પુરવધારણા Parthiv Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પુરવધારણા

ભારતમાં હાલ જ કોરોના વાઇરસ પ્રવેશી ચુક્યો છે . કર્ણાટક , દિલ્હી , રાજસ્થાન અને ગુજરાતમાં પણ ક્યાંક ક્યાંક પોઝિટીવ તો ક્યાંક નેગેટિવ કેસ નોંધાયા હતા . કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં કટોકટી જેવી પરિસ્થિતિ હતી ડૉ.અવિનાશને અમદાવાદ-ગાંધીનગર જિલ્લાના કેસ જોવા માટે પસંદ કરવામાં આવ્યા હતા .

ફાગણ મહિનામાં હોળી પછીનો સમય હતો અને ડૉ.અવિનાશ એસ.જી હાઇવે , ગોતા ચોકડી પર ઉભા હતા . રજાઓ પછીનો સમય હોવાથી આ સ્થળ પર ભારે ભીડ હતી અને ઘણા લોકો સામાન લઈને ત્યાં ઉભા હતા . આજે અચાનક એમની ગાડી ખરાબ થઈ ગઈ હોવાથી ડૉ.અવિનાશ બસ આવે એની વાટ જોઈને ઉભા હતા . ઘણી એસ. ટી. બસો આવે છે અને જાય છે પરંતુ ડૉ. અવિનાશ ખાલી બસની વાતે4 ઉભા હતા ત્યાં અચાનક ' ધોળકા-વિજાપુર' બસ આવી જેમાં જગ્યા ખાલી હોવાથી ડૉ.અવિનાશ જલ્દી ચડી ગયા અને એક થેલો ઉપર મુક્યો . બાજુમાં એક છોકરી બેઠી હતી , જેને પોતાનું બેગ બાજુની સીટ પર મૂક્યું હતું , જેનું મોઢું સરખી રીતે દેખાતું નહોતું .ત્યાં જગ્યા જોઈ ડૉ.અવિનશ બોલ્યા

"બેગ લઈ લેજો ને ..." જાણે વાત સાંભળી ના હોય એમ કોઈ રિસ્પોન્સના આપ્યો ફરિવાર ડૉ.અવિનાશ બોલ્યા " મેડમ , આ બેગ લઈ લેજોને ..." ફરી કોઈ રિસ્પોન્સ નહિ ત્યાં ત્રીજીવાર ડૉ.અવિનાશે એ બેગને હલાવતા કહ્યું " મેડમ ... આ બેગ લઈ લેજોને ...." ત્રીજીવાર કહેતા જાણે માતાજી પ્રસન્ન થયા હોય એમ જવાબ આવ્યો

"આગળ જગ્યા છે ,ત્યાં બેસી જાવને...."
આ સાંભળી પછી જાણે આજુબાજુની જગ્યા આપમેળે ખાલી થઈ ગઈ હોય એમ લાગ્યું , કારણ કે જ્યારે ડૉ.અવિનાશ બસમાં ચડ્યા ત્યારે એનું ધ્યાન એક જ સીટ પર હતું , કારણ કે અત્યાર સુધી આવતી બસો સંપૂર્ણ ભરેલી હતી અમુક માં તો માણસો ઉભા ઉભા મુસાફરી કરી રહ્યા હતા . જે પણ હોય ડૉ.અવિનાશ આગળની સીટે બેસી ગયા અને વિચારવા લાગ્યો

" આ સીટ મેં પહેલા કેમ ના જોઈ ....ક્યાંથી એના મોઢે લાગ્યો ....? સાલી સમજે છે શુ પોતાની જાતને " આવા ઘણા પ્રશ્નો એમના મગજમાં ચકરાવા લાગ્યા . એટલી વારમાં ગાંધીનગર બસ સ્ટેશન આવ્યું અને પેલી બેન ખાંસતી ખાંસતી નીચે ઉતરી ગઈ .

અવિનાશ પણ મન માંજ ઘણા અપશબ્દો બોલતા અને અનાફ-સનાફ બોલતા ઉતરી ગયા . ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વિઝીટ પતાવી પાછા આવ્યા ત્યારે એમનો ડ્રાયવર ગાડી રીપેર કરાવી આવી ગયો હતો અને ડૉ.અવિનાશ ફરી અમદાવાદ જતા રહ્યા . બે દિવસ પછી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ માંથી ફોન આવ્યો

" હેલ્લો ...ડૉ.અવિનાશ....? અહીંયા એક કેસ આવ્યો છે , જેને એક અઠવાડિયાથી ખાંસી છે અને બે દિવસથી ભારે તાવ પણ આવે છે ...તમે જલ્દી આવો "

" ઠીક છે " ડૉ.અવિનાશ એક કલાકમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં હાજર હતા , માસ્ક અને અન્ય જરૂરી કપડાં પહેરી એક આઇસોલેશન રૂમની અંદર ગયા .પેલી સ્ત્રીને જોઈને ડૉ.અવિનાશની આંખો પહોળી થઈ ગઈ . ત્યાં જઈને તપાસ કરી એ સ્ત્રીને કોરોના પોઝિટિવ આવ્યો અને એની સારવાર ચાલુ થઈ . સાંજ સુધીમાં તો એ મહિલા ભગવાનને પ્યારી થઈ ગઈ . આ વાત જાણતા જ ડૉ.અવિનાશ પોતાનું રડવાનું રોકી ના શક્યા ...કેમ....?

કારણ કે આ પેલી જ બસમાં મળેલી એજ સ્ત્રી હતી , કદાચ પોતાને થયેલી ખાંસી બીજા કોઈને ના થાય એવા આશયથી પોતાને દૂર બીજી સીટમાં બેસવા તો નૈ કહ્યું હોય ..? આ વાતથી ડૉ.અવિનાશ રડવાનું રોકી ના શક્યા