જજ્બાત નો જુગાર - 3 Krishvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જજ્બાત નો જુગાર - 3

અંતરા પાછળ થી આવી ને એકદમ ટાઈટ હગી કરે છે. મમ્મા.... શું બોલને.... શું કરે છે તું, પ્રશ્ન પૂછતા બોલે છે કલ્પના, કંઈ નહીં જો વિતેલી ક્ષણો ને વાગોળુ છું...જો... પેલા બેનને જોયા તો, પેલા ચાલીને જાય છે એમને બતાવતા કહ્યું. ભૂતકાળ યાદ આવી ગયો. ભીનાં વાળ બાંધતા બોલી

આમ તો અંતરા જુવાની નાં ઉંબરે ઊભી હતી પણ હજુ ૫-૬ વર્ષ ની બાળકીની જેમ જ ઉઠે તો પહેલા મમ્મી જોઇએ... જ્યાં સુધી મમ્મી ને ગળે ન મળે ત્યાં સુધી સવાર ન થાય
આમ તો માઁ દિકરી નો પ્રેમ બધી જગ્યાએ જોયો હશે, પણ આ કંઈક અલગ હતો. અંતરા ને

મમ્મા... તું એક જ વિચાર કરતી હશે મને ખબર છે અને તે આટલું જ બોલી અંતરા ત્યાં તો કલ્પના ની આંખમાં ગંગા જમના જળની નદીઓ વહેવા માંડી...જેણે બોલતા , ચાલતા શીખવાડ્યું હોય મારામાં પ્રેમ, કરુણા વહાવી હોય ડગલેને પગલે સંસ્કારો નું સિંચન કર્યું હોય મારા માટે અનેક પીડાઓ વેઠી હોય પ્રેમ અને હૂંફ આપ્યા હોય તો સ્વાભાવિક છે કે... તારી આંખો નું સતત વહેવું હૈયે થી વેગળા છે તે જ હૈયે છે.....કોઈ પણ વાત હોય બસ કોઈ નાં મરવાના સમાચાર આવતા હોય કે સિરિયલ આવતી હોય કે સત્યઘટના હોય કે નાટક કલ્પના ની આંખ ના ખૂણા માઁ નું નામ પડતાં જ ભીની થઈ જ જાય....ઘરનો એવો કોઈ ખૂણો નથી કે તું રડી ન હોય
લે પાણી પીયલેને રડવાનું બંધ કરો... કલ્પનાનો લગભગ આ રોજનો ક્રમ હતો.. તેનું રડવું અને અંતરાને ચુપ કરાવવું..
તે વિચારતી હતી કે અંતરા પગ ભર થઈ જશે અને પછી સાસરે જતી રહેશે પણ કલ્પના ને બરાબર ખબર હતી અંતરા અને છોડીને નહીં જાય. કારણકે કલ્પનાએ અને અંતરા એ બંનેએ મનોમન નક્કી કર્યું છે કે રિવાજો ને નેવે મૂકીને પ્રથાઓને બદલવાની શરૂઆત કરવી છે

એટલાં માં સર્વ ને વિરાજ આવે છે ને અંતરા કોલેજ જવા માટે તૈયાર થાય છે.

વિરાજ અને કલ્પના નાં વિચારો સાવ જ વિપરીત હતાં કલ્પના ખુલ્લા વિચાર સર્ણી ની કુરિવાજો ને નેવે મૂકી સમય ની સાથે ચાલવું તો વિરાજ એનાં થી વિપરીત જૂની વિચારધારા ને અંધશ્રદ્ધા અને વહેમીલા સ્વભાવ વાળો આમ તો કોઈ ગુણ મળે નહીં પણ તોય જીવનની ગાડી ક્યારેય ઉભી નથી રહી. પણ વહેમીલા સ્વભાવ ને કારણે તે ક્યારેય કલ્પના ને ખીલવા જ દિધી એવું કલ્પના ને લાગતું.
છતાં જ્યારે જ્યારે મુસીબત આવી હોય ત્યારે અબળા કહેવાતી સ્ત્રી જ પુરુષ ને મજબુત બની ખંભો આપતી હોય છે. એવી રીતે હરહંમેશ કલ્પના વિરાજ ને સાથ આપતી રહી નતો થાક્યા નો ભાર,ન તો વેદના નો અણસાર સદાકાળ હસ્તો ચહેરો રાખીને અવિરત પ્રવાહ ની જેમ વહેતી રહી.

સર્વ અને વિરાજ સ્કૂલ ના કામે ફરીથી બહાર નીકળી જાય છે...અને કલ્પના વિચારો ના વમળ માં તણાતી...એમ્બ્યુલન્સ નો એ આભસ જાણે આજ સુધી એનાં કાન માં ગુંજતો હતો...એ વિરહની વેદના ભર્યો દિવસ નજર સમક્ષ ખડો થઈ ગયો. એમ્બ્યુલન્સ માં માઁ જ હતી પગ નીચે થી ધરતી ખસી ગઈ. વાતાવરણ જાણે ચિત્કાર કરી ઉઠ્યું રુદનનો કકળાટ ચારેકોર ગગડી ઉઠ્યો. કલ્પના સ્તબ્ધ થઈ ગઈ હતી. ન તો રડી રહી હતી ન તો જાગ્રત શૂન્ય અવકાશી બની ફક્ત દ્રશય નિહાળી રહી છે સૂર્ય જાણે મધ્યહાન માં જ આથમી ગયો ને અંધારું છવાઈ ગયું પાયા સહિત મકાન પડી ભાંગ્યું એમાં ખુદ દબાઈ ગઈ સુખમાં ભૂલેલી તમાંમ પીડાઓ ફરવા લાગી, મન કંઈ સાંભળી શકે એવી સ્થિતિ માં ન રહ્યું. હૈયું ફરી માઁ ને સ્પર્શવા તરસી રહ્યું, પણ કલ્પના પાસે કોઈ શબ્દો જ ન હતા બોલવા માટે, મનને શાંત પાડવા જોયેલાં તમામ સપનાઓની ચિતા સામે સળગવા લાગી, એમાંથી નીકળતા ધૂમાડાથી શ્વાસ રૂંધાવા લાગ્યો.
જન્મતાવેત જો કોઈ બાળકનુ મૃત્યુ થાયને તો સાથે માઁ પણ મૃત્યુ પામે છે, પણ ઘરમાં એક સ્ત્રી મૃત્યુ પામે ને તો ઘરના દરેક સભ્યો મૃત્યુ પામે છે....


ક્રમશઃ.......