Achambo book and story is written by શિતલ માલાણી in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Achambo is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અચંબો - નવલકથા
શિતલ માલાણી
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
એક સુપરમાર્કેટ માં ખરીદી માટે નીકળેલી મા-દીકરી બધી શોપ પર નજર નાંખતી પસાર થતી હોય છે. એક જગ્યાએ એકટિવા પાર્ક કરી દીકરી એની મમ્મીને આગળની શોપ તરફ જવા ઈશારો કરે છે.
એ મમ્મીનું નામ દિક્ષા છે અને એની લાડકીનું નામ દીપુ છે. દિક્ષા જેવી શોપમાં દાખલ થાય છે કે એની નજર એક સૂકલકડી બાંધાની મહિલા પર પડે છે. એ મહિલા એક ડ્રેસને ટ્રાય કરવા માટે કિપરને પુછે છે. અવાજ બહુ ધીમો હતો પણ દિશાને જાણીતો લાગ્યો. દિક્ષાએ પતલી મહિલાની સામે જોઈને હળવી સ્માઈલ આપ્યું પછી અચાનક જ દિક્ષા બોલી ઊઠી કે ' ઓહહહહહ , રચના તું... તું કેમ સાવ આવી લાગે છે... તું ક્યાં ગાયબ હતી આટલા દિવસથી.. તું કેમ ફોન નથી ઊંચકતી મારા..... તું કેમ આવી દેખાય છે......'
એક સુપરમાર્કેટ માં ખરીદી માટે નીકળેલી મા-દીકરી બધી શોપ પર નજર નાંખતી પસાર થતી હોય છે. એક જગ્યાએ એકટિવા પાર્ક કરી દીકરી એની મમ્મીને આગળની શોપ તરફ જવા ઈશારો કરે છે. એ ...વધુ વાંચોનામ દિક્ષા છે અને એની લાડકીનું નામ દીપુ છે. દિક્ષા જેવી શોપમાં દાખલ થાય છે કે એની નજર એક સૂકલકડી બાંધાની મહિલા પર પડે છે. એ મહિલા એક ડ્રેસને ટ્રાય કરવા માટે કિપરને પુછે છે. અવાજ બહુ ધીમો હતો પણ દિશાને જાણીતો લાગ્યો. દિક્ષાએ પતલી મહિલાની સામે જોઈને હળવી સ્માઈલ આપ્યું પછી અચાનક જ દિક્ષા બોલી ઊઠી કે ' ઓહહહહહ , રચના તું... તું કેમ સાવ
આપણે આગળના ભાગમાં જોયું એ મુજબ દિક્ષા રચનાના ઘરે પહોંચી છે.... ઘરમાં ધરખમ ફેરફારો અને રચનાનું વર્તન જડમૂળથી બદલાયેલું હતું... જાણે કોઇ અજાણ્યા ઘરમાં પ્રવેશી હોય એવું દિક્ષા અનુભવી રહી હતી.... હવે .......આગળ ...વધુ વાંચોદિક્ષાને જોઈ રચના ફિક્કું સ્મિત આપે છે. ઊમળકો વ્યકત કરવા જાય છે... ...પરંતુ, એ કશું બોલતી નથી.. રચના કોફી લાવે છે. બેય હોલમાં સોફા પર બેસે છે. દિક્ષા બોલે છે , "શું વાત છે રચના ..તે તો ઘરનો નકશો બદલી કાઢયો ; પણ, તું.....બદલાઈ ગઈ એ જરા પણ પસંદ નથી આવ્યું મને. કોઈ આમ અચાનક ફોન બંધ કરી દે ને મળવાનું બંધ કરી દે એનો શું
આગળ જોયું કે રચનાના સાસુ દિક્ષા સાથે ઘટિત ઘટના વર્ણવે છે.. એ ચિંતિત હતા જ્યારે રચના બિમાર હતી પણ હવે એ રચનાને સમજાવે છે બધું ભૂલવા માટે હવે આગળ.. રચનાના સાસુ : "મેં જેવો દરવાજો ખોલ્યો કે રચના ...વધુ વાંચોઅડધી પથારી માં અને અડધી જમીન પર લટકતી હતી. એના મોઢેથી ફીણ નીકળી રહ્યા હતા.. એના વાળ પુરા ચહેરા પર ઢંકાઈ ગયા હતા..... મેં......તો સીધી ચીસ જ પાડી અને બાજુવાળા બહેન દોડીને આવ્યા..બેય દિકરાઓ (રચના ના સંતાન) પણ આંખો ચોળતા ચોળતા બહાર આવ્યા..વિનય તો (રચનાનો પતિ) દુકાને જવા નીકળી ગયો હતો. પડોશીબેને રચનાને સરખી સુવડાવી અને એનું મોં લુછયુ...
આપણે આગળ જોયું એ મુજબ દિક્ષાને રચનાના સાસુ અથથી ઈતિ બધી વાત જણાવે છે..રચનાના અસામાન્ય વર્તનથી બધા ચિંતિત હતા...હવે આગળ વિનય રચના વિશે વિચારતા દુઃખ અનુભવે છે. એના બાળકો પણ પોતાની જનેતાનું આવું રૂપ પહેલીવાર ...વધુ વાંચોછે. વિનયના બા તો ભગવાન સાથે મનોમન બાખડે છે અને રડયા કરે છે. નરોતમના કહ્યા મુજબ રચના સુતી જ રહે છે. એક આંગળી પણ નથી હલતી એની. વિનય પોતે રાતના દસ વાગ્યાની જ રાહ જુએ છે. રૂમનું બારણું ખુલ્લું જ હોય છે. રચના જેવી લાગતી હતી એનાથી કંઈક અલગ જ દેખાય છે ચહેરાથી. બા રસોઈ બનાવે છે ઉપાધિમાં પણ કોઈ એક
આપણે આગળ જોયું એ મુજબ રચના સાવ વિચિત્ર હરકતો કરે છે..અને નરોતમ હજી બે દિવસ પછી એના ઉપાયની સલાહ આપે છે...હવે આગળ આજની રાત વિનય અને એના પરિવાર પર ભારે છે કારણ કે ...વધુ વાંચોસુતી જ રહેશે કે પછી કોઈ હરકતો કરી બધાને ડરાવશે એ સવાલથી બધાની ઊંઘ હરામ છે. રચનાને સુતી જોઈ વિનય એક હાશકારો અનુભવે છે પણ રચનાનું શરીર એકદમ તપ્યા જ કરે છે. વિનયને વિચાર આવે છે કે મીઠાંના પોતા મુકવાથી કદાચ રચનાને રાહત થાય એ આશયે એ બે બાઉલમાં પાણી લાવી રચનાના માથા પર ભીનો નેપ્કિન મુકે છે પણ આ શું ? રચના આંખો