સપના ની ઉડાન - 2 Dr Mehta Mansi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપના ની ઉડાન - 2

પ્રિયા હવે પોતાના સ્વનપ ને પૂર્ણ કરવાના માર્ગ તરફ જવા તૈયાર હતી. તેને સાયન્સ્ માં પ્રવેશ લીધો અને તે પોતાની તૈયારી માં લાગી ગઈ. તેને ૧૧ સાયન્સ્ માં ખૂબ જ મહેનત કરી અને તેને ૮૯% મેળવ્યા. હવે તે ૧૨ સાયન્સ માં આવી ગઈ હતી. તે ભણવામાં ખૂબ ધ્યાન આપતી હતી. પણ એને ખબર નહોતી કે તેના માર્ગ માં એક મોટી આફત આવવાની હતી.

પ્રિયા નીટ ની પરિક્ષા માટે અદ્ભુત મહેનત કરી રહી હતી. બોર્ડ ની પરિક્ષા ને હવે થોડાક દિવસો જ બાકી હતા. એક દિવસ સવારે ઉઠતાં જ પ્રિયા નું માથું ખૂબ જ દર્દ કરી રહ્યું હતુ. તેને ખૂબ જ કમજોરી લાગી રહી હતી એટલે તે હજુ સુઈ રહી હતી.


કલ્પનાબેન એ મન માં વિચાર્યું , " અરે! સાડા સાત થયાં પ્રિયા હજુ ઉઠી કેમ નથી ! રોજ તો પાંચ વાગે ઉઠી જાય છે,આજે શું થયું તેને ? ." એમ વિચારી તે પ્રિયા ના રૂમ તરફ જાય છે.જોવે છે તો પ્રિયા હજી સૂતી હોય છે.તે પ્રિયા પાસે જઈ કહે છે, " બેટા ! તારે સ્કૂલ એ જવાનું મોડું થશે . જોતો સાડા સાત થઈ ગયા છે." પ્રિયા એ પરાણે આંખ ખોલી કહ્યું , " મમ્મી ! ખબર નહીં કેમ પણ મને મારી તબિયત ઠીક નથી લાગતી. ખૂબ જ કમજોરી લાગે છે." આ સાંભળી તેના મમ્મી એ તેના માથા પર હાથ મૂક્યો તો તેનું શરીર ખૂબ તપી રહ્યું હતું. તરત જ તેમને પ્રિયા ના પપ્પા ને કહી ડોક્ટર ને બોલાવ્યા . ડોક્ટરે તેને તપાસી અને રીપોર્ટ કરાવ્યા. એ પર થી જાણવા મળ્યું કે પ્રિયા ને કમળો થઈ ગયો હતો. દિવસે ને દિવસે તેની તબિયત ખરાબ થતી જતી હતી. આ કારણે તે બોર્ડ ની પરિક્ષા આપી શકી નહીં. જેથી કરીને તે નીટ ની પરિક્ષા પણ આપી શકી નહીં.

દિવસો જતા તેનો કમળો તો સારો થઈ ગયો પણ તે માનસિક રીતે તૂટી ગઇ હતી. તેની બે વર્ષ ની સખત મહેનત નિષ્ફળ ગઈ એવું તે સમજી રહી હતી. તે પહેલાં જેવી પ્રિયા રહી નહોતી. તે એકદમ ગુમસૂમ રહેવા લાગી હતી , આખો દિવસ રૂમ માં પુરાઈ રહેતી , કોઈ મિત્રો સાથે વાત કરતી નઈ , તે આ બધા માટે પોતાને દોષ આપી રઈ હતી. પ્રિયા ના માતા પિતા તેને આ હાલત માં જોઈ શકતા નહોતા. તેમને પ્રિયા ની ખૂબ જ ચિંતા થઈ રહી હતી. હવે તેમને વિચાર્યું કે પ્રિયાને તેના શિક્ષક સમજાવે તો કદાચ એ સમજી જાય. પ્રિયા ના પિતા એ પ્રિયા ના શિક્ષક નીલેશ ભાઈ ને બધી વાત જણાવી. તેઓ બીજા દિવસે પ્રિયા ના ઘરે આવ્યા અને પ્રિયા ને મળ્યા. તેમને પ્રિયા પાસે જઈ તેને કહ્યું , " બેટા પ્રિયા! તારી તબિયત કેમ છે હવે?" પ્રિયા એ એકદમ નિરુત્સાહ પૂર્ણ જવાબ આપ્યો કે, " સારી".ત્યારે નીલેશ ભાઈ એ પ્રિયા ને સમજાવતા કહ્યું કે


" બેટા પ્રિયા! હું સમજુ છું કે તારી સાથે જે થયું છે એ તારા માટે ખૂબ કઠિન છે , પણ એમાં તારો તો કોઈ દોષ નથી ને . બેટા! સમસ્યા તો દરેક ના જીવન માં આવે છે. પણ એને કોણ કેવી રીતે સુલઝાવે છે એના પરથી એના જીવન ની આકૃતિ તૈયાર થાય છે. આ તારી નિષ્ફળતા નથી પણ તારી પરિક્ષા છે , જો તારે આ પરિક્ષા માં સફળ થવું હોય તો તારે તારા પર વિશ્વાસ રાખવો પડશે. તને ખબર છે ' સ્વામી વિવેકાનંદ ' એ શું કહ્યું હતું? તેમને કહ્યું હતું કે ,
" જ્યારે ભગવાન તમારી સમસ્યા દૂર કરી આપે છે ત્યારે તમને એમની ક્ષમતા માં વિશ્વાસ બેસે છે, પણ એ જ્યારે તમારી સમસ્યા દૂર ન કરે ત્યારે, ખાસ યાદ રાખજો - કે એમને તમારી ક્ષમતા પર વિશ્વાસ છે ".
તને ખબર છે પ્રિયા જીવન માં સપના તૂટવા પણ ખૂબ જરૂરી છે , કેમ કે ત્યારે જ ખબર પડે છે કે તમારામાં પાછું ઉઠવાની કેટલી ત્રેવડ છે. હવે તારે નક્કી કરવાનું છે કે તારામાં પાછું ઉઠવાની ત્રેવડ છે કે નહીં , તારામાં પાછું આં ખૂલ્લા આકાશ માં ઉડવાની ત્રેવડ છે કે નહીં. હવે તારે નક્કી કરવાનું છે કે તને તારી ક્ષમતા પર વિશ્વાસ છે કે નહીં. જીવન માં આવી સમસ્યાઓ તો આવ્યા કરે છે પણ જો આપડો નિર્ણય દૃઢ હોય , આપડો વિશ્વાસ દૃઢ હોય તો કોઈ સમસ્યા તારો માર્ગ રોકી શકે નહીં. હવે આ નિર્ણય હું તારા પર છોડૂં છું. એમ કહી નીલેશ ભાઈ તેને આશીર્વાદ આપી ચાલ્યા જાય છે.

To Be Continue...