Surprise - 2 books and stories free download online pdf in Gujarati

અચંબો - ૩

આગળ જોયું કે રચનાના સાસુ દિક્ષા સાથે ઘટિત ઘટના વર્ણવે છે.. એ ચિંતિત હતા જ્યારે રચના બિમાર હતી પણ હવે એ રચનાને સમજાવે છે બધું ભૂલવા માટે હવે આગળ..

રચનાના સાસુ : "મેં જેવો દરવાજો ખોલ્યો કે રચના તો અડધી પથારી માં અને અડધી જમીન પર લટકતી હતી. એના મોઢેથી ફીણ નીકળી રહ્યા હતા.. એના વાળ પુરા ચહેરા પર ઢંકાઈ ગયા હતા..... મેં......તો સીધી ચીસ જ પાડી અને બાજુવાળા બહેન દોડીને આવ્યા..બેય દિકરાઓ (રચના ના સંતાન) પણ આંખો ચોળતા ચોળતા બહાર આવ્યા..વિનય તો (રચનાનો પતિ) દુકાને જવા નીકળી ગયો હતો.

પડોશીબેને રચનાને સરખી સુવડાવી અને એનું મોં લુછયુ... ત્યાં તો એ રચનાને અડકયા એ સાથે બોલ્યા... ચુલાના દેતવે સુવડાવી હોય એવી તપે છે..આ બાઈનું શું થાશે ? જલ્દી જલ્દી વિનયભાઈને બોલાવો કોઈ ! આ શબ્દો બોલી રહી હતી ત્યાં જ રચનાએ લાલઘૂમ આંખે એ પડોશણનો હાથ મચકોડી આંખ દેખાડી...પેલી ભલીબાઈ ધ્રુજી ઊઠી અને ઓય માડી રે.....એમ કહેતા કહેતા બધાને રૂમની બહાર ધકેલી રૂમને બંધ કરી દીધો..

પડોશણ : "બા, રચનાબેનને બુરીબલા વળગી છે..."

બા : "હેં...... !! તું આવું ન બોલ" ( હાથ જોડતા )

પડોશણ : "હા, બા આ જોવો મારો‌ હાથ... હાથમાં લિસોટા પડી ગયા અને લોહીના ટસિયા ફુટયા છે..જોવો." ( હાથમાં તાજા ઉઝરડાં હતાં)

બા : "અરરર, મારા દીકરા સામે તો જોવો કોઈ !! "(રડતા રડતા)

પડોશણ : "હા, બા રચનાબેનનુ વર્તન જોયું નહિ તમે.."

બેય સંતાનો સોફા પર બેસી ચિંતિત વદને આ બધું સાંભળે છે. વિનયને ફોન કરી ઘરે બોલાવાય છે.

દસ મિનિટ પછી વિનય આવે છે.જેવો એ દાખલ થાય છે કે બા બધી વાત કરે‌‌ છે અને પડોશણ પોતાનો હાથ બતાવે છે. વિનય રૂમ ખોલતા પહેલા એ કી હોલમાંથી અંદરની સ્થિતિ શું છે એ જાણવા આંખ માંડે છે‌ કે 'રચના તો....નાના બાળકની જેમ ભાખોડિયાભર ચાલતી ચાલતી આંખોને ચકળવકળ ઘુમાવે છે..'

હવે વિનય પણ શું કરવું એમ મુંઝાય છે ? તો પડોશણ એના કોઈ સંબંધી આ બલાને ભગાડવાના જાણકાર છે એવું કહે છે. અને એ ભાઈ ને પોતાને ત્યાં બોલાવે છે..લગભગ વિસેક મિનિટ પછી એક ગાડી એને આંગણે ઊભી રહે છે.એ દરમિયાન બા તો માથે હાથ રાખી આગળ શું થશે એ વિચારે ગડમથલ અનુભવે છે...

આ બાજુ વિનય આવેલા મહેમાનને (નરોતમ) બેસાડી અઠવાડિયાથી ચાલનારી ઘટના વિશે વાત કરે છે..નરોતમ પણ કી હોલમાંથી રચનાની ગતિવિધિઓ જોવે છે..

રચના એક નાના બાળક જેવું વર્તન કરે છે પણ એનું જોર હાથનું કેવું હતું એ તો બાજુવાળી પડોશણને જ અનુભવ થયો...

હવે નરોતમ બધાને શાંત રહેવા જણાવી હળવેથી દરવાજો ખોલે છે રૂમનો. વિનયને એક ને જ અંદર આવવાનું કહે છે સાથે.જેવો દરવાજો ખોલે છે કે એ સાથે જ રચના એક છલાંગ મારી બેડ પર ચડી જાય છે. આ દ્રશ્ય વિનય અને નરોતમ બેય જોવે છે..

નરોતમ સીધો જ સવાલ કરે છે.." કોણ છે તું ?અહીં શું કરે છે આ ઘરમાં..?"

રચના : "હું હું હું....."એમ કહી આંખ ‌બતાવે છે.

નરોતમ : "સાચું બોલ , નહીં તો હું ‌હમણા બાંધી દઈશ તને..."

રચના : "હા....હા....હા." (મોટેથી હસે છે..)

નરોતમ એક દોરો કાઢી રચનાના જમણા હાથની ટચલી આંગળીએ બાંધે છે..રચના નાના બાળકની જેમ હાથપગ પછાડે છે..છુટવા મથે છે પણ નરોતમ એને ખીજાય છે..એટલે શાંતિથી સુઈ જાય છે...

નરોતમ કહે છે કે અત્યારે આ સુઈ ગઈ છે..રાત્રે દસેક વાગ્યે ઊઠશે એ ... ત્યારે હું પાછો આવીશ..એ કદાચ ઊઠી જાય અને કાંઈપણ ખાવાપીવાનું માંગે તો ન આપશો....આટલી વાત કરી નરોતમ જતો રહે છે...

હવે વિનય નિરાશ થઈ વિચારે છે કે રચના તો સાવ આવા ભુતભવાડામાં વિશ્વાસ કરતી નથી..તો આવી આ બલા મારા ઘરમાં પ્રવેશી ને એ પણ રચનાના શરીરમાં...

-------------- ( ક્રમશઃ) ------------

શિતલ માલાણી"સહજ"
જામનગર


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED