Featured Books
શ્રેણી
શેયર કરો

ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી - ભાગ - ૭


ત્રણેવ કેબ માં સ્ટેશન જઈ રહ્યાં હતાં, એટલામાં તેજસ્વિની એ કહ્યું.
" જેવું વિચાર્યું અને તેમજ બધું સારી રીતે થઈ ગયું. સારું થયું તમે બધું વ્યવસ્થિત રીતે સંભાળી લીધું," તેજસ્વિની એ ખુશ થતાં કહ્યું.
"શું વ્યવસ્થિત રીતે પતી ગયું ? હજી તો ભાઈ જોડે મિટિંગ કરાવાની છે એમાં કઈ લોચો પડ્યો ને તો પછી આપણે લાગી જઈશું. પણ કઈ ઘબરાવા જેવું છે નહિ કેમ કે ભાઈને બધું ખબર જ છે તેઓ બધું મેનેજ કરી લેશે, બસ આં છેલ્લી મુલાકાત પતી જાય એટલે મને શાંતિ થાય," તેજસે કહ્યું.
" બધું સારું જ થશે. અત્યાર સુધી બધું સારું જ થયું છે તો આગળ પણ સારું જ થશે," તેજસ્વિની એ કહ્યું.
"પણ મારા ધાર્યા પ્રમાણે ક્યાં કઈ થાય છે," તેજસે મનમાં વિચાર્યું.
ત્રણેવ સ્ટેશન પર પહોંચ્યા, ટ્રેન હવે થોડી વાર માં આવવાની જ હતી.
થોડીવાર માં ટ્રેન આવી, તેજસ રિઝર્વેશન માં પોતાનું નામ જોઈ સીટ પાસે પોતાનો સામાન મૂકી નીચે આવ્યો. ટ્રેન નું ૫ મિનિટ નું સ્ટોપેજ હતું.
"ચાલો ત્યારે હવે હું રજા લઉ છું, તે જે કામ મને આપ્યું છે એમાં થી મોટાભાગનું કામ તો થઈ જ ગયું છે, આગળ નું પણ પતી જ જશે. મારા થી કઈ આમતેમ કહેવાઈ ગયું હોય તો મને માફ કરજો અને વાત કરતી રેહજે," તેજસે કહ્યું.
" તમે પણ પોતાનું ધ્યાન રાખજો, અને ટચ માં રેહજો, તમારી યાત્રા શુભ રહે," તેજસ્વિની એ કહ્યું.
"આભાર, ચાલો બાય ફરી મળીશું," એમ કહી તેજસ ડબ્બા માં ચઢી, સીટ પર જઈ બેસી ગયો.
"તું આવું કઈ રીતે કરી શકે છે ? તેણીની મિત્ર એ પૂછ્યું.
"મતલબ," તેજસ્વિની એ પૂછ્યું.
"તું એનો ઉપયોગ કરી રહી છે. તને પણ ખબર છે કે એ તને પસંદ કરે છે, અને તું એના પાસે જ આવું કામ કરાવે છે. તને ખબર છે એ કહેતો નથી પણ એના અંદર એણે કેટલું દુઃખ પહોંચતું હશે , તે કદી વિચાર્યું છે," એની મિત્ર એ કહ્યું.
"અમે બંને માત્ર સારા મિત્રો છીએ એનાથી વધારે કઈ પણ નહિ અને જો એ એવું વિચારતો હશે તો પણ મારે શું ? મારા મનમાં એના પ્રત્યે એવો કોઈ ભાવ નથી. હું માત્ર શાંતનુ
ને જ ચાહું છું અને એણે મને કદી કહ્યું પણ નથી કે એ મને પ્રેમ કરે છે," તેજસ્વિની એ કહ્યું.
"ખરી છે તું, બધું જાણવા છતાં પણ અજાણ બને છે. જો જે તું કોઈ દિવસ મોટી મુસીબત માં ફસાઈશ," એની મિત્ર એ કહ્યું.
"ત્યાર નું ત્યારે દેખા જશે," તેજસ્વિની એ કહ્યું.
"ખરેખર તું નહિ સુધરે," એની મિત્ર એ કહ્યું.
ઘરે આવ્યા બાદ તેજસે એના મોટાભાઈ ને ફોન કર્યો અને બધી હકીકત જણાવી અને તેજસ્વિની ના પપ્પા જોડે મુલાકાત વિશે જણાવ્યું એના મોટાભાઈ ને બિઝનેસ બાબતે આવતા મહિને મુંબઈ જવાનું હોવાથી આવતા મહિને મુલાકાત કરવાનું નક્કી કરવામાં આવ્યું અને એની માહિતી તેજસે તેજસ્વિની ના પપ્પા અને તેજસ્વિની ને આપી દીધી.
બીજો મહિનો આવ્યો એને તેજસ એના મોટાભાઈ જોડે મુંબઈ જવા રવાના થયો. એના મોટાભાઈ નો કાર્યક્રમ વ્યસ્ત હોવાને કારણે મુલાકાત પુને ની હોટલ માં રાખવામાં આવી.
ટ્રેન માં બંને સફર કરી રહ્યા હતા એટલામાં તેજસ્વિની નો મેસેજ આવ્યો. " કઈ પ્રોબ્લેમ ના થાય એનું ધ્યાન રાખજો પ્લીસ, છેલ્લી વાર બધું સંભાળી લેજો," તેજસે માત્ર "ઓકે" નો નાનકડો જવાબ મોકલ્યો.
"તેજસ તું ખરેખર ગાંડપણ કરી રહ્યો છે, જે છોકરી તને પ્રેમ નથી કરતી એના માટે એટલું બધું કરવાની શી જરૂર છે ? એ માત્ર તારા ભોળા ભાવ નો ઉપયાગ એના અંગત કારણો માટે કરી રહી છે એટલી પણ તને અક્કલ નથી," રામે ગુસ્સે થતા કહ્યું.
"પ્રેમ એને નથી પણ મને તો છે ને, પ્રેમ નો અર્થ પામવું નહિ પણ એની ખુશી માટે પોતે ત્યાગવુ એનું નામ પ્રેમ છે. હું પણ એના જેમ સ્વાર્થી થઈ જાઉં તો એનામાં અને મારામાં ફરક શું રહેશે ? અને તમે લોકોએ મને એવા સંસ્કાર તો નથી જ આપ્યા," તેજસે કહ્યું.
" તું અને તારી આં ફિલોસોફી.... જો મારું કામ છે એના પપ્પાને કનવેન્સ કરવાનું એ તો કરી દઈશ, પછી આગળ કઈ પ્રોબ્લેમ થાય તો એની જવાબદારી તારી હશે," રામે કહ્યું.
"ભલે મોટાભાઈ," તેજસે કહ્યું.
તેજસ અને રામ પૂને પહોંચી એક હોટેલ માં રોકાઈ ગયા. રામને મુંબઈ થોડું કામ હોવાથી મુલાકાત એક દિવસ બાદ રાખવામાં આવી.રામ બિઝનેસ ના કામ થી બહાર ગયા જેથી તેજસ હોટેલ માં એકલો પડ્યો એટલે એણે તેજસ્વિની ને મેસેજ કરી બહાર મળવા બોલાવી. તેજસ્વિની એની મમ્મી ની પરવાનગી લઈ તેજસ મળવા આવી.
બંને એક કેફે માં ભેગા થયા અને બંને નિરાંતે વાત કરવા માટે બે કૉફી મંગાવી.
"મારા મેસેજ નો જવાબ આજકાલ ઘણો ઓછો આવે છે, અને ફોન તો લગભગ બંધ જ થઈ ગયો," તેજસે ધીમેથી મુસ્કાતાં કહ્યું.
"પરીક્ષા ચાલતી હતી એટલે વાચવામાં વ્યસ્ત હતી અને થોડી નવરાશ મળતી એમાં શાંતનું જોડે વાત કરતી," તેજસ્વિની એ કહ્યું.
"હમમ, યે ભી સહી હે," તેજસે કૉફી ને જોતા ધીમે કહ્યું અને કૉફી નો કપ ઉઠાવ્યો.
"કેવી ચાલી રહી છે તમારી નોકરી ? તેણીએ પૂછ્યું.
"જમવાનું,નોકરી અને ડાયરી બસ એજ મારી દિનચર્યા છે. નોકરી કરવી તો પહેલેથી જ મને કંટાળાજનક લાગે છે," તેજસે મોઢું ખાટું કરતાં કહ્યું.
"કેમ એવું ? તો પછી તમને શું કરવું વધારે ગમે છે ? તેણીએ પૂછ્યું.
"સાચું કહું તો મને અલગ અલગ સ્થળો એ ફરવું, નવી નવી વાર્તાઓ અને કવિતાઓ લખવી ગમે, મને અલગ અલગ ભાષા શીખવી ગમે, મને હિન્દુ ધર્મ ના ઈતિહાસ વિશે ઊંડાણમાં જાણવાની ઘણી તીવ્ર ઈચ્છા છે એટલે એના માટે થોડી શોધખોળ પણ કરું છું, વગેરે વગેરે," તેજસે કહ્યું.
"ઓહ, એનો મતલબ એમ કે તમે એક પંખી જેવા છો, જે એક સ્થળે માળો બાંધી રહેવા નથી માંગતા. તમારે દુનિયા ફરવું છે, નવું નવું જોવું છે, એને તમારી ડાયરી માં ઉતરવું છે, બરાબર ને," તેણીએ કહ્યું.
"એકદમ સાચું," તેજસે કહ્યું.
" કેવી કવિતાઓ લખવાની ગમે તમને ? અને ગઝલ જેવું કઈ લાખો છો કે નહીં ? તેણીએ પૂછ્યું.
"હાં, કવિતાઓ પણ લખું છું એને ગઝલ લખવાની કોશિશ કરું છું અને એના માટે ઉર્દૂ પણ શીખી રહ્યો છું," તેજસે કહ્યું.
" શું વાત કરો છો સાચ્ચે ? તેણીએ આશ્ચર્ય સાથે પૂછ્યું.
"હાં," તેજસે કહ્યું.
"મને પ્રેમ સબંધી, પ્રેમના ની તડપ અને વિરહ સબંધી કવિતાઓ અને ગઝલો લખવાનું ગમે,"તેજસે કહ્યું.
"કોઈ કવિતા યાદ હોય તો ૨-૩ લીટી મને પણ સાંભળવો ને," તેણીએ કહ્યું.
"ઠીક છે," તેજસે કહ્યું.

આખી રાત વાત કરવા વાળુ વ્યક્તિ
ખામોશ થઈ જાય તો વાંક કોનો ?

જીવનભર સાથે રહેવાનો વાયદો કરી
કોઈ જતું રહે તો વાંક કોનો ?

સાથે મળી લખી હતી પ્રેમ ની કહાની,
અંત અધૂરો રહી જાય તો વાંક કોનો ?

કોઈની રાહ જોતાં આ આંખો રાતે,
તકીયો ભીંજાવી જાય તો વાંક કોનો ?

લાગણીઓને શબ્દો માં ઢાળી તો દઈએ પણ,
એમને શબ્દો નો મોલ ના સમજાય તો વાંક કોનો ?

પ્રેમ મારો, દર્દ મારો, જુદાઈની વ્યથા મારી,
જો ખુદ પર જ બેવફાઈ નું લાંછન લાગે તો વાંક કોનો ?

ખુશ છે એ બીજા જોડે એમની જિંદગી આલિશાન છે,
એમને જોઈ મારાથી મુસ્કાઈ જાય તો વાંક કોનો ?

જેમના માટે બધું જ ભૂલવ્યું,
એજ મને ભૂલી જાય તો વાંક કોનો ?

કિસ્સો અધૂરો, રાત અધૂરી, મળવાની ચાહ પણ અધૂરી,
એવામાં કોઈનો જીવ જતો રહે તો એમાં વાંક કોનો ?

લાગણીઓ તો વેચાઈ ચાલી કોળીઓ ના ભાવમાં,
એવામાં સાચો પ્રેમ ભર બજારે નીલામ થાય તો વાંક કોનો ?

શરાબ થી હતી નફરત આજે એના પર જ નિર્ભર થયો છું,
પછી જો એમની યાદ માં થોડું વધારે પીવાય જાય તો વાંક કોનો ?..."

"કેવી લાગી સારી છે કે પછી દમ વગરની ? તેજસે પૂછ્યું.
"સરસ છે, તમારાં માં પ્રતિભા છે. પણ આનાથી પણ વધારે સારું કરી શકો છો તમે," તેજસ્વિની એ કહ્યું.
"હજી તો મે શીખી જ રહ્યો છું, મને પણ ખબર છે મારા માં પ્રતિભા છે પણ અમુક ખામીઓ છે એને ધીમે ધીમે અનુભવ આવશે તેમ તેમ ખામીઓ દૂર થતી જશે,"તેજસે કહ્યું.
"હવે આપણે મુદ્દા ની વાત કરીએ ? કાલે અંકલ જોડે ભાઈની મિટિંગ છે. બધું ભાઈને સમજાવી દીધું છે અને કંઈપણ વાંધો નહિ આવે બધું પ્લાનિંગ થઈ ગયું છે," તેજસે કહ્યું.
"મને ખબર છે, તમે બધું સંભાળી લેશો, પણ આગળ શું ? તેણીએ પૂછ્યું.
"આગળ શું એટલે ? તારે ભણવા પર ધ્યાન આપવાનું, જ્યાં સુધી તમારા પ્રિય શાંતનું ના આવે ત્યાં સુધી આપણે નાટક આગળ ભજવતાં રેહવાનુ, સિમ્પલ," તેજસે કહ્યું.
"ઓકે," તેણીએ કહ્યું.
"અને બીજી વાત, હવે હું થોડા દિવસો બાદ હું તારા પપ્પાને ઈગનોર કરવાનું ચાલુ કરીશ જેથી હું તારા પપ્પા ને ના ગમવા લાગુ એટલે જ્યારે તારી અને શાંતનું ની વાત કરીશું ત્યારે તારા પપ્પા ગુસ્સા માં ને ગુસ્સા માં ના નહિ કહી શકે," તેજસે કહ્યું.
"જોજો હો, એના આવતા પહેલા જ કોઈ બીજી સમસ્યા ના ઊભી થાય," તેણીએ કહ્યું.
"તું ટેન્શન ના લે, એ બધું હું જોઈ લઈશ, ત્યારે મને પૂછ્યા સિવાય વચ્ચે કઈ કરવાનું નહિ ઓકે," તેજસે કહ્યું.
"ઓકે," તેણીએ કહ્યું.
"હું હવે રજા લઉ છું, તું પણ ઘરે જા બધા રાહ જોતા હશે તારી. કાલે મિટિંગ પત્યાં બાદ આપણે વાત કરીશું, જે કંઈપણ ફાઇનલ થાય એ તને કહીશ," તેજસે કહ્યું.
તેજસ, એનો ભાઈ રામ અને તેજસ્વિની ના પપ્પા મુલાકાત ના સ્થળે સમયે ભેગા થઈ ગયા.
"આ મારા ભાઈ છે, જેમના વિશે મે જણાવ્યું હતું અને આં તેજસ્વિની ના પિતા છે અરૂણભાઇ". બંને એ એકબીજાને હેલો કર્યું.
તેજસે ત્રણેવ માટે ચા ઓર્ડર કરી.
"તેજસે તમને બધી વાત કરીજ હશે આપણે શા માટે ભેગા થયા છે. હું એક છોકરીનો પિતા છું, એટલે મારી ફરજ બને છે કે મારી દીકરી ના સારા ભવિષ્ય વિશે વિચારું. તેજસ એક વ્યવસ્થિત છોકરો છે પણ હું એના ઘરના વ્યક્તિઓ જોડે મળવા માંગતો હતો, એના ઘરના સભ્યો વિશે તો જાણવું પડે ને મારે ? એને મને કહ્યું કે મારા માતા - પિતા તો વધારે મોડર્ન નથી માટે તમારી જોડે વાતચીત કરવી વધારે હિતાવહ રહેશે, માટે તમારા જોડે મળીને આગળ શું કરવું એના વિશે વિચારવાનું નક્કી કર્યું," અરૂણભાઇ એ કહ્યું.
"હાં, મને તેજસે બધી જ વાત પહેલાથી જ કરી દીધી હતી અને હું એમના બંને ના સબંધ વિશે પહેલાથી જ જાણતો હતો," રામે કહ્યું.
" તો પછી તમે પણ સંમત હોય તો પછી આપણે લગ્નની તારીખ જોવડાવી લઈએ," અરૂણભાઇ એ કહ્યું.
" તેજસ નું કેહવુ છે કે જ્યાં સુધી તેજસ્વિની નું ભણતર ના પૂરું થાય એટલે કે એક વર્ષ પહેલા લગ્ન નહિ કરવું એમ વિચાર્યું છે અને હું પણ એમની વાત ને સમર્થન આપું છું," રામે કહ્યું.
" એક વર્ષ તો ઘણું લાંબુ છે અને આગળ જતાં કઈ આમ તેમ થયું તો મારી છોકરીનું શું ? મારે લોકોને શું મોઢું બતાવવું ? તમે સમજી રહ્યા હશો હું શું કહેવા માંગુ છું," અરૂણભાઇ એ કહ્યું.
" એક દીકરીના પિતા તરીકેની હું તમારી લાગણીઓ સમજી રહ્યો છું, પણ આપણે એમના કરિયર વિશે પણ વિચારવું જોઈએ સાથે એમણે રહેવાનું છે આપણે નહિ અને તેજસ તરફ થી કોઈ પણ સમસ્યા નહિ થાય, જ્યાં સુધી લગ્ન નહિ થાય ત્યાં સુધી એ તેજસ્વિની ને મળશે પણ નહિ, એની હું બાહેદરી આપું છું, હવે તો નિશ્ચિત છો ને ? " રામે કહ્યું.
" તમારી વાત સાચી છે જિંદગી એમણે સાથે જીવવાની છે, અત્યારના મોડર્ન વિચારો માં આપણે ના સેટ થઇએ અને હું તેજસ ને લઈને નિશ્ચિત છું, મને એના પર પૂર્ણ ભરોસો છે પણ આ તો એક બાપ નું હૃદય છે જે માનતું નથી," અરૂણભાઇ એ કહ્યું.
" તો પછી આપણે તેજસ્વિની નું ભણતર પતે ત્યારે ભેગા મળીને લગ્નની તારીખ નક્કી કરીશુ અને હા બીજી એક વાત આં લોકો માં સબંધ વિશે સગા સંબંધીઓ ને જણાવતાં નહિ, નહિ તો ફાલતુ ની વાતો કરશે, તમે સમજી ગયા છો હું શું કહેવા માંગુ છું," રામે કહ્યું.
"હાં, હું સમજી ગયો. એમજ થશે. હવે પછી આંવાનું થાય અહીંયા તો ઘરે આવતા રહેજો અને ફોન પર વાતચીત કરતા રહેજો," અરૂણભાઇ એ કહ્યું.
વાતો વાતો માં ચા પણ ક્યારે પતી ગઈ કોઈને ખબર ના પડી.
"જરૂર, હવે તો આપણે સબંધી છીએ એટલે મળતાં રહીશું અને આં મારો કાર્ડ છે યાદ કરતા રહેજો," રામે કહ્યું.
" ચોક્કસ, ચાલો ત્યારે હું રજા લઉ , ફરી મળીશું," અરૂણભાઇ એ કહ્યું.
ત્યારબાદ તેજસ્વિની ના પિતાએ વિદાય લીધી.