નીલેશ ભાઈ ના ગયા પછી પ્રિયા થોડી વાર વિચાર કરે છે, પછી તે પાછી ઉદાસ થઈ વિચારો માં ખોવાઈ જાય છે. પ્રિયા પર કદાચ નીલેશ ભાઈ ના કહેવાની અસર થઈ નહોતી. કેમ કે પ્રિયા હજુ કઈ પણ સમજવાની હાલત માં હતી નહીં. આવી રીતે જ પ્રિયા ના દિવસો જતા હતા.
એક દિવસ પ્રિયા બજાર માં કંઇક કામ માટે ગઇ હતી. આ વખતે તેને ફરીવાર પહેલાં નું દ્રશ્ય નિહાળ્યું. ડોક્ટર તનિષા પહેલાની જેમ જ પોતાના કેમ્પ માં લોકો ની નિશુલ્ક સારવાર કરી રહી હતી. પ્રિયા આ બધું જોઈ રહી હતી અને કંઇક વિચાર કરી રહી હતી. એકાએક ડોક્ટર તનિષા ની નજર પ્રિયા પર પડે છે. તે જોવે છે કે પ્રિયા કંઇક વિચારો માં મગ્ન છે. તે ત્યાંથી અડધી કલાક નો સમય લઈ પ્રિયા પાસે આવે છે.
તે પ્રિયા ને સંબોધીને કહે છે, " હેલ્લો! તારું નામ શું છે? " પણ પ્રિયા તેના વિચારો માં એટલી બધી ખોવાયેલી હતી કે તેને ધ્યાન રહ્યું નહીં. ફરીવાર ડોક્ટર તેને કહે છે, આ વખતે જોરથી " હેય ગર્લ ! ક્યાં ખોવાયેલી છો? તારું નામ?" પ્રિયા તરત જ જબકી ગઇ . અને તેને તેની તરફ જોઈ કહ્યું , " હું પ્રિયા છું". તરત ડો. તનિષા એ તેને કહ્યું, " hii પ્રિયા ! શું હું પૂછી શકું કે તું ક્યાં વિચારો માં ખોવાયેલી હતી?" પ્રિયા એ થોડું અચકાતા કહ્યું , " અરે ના કંઈ પણ નઈ." ડૉ.તનિષા એ કહ્યું , "મારી સાથે કોફી પીવા આવીશ ? અહીં સામે જ છે". પ્રિયા એ કહ્યું, " હા ચોક્કસ ." પછી બંને સામે આવેલી કૉફી ની હોટલ એ જાય છે અને કૉફી ઑર્ડર કરે છે. ડૉ. તનિષા એ પ્રિયા ને કહ્યું, " તો હવે ચાલ મને કહે, તું શું વિચારી રહી હતી?" પ્રિયા એ તેમને કહ્યું , " હું બસ એ વિચારી રહી હતી કે તમારા કારણે કેટલા બધા લોકોનાં ચહેરા પર સ્મિત અને સંતોષ છે, આમાંથી કેટલા એવા હશે જે મોટી હોસ્પિટલ માં પોતાનો ઈલાજ કરાવી શકતા નઈ હોય, પણ તમારા લીધે એમના ચહેરા પર પણ કેટલો ખુશી નો ભાવ છે. મે જ્યારથી તમને જોયા હતા ત્યારથી તમારી જેવું બનવાનું મેં નક્કી કર્યું હતું, પણ ખબર નહિ કદાચ મારા નસીબ માં એ લખ્યું જ નથી , મારા માં જ કંઇક દોષ છે જેથી હું જે કરું તેમાં નિષ્ફળતા જ મને હાથ લાગે છે." આમ કહી તે એકદમ રડવા લાગી. ત્યારે ડૉ.તનિષા એ કહ્યું, " પ્રિયા ! તને ખબર છે હું આ બધું શું કામ કરી રહી છું? તું જેટલું વિચારે છો એટલું આ જીવન સરળ નથી, અહીં દરેક ડગલે મુશ્કેલીઓ રહેલી છે . આપણે તે દરેક મુશ્કેલીઓ ને પાર કરીને આગળ વધવાનું છે." ત્યાર પછી ડૉ. તનિષા એ થોડા ગળગળા થઈ કહ્યું, " પ્રિયા ! મને કેન્સર છે. હું હવે બસ થોડાક મહિનાઓ ની જ મહેમાન છું." આ સાંભળી પ્રિયા એકદમ સ્તબ્ધ રહી ગઈ . અને તે ડૉ.તનિષા સામે જોઈ રહી અને તેની આંખ માંથી આંસુ સરી પડ્યા.ત્યારે ડૉ.તનિષા એ કહ્યું, " પ્રિયા તારી જેમ હું પણ કેટલા સપના સજાવીને ડોક્ટર બની પણ જ્યારે મને મારા કૅન્સર ની ખબર પડી ત્યારે હું એકદમ તૂટી ગઈ હતી, જ્યારે હું હોસ્પિટલ માં હતી ત્યારે મે જોયુ કે , ઘણા લોકો પૈસા ન હોવાના હિસાબે પોતાનો ઈલાજ કરાવી શકતા નહોતા, એ બાબતે હું તો ઘણી ભાગ્યશાળી હતી કે મારે એ પ્રકારની ક્યારેય તકલીફ પડી નહોતી, પણ આવા કેટલા લોકો હશે જે આ સમસ્યા નો સામનો કરી રહ્યા હશે. ત્યારથી મે નક્કી કર્યું હતું કે મારી પાસે વધારે સમય તો નથી પણ હા હું જેટલું જીવીશ ત્યાં સુધી આવા લોકો ની મદદ કરીશ.
આજ સુધી મે જેટલા પૈસા એકઠા કર્યા તેમાંથી હું આ કાર્ય કરી રહી છું, કેટલાક એનજીઓ પણ મારી સાથે જોડાયેલા છે. યાદ રાખ પ્રિયા જો તું કંઇક નક્કી કરે કે તારે આ કરવું જ છે તો કોઈ પણ પ્રકાર ની મુશ્કેલી તારો માર્ગ રોકી શકે નહિ. તો તું પણ બધું ભૂલી જઈ ફરી તારા સપના વિશે વિચાર અને તે પૂર્ણ કરવામાં લાગી જા". આ પછી તેઓ થોડી વાતો કરીને વિદાય લે છે.
પ્રિયા રાત્રે સૂતી વખતે ડોક્ટર તનિષા વિશે વિચારી રહી હોય છે , તે મનમાં વિચારે છે કે કેન્સર ની સરખામણીએ મારી મુશ્કેલી તો મોટી છે જ નહિ , જો આટલી મોટી બીમારી સાથે પણ ડૉ.તનિષા હિંમત પૂર્વક આગળ વધી રહ્યા છે તો હું કેમ નહીં? આ વિચારતા જ તેને પોતાના શિક્ષક નીલેશ ભાઈ ના શબ્દો યાદ આવે છે . હવે તે પહેલાં કરતાં પણ વધુ મહેનત કરી પોતાના સપના પૂર્ણ કરવાનો દૃઢ નિર્ણય કરે છે.
આજે પ્રિયા ખૂબ જ ખુશ હતી . તે એક નવી સવાર સાથે પોતાના નક્કી કરેલા નિર્ણય સાથે મહેનત કરવા તૈયાર હતી. તેના માતા પિતા પણ ખૂબ ખુશ હતા. આ એક વર્ષ પ્રિયા એ ખૂબ મહેનત કરી અને તેને નિટ માં ૫૫૦ નો સ્કોર પ્રાપ્ત કર્યો. તેને અમદાવાદ ની સરકારી મેડિકલ કોલેજ માં પ્રવેશ મેળવ્યો . હવે તેનો ડૉક્ટર બનવાનો સફર શરૂ થવાનો હતો. તેના કોલેજ કાળ દરમિયાન તેના જીવન માં ઘણા પરિવર્તન આવવાના હતા , અને એક એવું પાત્ર પ્રિયા ના જીવન માં આવવાનું હતું જેનાથી પ્રિયા નું જીવન બદલાઈ જવાનું હતું.
To Be Continue...