જજ્બાત નો જુગાર - 4 Krishvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રવાસ

    શિખા સહેજ શ્યામ અને ભરાવદાર શરીર ધરાવતી હતી પણએને અતિશય ના ક...

  • હમસફર - 19

    રુચી : અમન....આ આશી નું ઘર નથી ?અમન : મને ખબર છે આ આશી અને સ...

  • તારી પીડાનો હું અનુભવી - ભાગ 16

    ‘ચાલ, આવે છે ને બહાર.’ ટ્યૂશનમાંથી છૂટ્યા પછી પરમે પૂછ્યું.‘...

  • ફરે તે ફરફરે - 13

    ફરે તે ફરફરે -૧૩ દુનિયા આખીમા હ્યુમન રાઇટ અને એનવાયરમેન્ટનો...

  • ખજાનો - 20

    " માફ કરજો માનવમિત્રો..!આના સિવાય અમારી પાસે બીજો કોઈ ઉપાય ન...

શ્રેણી
શેયર કરો

જજ્બાત નો જુગાર - 4

વરસાદના ઝાપટા પણ જીવનમાં કંઈક શીખવી જાય છે જેવી રીતે એક વરસાદનું ઝાપટું જરૂરી છે ને કચરો સાફ કરવા બિલકુલ એવી જ રીતે દુઃખનું ઝાપટું પણ જરૂરી છે જીવનમાં.....

જો જીવનમાં વાવાઝોડું ન આવે તું જીવન મૂલ્ય પણ ના સમજાય કોઈકની વ્યથા લાગણી સહાનુભૂતિ તોઅર્થ વિહોણા જ લાગે....

પ્રકાશભાઈ નો અચાનક ફોન આવે છેે બેટા કલ્પના હું આવું છું
વિરાજે તો પહેલેથી જ આશાઓ બાંધી રાખી હતી કે બધુંં બરાબર થઈ જશે, પ્રકાશભાાઈ એટલે કે, તેના સસરા મદદ માટે પ્રકાશભાઈએ ઘરે આવીને સીધી મદદ માટે ના પાડી દીધી કે મારી પાસે કોઈ જ આશા ન રાખતા હું તમારી કોઈપણ મદદ નહીં કરી શકું
વિરાજ અને કલ્પના મગજમાં તો જાણે ધડાકો થઈને સુન્ન થઈ ગયું હોય તે વિચારવા માંડ્યું શું કરીશું.....
આમ જોવા જઈએ ને તો પ્રકાશ ભાઈ નું તાત્પર્ય (હેતુ) એટલો જ હતો કે જો તે તેના જમાઈને અત્યારે મદદ કરશે ને તો વિરાજ ફરીથી આ પગલું ભરી શકે છે પણ જો હું પહેલેથી જ ના પાડી દવુ મદદ માટે તો બીજી વખત આવી ભૂલ ન કરે. પણ અત્યારે મુસીબતનો પહાડ સામે હોવાથી વિરાજને પ્રકાશભાઈ વિશે ખૂબ જ ખરાબ વિચારો કરવા લાગ્યા. વિરાજ અને કલ્પનાને પૈસાની જરૂર હોવાથી તેને તેના પપ્પા પર રોજ અને ગુસ્સો આવવા માંડ્યો
કલ્પના મનોમન વિચારતી હતી કે હું તો તેની પુત્રી છું તો મને કેમ મદદ નહીં કરી ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને પૂળા જેવી અવનવી કલ્પના કરવા માંડી.
આપણે કહીએ છીએ કે કોઈની આશા ન રાખવી જોઈએ પરંતુ એ જ આશા એ આપણે જોઈએ છીએ કે થઈ જશે
પ્રકાશભાઇ જેવા ઘરની બહાર નીકળ્યા કે વિરાજે તો, કલ્પના પર તૂટી જ પડ્યો તારો બાપ પારકાને બધાને આપે બસ મને જ આપવામાં પ્રોબ્લેમ છે તો તેની સગી પુત્રી છે તો તને કેમ ન આપે? તું મારા જોડે લવમેરેજ કરી ને કે ભાગી ને નથી આવી તો આવું વર્તન કરે, તારો બાપ....

કલ્પના ની હાલત તો સૂડી વચ્ચે સોપારી જેવી હતી છતાં કલ્પના વીરાજ સાથે ખભો મિલાવીને સાથ આપવા તૈયાર હતી. તેણે મનોમન નક્કી કર્યું કે તે પ્રકાશભાઈ ને ફોન કરીને ફરીથી મનાવવા પ્રયત્ન કરશે
કલ્પના તો બીજા દિવસે સવારે તૈયાર થઈ પિયર ગઈ પણ બધાને જાણ હોવાથી કલ્પનાને કોઈ આવકાર ન મળ્યો ત્યારે કલ્પના મનોમન ભાંગી પડી કે પોતાના જ બાપના ઘરે આજે પારકા નો અહેસાસ થયો.આજે કોઈ મીઠો આવકારની આશા પણ નથી... કારણ,કારણ કે વીરા જિલ્લાનું કર્યું છે પુરૂષ કરે છે ને ભોગવવું સ્ત્રીને પડે છે કલ્પના પોતાના જ ઘરે જાણે પારકી હોય ને તેવો અહેસાસ થયો મનોમન કલ્પના વિચારવા લાગી કે સ્ત્રીનું સાચું ઘર કયું...??? કોઈ હોતું જ નથી....!
જન્મથી તે લગ્ન સુધી એમ જ સાંભળ્યું કે પારકે ઘેર જવાનું છે....મને સાસરે જતાં જ એવું સાંભળવા મળ્યું કે પાર કે ઘરેથી આવી છે તો પોતાનું ઘર કયું....?!
આ સમયે કલ્પનાને પોતાની માઁ ખૂબ જ યાદ આવી કે જો જીવતી હોત ને તો પપ્પાને સમજાવી ને મને મદદ કરવા જરૂર મનાવી લેત......
પ્રકાશભાઈ કલ્પનાને એક રૂમમાં બોલાવીને કહ્યું બેટા, ત્યાં તો કલ્પનાની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસાદ જેમ વરસે તેમ રડાઈ ગયું પ્રકાશભાઈ આશ્વાસન આપતાં બોલ્યા જો બેટા, મને પૈસા આપવાથી કોઈ પ્રોબ્લેમ નથી પણ જો આજે હું તને મદદ કરીશ ને તો વિરાજ ફરીથી આ પગલું ભરશે માટે હું પૈસા નહિ આપું...