછી વાળી જોતો હતો ત્યાં તેને એક પોસ્ટર લગાડેલું હતું તે જોયું.તેમાં પ્રિયા અને રોહન નો ફોટો હતો અને તેમાં ત્રણ દિવસ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ નું લખ્યું હતું. આ જોઈ તે ગામ માં અંદર જાય છે તો જોવે છે, ત્યાં મંડપ નાખી કેમ્પ કર્યો હતો અને ગામના લોકો ત્યાં લાઈન માં ઊભા હતા. ડૉ .અમિત તો આ જોઈ દંગ જ રહી ગયો. તેને વિચાર્યું નહોતું કે પ્રિયા અને રોહન સમાજ માટે પણ સારા કાર્યો કરી રહ્યા છે. તે ચુપચાપ લાઈન માં ઉભો રહી ગયો.

જેમ જેમ પ્રિયા બધાંને તપાસી રહી હતી એમ લાઈન ઓછી થતી હતી .અને અમિત પ્રિયા ની આગળ વધી રહ્યો હતો. હવે અમિત ની વારી આવે છે. પ્રિયા પોતાના ફોર્મ માં જોતા તેને નામ પૂછે છે. તો તે કહે છે," હું ડૉ અમિત" આ સાંભળી પ્રિયા સામે જોવે તો અમિત હતો તે તેની સામે મુસ્કુરાઈ ને તેને તપાસે છે. પછી કામ પૂરું થાય એટલે પ્રિયા અને રોહન તેને કહે છે," ડૉ અમિત! તમે અહીંયા?" અમિત ખોટું બોલતા કહે છે," હું અહી આગળ ના શહેર જઈ રહ્યો હતો રસ્તા માં તમારું પોસ્ટર જોયું તો અહી જોવા આવતો રહ્યો. સાચે તમે ખૂબ જ સારું કાર્ય કરો છો. તમને વાંધો નાં હોય તો હું પણ આ કાર્ય માં તમારો સાથ આપવા માગું છું," પ્રિયા ખુશ થઈ જાય છે અને હા પાડી દે છે અને પોતે જૂઠું બોલી એની માફી માગે છે. રોહન ને થોડું ગમ્યું નહિ . પણ તે શું કરે પ્રિયા એ હા પાડી દીધી તો.

પ્રિયા , રોહન અને અમિત વાતો કરી રહ્યા હતા. ત્યાં પ્રિયા કહે છે," ડૉ.અમિત હું અને રોહન એનજીઓ ખોલવા માગીએ છીએ તો આના વિશે તમારો શું વિચાર છે?" અમિત એ કહ્યું ," it's very good idea". હવે પ્રિયા થોડી ચિંતા થી કહે છ, "પણ એક પ્રોબ્લેમ છે, અમારે એના માટે ડોનેશન જોવે છે પણ કોઈ કંપની અમને ડોનેશન આપવા તૈયાર જ નથી." અમિત એ કહ્યું," હા આવી વાત માં થોડી વાર લાગે પણ મળી જશે હું પણ થોડી કંપની સાથે વાત કરીશ." પછી તેઓ આ રજા પૂરી કરી પાછા કામે લાગી જાય છે. પ્રિયા ને અમિત નું હવે સારું બનવા લાગ્યું હતું. તેઓ ડિનર પર જતા, ફોન માં વાત કરતા, સાથે કેમ્પ પણ કરતા.

આજે રોહન એ પ્રિયા માટે રાત્રે સરપ્રાઈઝ પ્લાન કર્યું હોય છે. તેને તેના માટે ગિફ્ટ લીધી હતી અને એક ફૂલો નો ગુલદસ્તો અને એક કાર્ડ જેમાં તેને પોતાની ફિલિંગ લખી હતી. તે પ્રિયા પાસે જઈ કહે છે," પ્રિયા! તું આજે મારી સાથે ડિનર માટે આવીશ? " . પ્રિયા કહે છે," ના આજે નહિ રોહન" તો રોહન કહે છે," એમ ના ચાલે પ્રિયા તું ડૉ. અમિત સાથે તો ઘણી વાર જાય છે તો તું મારા માટે ના આવી શકે , it's not fair Yar. અને આજે મારે તને એક વાત કહેવી છે પ્લિઝ માની જા ને " પ્રિયા કહે છે," હા બસ તારા માટે એટલું તો કરી જ શકું ને" .

રોહન અને પ્રિયા રાત્રે જાય છે. તે જગ્યા પર કોઈ હતું નહિ. ત્યાં એક સુંદર બગીચો હતો. ત્યાં તેણે ખૂબ સુંદર સજાવટ કરી હતી. ત્યાં પાછળ થી નદી વહી રહી હતી . તેનો અવાજ ખૂબ મધુર લાગતો હતો. પ્રિયા તો જોઈ ખુશ થઈ ગઈ. પછી પહેલાં તેઓ એ ડિનર કર્યું અને તે બંને ત્યાં પાળ પર બેસી ગયા અને નદી ને જોવા લાગ્યા. પ્રિયા કહે છે "રોહન તું મને કઈક કહેવા માગતો હતો ને? " રોહન બોલ્યો ," હા મારે કંઇક કહેવું તો છે ". પ્રિયા બોલી "મારે પણ તને કંઇક કહેવું છે." રોહન ને લાગ્યું કે હું જે કહેવા માગું છું એ જ પ્રિયા કહેવા માગે છે . તે કહે છે," હા પ્રિયા બોલ ને પહેલાં તું કહે મારી વાત બહુ જરૂરી નહિ."

પ્રિયા કહે છે," રોહન હમણાં થોડાક દિવસ થી મારી સાથે કંઇક અજીબ થઈ રહ્યું છે. ખબર નહિ કેમ પણ મને બધું ગમવા લાગે છે, હું બોવ ખુશ રહેવા લાગી છું, રાત્રે મને ઊંઘ આવતી નથી એવું થાય કે આખી રાત આ ચંદ્ર ને જોતી રવ . ક્યારેક હું એકલા એકલા હસતી હોવ છું, અને ખાયાલો માં ખોવાઈ જાવ છું. મને લાગે છે મને પણ પ્રેમ થઈ ગયો છે." આ સાંભળી રોહન ખુશ થઈ જાય છે તે સમજે છે પ્રિયા તેની વાત કરી રહી છે. તે ખુશી થી પૂછે છે," તો કોણ છે એ ભાગ્યશાળી ? " તો પ્રિયા બોલે છે," તું રોહન". તે સાંભળી હરખાઈ જાય છે. ત્યાં તો તેને ચપટી વાગે છે અને ભાન માં આવે છે તે તેનું સપનું હતું. પ્રિયા કહે છે," રોહન તું સાંભળે છે હું શું કહું છું?" રોહન કહે છે," હા તો કોણ છે તે ભાગ્યશાળી". પ્રિયા થોડી વાર રહી બોલે છે," તે સ્પેશિયલ વ્યક્તિ છે.......... ડોક્ટર અમિત". આ સાંભળતા રોહન ના પગ તળે જમીન ખસી જાય છે. તે ફરી વાર પૂછે છે કોણ? તો પ્રિયા અમિત નું નામ કહે છે.પ્રિયા કહે છે ," શું થયું રોહન તું ખુશ નથી આ વાત સાંભળી?" . રોહન ના માથે તો આભ તુટી પડ્યું હતું પણ તે પોતાનો દર્દ છુપાવી ખોટું હાસ્ય કરી કહે છે," હા બોવ ખુશ છું". પ્રિયા તેને તેની વાત કહેવા કહે છે તો તે કહે છે કે," ના કંઈ ખાસ નથી" . પછી તે પ્રિયાને પોતાની ગિફ્ટ આપતો નથી અને ત્યાથી જતા રહે છે.

આ રાત રોહન માટે ભારે હતી. તે ઘરે જવાને બદલે બાર માં જાય છે. તે ખૂબ શરાબ પીવે છે. હવે તે ભાન માં નહોતો તેનો મિત્ર ત્યાં આવ્યો હોય છે તે રોહન ની હાલત જોઈ તેને ઘરે લઈ જાય છે. બીજા દિવસે પ્રિયા એસ .જી.એમ યુ જવા જતી હતી . ત્યાં જોયું કે રસ્તા માં ખૂબ ટ્રાફિક હતો. તે જઈ જોવે છે તો ત્યાં એક ભાઈ રસ્તા માં બેભાન પડ્યા હતા. તે તરત ત્યાં જાય છે અને પોતે ડોક્ટર છે એમ જણાવી તેને તપાસે છે તેને હાર્ટ એટેક આવ્યો હતો . તે પોતાની રીતે ત્યાં ટ્રીટમેન્ટ કરે છે અને ત્યાં રહેલા લોકો ને એમ્બ્યુલન્સ બોલાવા કહે છે. તે વ્યક્તિ ને હોંશ તો આવી જાય છે. બધા તે જોઈ તાળીઓ થી પ્રિયા ને વધાવી લે છે. અહી એક વ્યક્તિ હતો જે તે જોઈ પ્રિયા નો ફેન બની ગયો હતો . તે પણ અહીં ટ્રાફિક માં ફસાયેલો હતો. તે હતો ત્યાંની સૌથી મોટી કંપની ' NTPC' નો માલિક મીસ્ટર 'ગૌતમ અરોરા '.

હવે આ ' ગૌતમ અરોરા ' વિશે એક વાત તો જણાવી દવ તે આપણી કહાની નો વિલન છે. તો તેના આવવાથી પ્રિયા ના જીવન માં શું નવું તુફાન આવવાનું છે ? બીજી વાત હવે રોહન નું શું થશે? તો આ પ્રશ્નો ના ઉતર જાણવા માટે વાચતા રહો ' સપના ની ઉડાન '.


To Be Continue...