The Ghost House - 11 - last part books and stories free download online pdf in Gujarati

ધ ઘોસ્ટ હાઉસ - 11 - છેલ્લો ભાગ

☠️ ધ ઘોસ્ટ હાઉસ - ૧૧ ☠️




લખનના જવાથી અજય ખૂબ જ ચિંતામાં આવી જાય છે. પોતાની ભૂલ ઉપર પોતાને જ કોસવા લાગે છે. એક બાજુ દોસ્તી તૂટવાનો ડર અને બીજું બાજુ પોતાનો મોતનો ડર હોય છે.અજય અંદરથી એટલો તૂટી જાય છે કે તે પોતાની જાત પર શરમ અનુભવવા લાગે છે. થોડી વાર બાદ અજય વિચારતો વિચારતો ઘરે પહોંચે છે. સાંજનું ભોજન કરી અજય પોતાના માતા પિતા અને ઘરના સભ્ય સાથે વાતચીત કરી ગામમાં જાય છે. ગામમાં જઇ પોતાના મિત્રો સાથે મળે છે. બધા સાથે મળીને હવેલી તરફ જાય છે. ચાલતો ચાલતો હવેલીના મેઈન દરવાજા પાસે પહોંચે છે.ત્યાં પહોંચી અજય આખી હવેલીને જુએ છે.

પોતાનો હાથ દરવાજા પર રાખી દરવાજો ખોલે છે ત્યાંજ જોરદાર પવન ફૂંકાવા લાગે છે, વૃક્ષોના સૂકા પાંદડાઓ અજયની સામે આવી અથડાવા લાગે છે. પૂનમનો ચાંદ અમાસમાં બદલી જાય છે. વાદળો સફેદની બદલે કાળા ઘનઘોર બની જાય છે. આસપાસ પક્ષી અને પ્રાણીઓના અવાજ આવવા લાગે છે.

અજય ધીરે ધીરે ચાલતો હવેલીના દરવાજા પાસે પહોંચે છે. થોડીવાર એ દરવાજો નિહાળી હવેલીનો દરવાજો ખોલે છે અને અંદર જાય છે. હવેલીની અંદર જતા જ હવેલીની બધી લાઈટો શરૂ થઈ જાય છે. નાની છોકરીની ચીસો અજયને સંભળાવવા લાગે છે.

" લો મેં આ ગયા...! તુમ્હે મેરા હી ઇન્તજાર થા ના...? અજયએ ધીમા અને દુઃખી અવાજે કહ્યું.

એક કાળો પડછાયો અજયની આસપાસ ફરવા લાગે છે. હોલમાં હલકો હલકો પવન ફૂંકાવા લાગે છે. બારીના પડદા ઉડવા લાગે છે. હવેલીની લાઈટો શરૂ બંધ થવા લાગે છે. થોડીવાર આવું જ ચાલ્યા કરે છે.

થોડીવાર બાદ એ કાળો પડછાયો અજયની સામે આવી ઉભો રહી જાય છે. ધીમે ધીમે પોતાના સાચા અવતારમાં આવવા લાગે છે. લાલ સાડીમાં એક સ્ત્રી અજયની સામે ઉભી જોવા મળે છે. વાળ એક દમ ખુલ્લા, આંખમાંથી પડતા કાળા આંસુઓ ગાલ પર જોવા મળે છે. હાથ પર નખથી થયેલા ચિરાઓમાંથી લોહી નીકળતું દેખાય છે. ચહેરો એક દમ શાંત અને ડરી ગયેલો દેખાય છે.

" યાદ આ રહા હૈ કુછ ....?
કુછ એસા હી હાલ બનાયા થા ને તુમ લોગો ને મેરા ?" દુર્ગાએ ધીમા અને રડતા અવાજમાં કહ્યું.

" હા.... મેં તુમ્હારા ગુનેગાર હું....તુમ જો ચાહો વો મેરે સાથ કર સકતી હો.મુજે માર ભી સકતી હો." અજયે કહ્યું.

" હા...તુમ તો મરોગે ઓર વો ભી તડપ તડપ કે " તુમ્હારી મૌત આસાન નહીં હોગી." ચલો એક કાગજ લો ઓર ઉસપે અપની ગલતી ઔર જો કુછ ભી તુમ લોગોને હમારે સાથ કિયા થા વો સબ કુછ લિખો."

અજય એક કાગળ લઈને પોતાની બધી જ ભૂલો લખે છે. દુર્ગાના પરિવાર સાથે શુ શુ કર્યું , દુર્ગા સાથે શુ કર્યું , એની છોકરી સાથે શુ કર્યું , ખોટી આત્મહત્યા વાળો કાગળ લખ્યો આ બધી બાબતો અજય એક કાગળ પર લખી નાખે છે.

દુર્ગા અજય સામે આવી પોતાનું રુદ્ર રૂપ બતાવે છે. હવામાં બે ત્રણ ફૂટ ઉપર ઉડે છે. વાળ એક દમ હવામાં ઉડવા લાગે છે. આંખો માંથી ડોળો ગાયબ થઈ જાય છે ને આંખી આંખ કાળી બની જાય છે. આંખમાંથી લોહીના આંસુઓ નીકળતા હોય છે. સાડીનો રંગ સફેદ બની જાય છે.હાથ અને પગમાંથી લોહીના ટીપા પડવા લાગે છે અને ડરામણા મોટા અવાજથી બોલવા લાગે છે " આજ તો તુમ મરોગે ."

આ જોતા જ અજય ખૂબ ડરી જાય છે. દુર્ગા અજયને હવામાં ઉછાળી પોતાની સામે હવામાં જ ઉભો રાખે છે. પોતાના હાથના નખ વડે અજયના ગાલ પર મારે છે જેથી અજયના ગાલ પર ચીરા પડી જાય છે.અજયને હવેલીના એક પીલોર થી બીજા પીલોર પર અથડાવે છે. પોતાના પતિને લોખંડના જે પાઈપથી માર્યા હોય છે એ પાઇપ લઈ અજયના માથા પર મારે છે. અજયના મોં અને માથામાંથી લોહી નીકળવા લાગે છે. દુર્ગા અજયના શરીરમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરતા ની સાથે જ અજય ( દુર્ગા ) પોતાને જોર જોરથી તમાચા મારવા લાગે છે. ઉડતા ઉડતા અજય રસોડામાં જાય છે અને ત્યાંથી ચાકુ લઈ આવે છે. ગામ સામે અજય જે પણ કઇ ખોટું બોલ્યો હતો એના લીધા તે પોતાની જ જીભ કાપી નાખે છે.

અજય પૂરેપૂરો દર્દથી પીડાવા લાગે છે. દુર્ગા અજયના શરીરમાંથી બહાર આવી અજયને જમીન પર પડકાવી દે છે. દુર્ગા સ્ટોરરૂમમાં પડેલું એસિડ લઈ આવે છે. અજય જે ખોટું બોલીને ગામ લોકોના દિલમાં અવિશ્વાસની ભાવના અને ગામના લોકોના જે દિલ દુખાવ્યા હતા એ માટે થઈ અજય પાસે આવી અજયની છાતી પર એસિડ નાખે છે ( જ્યાં હાર્ટ હોય ત્યાં ) અને અજયના ગુપ્ત અંગ પર પણ એસિડ નાખે છે.એસિડથી અજયનું શરીર બળવા લાગે છે અને સાથે જ ધુમાડા નીકળવા માંડે છે. અજય અસહ્ય દર્દથી જોર જોરથી સિસો પાડવા લાગે છે. જમીન પર આમતેમ આળોટવા લાગે છે. હવામાં ઉડાડતા ઉડાડતા દુર્ગા અજયને પેલા ફોટાની સામે લાવે છે અને બોલે છે.

" લો યે બદલા ભી પુરા હુઆ.."

એમ કહી ફરી દુર્ગા અજયને હવામાં ઉડાડી ઉપરના રૂમમાં લઈ જાય છે અને જેવુ અજયે દુર્ગા માટે વિચાર્યું હતું એવું જ દુર્ગા અજય માટે વિચારી જ્યાં પોતાને ફાંસી આપી હતી ત્યાંજ અજયને ફાંસી પર લટકાવી દે છે અને અજયે લખેલો કાગળ બેડ પર રાખી દે છે.

ફરી એ ફોટા સામે આવી ઉભી રહી જાય છે અને જોર જોરથી રડવા લાગે છે. થોડીવાર બાદ ફોટા સામું જુએ છે અને બોલે છે.

" ખતમ હો ગયા સબ કુછ,"
" અબ કુછ નહીં બચા હૈ, "
" હમ સબકા બદલા પુરા હુઆ."
" અબ મેં ભી દો નો કે પાસ આ રહી હું."

એમ કહી દુર્ગા કાળા પડછાયામાં ફેરવાઈ જાય છે અને હવેલીના દરેક ખૂણામાં ફરી આવે છે. હવેલીની બહાર જઈ આખી હવેલી ફરતે આંટો મારી આવે છે અને અચાનક જ આકાશમાં વિલીન થઈ જાય છે.

બીજા દિવસે અજય ઘરે પાછો ન આવવાથી એના માતા પિતા શોધ ખોળ કરે છે. અજય ન મળતા એના માતા પિતા અજયના મિત્રોને પૂછે છે. એના મિત્રો સાથે વાત કરતા જાણ થાય છે કે અજય હવેલીમાં જવા માંગતો હતો અને તેને એક મિત્ર પણ બોલાવ્યો હતો.

તેથી ગામના પાંચ છ વ્યક્તિ , અજયના મિત્રો અને અજયના માતા પિતા હવેલી પર પહોંચે છે ત્યાં જઈ અજયને શોધવા લાગે છે. થોડી જ વારમાં અજય મળી જાય છે. એ બધું જોઈ ગામના લોકો ખૂબ જ ડરી જાય છે. વિરેનને બેડ પર પડેલો કાગળ દેખાય છે અને તે વાંચી બધાને સંભળાવે છે. આ બધુ સાંભળ્યા બાદ ગામના લોકોને અજય પ્રત્યે નફરત આવી જાય છે અને ત્યાંથી ચાલ્યા જાય છે. અજયના માતા પિતા થોડીવાર ત્યાં જ રડે છે અને એ પણ અજયને અને પોતાની જાતને કોસતા કોસતા ફરી પોતાના ઘરે ચાલ્યા જાય છે.

થોડા દિવસો બાદ ગામની પંચાયત હવેલીને સળગાવવાનો નિર્ણય લે છે અને આખું ગામ મળી હવેલીને સળગાવી દે છે. આ સાથે જ દુર્ગા અને એના પરિવારને મુક્તિ મળે છે અને અજયને તેના પાપોની સજા.

🙏 આભાર 🙏

આખી વેબ સિરીઝ વાંચવા બદલ આપ સૌનો ધન્યવાદ.
મેં ક્યારેય પણ વિચાર્યું ન હતું કે હું એક લેખક બનીશ અને મારા એટલા બધા ફેન થશે. આપ સૌના વાંચન , સપોર્ટ અને આપના પ્રેમથી આજ હું અહી સુધી પહોચ્યો છું. આપ સૌએ જે મને પ્રેમ આપ્યો એ બદલ આપનો ખૂબ ધન્યવાદ.

બસ આમ જ મને તમારો પ્રેમ આપતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો અને ખાસ તો આ વેબ સિરીઝ વાંચ્યા પછી તમને આ સ્ટોરી કેવી લાગી , કઈ ભૂલ હોય , કે કોઈ સજેશન એ મને કમેન્ટ કરી જરૂરથી જણાવશો...


🙏 આપ સૌનો ખૂબ ખૂબ આભાર 🙏


For More Updates U Can Follow Me In Instagram
@ dhaval_limbani_official..


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED