Women's Day and bargaining books and stories free download online pdf in Gujarati

વિમેન્સ ડે અને સોદેબાજી

Happy women's day ....!!??

ના ના મને thank you કે ધન્યવાદ આભાર એવું કહીને અભિવાદન ન કરતા કારણ કે હું તમને શુભકામનાઓ નથી પાઠવી રહ્યો પરંતુ પૂછી રહ્યો છુ . શુ ખરેખર સ્ત્રી માટે કોઈ એક દિવસ માત્ર સ્પેશિયલ હોઈ શકે છે ....!!??? અને એક દિવસ માં એના બલિદાન , ત્યાગ , સમર્પણના બદલા માં એક દિવસ આપી દેવો એ પુરતું છે ...?? જવાબ તમારા તરફથી જોઈએ છે .

એક સ્ત્રીના જન્મથી જ ભેદભાવ શરૂ થઈ જાય છે . એક લક્ષ્મીના-છોકરીના જન્મ સમયે જલેબી વહેંચાય છે ( જોકે મોટા ભાગે આ પરંપરા તૂટી છે પણ હજી ઘણા રૂઢિગત સમાજ માં આ પ્રથા યથાવત છે ) અને છોકરાના સમયે પેંડા વહેંચાય છે . બે ભાઈ-બહેન માં બહેન નાની હોય તો પણ કોમ્પ્રોમાઇસ હંમેશા છોકરીને ભાગે જ આવે છે . છોકરી થોડી મોટી થવાની સાથે આજના આ યુગમાં પણ ભણતરની સાથે ઘરની જવાબદારી છોકરીના ભાગે આવે છે જ્યારે છોકરા તો યુવાવસ્થામાં પહોંચી ગયા છતાં ઘણીવાર પોતાની જવાબદારીનું ભાન પણ હોતું નથી . એટલે જ પૂછું છું કે સ્ત્રી કે મહિલા માટે માત્ર એક દિવસ કાફી છે...!!? વર્ષના 365 દિવસ મહિલા દિવસ મનાવીએ તો પણ ઓછા પડે એમ છે તેથી આજે હું તમને મહિલા દિવસ ની શુભેચ્છા નહીં આપું .

આજે વુમેન્સ ડે ઉપર આખા દેશ અને દુનિયાના વ્યક્તિ એ સ્ત્રીને શુભેચ્છા આપી હશે અને પોતાના સારાપણા નું એક ઉમદા ઉદાહરણ આપ્યું હશે .આજ સમાજ વચ્ચે ઘટિત અમુક વાત કહેવાની ઈચ્છા મને થાય છે જે મારી સામે ઘણી વાર ઘટિત થાય છે આજે સવારે હું મારા ગામ ધ્રાંગધ્રા થી અમદાવાદ આવતો હતો ત્યારે પણ અનુભવ્યું . હું રારખેજ ચોકડીથી કે.ડી. હોસ્પિટલ જવા રિક્ષામાં બેઠો હતો ત્યારે રીક્ષા વાળો એક મહિલા મુસાફર સાથે કોઈ વાતચીત કરી રહ્યો હતો . એ સ્ત્રી રીક્ષાનું ભાડું ઓછું કરવા બાબત વાત કરી રહ્યા હતા . વાતચિતથી વધુ મને એ રીક્ષા વાળા ભાઈની વેદના જણાઈ . એ રીક્ષા વાળો ભાઈ કહી રહ્યો હતો કે

' માસી દસ રૂપિયા વધારે કમાશે તો તમારા ગામનો કમાશે , હજી બૈરું લાવાનું છે એના પૈસા દેવાના છે ( કેટલા કીધા યાદ નથી પણ અમુક લાખ માં આંકડો હતો ) '


મને ખરેખર નવાઈ લાગી . મેં આવું ઘણીવાર સાંભળ્યું તો હતું આજે આંખ સામે એક ભાઈ પાસે સાંભળ્યું . એક સમય હતો જ્યારે દીકરીના માતાપિતા એના સાસરિયાનું પાણી પણ નહોતા પિતા અને આજે .... આજે આમ લાખો રૂપિયા કેવી રીતે પચી જતા હશે ...!!? આતો એક પ્રકારનો વ્યાપાર થયો વ્યાપાર . જ્યાં પ્રેમની આપલે પૈસાના બદલે થાય છે . એ પણ કચકડાનો પ્રેમ ચાઈનાં ના રમકડાં જેવો ' ચલે તો ચાંદ તક નહીં તો શામ તક...!!! ' બરાબરને...!??
મારા વિચાર પ્રમાણે આ કોઈ પ્રેમ છે જ નહીં , હળાહળ વ્યાપાર છે જ્યાં પૈસાના બદલે એક બાપ પોતાની દીકરી આપે છે , એટલે જ મેં મથાળે નામ સોદેબાજી રાખ્યું છે . એક સમય એવો હતો જ્યારે દીકરીના બાપે આખી જિંદગી ઘસીને પોતાની દીકરીને દહેજમાં દેવા માટે પૈસા ભેગા કરવા પડતા જેથી સાસરે એની દીકરીને કોઈ તકલીફ ન પડે . ઘણીવાર આજ કારણે દહેજમાં આપવા પૈસાની વ્યવસ્થા ન થતા દીકરીના બાપે આત્મહત્યા જેવા પગલાં ભરવા પડતા . આ તકલીફને નિવારવા સરકારે દહેજ વિરુદ્ધ કાયદો લાવ્યા . દીકરીના બાપને તો શાંતિ થઈ ગઈ પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે , હવે ઉલ્ટુ દીકરાના બાપે " દહેજ " આપવું પડે છે હવે એના વિરુદ્ધ કાયદો ક્યારે આવશે ....??

આજે બનેલી એક બીજી ઘટના પણ ખૂબ ખટકી .જેને અહીં ટાંકી રહ્યો છું . આગળ વાત કરી એમ હું આજે કે.ડી. હોસ્પિટલમાં ગયો હતો . હુ વેઇટિંગ લોન્જ માં બેઠો હતો . ત્યાં કોઈ નર્સ મેડમ કે અન્ય કોઈ બધાને ચોકલેટ આપીને ' Happy Women's Day ' . મને લાગ્યું વાહ , ચોકલેટ ખાઈએ નવરા પડ્યા . પરંતુ મારા આશ્ચર્યની વચ્ચે એ મેડમ કે નર્સ મારી બાજુ માંથી નીકળીને દૂર નીકળી ગયા અને હું તો જોતો રહી ગયો .મોં માં આવેલું પાણી પી ગયો . માત્ર છોકરી ને ચોકલેટ આપીને Women's Day વિષ કરી રહી હતી એ બેન . આ વાત ખટકી મને . ખરેખર એક સ્ત્રીને તો ખબર જ છે એક સ્ત્રીનું સમર્પણ , સ્ત્રીની જવાબદારી , સ્ત્રીનો ત્યાગ . આ વાત ( સ્ત્રીના ત્યાગ , કરુણા , બલિદાન , સમર્પણની ) ખરેખર એ નર્સ ને બધા છોકરા કે પુરૂષોને સમજાવી જોઈતી હતી . વાત દસ રૂપિયાની ચોકલેટ ની નથી વાત છે એના પાછળ ના ઉદેશ્યની . ખરેખર આ વાત સ્ત્રી કરતા વધુ પુરુષોને સમજવાની જરૂર હતી . તમને શું લાગે છે ...!!? તમારા મંતવ્ય કોમેંટ માં જરૂર જણાવો .

મારુ લખાણ મારા વિચાર માત્ર છે . જેમાં કોઈ વ્યક્તિને દુઃખ પહોંચાડવું મારો આશય નથી .


ધન્યવાદ , જય હિન્દ , ભારત માતા કી જય

બીજા રસપ્રદ વિકલ્પો