એક અનામી વાત - 14 Palak parekh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અનામી વાત - 14

એક અનામી વાત ભાગ ૧૪

દિલકે હાલાત કુછ નાસાજ હે,

પતા નહિ કિસકી તલાશ હે.

રાતના લગભગ આઠ થવા આવ્યા હશે અકળાયેલી પ્રીન્કા બોલી યાર પ્લીસ સ્ટોપ ધ કાર, આઈ મસ્ટ હેવ ટુ ટેક સમ રેસ્ટ. હવે મારાથી આગળ નહિ જવાય યાર કમરના કટકા થઇ ગયા.

હા યાર હજી કેટલું દુર છે? મેક્સ બોલ્યો.

અકોર્ડીંગ ટુ લોકેશન હવે પ્રાષા માત્ર એશી કિલોમીટર દુર છે, રવિ ફોન તપાસતા બોલ્યો.

યાર હજી એઈટી કિલોમીટર ! કંટાળેલા અવાજે હેલી બોલી. હું તો ત્યાં જઈને બિન્દાસ ઊંઘી જવાનીછુ.

તો અમે બધા જાગતા રહીશું? મેક્સ બોલ્યો. હું પણ મસ્ત ઘોરી જઈશ.

ત્યાં જઈને બધા ફક્ત ઘોરશો કે પછી જે કામ કરવા માટે ત્યાં જઈ રહ્યાં છો તે પણ કરશો? ઉપર આકાશ તરફ જોઇને રવિ બોલ્યો.

એ કામ નથી યાર એ તો આપણું આપણા દોસ્ત પ્રત્યેનું એક ઋણ છે જે આપણે ચુકવવા જઈ રહ્યાં છીએ અને જો કદાચ તે ના ચૂકવી શક્યા તો આપણે આપણી નજરોમાં ક્યારેય ઊંચા નહિ ઉઠી શકીએ,પ્રીન્કા બોલી.

ચાલો એ બધી વાતો મુકો એક બાજુ અને તૂટીપડો જમવામાં અરે મને તો સખત ભૂખ લાગીછે, યાર.... પોતાની બેગ માંથી નાસ્તો કાઢતાં પ્રિયંકા બોલી.

યાર નજીકમાં એક નાનું ઢાબુ દેખાયછે ચલ ત્યાં જઈને પેટ ભરીને જમીએ અને આગળની કોઈ યોજના વિચારીએ. મેક્સ બોલ્યો.

હમ.. રાઈટ પેલા પેટ પૂજા બાદમે કામ દુજા. કહેતા હેલી એ દિશામાં આગળ વધી.

--------------- --------------- ---------------

આજે રાત જેમ જેમ આગળ વધી રહી હતી તેમ તેમ પલાશની બેચેની વધતી જતી હતી. અને તે એટલી હદે વધી હતી કે આજે તે આખો દિવસ ડુંગરના એ ઢોળાવ કે જ્યાંથી પ્રાષાના ગામ તરફ જવાતું હતું ત્યાજ બેસી રહેલો નાં એ ત્યાંથી ખસેલો કે ના ફરજુને ખસવા દીધેલો. પલાશે ફરજુને માત્ર ૨૦૦ રૂ આપીને આખા દિવસ માટે તેની સાથે લીધેલો એ પણ એક શરતે કે જ્યાં સુધી તે અહી હોય તેણે પણ તેની સાથે રહેવું. જેમતેમ કરીને બપોર તો નીકળી ગઈ પણ સાંજની અને એમાં પણ રાતની આ પથરાળ નીરવતા પલાશને ખુબ ભયંકર લાગતી હતી.તે સતત આકાશમાં તારાઓના જુમખાને જોતો બેસી રહેલો,એ વિચારે કે કેટલા ખુશછે આ તારા તેમની નાતો કોઈ અપેક્ષાઓ છે કે નાતો કોઈ ઈચ્છાઓ કોઈપણ પ્રકારની કોઈની પણ પાસેથી કંઈપણ આશા રાખ્યા વગર બસ સતત પોતાનું કામ સમય આવ્યે કરે જાયછે. જ્યારે માણસ સતત આકાંક્ષાઓ અને અપેક્ષાઓનુ પુતળું ભલે ગમે તેટલી ઈચ્છાઓ સંતોષાય પણ આતરિક સતોષ ....... કદાચ ક્યારેય કોઈને પણ મળ્યો હોય તેવું લાગતું નથી. ભગવાન પણ ખરોછે માણસને એટલું બધું આપી દીધુકે જે પાસેછે તેનું મુલ્ય કરતા માણસ ભૂલી ગયો અને જે થોડું નથી તેની ખેવના સતત કરેછે અને તેમાં જે કઈ છે તેને નાતો માણી શકેછે કે નાતો તેનું યોગ્ય મુલ્ય સમજી શકેછે અને કદાચ જો સમજે પણ તો ઘણું મોડું થઇ ગયું હોયછે. પ્રાષા સાચુજ કેતી હતી કે આ પ્રકૃતિ આપણને માત્ર જીવાડતી નથી પણ જીવતા પણ શીખવેછે. આજનો આધુનિક માણસ બધુજ શીખ્યો હશે પણ કદાચ જીવતા ભૂલી ગયોછે. ભૂલી ગયોછે કે કેવી રીતે જીવવું? બસ દેખાદેખીમાં અને સાધન સંપત્તિમાં જ જીંદગી શોધી જીવ્યે જાયછે.

પણે આઘે....ઠેત નાની જબકી ભળાય છે.ફરજુ બોલ્યો અને પાસેનો પત્થર ઠેકતા બોલ્યો મેમાણ આવતા લાગી મુકે નાણા દે હાલ ,પુરા એક્ડોસો દે બાકીના કાલે દેજે ભલે…..ફરજુ બોલ્યો.

હું તને અત્યારેજ બોસો દુંછું અને તને જોઇએતો બાકી સો પછી દઈશ હો...

હેં પુરા બોસો હતાણે....હાચે .... તાણે મેમણને ચાય પણ પાઈસ અને જોસે એ કામ પણ કરી દીસ. ફરજુ રાજી થતા બોલ્યો.

તે બંને હજી વાત કરી જ રહ્યાં હતા કે ઘર્રાટ કરતી ગાડી ત્યાં આવી પહોચી. અને એક ચીસ સાથે ઉભી રહી ગઈ. ગાડીને જોતાંજ પલાશનું હૃદય થડકારો ચુકી ગયું,તે જાણે નક્કી જ નાં કરી શક્યો કે આ પળે તે હસે કે રડે? તે ગાડીને જોતાંજ બે પળ એમ જ ઉભો રહી ગયો, અને જાણે પોતાના ભૂતકાળને, પોતાના વર્તમાનને આ બધાની સાથે તોલતો હોય તેમ આભો બની ઉભો જ રહી ગયો.

અબે કૂકડા....આમ ટૂક થઈને જોઈ જ રઈશ કે અમને પ્રાષાના ઘરે પણ લઇ જઈશ? પ્રિયંકા બોલી.

અ..હા.. યાર..આંખમાં આવતા આંસુને લુછતા પલાશ બોલ્યો. તેના આ આંસુ રવિથી અજાણ્યા ના રહ્યાં, આખરે પશ્ચાતાપનાં આંસુને તેનાં સિવાય કોઈ ક્યા જાણતું હતું?...

--- ------ ---------- --------- --------------------