ધ ઘોસ્ટ હાઉસ - 1 Dhaval Limbani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ ઘોસ્ટ હાઉસ - 1

💀 ધ ઘોસ્ટ હાઉસ 💀



નોંધ - પ્રસ્તુત વાર્તા સંપૂર્ણ રૂપે કાલ્પનિક છે. આ વાર્તા ફક્ત મનોરંજન માટે જ છે, કોઈ વ્યક્તિ કે એની ભાવનાને ઠેસ પહોંચાડવા માટે નથી. આ વાર્તાના કોપીરાઇટનો સંપૂર્ણ હક લેખકના હસ્તગત છે. જો કોઈ પણ વ્યક્તિ બિનકાયદેસર રીતે લખાણની ચોરી કરશે તો એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


☠️ ધ ઘોસ્ટ હાઉસ - પ્રકરણ 1 ☠️


અમાસની રાત છે.એક કાળા ઘનઘોર અંધારામાં એક ગાડી સુમસામ રસ્તા પર આગળ વધી રહી છે.રસ્તાની બંને બાજુ ઘનઘોર જંગલ છે.ચારેબાજુ જાત જાતના પક્ષીઓના અને પ્રાણીઓનો અવાઝ સંભળાઈ રહ્યો છે.રસ્તો ખડબચડો હોવાથી ગાડી ધીરે ધીરે આગળ વધી રહી છે. ગાડીમાં બેઠેલા ત્રણ યુવાન મિત્રો એક બીજા સાથે વાતો કરી રહ્યા છે.

ઉદય : અરે યાર,આમ તો જો ! કેવું સુમસામ અને ભયાનક જંગલ છે.

અવધ : શુ ભયાનક ? કઈ છે નહીં આ જંગલમાં. આવા જંગલ અને રસ્તાતો મેં કેટલાય જોઈ લીધા.આમાં બીવા જેવું છે શું ?

જયદીપ : ઓ ભઈ. તમે બંને હવે આ વાતો બંધ કરશો પ્લીઝ ? એક તો આ રસ્તામાં સરખી ગાડી નથી ચાલતી અને તમે બંને આવી વાતો લઈને બેઠા છો.

કેમ કેમ ભાઈ ! તારી પણ ફાટે છે કે શું ? અવધે કહ્યું.

જયદીપ : ભાઈ પ્લીઝ, આવી વાતો બંધ કરીશ પ્લીઝ ?

અવધ : હા ભાઈ, હવે એક દમ ચુપ બસ ?

હા બસ એમ,એક કામ કર તું મ્યુઝીકનું વોલ્યુમ ફાસ્ટ કરી દે એટલે કઈ વાત પણ ના થાય અને ના ડર લાગે એમ ઉદયએ કહ્યું.

આમ આવી વાતો કરતા કરતા અને મ્યુઝીક સાંભળતા સાંભળતા એક નાનકડા એવા ગામમાં પહોંચે છે. ગામમાં પહોંચતા જ અચાનક એક વ્યક્તિ ગાડીની વચ્ચે આવી જાય છે. જયદીપ ફટાફટ ગાડીની બ્રેક મારી દે છે અને ગાડી ઉભી રહી જાય છે.

એક હાથમાં લાકડી,તૂટી ગયેલી શાલ અને સફેદ કલરની ધોતી પહેરેલો માણસ આ ત્રણેય મિત્રોની સામે ઉભો હોય છે.

" ઓ કાકા જરા જોઈને ચાલો, આમ જોયા વગર ક્યાં ચાલો છો " જયદીપે કહ્યું.

"ગાડી વચ્ચે આવેલો વ્યક્તિ થોડીવાર માટે કશું પણ બોલતો નથી."

" ઓ કાકા, ચૂપ કેમ છો ?
તમને સંભળાઈ છે કે નહીં?
તમને શુ અમારી જ ગાડી મળી હતી મરવા માટે ? "અવધે કહ્યું.

" બેટા મરે તો એ છે જે જીવતા હોય, મરેલા ને કોણ મારી શકે" !

"વાહ કાકા વાહ,
તમે ડાયલોગ તો બાકી ઝબરો માર્યો હો" અવધે કહ્યું.

" બેટા તું નહીં સમજી શકે પણ એક વસ્તુ જરૂર કહીશ કે અત્યારે રાતના બે વાગ્યા છે,આગળના જાવ તો સારું."

"અરે શુ કાકા તમેં પણ.અમેં લોકો ફરવા માટે જઈએ છીએ અને તમે આગળ ન જવાની વાત કરો છો " એમ ઉદય એ કહ્યું.

"બેટા ક્યારેક મોટા વડીલની પણ વાત માનતા શીખો."

"ઓ કાકા પ્લીઝ હવે તમેં મગજ ના ફેરવો, ચૂપચાપ રસ્તા વચ્ચેથી આગળ ખસો અને અમને આગળ જવા દો એમ અવધ બોલ્યો "

જયદીપે કહ્યું : ભાઈ હવે તું મગજ ગરમ ન કર અને કાકા તમે પ્લીઝ રસ્તા વચ્ચેથી આગળ ખસો અને અમને જવા દો.અમને લોકોને મોડું થાય છે.

"બેટા બધાને મોડું જ થાય છે, ક્યાંક થંભી જાવ તો સારું "

"કાકા હવે તમે માથાકૂટ ન કરો અને અમને જવા દો પ્લીઝ " એમ ઉદયએ
કહ્યું.

" હા બેટા જેવી તમારી ઈચ્છા " આવુ કહી તે કાકા રસ્તાની બાજુમાં આવી ઉભા રહી જાય છે. જયદીપ કાકા સામે જોઇને ગાડી આગળ ચલાવે છે.ગાડી થોડી આગળ જતાં જયદીપ ગાડીના સાઈડ કાચમાં જુએ છે.કાચમાં જોતા જ જયદીપ અચાનક ગાડીની બ્રેક મારી દે છે.

શુ થયું જયદીપ ? અવધે કહ્યું.

" અરે યાર પાછળ પેલા.....કા........કા,
પેલા કાકા પાછળ છે જ નહીં, અચાનક જ ગાયબ થઈ ગયા".

અરે યાર શુ તું પણ ! એ કાકા ત્યાંથી જતા રહ્યા હશે.આમ પણ અંધારું ઘણું છે એટલે પાછળનું સરખું દેખાય એમ પણ નથી એટલે તું ખોટા વિચારો ન કર અને શાંતિથી ગાડી ચલાવ એમ અવધે કહ્યું.

જયદીપ " હા " કહી ગાડી આગળ ચલાવે છે. રસ્તો થોડો સારો આવતા તે ગાડીની સ્પીડ વધારે છે.થોડી વારમાં તો તેઓ ગામની બહાર પહોંચી જાય છે પણ અચાનક જ ગાડીમાંથી એક મોટો અવાઝ આવે છે અને ત્રણેય મિત્રો ચોંકી જાય છે. અવધ જયદીપને ગાડી ઉભી રાખવાનું કહે છે. જયદીપ ગાડી રોકે છે અને ત્રણેય મિત્રો બહાર આવે છે. એવામાં ઉદયની નઝર ગાડીના ટાયર પર પડે છે.

"ઓહ શીટ યાર"
આ જ બાકી હતું હવે !

કેમ ઉદય શુ થયું ? અવધે કહ્યું.

અરે આ ટાયર જો. પંચર થઈ ગયું છે.

"અરે રે બોવ કરી. એક તો આ ગાઢ અંધારું અને આસપાસ કોઈ દેખાતું પણ નથી "

અરે જયદીપ તું ચિંતા ન કર. ગાડીમાં એક ટાયર સ્પેરમાં પડ્યું જ છે. હમણાં ફટાફટ બદલાઈ જશે એમ અવધે કહ્યું.

અવધ ગાડીમાંથી ટાયર અને ગાડીનો જેક લઈ આવે છે અને ટાયર બદલવાનું શરૂ કરે છે.

" ઓય મને જબરી લાગી છે. તમારે કોઈને આવવું છે ટોયલેટ કરવા ?"

ના ઉદય.
તું જઈ આવ.
હું અહી અવધ પાસે એની મદદ માટે ઉભો છું.

સારું ભાઈ. હું જાવ છું.

ઉદય થોડો આગળ જતાં એક હવેલી પાસે પહોંચે છે.
"અરે વાહ ! શુ મસ્ત હવેલી છે. આવા ગામમાં આવી હવેલી ! "
કઈ નહીં જે હોય તે મારે શું !
પહેલા મારુ કામ પૂરું કરી લવ બાકી પેલા બંને મને શોધવા માટે પાછળ પાછળ આવશે.

ઉદય હજુ પાછો ફરતો હોય છે ત્યાં જ આસપાસ પક્ષીઓ અને પ્રાણીઓનો અવાઝ ચાલુ થઈ જાય છે. સુસવાટા ભર્યો પવન ફેંકાવા લાગે છે. ઉદય પાછું ફરીને જુએ છે તો તને હવેલી લાઈટો થતી જોવાં મળે છે. ખૂબ જ પવન હોવાથી ઉદયને સરખું દેખાતું ન હતું પણ તે હવેલીમાંથી આવતો પ્રકાશ જોઈ શકતો હતો.ઉદય ધીરે ધીરે હવેલી તરફ આગળ વધે છે એટલામાં જ એને એક સ્ત્રીનો અવાઝ સંભળાય છે.

" નિકલ જાવ યહાઁ સે "

આ સાંભળતા જ ઉદય ખૂબ જ ડરી જાય છે ને શ્વાસ ચડી જાય છે. લથડતા લથડતા ને ચીસો પડતા પડતા પોતાના મિત્રો પાસે પરત ફરે છે.

એ અવધ્યાં , એ જયલા ફટાફટ અહીંથી નીકળો.

અરે પણ થયું શુ ?

જયલા કઇ નથી થયું પણ પ્લીઝ ફટાફટ અહીં થી ચાલ ભાઈ પ્લીઝ.

અરે પણ ટાયર..

અરે જયલા ટાયર ગયું તેલ પીવા.તું અત્યારે ગાડી ચલાવ પ્લીઝ.

અરે શુ થયું તને ?
કેમ એટલી ચીસો પાડે છે ?
શુ થયું તને ?

અરે અવધ્યાં પ્લીઝ એ બધું તું મને પછી પૂછ જે પણ પેલા તું અહીંથી ચાલ ભાઈ પ્લીઝ.

અરે પણ થયું શુ ?

યાર મેં ન જોવાનું જોઈ લીધું અને ના સાંભળવાનું સાંભળી લીધું.

અરે યાર શુ ગોગા વાળે છે તું ? કંઈક સમજાય એવું બોલ ને !

અરે જયલા મેં એક હવેલી જોઈ એમાં લાઈટો થતી હતી તો હું જોવા ગયો ને..

હા તો ....

અરે આગળ વધ્યો ત્યાં જ એક સ્ત્રીનો જોરથી અવાઝ આવ્યો અને મને કહ્યું ...

અરે શુ કહ્યું ?

મને કહ્યું " નિકલ જાવ યહાઁ સે "

આ સાંભળતા જ અવધ અને જયદીપ જોર જોરથી હસવા લાગે છે અને ઉદયનો મઝાક બનાવવા લાગે છે.

અરે યાર તમે આવું ન કરો.મેં રિયલી આવું જોયું ને સાંભળ્યું છે.

અરે ઉદય તને કંઈક ભ્રમ થયો છે. અમે તારી નજીક જ હતા અમને તો કોઈ અવાઝ ન આવ્યો.

અરે અવધ સાચે યાર.

ઓકે ઓકે એક કામ કરીએ પેલા આપણે ટાયર બદલી લઈએ અને પછી આપણે એ હવેલીમાં જઈએ. ઠીક છે ?

હા ઠીક છે અવધ. ઉદયએ કહ્યું.

થોડીવાર બાદ ત્રણેય મિત્રો હવેલી તરફ આગળ વધે છે અને આગળ વધતા જ ...


ક્રમશઃ


ખૂબ ખૂબ આભાર મારા વ્હાલા વાંચકમિત્રો મારી તમામ રચનાને અમૂલ્ય પ્રેમ આપવા માટે.

આપ સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ.

આ નવું વર્ષ આપ સૌના જીવનમાં અમુલ્ય ખુશીઓ લાવે ,તમારા બધા જ સપના પુરા કરે અને આપ સૌ સદાયને ખુશ અને તંદુરસ્ત રહો એવી ભગવાનને પ્રાર્થના.

રોમાંચ ડર અને સસ્પેન્સથી ભરપૂર વાર્તા "ધ ઘોસ્ટ હાઉસ"

આપનો ફીડબેક જરૂરથી આપજો.

For more Updates
Instagram- dhaval_limbani_official