Lockdown ની Love Story - 1 મુકેશ રાઠોડ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

Lockdown ની Love Story - 1

Lockdown ની love story

લેખક:- મુકેશ રાઠોડ.

રાત નું ડિનર લઈને અભિષેક પોતાના લેપટોપ માં ઓફિસ વર્ક કરવા બેશી જાય છે.એક ટેબલ પર થોડા કાગળો, થોડા ડોક્યુમેન્ટ અને કેટલીક ફાઈલો લઈને અભિષેક વર્ક ફોર હોમ કરે છે.શું કરે ? કોરોના જેવી મહામારીમાં ઓફિસે જવાનું હતું નહિ,અને કામ important હોવાથી બોસે અભિષેક ને ઘરે રહીને જ ઓફિસ નું કામ કરવાની સૂચના આપી હતી.
*********
"અરે બેટા ,હજી પણ જાગેેછેે ? આ ઘડિયાળ સામે તો જો અગિયાર વાગવા આવ્યા.હવે સુઇજાને બેટા. " અભિષેક ના મમ્મી બોલ્યા.
"મમ્મી
plz એક કપ ચા બનાવી આપને .હવે કંટાળો આવે છે .અને કાલે તો બોસ ને બધી ફાઈલો સબમિટ કરવાની છે,એટલે આજે ફરજિયાત કામ પૂરું કરવું જ પડે એમ છે." અભિષેક બોલ્યો.
" બસ હમણાં જ બનાવી લાવુંં ".
અભિષેક ચા ની ચૂસકી લેતો જાય છે ને કામ કરતો જાય છે

હાશ માંડ કામ પત્યું.અભિષેક મનમાં જ બોલ્યો.તે પોતાનું લેપટોપ બંધ કરને ઘડિયાળ સામે જોયું તો બાર ને પાંચ થઈ હતી.તે હવે સૂવાની તૈયારી કરતો હતો ત્યાં જ મોબાઈલમાં ડિસ્પ્લે પર લાઈટ થઈ. જોયું તો કંઈ અજાણ્યા નંબર થી "hi"લખીને whatsapp મેસેજ આવ્યો .
અભિષેક વિચારવા લાગ્યો. અડધી રાત્રે કોણ હોઇ શકે?.કદાચ કોઈક ને કામ હસે અમે કરીને reply આપ્યો.
Who are you" ? સામે જવાબ આવ્યો " how are you "

" I m fine ". But who are you?.u know me ?
"I" m not sure , but you are Abhishek ? "

" Yas " .

" Ok ,plz talk to me in gujarati language ?

"Yas" sorry હા , કેમ નહિ.

Thank you ".
પણ તમે મને કેવી રીતે ઓળખો છો ? તમારું નામ શું?.કયું ગામ તમારું?.શું તમારે મારું કોઈ કામ છે ??તમે કોણ છો? અભિષેકે એકે સાથે દે ,ધડાધડ બધા પ્રશ્નો પૂછી લીધા .

" હું , પલ્લવી ."

" ઓકે ,કયું ગામ તમારું .
" બરોડા ".

તમે ! અમદાવાદ ના ?

હા. તમને કેમ ખબર ?.

હું જાણું છું, તમે M.B.A કરેલું છે.
તમને તમારૂ કામ ખુબ ગમે છે.
અને તમારી બર્થ ડેટ 5/11 છે.
😂😂😂😂😂

" ઓહ : આટલી બધી જાણકારી ? . તમે છો કોણ.?અને તમને મારા વિશે આટલી બધી માહિતી આપી કોને ?. "

"અરે ગભરાશો નહિ. હું કોઈ જાસૂસ નથી.કે નથી કોઈ fack girl,"😂😂😂.

" મારું નામ પલ્લવી મહેતા છે.હું બરોડામાં BMC ઓફિસમાં જોબ કરું છું.હું તમને છેલ્લા ચાર મહિના થી Instagram માં follow કરું છું.
મે તમારી પ્રોફાઈલ વાંચી છે.અને તમારી શાયરી અને કવિતાઓ પણ. "

ઓહ: તો તમે "Instagram"માં છો એમ ને ?

પલ્લવી :" હા. તમે તમારી પ્રોફાઇલ માં લખ્યું છે.
MBA student.
Gj 01.
Lending to urth 5/11🎂.
I like my work.
Respect to girl's.
Ma ka ladla😍
Abhishek -shukla🙏.
એટલે તો મને તમારા વિશે ખબર છે.
અને હાં, તમે ચાહો તો મારી પ્રોફાઈલ ચેક કરી શકો છો. @ pallavi _maheta044.

It's ok. પણ તમને મારા નંબર ક્યાંથી મળ્યા ?

પલ્લવી :તમારી એક પોસ્ટ માં તમારા મોબાઈલ નંબર પણ હતા.

"ઓઃ હા મે એક પોસ્ટ મારી baiodata ની પણ મૂકી છે.કદાચ એમાંજ મારા કોન્ટેક્ટ નંબર લખ્યા હસે. "

પલ્લવી : "હા. તમે બહુ જ સારું લાખો છો.તમારી બધી પોસ્ટ મે વાંચી છે. થોડા દિવસો થી હું રોજ તમને મેસેજ કરવાનું વિચારું છું ,પણ કરી શકતી નોતી.આજે હિંમત કરીને માંડ " hi" લખી શકી.તમે શું વિચારશો એ મનમાં ડર સતાવતો.છતાં હિંમત લઈને આજે મેસેજ કર્યો. "
It's ok .I think હવે આપડે સુઈ જવું જોઈએ. નાઈટ બહુ થઈ ગઈ છે.તો કાલ વાત કરીએ ? કહીને અભિષેકે ગુડ નાઈટ નો મેસેજ કર્યો.

સામે પલ્લવી એ પણ ગુડ નાઈટ નો મેસેજ કરી ને મોબાઈલ બંધ કર્યો.
અભિષેક પણ તેના મોબાઈલ નો ડેટા ઓફ લઈને સૂવાની તૈયારી કરવા લાગ્યો.સામે દીવાલ પરની ઘડિયાળ સામુ જોયું તો રાત નો એક વાગવા આવ્યો હતો.ઘરના બધા મેમ્બર પણ સુઈ ગયા હતા. અભિષેક પણ તેના બેડરૂમ માં જઈને લાઈટ બંધ કરી ,નાઈટ લેમ્પ ચાલુ કર્યો. રૂમ ના આછા અજવાળામાં પલ્લવીના વિચારમાં આંખ ક્યારે લાગી ગઈ ખબર પણ ન પડી..


ક્રમશ.......

______________________________________________

શું ,અભિષેક આગળ વાત કરશે?
પલ્લવી ના મન માં શું છે.
આગળ શું થશે એ જાણવા માટે આગળના ભાગની રાહ જોવી રહી.

આપનો પ્રતિભાવ આપવાનું ભૂલતા નહીં.કોઈ સૂચન હોય તો અવશ્ય કહેજો.આપનો કિંમતી સમય ફાળવીને મારી વાર્તા વાંચી એ બદલ આપનો ખુબ ખુબ આભાર.
વાર્તા ગમે તો આગળ શેર કરવાનું ભૂલતા નહિ.
આપનો મિત્ર.
_મુકેશ રાઠોડ.