વિશ્વ ની ન્યારા - 6 - છેલ્લો ભાગ CA Aanal Goswami Varma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિશ્વ ની ન્યારા - 6 - છેલ્લો ભાગ

અંક - ૬ :

ઉર્મિલા બેન અને વર્ષા બેન એ નક્કી કર્યા પ્રમાણે પોતપોતાના બાળકો પાસે ગયા. ન્યારા ના રૂમ માં જઈ વર્ષા બેન બોલ્યા કે બેટા ન્યારા હું તને લઇ જવા આવી છું. જો ને તારી સાથે કેવું થઇ ગયું અને વિશ્વ કઈ ના કરી શક્યો. આવા પુરુષ જોડે કેવી રીતે રહી શકાય. પાછો જો ને તારી સાથે બોલતા પણ નથી. ચાલ આપણે અહીંયા નથી રહેવું. તો ન્યારા તરત બોલી ઉઠી કે મમ્મી આ તમે શું બોલ્યા. મેં જોયું છે કે વિશ્વ એ કેટલો પ્રયત્ન કર્યો હતો મને બચાવવાનો. પોતાની જાનની પરવા કર્યા વગર એ મને બચાવવાના પ્રયત્નો કરી રહ્યો હતો.પણ એ ગુંડા ઓ સામે એનું ના ચાલ્યું. મેં એની આંખોમાં મારા માટે રહેલી ચિંતા અને મને થયેલ દર્દ બંને જોયા છે. હું વિશ્વ્ ને છોડીને ક્યાંય નહિ આવું. આ વખતે ઉર્મિલા બહેન વિશ્વ સાથે હોલ માં હતા, જ્યાંથી ન્યારા ના રૂમ માં થતો અવાજ સાંભળી શકાતો હતો .


લોઢું ગરમ છે એમ લાગતા ઉર્મિલા બહેન વિશ્વ્ પાસે ગયા અને બોલ્યા કે ન્યારા ને છૂટાછેડા આપી દે કારણ કે હવે એ તારે લાયક નથી રહી . વિશ્વ્ તરત બોલ્યો મમ્મી તમે આમ કેમ બોલ્યા . ઉર્મિલા બેન બોલ્યા કે જોને તારી સાથે વાત પણ નથી કરતી. તો વિશ્વ્ બોલ્યો આ શું બોલ્યા મમ્મી. મેં એની આંખોમાં મારા માટે ચિંતા જોઈ છે. મારી આંખો માં રહેલું એને ના બચાવી શકવાનું દર્દ ન્યારા ની આંખો માં ઝીલાયાં વગર નથી રહેતું. હું ન્યારા ને છોડી ને ક્યાંય નહિ જવું.


આટલું સાંભળ્યા પછી ઉર્મિલા બહેન બોલ્યા તો રાહ કોની જુવે છે . જા અને તારી ન્યારા ને કહી દે કે એ હજી પણ તારા માટે એજ ન્યારા છે અને તું એને એટલો જ પ્રેમ કરે છે જેટલો પહેલા કરતો હતો. વિશ્વ અને ન્યારા જે હવે હકીકત પચાવી ચુક્યા છે એનો સ્વીકાર કરી ચુક્યા છે એ હવે એક બીજા વગર રહેવા માટે બિલકુલ રાજી નથી. જેવો વિશ્વ ન્યારા ના રૂમ માં જાય છે ન્યારા ભાગી ને એને વળગી પડે છે . ન્યારા ધ્રુસ્કે ધ્રુસ્કે રડે છે અને વિશ્વ પણ પોતાના આલિંગન માં એને રડવા દે છે. એ ગોઝારા બનાવ પછી આ રીતે એક બીજાના ને ભેટી ને બંને ને ખુબ સારું લાગ્યું, બે એક ક્ષણ માટે દુનિયા આખી એ બન્ને માં સીમિત થઇ ને રહી ગઈ અને હવે જાણે બધા દર્દ મટી જશે એવી આશા જાગી.


આપણે બળાત્કાર ને વખોડી એ છીએ , એની નિંદા કરીએ છીએ અને ગુનેગાર ને સજા આપવા માટે દોડધામ કરીયે છીએ. કરવી પણ જોઈએ. પણ કોઈ એમ વિચારે છે કે એ ઘટના પછી એ સ્ત્રી નું શું ? એ મરી નથી ગઈ એને જીવવાનું છે એજ સમાજ માં એજ લોકો ની વચ્ચે . એ જ ઘર વાળા ની વચ્ચે. અને એથી જ એના ઘર વાળા નો સહકાર એના માટે ખૂબ અગત્યનો છે. પણ કોઈ એવું નથી વિચારતું કે જેની સાથે આ કૃત્ય થઇ ગયું એ સ્ત્રી નું શું ? એને કેવી રીતે સ્વીકારવામાં આવશે ? જો એ પરિણીત છે તો એને પોતાના પતિ અને સાસરિયાઓ પાસેથી એજ માન અને સન્માન મળશે કે કેમ ?


હવે પરિસ્થિતિ સ્વીકાર્યા પછી બંને મક્કમ છે હા, પરિસ્થિતિ થાળે પડતા સમય લાગ્યો પણ ધીરે ધીરે બંને આગળ વધ્યા. એમણે એજ જગ્યાએ જોબ ચાલુ રાખી. હા હવે એ લોકો લોગ ડ્રાઈવ પર નથી જતા. બાકી એમ નું જીવન એમ જ ચાલુ રહ્યું. આ વર્ષ એમના માટે ખાસ છે કારણકે તે માતા પિતા બની રહ્યા છે.


ન્યારા સાથે બળાત્કાર કરનાર નરાધમો ને હજુ મળ્યા નથી. જયારે સ્ત્રી સાથે બળાત્કાર જેવું ધૃણાસ્પદ કર્મ થાય એ પછી એની જિંદગી અટકી જતી હોય છે. એ માન સન્માન અને પ્રેમથી વંચિત થઇ જતી હોય છે. પણ આપણે સૌ એ સમજવાની જરૂર છે કે એમાં એ સ્ત્રી નો કોઈ વાંક નથી. આ ઘટના ને એક અકસ્માત સમજી ને આગળ વધવું જોઈએ જેથી એનો ભોગ બનેલી સ્ત્રી ને એ ઘટના થી થયેલ તકલીફ ઓછી કરી શકાય.


સમાપ્ત

લેખક તરફ થી :


હું આશા રાખું છું કે તમને મારી નોવેલ "વિશ્વ ની ન્યારા" ચોક્કસ ગમી હશે.


બળાત્કાર કે બહુ મોટી ઘટના છે. આપણે હંમેશા એની સજા શું કે એને લગતા કાયદા એ વાત થી આગળ વિચારી નથી શકતા. પણ એક સ્ત્રી જેની સાથે આ ઘટના બની છે એના માટે આ એટલી મોટી વાત છે કે એને ભૂલવી લગભગ અશક્ય છે પણ " જિંદગી છે તો એને જીવી જ પડશે. જે ઘટના માં સ્ત્રી નો કોઈ વાંક ગુનો નથી તે ઘટના પછી કેટલી સ્ત્રી આત્મહત્યા કરી લે છે એની પાછળ કદાચ એ ગુન્હેગારો જેટલોજ સમાજ પણ જવાબદાર છે અને જો એ સ્ત્રી નો પરિવાર સહકાર ન આપે તો એ સૌથી વધારે જવાબદાર છે. જે પુરુષ વિશ્વ ની જેમ એ ઘટના નો સાક્ષી બન્યો હોય એને પણ સમાજ ના સ્વીકાર ની બહુ જરૂર પડે છે.


આ પહેલા મારી નોવેલ “ અધૂરો પ્રેમ “ અને “નિર્મલા નો બગીચો” માતૃભારતી પર આવી ચુક્યા છે.

મારી બીજી વાર્તાઓ “કરમ ની કઠણાઈ “ “Dr અલી ક્રિષ્ણકાન્ત પંડિત”,”અનોખો સંબંધ” , “મહામારી એ આપેલું વરદાન”,” સરહદ ને પેલે પાર ની દોસ્તી “ અને “આદુ વાળી ચા” પણ માતૃભારતી પણ ઉપલબ્ધ છે!


તમારા ફીડબેક ચોક્કસ આપજો એ મારા માટે મલ્ટિવિટામીન જેટલા જ અસરકારક છે જે કંઈક સારું લખવાની પ્રેરણા આપતા રહે છે.

© આનલ ગોસ્વામી વર્મા

Email dilkibatein30@gmail.com .