Lockdown ની Love Story - 3 મુકેશ રાઠોડ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Lockdown ની Love Story - 3

Lockdown ની love story.
ભાગ:-૩

_મુુકેશ રાઠોડ.

આપણે આગળ જોયું કે અભિષેક પહેલાતો થોડું ignore કરતો પછી ધીરે ધીરે બંને વચ્ચે પ્રેમ થવા લાગ્યો.પ્રપોઝ કરવું છે પણ શરૂવાત કોણ કરે એ વિચારે.હવે આગળ......

થોડા દિવસોમાં જ પહેલું અનલૉક શરૂ થયું. સવારે નવથી થી સાંજના નવ વાગ્યા સુધી.હવે અભિષેકે વિચાર કર્યો .આ Sunday એ પલ્લવીને મળવા જવાનું વિચારી રહ્યો હતો.મનમાં ડર પણ લાગતો કે કદાચ પલ્લવી ના કહેશે તો?.થયું ,આજે સાંજે જ્યારે પલ્લવી સાથે વાત થાય ત્યારે આ વિશે વાત કરશે,એવું મનોમન વિચાર્યું.
અભિષેક રાત્રે જમીને પોતાના રૂમમાં જાય છે.હજી વિચારે જ છે કે રાતના નવ વાગવા આવ્યા, હવે તો પલ્લવી પણ ઘરકામથી નવરી થઈ ગઈ હશે.ફોન હાથમાં લીધો.પલ્લવી ને મેસેજ કરવા જાયછે ત્યાં જ સામેથી પલ્લવી નોજ મેસેજ આવ્યો.
Hi , જમી લીધું?
હા, just અત્યારેજ.
"હું તમને જ મેસેજ કરવા જતોહતો,ત્યાંજ તમારો મેસેજ આવ્યો."..અભિષેક કે લખ્યું.
" હા,હા, જાવ હવે ખોટું બોલોમાં . આતો તમારું રોજનું બહાનું છે." પલ્લવીને દાંત કાઢતા ઈમોજી મૂકતા લખ્યું.
હા, સાચું કહું છું.." અભિષેકે જવાબ આપ્યો.
વાતનો દોર આગળ વધારતા અભિષેકે વાતો વાતોમાં પૂછી લીધું.તમને વાંધો ના હોય તો આપડે આ Sunday રૂબરૂ મળીયે ?.
" અચ્છા તો તમે વડોદરા આવશો ?." પલ્લવી reply આપ્યો.

" હા, તમને વાંધો ના હોય તો !!??
" ઓકે હું તમારી રાહ જોઈશ ".પલ્લવીએ લખ્યું.

"મને એ કહો વડોદરામાં તમારી સૌથી ફેવરિટ હોટેલ કાઈ છે "અભિષેકે પૂછ્યું.

" હોટેલ બ્લુ રોઝ" મારી ફેવરીટ છે.હું જ્યારેપણ કોફી પીવા જાવ ત્યારે ત્યાંજ જાવ છું.ત્યાંની કોફી આખા વડોદરામાં ફેમસ છે ." પલ્લવી એ કહ્યું.

" ઓકે. તો આવતા sundey ત્યાં મળીયે!!." અભિષેકે કહ્યું.
મોડે સુધી વાતું કરીને બંને ગુડ નાઈટ કહીને સુઈ ગયા.

********

સવારે સાતના ટકોરા વાગ્યા .સૂરજ ઊગ્યો. પક્ષી નો કલરવ સંભળાયો.ઘરના મંદિરમાં પૂજા કરતી મમ્મીનાં હાથમાં વાગતી ઘંટડી નો આવાજ સંભળાયો.અભિષેક ની ઊંઘ તરત ઉડી ગઈ આદ આવી ગયું કે આજે Sunday છે અને પલ્લવી ને મળવા જવાનું છે.ફટાફટ ફ્રેશ થવા બાથરૂમમાં ગયો. નાહી ને બહાર નીકળી વોર્ડ્રોબ સામે આવીને ઊભો રહી ગયો.કયા કપડાં પહેરું એની અસમંજસ મા હતો.એક પછી એક કપડાં એ અરીસામાં જોતો જોતો પોતાના શરીર પર રાખતો અને મેચ કરતો.કયા કપડાં વધારે સુંદર લાગશે એ જોતો હતો.એ પહેલી જ વાર આ રીતે કોઈ છોકરી ને મળવા જતો હતો.સાથે પોતાની દિલની વાત પણ કરવાની હતી એટલે થોડો વધારે એકસાઇટેડ હતો.આખરે એણે વ્હાઈટ કલરના સર્ટ ઉપર પસંદગી ઉતારી.સાથે બ્લેક કલારનું પેન્ટ અને બ્લૂ કલરની ટાઈ પણ બધી.હાથના કાંડા ઘડિયાળ પહેરીઅને કપડાંમાં થોડું રોઝ પરફ્યુમ છાંટયું.ચેહરા પર ગોગલ્સ ચડાવ્યા .ખિસ્સામાં બોલપેન નાખી .પગમાં ઓફિશિયલ ચોઈશના સૂઝ પહેર્યા . મધ્યમ બાંધો, શુડોળ શરીર ,ગોરો રંગ, થોડા બ્રાઉન વાળ,હેન્ડસમ દેખાતો અભિષેક એકદમ પ્રોફેશનલ લાગતો હતો.
તેને જોઈને કોઈપણ છોકરીનું દિલ આવી જાય એટલો સુંદર અને સોહામણો યુવાન લાગતો હતો.તૈયાર થઈને ફટાફટ બેકફાસ્ટ કર્યું.
" મમ્મી આજે હું બહારગામ જાવ છું ,થોડું કામ છે.સાંજ થઈ જશે મને .તું ચિંતા ના કરતી,હું રાત સુધીમાં આવી જઈશ ." અભિષેકે એની મમ્મી ને કીધું.

" ભલે બેટા, તારું ધ્યાન રાખજે."
ઓકે મોમ, કહીને અભિષેક વડોદરા જવા નીકળ્યો."
અભિષેક સુખી,સંપન્ન પરિવારથી હતો. એના પપ્પા પણ સારા એવા હોદ્દાપર જોબ કરતા હતા.અભિષેક ને પણ પગાર સારો હતો.બંને બાપ દીકરાની અલગ અલગ ફોરવ્હીલ હતી . કાર લઈને અભિષેક વડોદરા જવા નીકળ્યો.કારમાં ધીમા અવાજે મસ્ત મજાના રોમેન્ટિક સોંગ વાગતા હતા. એર ફ્રેસનર ની ખુશ્બૂ એને વધારે રોમાંચિત કરી દીધો.
રસ્તામાં વિચારતો હતો કે હું પ્રપોઝ કરીશ એટલે પલ્લવી ક્યાંક ના તો નહિ કહે ને. ક્યાંક ફ્રેન્ડ થી પણ હાથ નહિ ધોઈ બેશું ને?. વગરે મનમાં ને મનમાં વિચાર કરતો હતો.તો બીજી બાજુ પહેલી વાર રૂબરૂ મળવાનો પણ ઇન્તજાર હતો.કોઈ પણ માણસ ને ફોનમાં વાત કરીને પુરે પુરો ઓળખી ન શકીએ. સાચી પરખ તો એની સાથે વિતાવેલા સમયથી જ ખબર પડે.રૂબરૂ મળીયે થી જ માણસ ને સાચો ઓળખી શકાય.એટલે એની ધારણા પ્રમાણે જ પલ્લવી સારી હશે કે કેમ?.એનું શું રીએકશન હશે? એતો મળીયે પછી જ ખબર પડે ને,એમ વિચાર્યા કરતો.
પલ્લવી ની વાતો પરથી તો અભિષેકને એવું લાગતું હતું કે એ પણ મને પ્રેમ કરે જ છે.એવો એના મનમાં વિશ્વાસ હતો.એ પણ મને મળવા આતુર હશે, એટલે તો એણે કીધું હતું કે હું તમારી રાહ જોઈશ.વિચારમાં ને વિચારમાં ક્યારે વડોદરા આવી ગયું ખબર જ ના પડી....

ક્રમશ......

તો મિત્રો કેવો લાગ્યો મારો આ ભાગ.તમારા અભિપ્રાય આપવાનું ભૂલતા નહીં.કોઈ સૂચન હોય તો અવશ્ય જણાવશો.અને વાર્તામાં છેલ્લે સુધી જોડાયેલા રહેશો એવી આશા.

પલ્લવી હા પાડશે કે ના?
અભિષેક કેવી રીતે પ્રપોઝ કરશે?
શું જામશે બંને ની કેમ્સ્ટ્રી?
આગળ શું થશે એ જાણવા જોડાયેલા રહો મારી સાથે .

આપનો મિત્ર.
મુકેશ રાઠોડ.