આપણે આગળ જોયું એ મુજબ દિક્ષાને રચનાના સાસુ અથથી ઈતિ બધી વાત જણાવે છે..રચનાના અસામાન્ય વર્તનથી બધા ચિંતિત હતા...હવે આગળ
વિનય રચના વિશે વિચારતા દુઃખ અનુભવે છે. એના બાળકો પણ પોતાની જનેતાનું આવું રૂપ પહેલીવાર નિહાળે છે. વિનયના બા તો ભગવાન સાથે મનોમન બાખડે છે અને રડયા કરે છે.
નરોતમના કહ્યા મુજબ રચના સુતી જ રહે છે. એક આંગળી પણ નથી હલતી એની. વિનય પોતે રાતના દસ વાગ્યાની જ રાહ જુએ છે. રૂમનું બારણું ખુલ્લું જ હોય છે. રચના જેવી લાગતી હતી એનાથી કંઈક અલગ જ દેખાય છે ચહેરાથી.
બા રસોઈ બનાવે છે ઉપાધિમાં પણ કોઈ એક કોળિયો ખાતું નથી. પડોશણ પણ થોડી થોડી વારે બાને સાંત્વના આપવા આવે છે. એના હાથમાં લાગેલ નખના ઊઝરડાના ઘા પર લોહી જામી ગયું છે. એનો એ ખભો હજુ પણ દુઃખે છે એવી વાત એ બાને કરે છે..
દસ વાગવા આવ્યા છે. નરોતમ પંદર મિનિટ પહેલા જ આવી ગયો છે. એને આવીને રૂમના ઊંબરે મીઠું વેર્યું અને રચનાની પથારીને ફરતે પણ મીઠાંના કણ વેરી દીધા છે. પોતે એક લીંબુ લઈને શેટીના એક પાયે નીચેની બાજુ ગોઠવે છે. આટલું કર્યા પછી એ વિનયને દુધનો ગ્લાસ લાવવાનું કહે છે.
બધી તૈયારી કરે છે ત્યાં દસ વાગી જાય છે.
નરોતમ એક હાથમાં પાણી લઈ રચના પર છાંટે છે ત્યાં રચના પડખું ફરે છે. નરોતમ સામે આંખ ખોલી જીભ કાઢી આંખના ડોળા ફેરવે છે. એ જોઈ વિનય ગુસ્સે થાય છે.નરોતમ વિનયને રોકે છે અને શાંત રહેવા જણાવે છે.
નરોતમ : "તું કોણ છે?"
રચના : "હું.....બાયાસુય" (બાળાસુર)
નરોતમ : "આવવાનું કારણ ! "(કડકાઈથી)
રચના : "આ માયુ(મારૂં) ઘય........"(ઘર)
નરોતમ : "જુઠ બોલે છે તું ? તું ભટકી ગયો છો ?"
રચના : "ના, હું ન... .ઈ..... ભટકયો..."
નરોતમ : "દુધ પી ને જતો રે..."આમ કહી ચપટી વગાડે છે..
રચના દુધનો ગ્લાસ જોઈ ડરે છે. એ દુધના ગ્લાસને પગેથી ધકકો મારી પોતાના જ વાળ ખેંચી ગુસ્સો વ્યક્ત કરે છે..
અને મોટા અવાજે રડે છે. એ અવાજ અતિ ભયંકર દિલને ધ્રુજાવે એવો હોય છે.
નરોતમ : "તો શું જોઈએ છે તારે બોલ,એમ કહી આંગળીએ બાંધેલી દોરી પકડે છે..."
રચનાને પીડા થતી હોય એમ આંગળી ખેંચીને પાણી સામે ઈશારો કરે છે..નરોતમ પાણી આપે છે તો એ ગ્લાસ અડકીને ના પાડે છે..
નરોતમ : " કેમ? "(ડોળા કાઢી , ધમકાવતા ધમકાવતા)
રચના : "ઠનુ ઠનુ છે..."(ઠંડું)
થોડુ ગરમ પાણી પીવડાવી નરોતમ એને બે ડગલા ચાલવાનું કહે છે. રચના માની જાય છે. પણ એની ચાલમાં ઘણો ફર્ક છે. એ બે ડગલા ચાલવા જાય કે ત્રીજા ડગલે પડી જતી હોય છે. નરોતમ હાથ પકડી ચલાવવા જાય છે કે બાખોડીયાભર ચાલીને એ છલાંગ લગાવતી બેડ પર ચડી જાય છે ને પોતાના વાળને બધી બાજુ ઘુમાવતી ઘુમાવતી હસે છે.
નરોતમ ફરી એની આંગળીની દોરી ખેંચે છે એટલે એ સુઈ જાય છે. વિનય એને સરખી સુવડાવી રૂમ બંધ કરે છે. બહાર બધા બેસીને વિચારે છે કે શું કરવું એમ ? ત્યાં નરોતમ કહે છે કે "રચના કોઈ બાળકની પરછાઈનો ભોગ બની છે. એ બાળકની આત્મા ભટકી ગઈ છે. એ અમુક મોટી બલાના ત્રાસથી જ્યાં ત્યાં ભટકતું હશે. અહીં એને શાંતિ મળી છે. હજી કાલનો દિવસ જોઈ એ શું કરે છે. આજ શુક્રવાર છે.. રવિવારે રાત્રે આપણો છેલ્લો ઉપાય કરશું.."
નરોતમ કહે છે એ હવે જાગશે કાલ સવારે નવ વાગ્યાની આસપાસ.. એ જે માગે એ આપજો. પણ, નોનવેજને એવું કશું નહીં.. બહુ ઉપદ્રવ મચાવે તો પગ બાંધી દે જો.
------------ (ક્રમશઃ) -------------
શિતલ માલાણી"સહજ"
જામનગર