જ્યારે આપણે સ્કૂલ માં હતા કે નાના હતા ત્યાર ના જન્મદિવસ પણ કેવા મજેદાર હતા નહિ...
સવારે જલ્દી જલ્દી ઉઠવાનું પછી મમી પપ્પા સાથે મંદિરે જવાનું અને ત્યારબાદ મમ્મી - પપ્પા ને પગે લાગવાનું ત્યારબાદ આપણો ગમતો નાસ્તો કરવાનો અને એના પછી રંગીન કપડાં પેરી ને સ્કૂલ જવાનું જ્યાં બધા સ્કૂલ યુનિફોર્મ પેરી ને આવ્યા હોય ત્યાં આપડે બધાથી અલગ તારાઈ આવીએ. બધા આપણને જન્મદિવસ ની શુભેચ્છાઓ આપે અને આપને થેંક યું કહી કહી ને ધરાઈ જાઈએ. પછી જ્યારે કલાસ શરૂ થાય ત્યારે સાહેબ અને આખી કલાસ આપણા માટે હેપ્પી બર્થડે નું ગીત ગાય. અને આપડે બધા ને ચોકલેટ આપવા નીકળીએ જે આપડા મિત્રો હોય એને 1 - 1 ચોકલેટ અને ખાસ મિત્રો ને 2-2 ચોકલેટ. પછી બીજી કલાસ માં જવા માટે આપડે આપડા કોઈ મિત્ર ને પણ સાથે લઇ જાઈએ સથવારા માટે અને સ્કૂલ ની બારે થોડી વાર બેસી જાઈએ. જ્યારે સ્કૂલ પૂરી થાય ત્યારે ઘરે આવીને ફરીથી આપણું મન ગમતું જમવા નું હોય. સાંજ પડે એટલે નાની એવી પાર્ટી હોય જ્યાં આપડા બધા મિત્રો આવે અને ત્યારે તો આવું કેક કે બવ મોટી પાર્ટી તો નહોતી એટલે ઘરે કઈક મસ્ત જમવાનું બનાવવા માં આવે અને બધા મિત્રો સાથે રમવાનું થાય કે પછી ડાંસ કરવા નું થાય.
તો આવો જતો પેલા ના જન્મદિવસ હવે વાત કરીએ આજ ના જન્મદિવસની..
રાત ના 12 વાગે ભર નીંદર માં સૂતા હોવ અને અચાનક રીંગ વાગે તમે ઉઠી ને જુવો તો તમારા કોઈ ખાસ મિત્ર નો જ ફોન હોય એક ક્ષણ માટે તો તમે વિચારમાં પડી જાવ કે અડધી રાત્રે કેમ ફોન આવ્યો તમે ફોન ઉપડો અને તે તમને મુબારક આપે ત્યારે તમને ખબર પડે કે ભાઈએ જન્મદિવસ ની શુભેચ્છા આપવા ફોન કર્યો છે તે શુભેચ્છા આપી ને સીધો એકજ પ્રશ્ન પૂછે ભાઈ પાર્ટી ક્યાં છે ના કોઈ ગિફ્ટ કે ના બીજું કાય😅😅 આપડે પણ હા હા મળી જસે કહી ને મૂકી દઈએ
અને હવે પેલા જેવું નથી રહ્યું સાહેબ, હવે તો સવાર પડે એટલે એકપછી એક બધાના સ્ટેટસ ના જવાબ આપવા ના અને જેટલા એ પણ મુબારક આપી છે એ બધા ના સ્ક્રિનશોટ લઇ ને આપડા સ્ટેટસ માં મૂકવા ના અને એમાં જેની પાસે તમારા જૂના ફોટો હોય અને તમને જોવા મળે તો એક ક્ષણ માટે તો ખુશી થાય પણ પછી એવી શરમ અને ગુસ્સો આવે આપડા મિત્રો પર કે વાત જ જવા દો... અને મિત્રો પણ એટલા બધા હોય છે કે આપડે આપડા માતાપિતા ને ભૂલી જતા હોઈએ છીએ... મિત્રો એક વખત તમારા માતા - પિતા સાથે પણ જન્મદિવસ ઉજવજો એમને પણ મજા આવશે....
આજકાલ તો છોકરા હોય કે છોકરી સવાર નો નાસ્તો માતા પિતા સાથે હોય બાકી બૉપોર નું અને રાત નું જમવા નું તો ક્યાંક અલગ જ હોય અને હા જવાનું ક્યાંય પણ થાય પણ એ જમવા ના ફોટા સ્ટેટસ માં મૂકવા નું ના ભૂલાય (હવે મારા વાલા જમવા માં ધ્યાન દે ને ફોટા નાખતો વરી 😅)
અને એમાં પણ આજકાલ છોકરાંઓ માં બર્થડે બમ ની પ્રથા નીકળી છે🤯 બાપ રે બાપ!! છોકરો બર્થડે બોય ઓછો ને લકવા નો દર્દી વધારે લાગતો હોય છે સાહેબ હું તો કહું છું આ પ્રથા તાત્કાલિક ધોરણે બંધ કરવી જોઈએ... સાલી કોક ના ઢીંઢા ભાંગવા ની શું મજા આવતી હસે કોને ખબર ?
અમુક લોકો ઈન્સ્ટાગ્રામ માં અને વોટ્સએપ માં સ્ટેટસ મૂકતા હોય છે સ્વચ્છ ભારત નું અને બર્થડે ના એજ લોકો રોડ ની વચ્ચે કેક કાપતા હોય છે સાહેબ મારે એટલું જ કેવું છે કે તમારે કેક કાપવી સારી વાત છે પણ કોઈ ના ઘરે અથવા જ્યાં તમે નાસ્તો કે જમવા જાઓ છો ત્યાં કાપો પણ ત્યાં તમને બીજા ના મોઢા અને શરીર ઉપર કેક ચોપડવા નહિ મળે ને... અને એક એ વાત કેવી છે કે તમે કેક ચોપડવા કરતા કોઈ ગરીબ ને આપી દયો તો કેવું સારું કોક નું પેટ તો ભરાય અને ને લોકો જમવા જાય છે માત્ર જન્મદિવસ ઉપર જ નહિ સામાન્ય દિવસો માં ત્યારે પણ જો તમારું જમવા નું થોડુક પણ વધ્યું હોય તો જરાય શરમ કર્યા વગર તે પેક કરાવી ને ગરીબો ને આપો જેથી કોઈ ને ભૂખ્યા પેટે સુવા ના દિવસો ના આવે...
બસ હવે મને જેટલું યાદ આવ્યું અને જેટલો સમજ્યો છું એટલું મે લખ્યું છે. જો કોઈ ને બીજું કાય યાદ આવે તો કોમેન્ટ કરજો અને કોઈ ની લાગણી દુભાણી હોય તો માફ કરશો....
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
~ કિશન પરમાર (લાજવાબ✍️)