લવમાં લોચા - 2 Er Twinkal Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

લવમાં લોચા - 2

( ગતાંકમાં જોયું પ્રિતમ એક અંતર્મુખી સ્વભાવનો છોકરો છે. ટેકનિકલ દુનિયામાં બધાં મશીનથી નજીક અને માણસથી દૂર રહે છે. સ્કૂલ બેચના રિયુનિયનમાં આજે બધાં જ મળવાનાં છે, પ્રિતમ મિતવા માટે ખાસ જાય છે.)

હોલની બહાર આવી પ્રિતમ ઉભો જ હતો. ત્યાં પાછળથી તેને કોઈએ ધબ્બો માર્યો અને કહ્યું " સ્કોલર કોનો વેટ કરવા લાગ્યા? " આ અવાજ મિતવાનો હતો. હજું પણ એ જ સાદગી અને નિખાલસતા. પણ આજે એનાં કાળા ભમ્મર રેશમી વાળ પવનની સાથે વાતો કરતા હતા. હજું પણ એ જ મિતવા જે સ્કૂલમાં કોઇને કોઇ વાતે પ્રિતમની આસપાસ રહેતી.

"મિતવા! મિતવા! તું!?"પ્રિતમ આશ્ચર્ય સાથે બોલી ઉઠ્યો. એને અપેક્ષા જ નહતી કે મિતવા એની સામે જોશે તો વાત તો એ વિચારી જ ના શકે.
મિતવા: એવી એક્સપેક્ટેશન નહીં હોય ને કે હું બોલીશ?? તારાં એક્સપ્રેશન જ કહી દે છે 😊. એની વે હોપ તું ફાઇન હોઇશ 😊.

બસ આટલું જ બોલીને મિતવા રિયુનિયન હોલ તરફ ઝડપથી આગળ વધી. પ્રિતમ હજું ત્યાં જ ઉભો રહ્યો હતો. મિતવાને જોઇ જ રહ્યો હતો. વિચારમાં પડી ગયો (મનમાં) કેટલી બધી ફરિયાદો હશે ને મિતવાને મારાથી છતાં પણ કંઈ જ નાં બોલી. હંમેશાથી એને વધું ચાહવાની ઇચ્છા થાય એવી જ એની અદા છે, આજે તો ઓર કાતિલ. મારે બધાની સાથે જવું જોઈએ કે અહીંથી જ પાછું વળી જવું જોઈએ? જોકે જવું સારું રહેશે કદાચ, ફરીથી મિતવા સાથે દૂરથી તો દૂરથી થોડી ક્ષણો જીવી લ‌ઉ. વિચારોનાં વમળમાં પ્રિતમ આગળ વધ્યો.

" વેલકમ મિસ્ટર પ્રિતમ. વી આર ગ્લેડ ટુ સી યુ હીઅર, એન્જોય યોર રિયુનિયન એન્ડ લેટ્સ લીવ ધોઝ મુમેન્ટસ અગેન" (શ્રીમાન પ્રિતમ આપનું સ્વાગત છે. અમને આનંદ છે તમે‌ આવ્યાં, આપના રિયુનિયનની મજા માણો અને એ ક્ષણો ફરીથી જીવો) ફેસ વેરિફાઇ થયાં પછી સ્માર્ટ સિસ્ટમએ કહ્યું. ફરીથી જીવવાની તો ઇચ્છા છે જ પ્રિતમએ મનમાં કહ્યું. પ્રિતમ આમતેમ જોઇ રહ્યો છે કે મિતવા ક્યાં છે!? ત્યાં જ સ્કૂલની સોહામણી યાદોને રજૂ કરતો વિડીયો સામે સ્ક્રીન પર શરૂ થયો. ધારા , અવની, મિતવા, સાહિલ, મિહિર, પ્રણય, અજય , નેહા, હેપ્પી, સ્વીટુ અને બીજા ક્લાસમેટ બધાં બેસી ગયાં. પ્રિતમ પણ‌ જૈનિશ સાથે બેસી ગયો. જૈનિશ પ્રિતમનો એકમાત્ર દોસ્ત પણ સંપર્ક ઓછો.

" હે ગાય્ઝ! વેલકમ ટુ ઓલ ઓફ અસ.”
યાદ છે આ સ્કૂલનો ગેટ?
આ ગેટ છે જેને હંમેશા બંક કરવાની ઇચ્છા રહેતી.
યાદ છે આ ગ્રાઉન્ડ ?
જ્યાં પ્રાર્થના અને કેટલી ગેમ્સ રમી હતી.
યાદ છે આ પ્રિન્સિપાલ ઓફિસ?
જ્યાંથી પસાર થતા બધાં ચૂપચાપ જતા.
યાદ છે આ ક્લાસ ?
જ્યાં ભણવા કરતાં નાસ્તા બહું કર્યા હતા.
યાદ છે આ બેન્ચ?
જ્યાં દોસ્તો સાથે બેસીને ગપ્પા મારતાં.
યાદ છે એ બેન્ચ પરની યાદો?
જ્યાં બેસીને મનગમતાં વ્યક્તિને ચોરીછૂપીથી જોતાં હતાં.
યાદ છે આ કોન્ફરન્સ હોલ?
ત્યાં થતાં બધાં ફંક્શન્સ?
કેટલી હોંશે હોંશે પાર્ટીશિપેટ કરતાં હતાં.
યાદ છે આ પાર્કિંગ?
જ્યાં દોસ્ત અને કોઈ ખાસનો વેટ કરતાં હતાં.

ચાલો ફરીથી એ બધી જ યાદો તાજી કરી લ‌ઇએ. બહું ઘેરાઇ ગયા છીએ મશીનો વચ્ચે, ચાલો આજે દોસ્તોને યાદોથી ઘેરી લ‌ઇએ. ઘણી બધી મેમરીઝ છે અને હશે સૌની પાસે ફોનમાં કે હાર્ડ ડ્રાઇવમાં, થોડી મનમાં પણ મેમરીઝ ભરી લ‌ઇએ. "
વિડીયોમાં આ અવાજ તો અવનીનો હતો પણ એનાં શબ્દો મિતવાનાં. અવની એટલે મિતવાની દોસ્ત. વિડિયો ક્લીપ પૂરી થતાં બધાં જ થોડાં ઇમોશનલ ગયાં. ત્યાં જ ‌સ્માર્ટ સિસ્ટમએ અનાઉન્સ કર્યું " નાઉ‌ વી વિલ પ્લે સમ ગેમ્સ, એન્ડ આઇ હેવ અ લિસ્ટ ઓફ ધોઝ ગેમ્સ".

એનું વાક્ય પૂરું થતાં જ મિતવા બોલી " ઓહ શટ અપ યાર, જસ્ટ ગો બેક ટુ હોમ. મશીન ડીસાઇડ કરશે આપણે શું કરીશું? 🙄. આ રિયુનિયન છે તમારું 🙄? "

ત્યાંજ મિહિર વચ્ચે બોલ્યો " હા તો શું કરીશું? મંજીરાના જમાના તો ગયા, હા તારા ડાયલોગ્સમાં‌ આવે એ અલગ વાત છે 😁."

" અરે હું તો કહું મસ્ત ટેસ્ટી ડિશીશ બની છે એને એન્જોય કરો. મન ફાવે એની જોડે બેસીને ગપ્પા મારો. આમ પણ આપણે‌ તો‌ એવું જ નક્કી કર્યું હતું ને કે મશીનોથી દૂર રહીશું આજે, તો‌ બસ આ જ‌ કરો. મંજીરા એમ પણ નહીં ચાલે હાલ 😜 " સાહિલ બોલ્યો.

" આમ તો તું બહુ વાહિયાત છું, પણ આજે સાચું અને સારું બોલી 😜😁‌ મિતવાએ સાહિલને કહ્યું.

" બોલી નહીં બોલ્યો 🙄" સાહિલએ કહ્યું.

મિતવા: મારી મરજી. તું જે કરતી હોય એ કર.મિતવા કલ ભી ડોનથી ,‌આજ ભી હૈ ઓર હંમેશા ઇચ‌ રહેગી. 😛😎

સાહિલના હાવભાવ જોઈ બધાં હસી પડ્યા. પ્રિતમ ફરી ખોવાઈ ગયો. આ જ રીતે પાગલ બધાને ચૂપ કરાવી દેતી હતી. મિતવા હજુ પણ બદલાઈ નથી. " તને કોઈ સ્પેશિયલ ડિશ સર્વ નથી કરવાની, ચાલ કંઈક ખાઈએ પણ અને બધાંનાં હાલચાલ તો પૂછીએ" જૈનિશે પ્રિતમને કહ્યું. " મારે અહીં જ બેસવું છે,તું જા યાર" પ્રિતમે કહ્યું. " એઝ યુ વિશ, ચાલ હું આવું તારી પાસે થોડી વારમાં" જૈનિશ બોલ્યો.

બધાં ઘણા જ પોતાની મસ્તીમાં મસ્ત હતા. કોઈ કોનું કયું નામ હતું એ યાદ અપાવતુ તો કોઈ સ્કૂલના નામથી કોઇને ચીડવતુ હતું. એક પ્રિતમ માત્ર ખૂણામાં બેસીને મિતવાને જોયાં કરતો. મિતવા સૌની પ્રિય. બધાં એને ઘેરીને બેસ્યા છે. એનું નિખાલસ હાસ્ય એની વાતો બસ જોયાં જ કરવાનું મન હતું પ્રિતમનું. મિતવા એની જ મસ્તીમાં મસ્ત છે. અવની એને પ્રિતમથી થોડે દૂર લ‌ઇને બેસી ગ‌ઇ.

" તું ઠીક છું? પ્લીઝ સાચે સાચું બોલજે. ઘણા સમયે આપણે મળ્યાં છીએ યાર. હું જાણું છું કદાચ તારે તારી બેસ્ટીની જરૂરિયાત હતી ત્યારે તારી સાથે નહોતી. સોરી ફોર ધેટ યાર. બટ યુ નો ધેટ યાર મેરેજ પછી કેટલું બધું બદલાઈ જતું હોય છે. ઘણા સમયથી તને પૂછવું હતું તારી લાઇફ વિશે પણ સમય જ નહોતો યાર. ચાલ બોલ હવે તું" અવનીએ મિતવાને કહ્યું.

" બેટા! મિતવા મિતવા છે. એ હંમેશા મોજમાં રે ને? તું મારી બેસ્ટી છું ને‌‌ પૂછું છું મને? ઇડિયટ. અરે ચીલ, રિયુનિયનની મોજ માણી લે બેટા. કાલથી તું, તારા પતિદેવ એન્ડ તારું ‌વર્ક‌. હાલ મોજ કરને યાર 😊" મિતવા બોલી.

અવની બસ મિતવાને ઘૂરી રહી છે કારણ કે તે જાણે છે મિતવા ખોટું બોલે છે. એ કંઈ બોલે એ પહેલાં જ મિતવા બોલી " હાં યાર ચાલ એક્સેપ્ટ કરું છું હું ઠીક નથી. બસ?? પહેલા જેવું કંઈ જ નથી હવે એટલે જ. બધાં પોતપોતાની આગવી દુનિયામાં મસ્ત છે અને હું પણ એજ પ્રયત્ન કરી રહી છું. પૂરો ડે તો વર્કમાં જતો રહે છે. સાંજે મમ્મી પપ્પા, ભાઇ ભાભી અને મારો ડિયરેસ્ટ ભત્રીજો મોક્ષુ સાથે થોડો સમય પસાર કરું છું. બધાં જ્યારે ઓનલાઇન સ્ટ્રીમ પર મૂવી જોવામાં વ્યસ્ત હોય ત્યારે હું મારા મોબાઇલ રોબોટ સાથે બીઝી થઈ જ‌ઉ છું. હું કંઈ બોલું એન્ડ સામે એ કંઈ રિપ્લાય કરી દે. હાં તારાં જેટલી તો દોસ્તી નથી એની સાથે પણ મારી વાતો ક્યાંક તો બોલવી પડેને? યુ નો ધેટ ન!? બોલવું કેટલું જરૂરી છે મારી માટે 😁. બાકી સબ જક્કાસ. છોડને યાર, આઇ વિલ બી ફાઇન" .

" તું એકવાર કહે તો હું પ્રિતમ સાથે વાત કરું?" અવની બોલી.

" હું અહીંથી જતી રહીશ 🙄. છોડને યાર પ્લીઝ " મિતવા અકળાઇને બોલી.

" ઓકે , ચાલ છોડ" અવનીએ કહ્યું.

પ્રિતમ બધું જ સાંભળી રહ્યો હતો અને કંઇક વિચારી રહ્યો હતો.

" યારો‌ દોસ્તી બડી‌ હી હસીન હે,
યે ના હો તો ક્યાં ફિર બોલો યે જિંદગી હે..." 🎶🎶 બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગતું હતું. બધાં જ દેશી ભોજનની લિજ્જત માણી રહ્યા હતા.

સાહિલ મિતવા અને અવની પાસે આવ્યો." અરે મિતવા એ તો કહે તારે હજું જબરજસ્તીથી ભાઇ બનાવાનું ચાલુ છે કે નહીં 😜😂? " સાહિલે‌ પૂછ્યું.

" અરે કુત્તે કી દુમ સીધી હો સકતી હૈ? અરે ભાઈ તો હું ગર્વથી બનાવું છું અને તારા જેવાંને તો ખાસ. અરે હા સોરી હોં, તને તો બહેન બનાવી છે 😜"‌ મિતવા હસતાં હસતાં બોલી.

" તારી સાથે વાત કરવી જ બેકાર છે" સાહિલ.

" તું આવી હતી બેટા વાત કરવા, હું નહીં" મિતવા.

" મને હતું તું સુધરી ગ‌ઈ હોઇશ." સાહિલે કહ્યું.

" દુઃખીના થા બેટા, હું હંમેશા આવી જ રહીશ " મિતવા બોલી. સાહિલ કંટાળીને જતો રહ્યો.

થોડી વાર પછી સોંગ ચેન્જ થયું.

🎶🎶🎶

ઓ સાથી...
તેરે બીના....
રાહી કો રાહ દિખે ના...

🎶🎶🎶

આ સોંગ સાથે મિતવા અને પ્રિતમની ખાસ મુલાકાત જોડાયેલી હતી. બંનેની આંખો મળી, જે ઘણી ફરિયાદો કરતી હતી. મિતવાને સોંગ બદલી દેવાની ઇચ્છા થઇ. મિતવા સોંગ ચેન્જ કરીને પાછી જ ફરતી ને સામે જ પ્રિતમ આવીને ઉભો રહી ગયો.

" મિતવા પ્લીઝ થોડો સમય આપીશ તારો? કંઈક કહેવું છે. આઇ નો તું મને હેટ કરતી હોઇશ, તારી ઇચ્છા હશે કે તું મને થપ્પડ મારી દે. એ છતાં પણ પ્લીઝ જસ્ટ લિસન ટુ મી વન્સ" પ્રિતમે આજીજી કરી કહ્યું.