The Success Story KISHAN PARMAR દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The Success Story

ધ સક્સેસ સ્ટોરી
 
આજે હું તમને એક એવી સક્સેસ સ્ટોરી ની વાત કરવા નો છું જેમાં એક એવા છોકરો કે જે ભણવા માં સાવ ઠોઠ નિશાળિયો હતો અને કેવી રીતે તેણે પોતામાં આત્મવિશ્વાસ વધાર્યો અને આગળ વધ્યો. તો ચાલો.....


આપણે પણ એક ગામ થી જ વાર્તા સ્ટાર્ટ જેમ ઘણી વાર્તા ઓ મા થતી હોય છે....

એક ગામ હતું તેમાં ઘણા લોકો રહેતા હતા તે ગામ મા રહેતા શામજી ભાઈ ના દીકરા એવા શંકર ના આજે લગન હતા...


શંકર ખૂબ ખુશ હતો તેની પત્ની સંધ્યા સાથે. લગ્નના 7 વર્ષ થયાં પણ તેમને ત્યાં સંતાન નો જન્મ નતો થયો. શંકર ભાઈએ ઘણા હોસ્પિટલો મા વેધ્ય પાસે વિવધ બાબાઓ પાસે બતાવ્યું હતું પણ ક્યાંય મેળ પડતો નહોતો, અંતે એકવાર ગામ માં એક મોટા સાધુ સંત આવ્યા અને શંકરે તેમને વાત કરી સાધુ એ તેને એક ભભૂતી આપી અને કહ્યું "તારી પત્ની ને કેજે કે આ ભભૂતી ને પાણી મા મિલાવી ને પી જાય. થોડા સમય માં સારા સમાચાર મળી જશે" લોકો ને એમ હતું કે બાવાજી ઢોંગી છે પણ થોડાજ દિવસોમાં સારા સમાચાર મળ્યા...


આજે શંકર ખૂબ ખુશ હતો કારણ કે 7 વર્ષ બાદ તેને સંતાન સુખ પ્રાપ્ત થવાનું હતું. તેણે આખા ગામ માં ઘોષણા કરવી કે જો તેને ત્યાં પુત્ર કે પુત્રી નો જન્મ થયો તો તે આખા ગામ માં પેંડા વેચશે...


અંતે તેના સબ્ર નો અંત આવ્યો અને તેને ત્યાં દીકરા નો જન્મ થયો. તેને તેના વાયદા મુજબ આખા ગામ માં પેંડા વેચ્યા. પાંચ દિવસ દિવસ ઠાએ ગયા હતા પણ હજી સુધી કોઈ એ બાળક નું નામ વિચાર્યું પણ નહોતું. છઠ્ઠો દિવસ થયો અને નામકરણ કરવાનો સમય થયો હજી પણ નામ નહોતું વિચાર્યું અંતે શંકરે કહ્યું મને મારા બાળક પર વિશ્વાસ છે કે તે મારું નામ રોશન કરશે એટલે એનું નામ છે " વિશ્વાસ " આ નામ રાખતા જ બધા ના મુખ માંથી એક જ નામ નીકળવા લાગ્યુ વિશ્વાસ કેવું મસ્ત નામ છે...

ધીમે ધીમે વિશ્વાસ મોટો થવા લાગ્યો. બધા ને વિશ્વાસ સાથે રમવા ની મજા આવતી. ખાસ કરી ને તેના પડોસ માં રહેતા નાના બાળકો ને.

ધીમે ધીમે કરતા 5 વર્ષ વિતી ગયા હવે તેને સ્કૂલ માં મુકવા નો સમય હતો પણ તેના માતા પિતા એ વિચાર્યું કે આ તેના રમવા ની ઉંમર છે તો આપણે તેને 1 વર્ષ મોડો સ્કૂલ માં મુકશું જેથી તે તેનું બાળપણ માણી શકે. 

આમ વિચારી તેઓએ વિશ્વાસ ને 1 વર્ષ મોડો સ્કૂલ મૂક્યો અને આજે તેનો પ્રથમ દિવસ હતો. સંધ્યા તેને સ્કૂલ મુકવા જાય છે તો રસ્તા માં તે રડવા લાગે છે. તે આખા રસ્તે રડ્યા જ કરે છે થોડી વાત તો સંધ્યા ને થયું કે તેને પાછી ઘરે લઈ જાઉં પણ પછી તેને લાગ્યું કે આમ કરશે તો વિશ્વાસ રોજ રડશે અને સ્કૂલ જશે નહિ અંતે તે વિશ્વાસ ને સ્કુલે મુકવા જાય છે. જ્યારે તે સ્કૂલ પાસે પહોંચે છે અને ત્યાંના શિક્ષક ને વિશ્વાસ ને સોંપે છે ત્યારે વિશ્વાસ ખૂબ જ રડે છે પણ તેની માતા ને ખબર હતી કે આમ જ તે શીખશે અને સ્કૂલ જતો થાસે.

ધીમે ધીમે તે સ્કૂલ જતો થાય છે શરૂઆત માં વર્ષો માં તો તેનું રિઝલ્ટ ખૂબ સરસ આવતું જાય છે પરંતુ છઠ્ઠા ધોરણ થી તેને ભણતર માં કાય સમજાતું નથી અને તે ધીમે ધીમે ઠોઠ વિદ્યાર્થી બનતો જાય છે. તેના ઘણા મિત્રો વિવિધ રીતે તેને સમજાવે છે પણ તે કોઈ વિષય ને સમજી શકતો નથી.


તે આ વખતે દસમા ધોરણ માં નાપાસ થાય છે તે વિચારે છે કે ફરી પ્રયાસ કરશે અને આવતાં વખતે તે વધુ મહેનત કરી પાસ થઈ જશે. બીજી વખત પણ તે નાપાસ થાય છે હવે તો સ્કૂલ મા પણ બધા તેને ઠોઠ નિશાળિયો કહી ને બોલવા લાગ્યા હતા. તેને આ બધું હવે નરક જેવું લાગવા માંડ્યું હતું. હવે તેને તેના માતા પિતા તરફ થી પણ સાંભળવું પડતું હતું. તેને હવે પોતાના ઉપર ગુસ્સો આવતો હતો કે તે કેવી રીતે એકજ ધોરણ માં બે બે વખત નાપાસ થઈ શકે.

હવે તેના મન માં ખરાબ વિચારો આવવા લાગ્યા હતા " હવે મારું શું થશે? હું ભવિષ્ય માં શું કરીશ ? મારા માતા પિતા ની ગરીબી કેવી રીતે દૂર કરીશ ? " વગેરે વગેરે જેવા વિચારો તેના  મન માં આવવા લાગ્યા હતા. ( જ્યારે માણસ ના મન માં ખોટા વિચારો આવવા લાગે ત્યારે તેણે તેના મન અને મગજ ને શાંત કરવો જોઈએ કોઈ પણ રીતે તેને એ વિચાર થી દૂર રાખવો જોઈએ જેથી કોઈ ખરાબ નિર્ણય ના લેવાઈ જાય.) 


એક દિવસ તેની સ્કૂલ માં વર્ગ પરિક્ષા હતી. તેને આખી રાત જાગી ને વાચ્યું હતું છતાં તેને કશું પણ યાદ ન હતું. જ્યારે તેના હાથ માં પેપર આવ્યું તો તેણે વાચેલું બધું જ ભૂલી ગયો ટેન્શનમાં આવી ને ( મિત્રો એક વાત કહેવા માગીશ કે ક્યારે પણ કોઈ વિષય કે વાત નું ટેન્શન ન લેતા કારણ કે માણસ ટેન્શન મા જ એ બધું કરી નાખતો હોય છે જે એને ક્યારે વિચાર્યું પણ માં હોય અને ઘણી વખત તે ના કરવાનું પણ કરી બેસતો હોય છે.) 

બે દિવસ થઈ ગયા હતા આજે તેનું રિઝલ્ટ આવવાનું હતું તેને ટેન્શન હતું કે જો આજે પણ તે નાપાસ થશે તો તેના પપ્પા તેને આગળ ભણવા નહિ દે અને તેને કોઈ જગ્યા એ કામ કરવું પડશે. અંતે તેના ધીરજ નો અંત આવ્યો અને સાહેબે રિઝલ્ટ જાહેર કર્યું. સાહેબે પ્રથમ પાસ થયેલા વિદ્યાર્થીઓ ના નામ બોલવા નું ચાલુ કર્યું. વિશ્વાસ તો બસ ભગવાન નું નામ લેતો હતો કે તે પાસ થઇ જાય પણ તેને પોતાને ખબર હતી કે તે નાપાસ થવાનો છે કારણ કે તે પેપર કોરું મૂકી ને આવ્યો હતો પણ પોતાના મન ને મનાવા તે ભગવાન નું નામ લઈ રહ્યો હતો. બધા ના નામ આવી ગયા પણ એક માત્ર વિશ્વાસ નું નામ જ આવ્યું નહોતું. વિશ્વાસ ખૂબ દુખી હતો. 

ફરી પાછા તેના મન માં ખરાબ વિચારો આવવા લાગ્યા. તેને 
તેનું ભવિષ્ય અંધારા મા દેખાવા લાગ્યું. તેણે નકકી કર્યું કે તે હવે આત્મહત્યા કરી લેશે. ઘરે જતા વચ્ચે આવતા કૂવા માં કૂદકો મારી આત્મહત્યા કરી લેશે. સ્કૂલ માંથી રજા પડે છે તેની સાથે આવતાં તેના મિત્ર મુકેશ ને તે ચાલ્યા જવા કહે છે. મુકેશ ત્યાંથી ચાલ્યો જાય છે હવે તેને રોકવા વારું કોઈ નહોતું. તે કૂવા પાસે પહોંચે છે. તે ત્યાં બેસી ને એક કાગળ suicide note લખે છે. તેમાં તે લખે છે :

"મમ્મી પપ્પા મને માફ કરજો મને આવું નથી કરવું પણ મને ભણવા માં કાય સમજાતું નથી અને તેના કારણે મને મારું ભવિષ્ય પણ નજર નથી આવતું. તમે બંને એકબીજા નો ખ્યાલ રાખજો. આજ કારણ ને લીધે હું આત્મહત્યા કરું છું" 

આટલું લખ્યાં બાદ તે તેના બેગ માં આ નોટ મૂકી દે છે અને બેગ ને સાઇડ માં મૂકી દે છે. અને કૂદકો મારવા માટે તે કૂવા પર ચડે છે. જેવો તે ચડે છે તેને તેના બાળપણ ની વાતો યાદ આવે છે તેના માતા પિતા નો પ્યાર યાદ આવે છે તેણે કરેલી શરારતો યાદ આવે છે પણ તેણે તો નકકી કરી લીધું હતું એટલે તે કૂદકો મારે છે....

"ઊભો રહી જા પુત્ર!! ઊભો રહી જા!! આવું ના કરીશ દીકરા  આવું ના કરાય ઊભો રહી જા !!!" એક સાધુ બોલ્યા.

પુત્ર તું આ શું કરી રહ્યો છો આવું ના કરાય સાધુ એ વિશ્વાસ ને કહ્યું.

વિશ્વાસ કૂવા થી નીચે ઉતરે છે અને સાધુ પાસે જાય છે. તે સાધુ નું નિરીક્ષણ કરે છે. મોટી જટા, મોટી માળા, ભાગવા રંગ ના વસ્ત્ર, હાથ માં કમન્ડળ, હાથ માં માળા, માથે ભભૂત નું ટીલું સાધુ ને જોઈ ને એવું લાગતું હતું જાણે કોઈ મહા જ્ઞાની સાધુ હોય...

સાધુ વિશ્વાસ ને પૂછે છે પુત્ર એવું તે શું કારણ હતું કે તું આવું  કૃત્ય કરી રહ્યો હતો ? 

વિશ્વાસ : હર હર મહાદેવ ભગવન ?? પ્રભુ મને ભણવા માં ફાવતું નથી જેને લીધે મારા માતા - પિતા સ્કૂલ ના સાહેબ બધા મિત્રો બધાજ મારી મજાક ઉડાવે છે બધા મને ઠોઠ નિશાળિયો કહી ને ચીડવે છે એટલે મને આવું કરવું પડ્યું.

સાધુ : પુત્ર પણ તે એ વિચાર ના કર્યો કે જો તે આત્મહત્યા કરી હોત તો તારા માતા - પિતા નું શું થાત ? એમને કેટલું દુઃખ થાત ? એને તને આવડો મોટો આવું કરવા માટે કર્યો હતો ?
આવું કહી ને તે વિશ્વાસ ને સમજાવે છે કે આવું કરતા પહેલા તેણે તેના માતા પિતા ના ભવિષ્ય વિશે પણ વિચારવું જોઈએ.

વિશ્વાસ : હું તમારી વાત થી સહેમત છું પ્રભુ પણ હું પણ શું કરું મારા થી આ રોજ રોજ નું સાંભળવા નું નથી પોસાતું એટલે મેં આવું કરવાનું વિચાર્યું

વિશ્વાસે સાધુ ને પૂછ્યું તમે અહી અમારા આ ગામ માં શું કામ થી પધાર્યા છો પ્રભુ ?

સાધુ એ કહ્યું હું તો સાધુ છું આજે અહીં તો કાલે ક્યાંક હું તો ગામ માં ભીક્ષા ની આશા થી આવ્યો હતો પણ મેં તને આવું કરતા જોઈ લીધો એટલે હું રોકાઈ ગયો. પુત્ર શું તું મને કોઈ દાન કરી શકીશ જો આપવા ની ઇચ્છા હોય તોજ નહીંતો બીજા કોઈ પાસે થી દાન લઈ લઈશ.

વિશ્વાસે તેના થેલા માં જોયું પણ કાય દાન કરવા જેવું નહોતું એટલે તેણે વિચાર્યું કે આમ પણ મને ભણવા માં ફાવતું નથી તો હું આ બધા પુસ્તક નું દાન કરી દઉં એટલે તે તેના બધા પુસ્તકો નું દાન કરી દે છે.

સાધુ મહારાજ ખૂબ પ્રસન્ન થાય છે અને તેને કહે છે " પુત્ર તે આજે વિદ્યા નું દાન કર્યું છે હું ખૂબ ખુશ છું તારા આ દાન થી હું તને એક મંત્ર આપુ છું તું જ્યારે પણ ભણવા કે વાચવા બેસ ત્યારે આ મંત્ર ને 5 વખત મન માં બોલી જજે તો તે વચેલું બધું જ તને યાદ રહી જાશે " સાધુ તેને મંત્ર કહે છે.  અને વિશ્વાસ ને કહે છે તું હવે ઘરે જા તારા માતા - પિતા તરી રાહ જોતા હસે...

વિશ્વાસ ઘરે જવા પાછો ફરે છે અને તેને યાદ આવે છે કે મહારાજ ને આપણા ઘરે લઈ જાઉં અને તેમની સેવા કરું તો આવા વિચાર થી તે સાધુ ને કહેવા માટે ઊંધો ફરે છે તો જીવે છે કે સાધુ ગાયબ થઇ ગયા હતા. તે ખૂબ ખુશ થાય છે અને ઘરે જાય છે 

વિશ્વાસ ઘરે જઇને તેના માતા - પિતા ને બધી વાત કરે છે હવે એક બે મહિના માં જ તેની પરીક્ષા હતી અને તેને વાચવા નું પણ હતું તો તે જ્યારે પણ વાચવા બેસતો તે મંત્ર નું સ્મરણ કરી લેતો..

દસમા ધોરણ ની પરીક્ષા પૂરી થઈ તેના બધાજ પેપર સારા ગયા હવે થોડાજ સમયમાં તેની રિઝલ્ટ હતું અને આ વખતે તો તેને પણ વિશ્વાસ હતો કે તે પાસ થઈ જ જશે..


આજે વિશ્વાસ નું રીઝલ્ટ આવવાનું હતું તે ખૂબ ખુશ હતો તે સ્કૂલ મા જાય છે રીઝલ્ટ લેવા માટે. સ્કૂલ માં સાહેબ રીઝલ્ટ આપવા નું શરૂ કરે છે આ વખતે સાહેબ બધા ના પરીક્ષા મા આવેલ નંબર પ્રમાણે રીઝલ્ટ આપે છે અને છેલે 5 વિદ્યાર્થી બાકી હતા પણ હજી વિશ્વાસ નું નામ આવ્યું નહોતું તેને થયું કે તેણે તો ખૂબ મહેનત કરી ને પરીક્ષા આપી હતી છતાં પણ તેનું નામ હજી કેમ નથી આવ્યું હજી 3 વિદ્યાર્થી ના અનમ બાકી હતા અંતે સાહેબે વિશ્વાસ નું નામ લીધું અને કહ્યું કે મને ગર્વ થાય છે કહેતા કે આ વખતે આપણી સ્કૂલ નો ટોપર વિદ્યાર્થી છે વિશ્વાસ જેને 96.80% સાથે માત્ર આપણી સ્કૂલ મા જ નહી પરંતુ આપણા જિલ્લા માં પ્રથમ નંબરે પાસ થયો છે.


મિત્રો આ વાર્તા માત્ર વિશ્વાસ નહીં જ નહિ પણ આપણી અંદર ના વિશ્વાસ ની પણ છે અને સાધુ એ આપેલ મંત્ર શું હતો ખબર છે ?? ચાલો હું જ કહી દઉં એ માત્ર હતો " હું કરી શકું છું " હા મિત્રો આજ મંત્ર હતો અને વિશ્વાસ આ મંત્ર ના લીધે નહિ પણ તેની અંદર ના વિશ્વાસ ને લીધે પાસ થયો. ઘણી વખત આપણે એવું થતું હોય છે કે આપણે મન થીજ મની લેતા હોઈએ છીએ કે આ વિષય ખૂબ અઘરો છે પણ આવું કાય નથી હોતું જો આપણે એ વસ્તુ કે વિષય ને ધ્યાન થી સમજીએ તો કોઈ પણ વિષય અઘરો ના લાગે. 

મે આવડું પહેલી વખત લખ્યું છે કોઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરશો.

આશા છે કે તમને મારી આ વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો નીચે કોમેન્ટ બોક્સ મા આપનો મત જણાવશો..