આધુનિક ગુલામી Parthiv Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આધુનિક ગુલામી

આધુનિક ગુલામી

ભારતના વીર સપૂતોએ ક્રાંતિરૂપી યજ્ઞમાં પોતાના પ્રાણની બલી ચડાવી હજારો ક્રાંતિકારી ફાંસીના માંચડે ચડી ગયા , હજારો ક્રાંતિકારી દેશ ભક્તો એ બ્રિટિશ હકુમાતની ગોળીઓ પોતાની છાતી પર ખાઈને માઁ ધરતીને રક્તરૂપી ચાંલ્લો કરી આપ્યો બસ એક જ ઉદેશ્ય સાથે કે મારા આવનાર ભાવિ હિન્દુસ્તાનીઓને ગુલામી ભોગવવી ના પડે અને તેમના આજ પ્રયાસના ફળરૂપે ઇસવીસન ૧૯૪૭માં અંગ્રેજો પોતાની મોહ-માયા સંકેલીને ભારત છોડીને ચાલ્યા ગયા અને ત્યાર બાદ ભારત ગુલામીની ઝંઝીર તોડી આઝાદ થયો. પરંતુ મારા જેવા ક્રાંતિકારી કે પછી ઝનૂની મગજ ધરાવતા માણસોને એક પ્રશ્ન થયા વગર રહે નહીં . અને એ કયો પ્રશ્ન ...??
“ આઝાદીના લગભગ 70વર્ષો પછી પણ ખરેખર આપડો દેશ કેટલો આઝાદ છે ...!!?? “
શુ તમારી પાસે આનો ઉત્તર છે ...?? તો તમે એનો જવાબ તમારી જાતને આપી દો પછી આગળ વાંચવાની શરૂવાત કરો .
આમતો ભારતના સંવિધાનમાં નાગરિકોને ઘણાબધા મૂળભૂત અધિકાર આપવામાં આવે છે જેમ કે સમાનતાનો અધિકાર , સ્વતંત્રતાનો અધિકાર , શોષણના વિરોધનો અધિકાર ,ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર ,સંસ્કૃતિ અને શિક્ષા સંબંધી અધિકાર અને બંધારણીય ઉપચારનો અધિકાર .
સમાનતાનો અધિકાર , ખરેખર સમાજમાં કેટલી સમાનતા કે સ્થિરતા આવી છે એ અધિકારને લીધે ...!?? ખરેખર જે વ્યક્તિ માણસ કે સમુદાયને આ અધિકારની જરૂર છે એને તો આ અધિકાર વિશે જાણકારી જ નથી હોતી . એક બાળક જન્મે છે ફાઈવસ્ટાર હોસ્પિટલમાં અને બીજો બાળક જન્મે છે કોઈ સરકારી દવાખાનાની કોઈ એકાદ ખોલીમાં . જન્મથી જ અસમાનતા શરૂ થઈ જાય છે . એક બાળક થોડું મોટું થાય ત્યારે એને યુ.કે.જી અને એલ.કે.જી નામની દાનપેટી માં હજારો રૂપિયાના ધુમાડા કરી સોંપી દેવાય છે જ્યારે બીજી તરફ એની જ ઉંમરનો કોઈ બાળક કચરાના ઉકરડા માંથી કચરો ભેગો કરવાના ‘ફેમેલી બિઝનેસ’ માં લાગી જાય છે . બીજી અસમાનતા . એક માણસ એ.સી. વાળી કેબિનમાં સવારથી સાંજ સુધી બેસીને કરોડો છાપે છે ત્યારે બીજો સવારથી સાંજ સુધી ટાઢ, તડકો અને વરસાદ જોયા વગર કામ કરે છે અને બે ટંક રોટલા માંડ પામે છે શું આજ છે સમાનતા ....!?? અને રિઝર્વેશન પ્રથા ( અનામત પ્રથા )જાણે બળતામાં ઘી સમાન અસમાનતા ફેલાવી રહ્યું છે . એક આર્થિક રીતે પછાતવર્ગની અમુક વસ્તી આગળ જ આગળ આવવા લાગી છે જ્યારે એક સમયનો સાધન સંપન્ન વર્ગ આજે ખાવાના ફાંફા પડે એવી હાલત છે . અસમાનતા અસમાનતા અસમાનતા છતાં વાત થાય છે સમાનતાના અધિકારની..... વાહ રે તારું સંવિધાન વાહ...!!
કૈક આવુજ થાય છે સ્વતંત્રતાના અધિકાર સાથે , આમ તો આપણે સ્વતંત્ર છીએ આપણો ધર્મ પાડવા માટે . પરંતુ ઉપરના અમુક માણસો પોતાના અંગત ફાયદા માટે ઝગડો કરાવતા આવ્યા છે અને હવનમાં ઘી હોમે એમ સતત એવા પ્રયાસમાં રહ્યા છે કે આ આગ , મોટીને મોટી થતી રહે જેની જ્વાળા થી પોતે રાજનૈતિક રોટલી શેકી શકે . પરંતુ આ આગ એક દિવસ એમને જ બાળી નાખશે . એના માટે આપડી શુ જીમેંદારી છે .....? એના વિશે વિચાર કરવો રહ્યો .

શોષણ વિરોધી અધિકાર .... આમતો સંવિધાન માં સોનાની વીંટીમાં ટંકાયેલ હીરાની જેમ ટંકાયેલો છે પરંતુ હજારો એવી જગ્યા છે જ્યાં શારીરિક , માનસિક શોષણ થઈ રહ્યું છે . પરંતુ એના સામે અવાજ ઉઠાવવાની કોઈના માં હિમ્મત નથી .... પરંતુ કેમ ....!??? એનું કારણ છે કે એ સૌને ડર છે કે આમ કરવા જતાં એમની પાસે જે છે એ પણ જતું રહેશે . જોકે ખરેખર આ ડર સૌને હોય છે , મને પણ છે અને તેથી જ વિચાર આવ્યો , કે મારા જેવો માણસ પણ આ ડર અનુભવતો હોય તો અમુક માણશો કે જે ઉંચા અવાજે વાત પણ નથી કરી શકતા એમનું શુ ...!?? તેથી જ મારે આધુનિક ગુલામી વિસજે લખવું પડ્યું. તો હવે આવું છું મારા મુખ્ય વિષય પર .

નાનપણમાં મેં ઘણીવાર જોયેલું , કે ગામડા માં ધાતુની મૂર્તિ બનાવનાર આવતા હતા . જે આપણી પાસે રહેલી ધાતુની બંગડી , ધાતુના ઘરેણાં કે અન્ય કોઈ ધાતુની સામગ્રીને પીગાળતા, પછી માટીમાં એમની પાસે રહેલી મૂર્તિ થી (બીબા થી) સામેવાળાને જોઈએ એવા આકારની મૂર્તિ બનાવી આપતા . બસ આધુનિક ગુલામી આજ છે . કોઈપણ માણસનો એક સમય હોય છે જ્યારે તેનું અલગ વ્યક્તિત્વ હોય છે , એના પોતાના અલગ વિચારો અને માન્યતાઓ હોય છે અલગ સંવેદનાઓ અને પ્રેમાળ હૃદય હોય છે એ બધુજ એ સામગ્રી જેવું છે જે મૂર્તિ બનાવવા માટે વપરાય છે . જેમ ધાતુની બંગડીનું અસ્તિત્વ હતું ત્યારે પોતાનો અંગત હેતુ હતો કોઈના હાથ શણગારવા , કોઈ અન્ય ઘરેણું હતું તો એનું અસ્તિત્વ પોતાના અંગત ગુણો અનુસાર હતું , પરંતુ મૂર્તિનો ઇચ્છુક વ્યક્તિ આ બધી સામગ્રીને પેલા મૂર્તિ બનાવનારને આપે છે અને એ મૂર્તિ બનાવનાર એને પીગાળી નાખે છે .અલબત્ત , એ મૂર્તિકાર બધી જ વસ્તુના અસ્તિત્વને અસ્તવ્યસ્ત કરી પોતાની જૂની ઓળખાણ હતી , જૂનું મહત્વ હતું એ બધાને ગ્રાહકની જરૂર પ્રમાણે ઓગળી સુંદર ભવ્ય મૂર્તિ બનાવી આપે છે . પછી કોઈને ખબર સુધા નથી આવતી કે આ ભવ્ય મૂર્તિના નિર્માણ માટે કોને કેટકેટલું બલિદાન આપ્યું છે , કેટલાયે પોતાનું અસ્તિત્વ આ મૂર્તિના નિર્માણ માટે આપી દીધું છે , બસ આધુનિક ગુલામી સમજવા માટેનું આ સૌથી સરળ ઉદાહરણ છે . હવે આ વાતને આપણા જીવન સાથે સરખાવીએ .
આજકાલ કોઈપણ પ્રાઇવેટ નોકરીમાં કામ કરતો માણસ આ વાત ખૂબ સારી રીતે સમજી શકશે . એ નોકરી શરૂ કરતાં પહેલાં કોલેજ દરમિયાન એના કોઈ વિચારો હશે , એની માન્યતાઓ હશે , એની અમુક માન્યતાઓ અને મનોસ્થિતિ હશે કે જે એની ઓળખ હશે. જેમ કે પાર્થિવ પટેલ એટલે એવો માણસ કે જે ક્રાંતિકારી વિચારો ધરાવે છે . હવે એ ક્રાંતિકારી વિચારો , અને પાર્થિવની અમુક માન્યતાઓ એના શેઠ કે માલિકને પસંદ નથી . પણ એ શેઠ કે માલિકના મન તો પગાર આપ્યો એટલે સામે વાળો માણસ એનો ગુલામ થઈ ગયો , માફ કરશો ‘ આધુનિક ગુલામ ‘ બની ગયો કરણ કે ગુલામપ્રથા સવિધાનમાં અપરાધ છે પરંતુ ‘આધુનિક ગુલામ ‘ ની પ્રથા વિશે કોઈ નિયમ ક્યાં છે ...!!???..!!????? તેથી એ માલિકો અને શેઠ પેલી જૂની ધાતુની બંગડીની જેમ પોતે મૂર્તિકાર બનીને એમના કામદારોના વિચારો , વ્યક્તિત્વ અને ઓળખને પીગળી એક એવા માણસને પેદા કરે છે જે પોતાના માટે રાત દિવસ મહેનત કરીને પૈસા છાપી પોતાના માલિકોના ઘર ભરે, પોતાના અસ્તિત્વ ,પોતાની માન્યતા અને સંવેદના જ ભોગે ...!! કારણ કે એ બધા ગુણો તો એના માલિકે ક્યારના છીનવી લીધા પોતાના સામ્રાજ્ય ને ઉભું કરવા માટે ...!! છે ને ગુલામી જ આ...!!? આધુનિક વાળી ગુલામી ....!!

આજે એક વાત કરવી છે , જે મેં પોતે જોયેલી અનુભવેલી છે .નોકરી છૂટવાનો સમય થયા પછી પણ માણસો ઘરે જઈ શકતા નથી , કારણ કે મેનેજર કે સાહેબ જોતા હોય અને સમય થયો હોય તો પણ ઘરે જઈ શકાતું નથી અને કદાચ જવું હોય તો પણ જાણે કોઈ ચોરની ભાતી જવું પડે છે , જાણે આપડે ચોર હોઈએ અને આપણા સાહેબ પોલીસ હોય એમ એમનાથી લપાઈને છુપાઈને જવું પડે છે . કારણ કે આમ ના કરીએ તો એ દાઢ માં રાખે અને જરૂર મુજબ સંભળાવે પણ ખરા કે સમય થાય ત્યારર જવાને બદલે શીખો કૈક નવું જેથી તમારું બચ્યું અસ્તિત્વ પણ એમના સ્વપ્નના મહેલ શણગારવામાં જતું રહે અને અંતે વધે તો એક શરીર જે આમ તો એ માણસનું પોતાનું હોય છે પણ એ હોય છે ગુલામ....આધુનિક ગુલામ.......!!!