Lockdown ની Love Story - 5 મુકેશ રાઠોડ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Lockdown ની Love Story - 5

lockdown ની love story
ભાગ:-૫
_મુકેશ રાઠોડ.


નમસ્કાર મિત્રો.આપે આગળ જોયું કે અભિષેક,પલ્લવીને મળવા વડોદરા જાય છે.ત્યાં બંને બગીચામાં બેસીને વાતો કરે છે.પછી એ લોકો જમવા માટે ગાડી લઈને નીકળે છે.હવે આગળ....

અભિષેકે ગાડીનો ડોર ખોલીને પલ્લવીને બેસવાનો ઈશારો કર્યો.અભિષેક પણ ગાડીમાં બેસીને ગાડી સ્ટાર્ટ કરી. ગાડીમાં નું એર ફ્રેશનર ની સુગંધ પલ્લવીને ખુબ ગમી. મન પ્રફુલ્લિત થઈ ગયું.અભિષેકે કારમાં રહેલા ઓડિયો પ્લેયરમાં પેનડ્રાઈવ લગાવી.
" હમે તુમસે પ્યાર હૈ કિતના એ હમ નહિ જાનતે,મગર જી નહિ સકતે તુમ્હારે બિના " લવ સોંગ ધીમા અવાજે વાગવા લાગ્યું.

" ઓહ્: તમે પણ old song's ના શોખીન લાગો છો " પલ્લવી બોલી.

" શું..! એટલે તમને પણ old song's ગમે છે એમ ને ?" અભિષેક બોલ્યો.

હાં,મને પણ જુના ગીતો ખુબ ગમે" પલ્લવીએ કહ્યું.

વાતું કરતા કરતા અભિષેક કાર શહેરના રસ્તાઓ વીંધતો એ તરફ જઈ રહ્યો હતો જ્યાં પલ્લવી આવર નવાર જતી હતી.
" તમે આ કાર ક્યાં લઈ જાવ છો" પલ્લવી બોલી.

" અફકોર્સ ,જમવા " અભિષેકે હસતા હસતા કહ્યું.

" હા..! પણ આ રસ્તો તો ' હોટેલ બ્લુ રોઝ' તરફ જાય છે " પલ્લવી બોલી.

" હા, મને ખબર છે. આપણે ' હોટેલ બ્લુ રોઝ ' માંજ જઈ રહ્યા છીએ." અભિષેક બોલ્યો.

" પણ તમને આ રસ્તાની શી ખબર?.શું તમે અહી પેહેલા પણ આવી ગયા છો ? " પલ્લવીએ નવાઈ પામતા પૂછ્યું.

" ના,ગૂગલ છે ને..! એ ક્યારે કામ આવશે?" અભિષેક હસતા હસતા બોલ્યો.

" ઓહ્:..! હા એ સાચું ..! " અને પલ્લવી પણ હસવા લાગી.

વાતો કરતા કરતા હોટેલ આવી ગઈ ખબર જ ન પડી.આજે પહેલીવાર પલ્લવીને આ રસ્તે સમય ઓછો લાગ્યો એવી અનુભૂતિ થઈ.અને પહેલીવાર લાગ્યું કે બહુ જલદી આવી ગઈ હોટેલ.નહિતર આજ રાસ્તે જ્યારે પલ્લવી એકલી જતી ત્યારે બોર થઈ જતી. માંડ હોટેલ આવતી.પલ્લવી કંટાળી જતી એ રસ્તા પરથી પસાર થતી ત્યારે, એટલું દૂર લાગતું.પણ શું કરે એની પસંદ હતી એટલે તે ત્યાં જ જતી.ત્યાંની કોફી,સર્વિસ અને વાતાવરણ પલ્લવીને ખુબ ગમતું એટલે રસ્તાનો કંટાળો છતાં તે ત્યાં જ જતી.

ગાડી પાર્ક કરીને બંને હોટેલમાં પ્રવેશ્યા. કાઉન્ટર પરના રિસેપ્શનીસે જુકીને બંને નું અભિવાદન કર્યું.આજે પલ્લવીને થોડું અલગ લાગી રહ્યું હતું.આ પહેલા પણ પલ્લવી ઘણી વાર અહી આવી ચૂકી હતી, પણ આજે કંઇક વધારે સુંદર માહોલ લાગતો હતો.
અભિષેકે કાઉન્ટર પર થી રૂમની ચાવી લીધી,અને પલ્લવી સામુ જોઈને બોલ્યો ' plz come hear'.

પલ્લવીએ થોડા ડર અને આચાર્ય સાથે અભિષેક સામુ જોઈને કહ્યું " રૂમ કેમ"..? આપડે શું કરવા જઈ રહ્યા છીએ?.

" ગભરાઓ નહિ ,આપડે જમવા જ આવ્યા છીએ,trast me" અભિષેક બોલ્યો.

અભિષેકે રૂમનો દરવાજો ખોલ્યો.બને રૂમમાં પ્રવેશ્યા.પણ આ શું..!? પલ્લવી ની આંખો પોહળી થઈ ગઈ.એને આશ્ચર્ય થયું .આ શું.!? તેતો રોમાંચિત થઈ ઊઠી.

રૂમમાં પ્રવેશીને જોયું તો ભર બપોરે સૂરજના તપતા કિરણોની જગ્યા એ શીતળ ચાંદની હતી.આકાશમાં અડધી રાત્રે તારા ટમ -ટમે એમ રૂમમાં રોશનીના નાના નાના બલ્બ તારા માફક ટમ- ટમતા હતા.મધ્યાહને તપતા સૂર્યની જગ્યા એ સુંદર આર્ટિફિશિયલ ચાંદ દેખાતો હતો.ધીમું મધુર સંગીત વાગતું હતું.ટેબલ પર અને રૂમમાં ચારો તરફ મીણબત્તીઓ જળહળતી હતી . ફ્લાવરર્પોર્ટ મા તાજા ગુલાબ,મોગરો,અને ચમેલીના ફૂલો મહેકતા હતા.જાણે પૂનમ ની રાત્રે ચંદ્રમાં સોળે કળાએ ખીલી ઉઠ્યો હોય એવું લાગી રહ્યું હતું.

"અભિષેકે સ્પેશિયલ રૂમમાં કેન્ડલ લાઇટ ડિનર વિથ ફુલ મૂન નાઈટ થીમ કરવી હતી."

પલ્લવી તો આ જોઈને ખુબ જ આશ્ચર્ય ચકિત થઈ ગઈ.
જમવાની ડીસો ટેબલ પર ગોઠવાવા લાગી. લગભગ બધું બંને ને ભાવતું જ ઓડર હતું. બંને આનંદ લેતા લેતા જમ્યા.
જમવાનું પૂરું થયું પછી વેઇટર એક ડિશમાં ગુલાબનું ફૂલ લઈને આવ્યો,અને અભિષેક ને આપ્યું.

અભિષેક હિરો ની સ્ટાઈલમાં પલ્લવી સામે ફૂલ ધરીને ઝૂકીને બોલ્યો " we'll you marry me " .
અને પલ્લવીએ તરતજ એક પણ પળનો વિચાર કર્યા વગર તરત જ ' yes' કહી દીધું.અને અભિષેક ને ભેટી પડી. પલ્લવિની આંખમાં હર્ષના આસું આવી ગયા.

સ્વથ થઈ એણે અભિષેક ને પૂછી લીધું.
" તમે આ બધું કર્યું કઈ રીતે..?"

" અભિષેક મંદ હસતા બોલ્યો, આ છે ગૂગલનો બીજો કમાલ."

" એટલે..?"પલ્લવીએ નવાઈ પામતા કહ્યું.

" યાદ છે મે તમને તે દિવસે પૂછેલું ,તમારી ફેવરિટ હોટેલ કઈ એમ.ત્યારે તમે કીધું પછી મે ગૂગલમાં સર્ચ કરીને હોટેલના નંબર લઇ લીધા હતા .અને જ્યારે આપણે આજે મળવાના હતા એની ગઈ કાલે જ મે હોટેલ મેનેજમેન્ટ ને રૂમ બૂક કરાવીને આ થીમ વિશે કહી દીધું હતું.".

જમી ને પલ્લવીને એના ઘર નજીક ડ્રોપ કરીને અભિષેક એના ઘર તરફ રવાના થયો..
ક્રમશ.......


તો મિત્રો કેવો લાગ્યો તમને આ ભાગ. આપના અભીપ્રાય આપવાનું ભૂલતા નહીં.તમારું સૂચન સદા આવકાર્ય છે.અને હા વાર્તા અહી પૂરી નથી થઈ .આગળ પણ છે.
આગળ શું થશે એ જાણવા જોડાયેલા રહો મારી સાથે.