The Ghost House - 8 books and stories free download online pdf in Gujarati

ધ ઘોસ્ટ હાઉસ - 8

☠️ ધ ઘોસ્ટ હાઉસ - ૮ ☠️



આ ઘટનાથી આખું ગામ શોકમય બની જાય છે.બધા લોકોમાં ડરનો માહોલ પેદા થઈ જાય છે. ગામના લોકો ખૂબ જ ચિંતામાં આવી જાય છે અને આ કામ કોણ કરી રહ્યું છે એની તપાસ કરવા લાગે છે. લોકો ઘણા દિવસ સુધી શોધ ખોળ અને તપાસ કરે છે પણ કોઈને આ વાતની જાણ થતી નથી અથવા તો કોઈ પુરાવા કે સાબિતી મળતી નથી.

થોડા દિવસો બાદ

" અરે અરે ક્યાં જાવ છો રામભાઈ?" ગામના એક વ્યક્તિએ પૂછ્યું.

" અરે હું તો બસ સ્ટેશન પર જાવ છું."

" કેમ બસ સ્ટેશન પર ?"

" અરે આજે મારો દીકરો આવે છે. એને કહ્યું કે " મને પ્રમોશન મળ્યું છે તો અહીં આર્શીવાદ અને મને મળવા માટે આવે છે. હવે તો એ મોટો સાહેબ બની ગયો છે સાહેબ."

" અરે વાહ રામભાઈ...! શુ વાત કરો છો ! તમારો દીકરો એટલે પેલો અજુ ને એટલે કે અજય ને જે પેલા અહીંયા પોલીસમાં હતો એ?"

" હા... હા...અજુ જ."

" સરસ સરસ લ્યો રામભાઈ. ખૂબ સારા સમાચાર આપ્યા તમે તો અને હા અજય આવે એટલે ઘરે આવજો હો."

" અરે આવશું આવશું."

રામભાઈ બસ સ્ટેશન પર જાય છે. થોડીવારમાં બસ આવે છે. અજય બસમાંથી ઉતરી રામભાઈને મળે છે.પોતાના પપ્પાના આશીર્વાદ લઇ ગળે મળે છે. બંને બાપ દીકરો વાતો કરતા કરતા ઘરે પહોંચે છે. અજય એની નાની બહેન અને મમ્મીને મળી ખૂબ ખુશ થઈ જાય છે. આખો દિવસ આખો પરિવાર વાતોના ગપટા કરે છે અને મસ્તી કરે છે. સાંજે બધા એક સાથે જમવા બેસે છે.

અજય જમીને ગામમાં આંટો મારવા માટે અને પોતાના જુના મિત્રોને મળવા માટે નીકળે છે. અજય ગામમાં આવેલી એક દુકાન પર જાય છે. ત્યાં બેસેલા લોકોને મળે છે અને વાતો કરે છે.

" એ કાકા પેલા લોકો ક્યાં છે"

" પેલા લોકો એટલે ? "

" અરે કાકા પેલા એટલે કે રાહુલ , રોનક અને કેવલ."

" અરે બેટા તને નથી ખબર એના વિશે ?"

" એના વિશે એટલે શું કાકા ?" અજયએ આશ્ચર્યથી પૂછ્યું.

ગામના કાકા કેવલ , રોહન અને રોનક એમ ત્રણેયની વાત કરે છે. એ ત્રણેય સાથે શુ શુ થયું એ બધી વાત અજયને કરે છે. આ વાત સાંભળતા જ અજય ચિંતામાં આવી જાય છે અને ત્યાંથી ફટાફટ ઘરે આવે છે.

" કેમ બેટા એટલો ઉતાવળમાં આવી ગયો ? શુ થયું ? અજયની મમ્મી એ પૂછ્યું.

" ના મમ્મી કશું નહીં.બસ આજે થાકી ગયો છું તો વહેલા સુવા જાવ છું બસ."

" હા હા સારું બેટા. વહેલા વહેલા સુઈ જા એટલે સરખો આરામ થઇ જાય."

અજય પોતાના રૂમમાં જાય છે.ફટાફટ મોબાઈલ લઈને ઘરની અગાસી પર જાય છે. ત્યાં જઈ એના મિત્રને ફોન કરે છે.

" ભાઈ એક પ્રોબ્લેમ છે. તારે ફટાફટ મારા ગામે આવવું પડશે. તું કાલ ને કાલ નીકળી જા અને મારા ઘરે આવી જા."

અજય એટલું કહી ફોન રાખે છે. અગાસી પરથી ઉતરીને પોતાના રૂમમાં જાય છે. આખી રાત અજયને ઊંઘ આવતી નથી. આખી રાત બસ વિચાર કર્યા કરે છે અને વારંવાર ઉભો થઇ બારી માંથી હવેલીની જુએ છે. ( અજયના ઘરેથી હેવલીનો ઉપરનો ભાગ દેખાતો હતો એટલે કે ટોચ ) આખી રાત અજયની વિચારો કરવામાં જાય છે. સવાર પડતા અજય નાહીને ફ્રેશ થઈ જાય છે. ફટાફટ સવારનો નાસ્તો કરી ગામમાં જાય છે. ગામમાં આ ત્રણેય ઘટના શા માટે બની અને આ ઘટના બની એની પાછળ આ હવેલી તો નહીં હોય ને ! આ બધા પ્રશ્નો ના ઉત્તર માટે ગામમાંથી એક બે જુના મિત્રોને લઈને અજય હવેલીએ જાય છે.

" ચાલો હવે અંદર જઈએ ?" અજયએ કહ્યું.

" એ ના હો અજુ. એ રેવા દે. તને તો ખબર જ છે ને કે ત્યાં શુ બન્યું હતું ? " વિરેન એ ડરતા ડરતા કહ્યું.

" શુ વિરેન્યા તું પણ. હજી પેલાની જેમ જ ડરપોક લાગે છે. હવે તો થોડો બહાદુર થઈ જા."

" એ હું થઈ જાય અજુ પણ તું અત્યારે મહેરબાની કરી અહીંથી ચાલ."

" વિરેન તારે અને આ જગલા એ ક્યાંય જવાનું નથી. તમારે બંને એ મારી સાથે જ આવવાનું છે અને જો ના આવ્યા ને તો પછી હું છું અને તમે છો."

" અજુ યાર તું હજુય પહેલા જેવો જ છે. તારામાં કઈ બદલાયું નથી.

" એ જે હોય તે..! અત્યારે અંદર ચાલો." અજયએ કહ્યું.

ત્રણેય મિત્રો હવેલીનો મેઈન દરવાજો ખોલી અંદર જવાનો પ્રયત્ન કરે છે. અજય હજુ હવેલીમાં પગ મૂકે જ છે ત્યાં જ જોરદાર પવન ચાલુ થઈ જાય છે. આસપાસનું વાતાવરણ કાળું બનવા લાગે છે. આકાશ આખું ધીરે ધીરે કાળું બનવા લાગે છે.

" એ......એ..... અ.....અ....અજુ.... ચાલ ને......અહીં થી...." વિરેનએ ડરતા ડરતા કહ્યું.

" અરે કહી નથી હવે. તું એટલો બધો ડર નહીં ભાઈ. હું અને જગલો બંને અહીં જ છીએ."

ધીરે ધીરે ત્રણેય મિત્રો આગળ વધે છે.ચાલતા ચાલતા હવેલીના દરવાજા પાસે પહોંચે છે. ત્યાં જઈ ત્રણેય મિત્રો પગથિયાં પાસે ઉભા રહી જાય છે. અજય પગથિયાં પર ચડીને જુએ છે તો ત્યાંથી એક કળશ ગાયબ હોય છે જેના પર લાલ કલરનું કપડું બાંધેલ હોય છે અને સાથે જ દરવાજા પર જે કંકુના ચાંદલા હતા એ પણ ગાયબ થઈ ગયેલા હોય છે. આ બધી વાત અજય સમજી જાય છે. અજય ડરતા ડરતા પગ પાછા વાળે છે ત્યાં જ ......


ક્રમશઃ


આખરે કઈ વાત અજયને ખબર હતી ?
શા માટે તે હવેલી પર ગયો હતો ?
આ સ્ત્રીનું રહસ્ય શુ છે ?
આવી વગેરે વાત જાણવા માટે વાંચતા રહો "ધ ઘોસ્ટ હાઉસ "

For More Updates follow me in Instagram
@dhaval_limbani_official


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED