અમર પ્રેમ - ૩૪ Kamlesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

અમર પ્રેમ - ૩૪




મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય અને જેની પ્રેમમાં હોવાથી દરેક વિક એનડમાં બહાર ફરવા માટે જવાનો પ્રોગ્રામ બનાવતા હોય છે તેની સાથે સ્વરાના કહેવાથી પૂજન પણ તેઓના ફોટા અને વિડિયો રેકોરડીંગ કરવા તેમનો પીછો કરતો તેમની પાછળ જાય છે,તેઓ પહેલા c.n.towers અને એકવેરિયમ જોઇ પછી સાંજે ડનડાસ સકવેર ફરવા જાય છે.તયાં ફુડ કોર્ટમાં પિઝા ખાઇને બીજા વિક એનડનો પો્ગામ બનાવે છે હવે આગળ......,,,,,



પૂજન,અજય અને જેની બહાર ફરવા ગયા હતા તેના ફોટા અને વિડિયો કલીપ સ્વરાને ફોરવડઁ કરીને મેસેજમા જણાવે છે કે આવતા વિક એનડમાં તેઓ સેન્ટ્લ આઇલેનડ,બીચ અને જીરાડઁ સટી્ટ જવાનો પ્લાન બનાવ્યો છે જેના ફોટા તથા વિડિયો સોમવારે તને મોકલીશ.



પૂજનનો કોમપયુટરનો કોસઁ પતી જવાથી હવે તેને બે્ક પડ્યો હતો તેથી ફુરસદના સમયે કોમપયુટર કંપનીમાં તેનો રેઝયુમ મોકલી જોબ માટે એપલાય કરતો હતો.તેમાથી એક T.C.C કંપનીમાં પણ રેઝયુમ મોકલ્યો હતો.અજય પણ તે કંપનીની ઓફિસમા જોબ કરતો હોવાથી તેના માટે તેની વગ વાપરી ઇનટરવયુ કોલ મળે તે માટે તેનાથી બનતા બધા પ્રયત્નો કરતો હતો.જેનીનેા કોસઁ પતી જવાથી તે પણ જોબ સચઁ કરતી હતી.તેને સી.એ ટાઇપનો કોસઁ કર્યો હતો તેથી આઇ.ટી ની ઓફિસમા એપલાય કરતી હતી.જેની એ અજયને કહ્યું હતું કે હવે મારી જોબ જયાં નક્કી થશે તે એરિયામા હું રહેવા જઇશ તેથી આપણે આ અપારટમેંટ ખાલી કરવું પડશે.મારી લીઝ કેનસલ કરાવવી પડશે,જો તું અને પૂજન અહિંયા રહેવા માંગતા હો તો લીઝ તમારા નામે કરાવવા ઓનરને રીકવેસટ કરી શકાય.તમે બન્ને વિચારીને જવાબ આપજો.અજય,પૂજન સાથે વાત કર્યા પછી તને જાણ કરીશું તેવું કહીને હવે આપણે છુટા પડવાનો સમય આવી ગયો છે પરંતુ વિક એનડમાં આપણે ફરવાનો પો્ગામ ચાલુ રાખીશું.હું તને ફોન દ્વારા નેકસટ વિઝીટ માટે જાણ કરીશ.



સ્વરાને પૂજન મારફત મોકલેલ ફોટા તથા વિડિયો મલે છે જે જોઇને તને ખાતરી થઇ જાય છે કે હવે અજય જેનીને પ્રેમ કરવા લાગ્યો છે તેથી મારી સાથે વાત કરવાની બંધ કરી દીધી છે તે મને અવોયેડ કરવા માંગે છે અને જેની સાથે પ્રેમ કરીને ફયુચરમા લગ્ન કરી ઇઝીલી પી.આર મલી જાય અને કાયમ માટે કેનેડા રહી જવાનો પ્લાન બનાવી રહ્યો હોય તેમ લાગે છે.પરંતુ જયાં સુધી તેના તરફથી મને ચોકખટથી જાણ નહી કરે ત્યાં સુધી હું તેની રાહ જોઇશ.



સ્વરાને હવે ફલેટનો પઝેશન મલી ગયો હતો અને તેના હપતા ચાલુ થઇ ગયા હતા.અજય તરફથી રુપિયા આવતા બંધ થઇ ગયા હતા તેથી તેના પગારમાંથી હપતા ભરવાની અને તેના ઘરનો ખર્ચ કાઢવાની જવાબદારી આવી હતી તેથી રુપિયાની ખેંચ પડતી હતી.દર રવિવારે તે ફલેટ જઇ સાફ સફાઈ કરી થોડો સમય વિતાવી તેના અંધકારમય ભાવીને યાદ કરી આંશુ પાડતી હતી.હજુ પણ તેને માનયામા આવતું નહતુ કે અજય તેને દગો દઇ શકે? તેને તેના પ્રેમમાં વિશ્વાસ હતો અને તે અજયની રાહ જોવા માંગતી હતી.તેને તેના પ્રેમની ખાતરી હતી કે એક દિવસ જરુર અજયને પસ્તાવો થશે અને અજય પાછો આવશે.તેણે અજયને આપેલા વચન મુજબ સાત વરસ તેની પ્રતિક્ષા કરવાની હતી અને તે દરમિયાન જો લગ્ન કરી લે પછી જ પોતાનો નિર્ણય કરશે.હવે તેની ચિંતામાં વધારો થતો જતો હતો,એક બાજુ અજયનેા પો્બલેમ હતો તો બીજી બાજુ તેના પિતાનું સ્વાસ્થ્ય દિવસે દિવસે કથળતું જતુ હોવાથી તેના લગ્ન બાબત ચિંતિત રહેતા હતા અને તેને અજયની રાહ જોવાની પડતી મુકી કોઇ બીજા ને જીવનસાથી બનાવવા દબાણ કરતા હતા પરંતુ હજુ સુધી તેણે પોતાનો વિશ્વાસ ગુમાવ્યો નહતો અને તેમને થોડા વધુ સમય રાહ જોવા મનાવવામા સફળ રહી હતી.તેનુ મન હવે ડગવા માંડ્યું હતું અને ભાવિ અંધકારમય દેખાય રહ્યું હતું.તેના મનનો બેાજ હળવો કરવા તે દર રવિવારે નિયમિત ફલેટ ઉપર જઇ સાફ સફાઈ કરી અજયને યાદ કરી તેની સાથે વિતાવેલ પળો અને દિવસો અને ભવિષ્યનાં સ્વપ્નોના વિચારમાં રોઇને તેનું દુ:ખ હળવું કરી લેતી હતી.હજુ પૂજન તરફથી તેને અજયની ગતિવિધીની માહિતી મળતી હતી તેથી તેને એક દિવસ અજય જરુર પાછો આવશે અને તેનો પ્રેમ સ્વીકારી તેને અપનાવશે તેવી આશા હતી........



વધુ માટે વાંચો પ્રકરણ -૩૫