ધ ઘોસ્ટ હાઉસ - 2 Dhaval Limbani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ ઘોસ્ટ હાઉસ - 2

☠️ ધ ઘોસ્ટ હાઉસ - ૨ ☠️




થોડીવાર બાદ ત્રણેય મિત્રો હવેલી તરફ આગળ વધે છે અને આગળ વધતા વધતા હવેલીની સામે ઊભા રહી જાય છે.હવેલીની આસપાસ એક દમ સન્નાટો છવાયેલો હોય છે.

" શુ યાર તું પણ ઉદય " અહીં કઈ નથી.

" અરે ના યાર, મેં એક સ્ત્રીનો અવાઝ સાંભળ્યો હતો અને હવેલીમાં લાઈટો પણ જોઈ હતી અવધ "

" અરે ઉદય " આ જો અમે તારી સાથે જ છીએ ને અત્યારે ?
અમને તો કોઈ અવાઝ કે લાઈટ નથી દેખાતી.

અરે અવધ યાર ! " યાર તમે લોકો સાચું કેમ નથી માનતા " ?

સારું ચલ. " આપણે એક કામ કરીએ "
આપણે હવેલીની અંદર જ જઈને જોઈ લઈએ કે ત્યાં કોઈ છે કે નહીં! બરોબર ઉદય ?

" ના રે ના "
હું નહીં આવું હો. મારી તો ફાટીને હાથમાં આવી ગઈ છે.

જયદીપ મને લાગે છે કે આ આમ તો નહીં જ માને. આપણે આ ઉદયાને જબરજસ્તી અંદર લઇ જ જવો પડશે.

" એ ના હો એમ નહીં,
તમે બંને મને આમનમ મારી નાખો એના કરતાં તમારી સાથે અંદર આવું એ જ ઠીક રહેશે."

" હા તો પછી ચાલને ભાઈ."

ત્રણેય મિત્રો ધીરે ધીરે ચાલતા ચાલતા હવેલીના દરવાજા પાસે પહોંચે છે.

" યાર અવધ ! જ્યારે હું આવ્યો ત્યારે તો આ હવેલીનો દરવાજો તો ખુલ્લો હતો અને અત્યારે તો બંધ છે ! "

" અરે ઓ ફટ્ટુ ! શુ કઇ પણ વાત કરે છે. આ દરવાજો કઈ એમનમ બંધ થઈ ગયો હશે ? "

" અરે સાચે યાર કસમ થી. દરવાજો બંધ જ હતો "

" સારું કઈ વાંધો નહીં આપણે ફરીથી દરવાજો ખોલી લઈએ બસ ? "

એમ કહી અવધ દરવાજાને પગથી લાત મારી ખોલે છે. એવામાં અચાનક જ આ ત્રણેય મિત્રોની સામે ઝડપી પવન ફૂંકાવા લાગે છે ને વૃક્ષના સૂકા પાંદડાઓનો અવાઝ આવવા લાગે છે.આસપાસ ચારેબાજુ પક્ષીઓ અને કૂતરા ભસવાનો અવાઝ ચાલુ થઈ જાય છે.

ભા......ઉ.................ઉ.......
ભા......ઉ.................ઉ.......

" જો.... જો... યા.....ર..... મેં કહ્યું...
મેં...... કહ્યું હતું ..... ને.... અ.વ.....ધ.. "

" એલ્યા શુ તું પણ "
શા માટે ડરે છે ?
' અમે તારી સાથે જ છીએ ને !'

" ના.... ના... પાક્કું ... અહીંયા ભુ....ભુ....ભુ......ભૂત...જ છે. ભૂ..ત.. જ છે."

" એ જયદીપ યાર. હવે તું જ આ ઉદયાને સમજાવ કે ભૂત જેવું કહી ના હોય."

" હા યાર ઉદય."
તું શા માટે ડરે છે ?
અમે તારી સાથે જ છીએ,
તું તમતમારે ડર્યા વગર અમારી સાથે ચાલ, તને કશું નહીં થાય.

" અરે યાર,
તમે બંને કેમ ગાંડા જેવી વાતો કરો છો ?
એક તો અહીંયા મારી હાલત ખરાબ થઈ ગઈ છે અને તમારે બંને એ હજુ અંદર જવું છે ? ને શુ જયલા તું. તું પણ આ અવધ્યાંની વાતોમાં આવી ગયો હે ?"

" અરે ભાઈ તને કહી નહીં થાય. તું અમારા પર ભરોસો રાખ. અવધે કહ્યું."

" મને લાગે છે કે આજે ખરેખર મારી બલી ચડવાની છે ! તમે લોકો મને અહીંથી જવા પણ નહીં દયો અને ના તમે પાછા વળશો. મારે તો પાછળ કૂવો અને આગળ ખાઈ જેવુ છે. ગમે ત્યાં જાવ મારે મારવાનું તો છે જ "

" એ ઉદયા ! તારે ચૂપચાપ અંદર આવવાનું છે કે અમે તને પકડીને લઈ જઈએ ? "

" અરે..... યાર...... તમે......
સારુ... ચાલો... બીજું શું !"

ત્રણેય મિત્રો ધીરે ધીરે હવેલી તરફ આગળ વધે છે.ઉદય ડરતો ડરતો બધી બાજુઓ તરફ નઝર ફેરવતો ફેરવતો આગળ વધે છે.હેવલીમાં એક દમ સન્નાટો છવાયેલો હોય છે પરંતુ આસપાસનું વાતાવરણ ધીરે ધીરે બદલાવા લાગે છે.થોડીવારમાં ઝડપી ફૂંકાતો પવન બંધ થઈ જાય છે અને એક દમ સન્નાટો છવાઈ જાય છે, સાથે જ પક્ષીઓ અને કુતરાનો અવાઝ પણ શાંત થઈ જાય છે.

" જો....જો..... કે... કે... કેવું થાય છે જો.......જો "

" ઉદયા શાંતિ રાખ બાકી તને અહીંયા જ મૂકીને જતા રહીશું. અવધે કહ્યું "

" હા....... હો....."

અવધ, જયદીપ અને ઉદય હવેલીની એક દમ સામે આવીને ઊભા રહી જાય છે. સામે એક મોટો બધો લાકડાનો દરવાજો દેખાય છે. દરવાજો કંકુના ચંદલાથી ચિતરેલો હોય છે અને નીચે એક કળશ પડેલો હોય છે. કળશ પર લાલ રંગનું કપડું વીંટલું હોય છે.

આમ તેમ જોતા જયદીપને એક નીચે એક પાટીયું પડેલું દેખાય છે. જયદીપ ત્યાં જઈ તે પાટીયું ઉઠાવે છે. પાટીયાની આગળની બાજુમાં " આ હવેલીમાં કોઈએ અંદર જવું નહીં. આ જગ્યા શ્રાપિત છે. આ હવેલીમાં ભૂતનો નિવાસ છે." એવું લખેલુ દેખાય છે.

"એ અવધ ! આ બાજુ જો તો."

અવધ અને ઉદય જયદીપ સામે ને પછી પાટિયા સામે જોઈ અવધ અને ઉદય પાટિયા પરનું લખાણ વાંચે છે.

" જો મેં કહ્યું હતું ને અવધ ! "

" અરે ઉદય તું શા માટે એટલો બધો ડરે છે ? અમે બંને તારી સાથે જ છીએ ને.તું ખોટે ખોટો ડરે છે સાવ. "

"ના... ના... મારે અંદર નથી આવવું હો. તમારે જવું હોય તો જાવ
હું ગાડીમાં બેઠો છું."

" અરે એ તો હું તને જ્યારે અહીં થી જવા દઈશ ત્યારે તું જઈશ ને ! " અને આમ પણ હું આ ભૂત બુતમાં નથી માનતો.ફક્ત ખાલી ખોટી વાતો અને ડરાવવાના બહાના છે એમ અવધે કહ્યું.

" એ જે હોય તે. મારે બસ અંદર નથી આવવું એટલે નથી આવવું બસ."

" સારું તું અહીં જ ઉભો રહે. હું અને જયદીપ અંદર જોઈને આવીએ છીએ બસ ?"

" હા....... તમે જાવ."

અવધ ધીરે ધીરે આગળ ચાલે છે અને જયદીપ અવધની પાછળ. એટલામાં જ અવધ પહેલા પગથિયાં પર પગ મૂકે છે.(એવામાં જ હવેલીની અંદર આવેલા બધા બારણાંઓમાં અવાઝ આવવા લાગે છે.હવેલીની અંદર લાગેલા ઝુમ્મરમાં નાના નાના બલ્બ પ્રકાશિત થવા માંડે છે,બારીના પડદા ઉડવા લાગે છે અને એક પડછાયો આખી હવેલીમાં આમ તેમ ફરવા લાગે છે. આ બધી બાબતોથી અવધ અને જયદીપ અજાણ હોય છે) આમ અવધ બે ત્રણ પગથિયાં ચડી કળશ ની બાજુમાં ઉભો રહી જાય છે. અવધ કળશને થોડીવાર જોઈને કળશને લાત મારી દૂર જવા દે છે ને દરવાજો ખોલવાનો પ્રયત્ન કરે છે. ( અંદર ફરી રહેલો પડછાયો ઝડપથી આમતેમ ફરવા લાગે છે, હવેલીના હોલમાં રહેલું ઝુમ્મર એક દમ પ્રકાશિત થઇ જાય છે)

અવધ ઘણો પ્રયત્ન કરે છે પણ દરવાજાનો આંકડીયો ખૂલતો નથી.છેવટે તે જયદીપને બોલાવે છે અને બંને જણા દરવાજો ખોલવામાં લાગી જાય છે. ખૂબ જ મહેનત બાદ આખરે અવધ અને જયદીપ દરવાજાનો આંકડીયો ખોલી આપે છે અને....


ક્રમશઃ


મારા વ્હાલા વાંચકમિત્રો. તમારાથી બંને ત્યાં સુધી આ વેબ સિરીઝને શેર કરજો.જેથી વધુમાં વધુ લોકો આ વેબ સિરીઝ વાંચી શકે અને હા વાંચ્યા બાદ આપનો રીવ્યુ આપવાનું ના ભૂલતા.

વિનંતી સહ..🙏


ધવલ લીંબાણી


For More Updates Follow Me In Instagram
@dhaval_limbani_official