Featured Books
શ્રેણી
શેયર કરો

રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 14

આગળ જતાં તેને પૃથ્વીપ્રતાપસિંહ મળ્યા.તે ત્યાં જ ઉભો રહી ગયો.પાછળ થી ડોક્ટર, રાઘવ અને પૂરો પરિવાર ત્યાં આવી ગયો.અને પૃથ્વીપ્રતાપસિંહ ના બોલવાની રાહ જોવે છે અને પૃથ્વીપ્રતાપસિંહ રુદ્ર ની નજીક આવ્યા. અને એનો હાથ પોતાના હાથ માં લઈને સગાઈ ની રિંગ કાઢી લીધી. અને રુદ્ર સામે જોઇને સ્માઈલ કરી આ જોઈ રુદ્ર તેમને ગળે લાગ્યો. અને કહ્યું.

"થેંક્યું પપ્પાજી "

"મોસ્ટ વેલકમ દીકરા જા જઈને તારી જિંદગી ને રોકી લે "

મુસ્કુરાતો રુદ્ર ત્યાંથી બહાર આવ્યો.ત્યાં શિવ પેલેથી જ કાર લઈને ત્યાં વેઇટ કરી રહ્યો છે.શિવ ને જોઈ રુદ્ર એને ગળે મળ્યો અને કહ્યું.

"થેંક્સ દોસ્ત તું ના હોત તો આજે કંઈજ શક્ય નતું. થેંક્યું શિવ "

આ જોઈ શિવ કહે છે.

"સાલા મને થેંક્સ કહે છે!!!શરમ નથી આવતી અને ચાલ જલ્દી નઈ તો સાવ રહીશ. "😀

"હા હા ચાલ "

શિવ કાર ચલાવતા પણ ચૂપ ના રહ્યો એને વાતાવરણ ને હળવું કરવા કહ્યું.

"સાલા તું તો મને તારી જાન માં પણ નતો લઇ જવાનો કાં "😏😏😏

"અરે મારી જાન તું તો મારા કાળજા નો કટકો છે તારા વગર તો હું મરીશ પણ નઇ "😜😜😜😁😁😅😅

"બસ લે હવે આ વધી ગયું પાછું... "😏

અને બંને હસી પડ્યા...

"આ તરફ રાધિકા ખૂબ જ ઉદાસ થઈને એરપોર્ટ પર બેઠી છે.એના મન માં બસ રુદ્ર ના જ વિચાર આવે છે ત્યાં જ એની ફ્લાઇટ એનાઉન્સ થઈ, અને તે ઉભી થઈને ચાલવા લાગી પણ તેને લાગે છે કે કોઈ અજાણી શક્તિ તેને રોકે છે તે પાછળ જોવે છે તો કોઈ હોતું નથી તે ફરી ચાલવા લાગી. "

આ તરફ રુદ્ર અને શિવ એરપોર્ટ પહોંચ્યાં. અને બંને ફટાફટ રાધિકા ને શોધે છે ત્યાં જ એનાઉન્સમેન્ટ સંભળાય છે એટલામાં રુદ્ર રાધિકા ને જોઈ ગયો.

તેણે લોકો ની પરવાહ કર્યા વગર રાધિકા ને બૂમ પાડી, પણ તે સાંભળતી નથી અને ચાલવા લાગી.
રુદ્ર એ હવે રીતસર દોટ મૂકી,અને ત્યાં જ એરપોર્ટ સિક્યોરિટી રુદ્ર ની પાછળ પડી.રુદ્ર એ ફરી જોર થી રાધિકા ને બૂમ પાડી, એ રાધિકા એ સાંભળી અને પાછળ ફરીને જોવે છે તો રુદ્ર એના તરફ આવી રહ્યો છે અને એની પાછળ એરપોર્ટ સિક્યોરિટી, એની પાછળ શિવ,અને શિવ ની પાછળ શ્રુતિ અને એના પાછળ રુદ્ર ના ઘરના સભ્યો રાધિકા આ બધાં ને જોઈને અવાચક થઈ ગઈ.એટલામાં રુદ્ર એની નજીક આવી ગયો, અને હાંફતા હાંફતા બોલ્યો રાધુ....

ત્યાં જ સટ્ટાક....

"રાધિકા એ રુદ્ર ને એક ઝાપટ મારી અને એનો કોલર પકડીને રડતા રડતા બોલી. "

" રુદ્ર કેમ...કેમ કર્યું તે આ બધું...તે સગાઈ કરી લીધી તે મારા સાથે વિશ્વાસઘાત કર્યો રુદ્ર...... "

કેહતા તે ઢળી ગઈ અને રુદ્ર એ તેને ટાઈટ હગ કર્યું અને રડતા રડતા બધું જ જણાવ્યુ...કે કેવી રીતે તેને સગાઈ કરવી પડી રાઘવભાઈ અને શિવ એ મળીને બધું સંભાળ્યું અને પપ્પાજી તેમજ ઘરના સભ્યો ને મનાવ્યાં અને પોતે અહીંયા પહોંચ્યો....

"મને માફ કરી દે રાધુ....મેં જે કર્યું એ મજબૂરી માં કર્યું પ્લીઝ રાધુ એક ચાન્સ આપ મને....માફ કરી દે રાધુ... "

કેહતા તે રડી પડ્યો...

તારા પ્રત્યેનો મારો પ્રેમ દર્પણ જેવો છે
તુ તોડી શકે છે હજારો ટુકડામાં
પણ તુ નજીકથી જોઈશ તો હુ તને એ હજારો ટુકડાઓમાં પણ જોવા મળીશ....

અને રાધિકા એ પણ સચ્ચાઇ જાણ્યા પછી તેને માફ કરી દીધો,એરપોર્ટ પર બધા જ આ દ્રશ્ય જોઈ ભાવુક થઈ ગયા....

હમ...તો રુદ્રને રાધિકાતો મળી ગઈ પણ મિત્રોસ...અભી આગે કછુ ઓર ભી હૈ જો આપકો જાનના જરૂરી હૈ....જસ્ટ વેઇટ એન્ડ રીડ....


By-ભૂમિ ગોહિલ