Nyara of the world - 3 books and stories free download online pdf in Gujarati

વિશ્વ ની ન્યારા - 3

અંક - ૩:


વોર્ડ બોય વિશ્વ્ ને ભાન માં આવેલો જોઈને ફરીથી સગા ને રૂમ માં બોલાવે છે. પોતાના સાસુ ને જોતા જ વિશ્વ બે હાથ જોડી ને માફી માંગતા કહે છે કે, " મમ્મી, મને માફ કરો, હું આપણી ન્યારા ને બચાવી ના શક્યો. ઘણી કોશિશ કરવા છતાં હું હારી ગયો. આના કરતા તો હું મરી ગયો હોત સારું થાત. આ સાંભળતા જ વિશ્વ ના મમ્મી,ઉર્મિલા બેન તરત આગળ આવ્યા અને બોલ્યા, આજે બોલ્યો હવે ફરી આવું ના બોલતો. તું બહાદુર ત્યારે કહેવાય જયારે ન્યારાનો સહારો બનીશ. એને પહેલા કરતા વધારે પ્રેમ કરીશ. વધારે માન આપીશ. તે તારા બનતા પ્રયતો કર્યા છતાં જે બનવાનું હતું એ બની ગયું. પણ હવે તારે ન્યારા નો આધાર બનવાનું છે. ન્યારા નો વિશ્વાસ બનવાનું છે.


ઉર્મિલા બેન બોલ્યા કે બેટા વિશ્વ, સ્ત્રી માટે એની આબરૂ થી વધારે કંઈજ ના હોય. અને ન્યારા ને આ આઘાત માંથી બહાર લાવવા માટે, તારા પ્રેમ ની વિશેષ જરૂર પડશે. તારી સમજણ, તારી સતત હૂંફ ની સાથે- સાથે હકીકત નો સ્વીકાર કે જે બની ગયું એ તમારા કાબુ માં ન હતું, એ જ તારો ન્યારા માટેનો ખરો પ્રેમ બની રહેશે. ન્યારા અને તું ત્યારેજ આગળ વધી શકશો જયારે આ હકીકત ને પહેલા પચાવી જાણશો.

મમ્મી હું જરૂર પ્રયત્ન કરીશ.વિશ્વ બોલ્યો તો ખરો પણ એના અવાજ માં રહેલી અનિશ્ચિતતા એને અને ઉર્મિલા બેન બંને ને સંભળાઈ. હા બંને ના કારણો અલગ હતા .


ઉર્મિલા બેન એક સામાજિક કાર્યકર્તા હતા. એમનું NGO, સ્ત્રીઓ પર થતા અત્યાચારો સામે લડતું હતું. ઉર્મિલા બેન એક સ્ત્રી પહેલા હતા અને વિશ્વ્ ના મમ્મી પછી અને એટલે જ એ પણ એક સ્ત્રી ની જેમ વિશ્વ્ ને એક પીડિતાના પતિ તરીકે મૂલ્યવી બેઠા. ખરેખર આ બનાવ એટલો મોટો હતો કે ઉર્મિલા બેન એક ક્ષણ માટે પોતાના ઉછેર પર શંકા કરવા લાગ્યા હતા . એમ ને એવું લાગ્યું કે હવે વિશ્વ્ ન્યારા ને પ્રેમ નહિ કરી શકે. પણ હકીકત અલગ હતી .


વિશ્વ ના મન પર બોજો હતો. બોજો કે પોતે ન્યારા ને બચાવી ના શક્યો. પોતે હાજર હોવા છતાં એની સામે જ ન્યારા ની સાથે આ દુર્ઘટના ઘટી ગઈ. પોતે એને બચાવી ના શક્યો. પોતે પોતાની પત્ની ની આબરૂ ની રક્ષા ન કરી શક્યો. શું હવે એ ન્યારા ને લાયક છે? શું ન્યારા એ એને પતિ તરીકે નું માન અને સાથ આપવા જોઈએ. અને એટલે જ જયારે ઉર્મિલા બેન એ વિશ્વ્ ને ન્યારા ની તાકાત બનવાનું કીધું ત્યારે એ થોડો ખચકાયો હતો. આ આખી ઘટના માં એને પોતાની નિષ્ફળતા દેખાતી હતી. પણ ઉર્મિલા બેન એને ખોટો સમજી રહ્યા હતા.


ઊંઘ માં થી જાગી ગયેલી ન્યારા આ બધું સાંભળી રહી હતી એ વિચારતી હતી કે શું વિશ્વ્ હવે મને એજ પ્રેમ, એજ સન્માન આપી શકશે? મને અપનાવી શકશે? જે થયું એમાં મારો કોઈ જ વાંક ન હતો. વિશ્વ્ ખરેખર મારા માટે ઝઝૂમ્યો હતો પણ હવે એ મને પોતાની પત્ની તરીકે નું માન આપી શકશે. શું મને એજ પ્રેમ અને સન્માન આપી શકશે. અમે ક્યારેય હવે પતિ પત્ની તરીકે જીવી શકીશું.


આમ બંને આ વિકટ પરિસ્થિતિ માં એક બીજા નો વિચાર કરી રહ્યા હતા. ના વિશ્વ એ એવું વિચાર્યું કે હવે ન્યારા એની પત્ની ન રહી શકે ના ન્યારા એ એમ વિચાર્યું કે વિશ્વ એને ન બચાવી શક્યો અને એજ સાબિત કરતું હતું કે બન્ને એકબીજા ને કેટલું ચાહતા હતા. આવી વિકટ પરિસ્થિતિ ભલભલા ની માનસિકતા હલાવી દે પણ ન્યારા અને વિશ્વ આ માં એક બીજા નો વાંક ન જોતા, એક બીજા ની મનોસ્થિતિ ને મૂલવી રહ્યા હતા અને કંઈક અંશે એક બીજા ની તરફેણ કરી રહ્યા હતા. વિશ્વ ને એમ હતું કે શું ન્યારા એને એજ પ્રેમ અને માન આપી શકશે જે પહેલા હતું કારણ કે એ ન્યારા ને બચાવી શક્યો ન હતો. તો ન્યારા એમ વિચારતી હતી કે શું વિશ્વ એને અપનાવી શકશે ? પત્ની તરીકેનું માન સન્માન આપી શકશે?


સાંજના સમયે બંને ભાન માં હતા પણ બંને એક બીજા જોડે વાત નહોતા કરી રહ્યા. બંને એક બીજા ની નજર ચોરીને એક બીજા ને જોઈ રહ્યા હતા. સાંજે જયારે ડોકટર આવ્યા ત્યારે બંને ના ચહેરા પર એક બીજા માટે ચિંતા, ચોખ્ખી દેખાતી હતી.

વધુ આવતા અંકે........

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED