એક શિક્ષકનો વેકેશનમાં વાલીને પત્ર Siddharth Maniyar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

એક શિક્ષકનો વેકેશનમાં વાલીને પત્ર

હવે, તમે કહશો કે આ ભાઈ પત્રકાર છે ને એક શિક્ષક બની પત્ર કેમ લખી રહ્યા છે. પણ ભાઈ હું પત્રકાર તરીકે એક શિક્ષકની તેના વિદ્યાર્થીઓ માટેની વેદના વ્યક્ત કરવા જઈ રહ્યો છું.

આ પત્ર લખવાનો વિચાર આવવા પાછળ એક સચોટ કારણ છે. આજે એક મિત્રને મળ્યો. તેની સાથે વાત માંથી વાત નીકળી તો મને કહે કે હું થોડાક દિવસ રજા પર જાઉં છું. મેં સ્વાભાવિક રીતે જ અમસ્તું પૂછ્યું કે વેકેશનમાં ફરવા જવાનું છે કે પછી પરિવારમાં કોઈ પ્રસંગ છે. તો મિત્રનો જવાબ સાંભળી હું પણ દંગ રહી ગયો.

તેને મને કહ્યું કે, મારા છોકરાને આગામી વર્ષ 12મુ બોર્ડ છે. ધોરણ 11માં પણ બિચારો બહુ મહેનત કરે છે. સ્કુલ અને ટ્યુશનની દોડા દોડ વચ્ચે બિચારા પાસે સમય જ નથી. અને હું નોકરીમાંથી ઘરે જવ તો તે સુઈ ગયો હોય અને હું સવારે નોકરી પર જાઉં ત્યારે તે સ્કુલે જવા નીકળી ગયો હોય છે. બપોરે ઘરે જવ તો તે ભણવામાં વ્યસ્ત હોય છે. હવે મને થયું કે હું એને ક્યારે સમય આપી શકું. આવતી કાલથી તેને વેકેશન પડે છે. થોડા દિવસ રજા લઈ હું તેની સાથે રહેવા માંગુ છું. મઝા કરવા મસ્તી કરવા માગુ છું માટે જ રજા લીધી છે.

મિત્રની આજ વાત સીધી દિલમાં ઉતરી ગઈ અને ત્યારે જ મનમાં વિચાર આવ્યો કે એક શિક્ષકના મનની તેમના બાળકો (વિદ્યાર્થીઓ) માટેની વ્યથા રજૂ કરવાની જરૂરિયાત છે.

નમસ્કાર,

મારા વ્હાલા વિદ્યાર્થીના વ્હાલા માતા પિતાને મારી વિનંતી કે આ પત્ર મારા બાળકોની ફરિયાદ માટે નથી લખતો માત્ર કઈક સમજાવવા લખી રહ્યો છું.
આપ સર્વે મજામાં હશો અને હોવા જ જોઈએ કારણકે હવે શાળાઓમાં વેકેશન પડી ગયું છે. સ્પર્ધાત્મક યુગમાં દરેક વ્યક્તિમે પોતાના બાળકોની સતત ચિંતા કરતો હોય છે. ખાસ કરી પોતાનું ખરાબ ન દેખાય તેની પણ ચિંતા હોય જ છે. તેમ છતાં થોડાક સૂચનો છે આશા છે કે આપ સમજશો.

સ્પર્ધાત્મક યુગ હોય બાળક સ્કુલ ચાલુ હોય ત્યારે કલાસ, સ્કુલ, ટ્યુશન અને અન્ય ચીજોમાં જ વ્યસ્ત હોય છે. તમે તમારી નોકરી રોજગરમાં વ્યસ્ત હોવ છો. પરંતુ વેકેશન પડે એટલે આપણે બાળકને કોઈ એક્ટિવિટી કરવા કે પછી સ્મર કેમ્પમાં વ્યસ્ત કરી દેતા હોઈએ છે. તમારું બાળક વેકેશનમાં તમારી સાથે થોડો સમય પસાર કરવા માંગે છે. જે આપવાની આપણી માતા પિતા તરીકે ફરજ છે અને તે મેળવવાનો એક બાળક તરીકે તેનો અધિકાર છે. શાળામાં વેકેશન બાળકને પરિવાર સાથે રહેવા માટે જ આપે છે.

આખું વરસ તો એ બને એટલી મહેનત કરીને ભણે જ છે . વેકેશનમાં તેમને સમય મસ્તી અને જલસા કરવા માટે જ અપાય છે. બાળક સ્કૂલમાં હોય ત્યારે ધીર ગંભીર થઈને રહેતો જ હોય છે. વેકેશનમાં તો તેની નિર્દોષતાને ખીલવા દેજો. તે કોઈ બેટરી વાળું રમકડું નથી કે બેટરી બદલીને ચાલ્યું. તેની પણ કેટલીક ઈચ્છા હોય છે જે તે વેકેશનમાં પુરી કરી શકે છે, તેને કરવા દેજો.

ઘણી વાર એવું પણ બને છે કે તેના વેકેશનમાં તમારું રોજીંદુ શિડયુલ બદલાઈ જાય. કારણકે મોટાભાગે બપોરનો સમય ઘરમાં રહેતી માતાઓ માટે સુવાનો હોય છે. પરંતુ બપોરની સ્કુલ અથવા તો ક્લાસના કારણે બાળકને બપોરે સુવાની ટેવ હોતી નથી. જેથી વેકેશનમાં તેની સાથે બપોરે રમો તેને સમય આપો તેના જીવનમાં તમારી હાજરી ભરાવો. એ તમારું જ બાળક છે જેની માટે તમારે સમય આપવો પડશે જ તે એનો હક્ક છે.

ઘરમાં હંમેશા મમ્મીને ગમતી ટીવી સિરિયલ ચાલતી હોય અથવા તો પપ્પાને ગમતા સમાચાર ચાલતા હોય છે. પણ વેકેશનમાં તેમને ગમતી સિરિયલ અને કાર્ટૂન જેવા દેજો તે તેમનો અધિકાર છે. તેને ટોકી ટોકીને કોઈ કામ કરવાની ના ન પાડશો અથવા તો કરાવશો નહીં. તેને મુક્ત પંછી બની ઉડવા દેજો. બળજબરી કરવાથી તે ઘરમાં તો હશે પણ તેના મનમાં તમે નહીં રહો.

ક્યારે પણ બાળકને કોઈ શુ કરે છે તે કહેવા બતાવવાની જગ્યાએ એ શું કરી શકે છે તે કહો અને બતાવો. જેનાથી તેને પ્રોત્સાહન મળશે અને તેનો ઉત્સાહ વધશે. તમારી પાસે સમય ન હોય તે વાત હું માનું છું પણ બાળકના વેકેશન દરમિયાન સવાર સાંજ તેની સાથે એકાદ કલાક વિતાવજો. એ તમને પ્રશ્નો પૂછશે તેનો જવાબ આપજો એક વારમાં ન સમજાય તો તેને સમજાય ત્યાં સુધી જવાબ આપજો.
જેમ વહેલી સવારે અને સમી સાંજે આકાશ પક્ષીના કલરવ વિના અધૂરું લાગે તેમ વેકેશનમાં બાળકોના અવાજ અને ધમાચકડી વિના ઘર અધૂરું લગે છે. તેથી વેકેશનમાં તેને આમ ન કર આમ કર વિગેરેથી દૂર રાખી તેના મનનું જ કરવા દેજો અને બને તો તેની સાથે બાળક બનીને રહી જોવો બહુ મઝા આવશે.

એમને પુસ્તકોની દુનિયાની સફર કરાવો. અને ગમે તે પુસ્તક તેને ભેટમાં આપો ભલે ને પછી તે કાર્ટૂન બુક કેમ નહોય. તેના વિચારો જાણવાનો પ્રયાસ કરો તેમજ નવા વિચારોનું સિંચન કરો.

વેકેશનમાં બાળકોને જે કરવું હોય તે કરવા દેજો. તેમની ભાવતી વાનગી બનાવી ખવડાવો પણ હા તેમાં પણ કોઈ બળજબરી ન કરશો તેને ભુખ લાવે તે માંગે ત્યારે જ આપજો. તેની સાથે બેસી વાર્તાઓ કહો તેની વર્તાઓ સાંભળો. જેનાથી તેના મનમાં ઉભા થતા વિચારો અને તેની વિચારવાની ક્ષમતા તમને ખબર પડશે.

વેકેશનમાં બાળક સાથે પુરેપુરો સમય ફાળવો. નાત જાતના ભેદભાન વિના તેને અન્ય બાળકો સાથે હરવા ફરવા અને રમવા દો. શક્ય હોય તો બાળકને મોલ અને થિયેટરો બતાવ્યા બાદ કોઈ ગામડામાં લઈ જઈ ત્યાંની જીવન શૈલી વિશે પણ સમજવાનો મોકો આપો.

ખેતરમાં ઝાડ પરથી આમલી તોડીને ખાવા દો. આંબા વાડીમાં જઇ જાતે કેરી તોડીને ખાવાની મઝા માણવા દો. તમે પણ તેની સાથે રહો અને તેને જરૂરી સમજણ આપો. ખુલ્લા પગે ફરવા દો. ધૂળ માટીમાં રમવા દો. વેકેશનમાં તેને આમ કરવાથી નવી ચેતના અને ઉર્જા મળે છે.

તમારું બાળક મહિના પછી સ્કૂલમાં જાય ત્યારે આખું વર્ષ મહેનત કરી શકે તેવી ઉર્જા અને નવા અનુભવો બીજાને કહી શકે તેવી તૈયારી સાથે તેને મોકલશો.

આભાર.

એક શિક્ષક

આ શિક્ષકનો પત્ર આપણે ગમે તો જાતે એક શિક્ષક બની બીજાને મોકલશો.