સપના ની ઉડાન - 11 Dr Mehta Mansi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપના ની ઉડાન - 11

હવે આપણને ખબર છે કે રોહન ને તેનો મિત્ર તેના ઘરે લઈ ગયો હોય છે. સવારે જ્યારે રોહન જાગે છે તો તે જોવા લાગે છે કે પોતે ક્યાં છે. ત્યાં તેનો મિત્ર અખિલેશ આવે છે. તે કહે છે ," રોહન! તું મારા ઘરે છો. તું કાલે બાર માં ખૂબ નશા માં હતો તો હું તને ઘરે લેતો આવ્યો. તને શું થયું છે? મે તને આવી હાલત માં પહેલી વાર જોયો છે. અને તું વારંવાર પ્રિયા નું નામ લેતો હતો. શું થયું? તું મને કહે". પછી રોહન તેને બધી વાત જણાવે છે. અખિલેશ ખીજાય જાય છે અને બોલે છે," આ છોકરીઓ સમજે છે શું પોતાને!! કંઇક લાગણી જેવું હોય કે ખરું! તું તો કેટલા વર્ષ થી એની સાથે છો તો તારી સાથે પ્રેમ ના થયો અને થોડાક મહિનાઓ પહેલાં નો આવેલા સાથે પ્રેમ થઈ ગયો. તે તારા પ્રેમ ને શું મિત્રતા ને પણ લાયક નથી." આ સાંભળી રોહન ને તેના પર ખૂબ ગુસ્સો આવે છે તે બોલ્યો..

" અખિલેશ! પ્રિયા વિશે એક પણ શબ્દ નહિ. તે જ મારી મિત્રતા અને મારા પ્રેમ ને લાયક છે. તેની જગ્યા બીજું કોઈ ના લઈ શકે . તેને મને એટલા વર્ષો થી સાથ આપ્યો છે તો હવે હું એનો સાથ તો ના છોડી દવ ને."

"અને આપણે હંમેશા એવી કેમ આશા રાખીએ છીએ કે આપણે કોઈ ને પ્રેમ કરીએ તો તેને સામે આપણને પ્રેમ કરવો જ પડે. ક્યારેક એવું બને કે આપણે જેને પ્રેમ કરીએ તે આપણને નહિ પણ બીજાને પ્રેમ કરે છે તો તેમાં એનો તો દોષ નથી ને તેનું જીવન છે તેને એટલો તો હક છે ને કે તે પોતાના પ્રેમ ની પસંદ પોતાની જાતે કરી શકે . હવે એ માટે આપણે તેની સાથે ના સંબંધો તો તોડી ના દેવાય ને. પ્રિયા એ હંમેશા મને પોતાનો બેસ્ટ ફ્રેન્ડ માન્યો છે. તેને સૌથી પહેલા આ વાત મને કરી છે કે તે ડૉ અમિત ને પસંદ કરે છે. તો મારું એટલું કર્તવ્ય તો બને કે તેના માટે હું એટલું તો કરું કે એને પોતાનો પ્રેમ મળે. મને તો ના મળ્યો પણ એની સાથે હું એવું નહિ થવા દવ. " આમ કહી તેના આંખ માંથી આંસુ વહેવા લાગે છે.

અખિલેશ બોલ્યો," પણ રોહન તારા પ્રેમ નું શું? તું કેવી રીતે જીવીશ તેના વગર".

રોહન બોલ્યો," પ્રિયા મને છોડી ને થોડી જાય છે. તે હંમેશા મારી સાથે જ છે ને . તે મને પ્રેમ ન કરે તો શું થઈ ગયું. હું તો તેને પ્રેમ કરું છું ને અને હંમેશા કરતો રહીશ. તેને દરેક ખુશી આપવાની કોશિશ કરીશ. તે મને ભલે માત્ર બેસ્ટ ફ્રેન્ડ સમજે છે, હું એમાં જ ખુશ છું.બસ એ મારા જીવન માં છે એ જ મારા માટે પૂરતું છે. અને કદાચ પ્રિયા નો જીવનસાથી તરીકે સાથ મારા નસીબ માં જ નથી. તો પણ હું ખુશ છું પ્રિયા માટે. ડૉ.અમિત ખૂબ સારા વ્યક્તિ છે તે પ્રિયા ને હંમેશા ખુશ રાખશે."

અખિલેશ બોલ્યો," વાહ! મારા મિત્ર વાહ પ્રેમી હોય તો તારા જેવો. પણ પોતાના પ્રેમ ને કોઈ બીજા સાથે જોવું તે કઈ નાની વાત નથી. તારા જેવું બધા વિચારતા હોત તો શું વાત હોત આ દુનિયાની. કેટલી સમસ્યા ટળી જાત. બાકી આજ ની દુનિયામાં તો પ્રેમી ને પોતાની આશિકી ના મળે તો તેના ચહેરા પર એસિડ ફેંકી આવે છે અને બીજા કેટલા ક્રાઇમ થાય છે આ કારણ ના લીધે. સેલ્યુટ છે બોસ તારા વિચાર ને!!... હું પ્રાર્થના જરૂર કરીશ કે તને તારો પ્રેમ મળી જાય." પછી રોહન ત્યાંથી વિદાય લે છે.

આજે પ્રિયા ને એક ફોન આવે છે. તે બોલે છે ," હેલ્લો! કોણ?". સામેથી જવાબ આવે છે," હેલ્લો! તમે ડૉ. પ્રિયા વાત કરો છો?.
' હા , હું પ્રિયા જ બોલું છું, તમે કોણ?'
( સામેથી જવાબ આવ્યો)
' હું NTPC કંપની માંથી બોલું છું. અમે સાંભળ્યું છે કે તમારે એનજીઓ માટે ડોનેશન જોવે છે. તેથી અમારા માલિક ' ગૌતમ અરોરા ' તમારા એનજીઓ ને ડોનેશન આપવા તૈયાર છે. તે તમને આજે મળવા માગે છે. તો આપ અમારી કંપની એ ૨ વાગે આવી શકશો?".

પ્રિયા તો ખુશ થઈ બોલી," તમે NTPC કંપની માંથી બોલો છો!!!! મને તો વિશ્વાસ જ નથી થતો. આટલી મોટી કંપની ના માલિક અમારા એનજીઓ ને ડોનેશન આપવા માગે છે ?? હું જરૂર આવીશ ૨ વાગ્યે." તે હરખ માં બીજું બધું પૂછતા તો ભૂલી જ ગઈ કે તે લોકો ને કેમ ખબર પડી કે તેઓ ડોનેશન માટે કોઈ કંપની શોધે છે. કેમ કે તેતો નાની નાની કંપની માં જ ગયા હતા જેને આ કંપની સાથે કોઈ નાતો જ નહોતો. હવે આ બધું તો ' ગૌતમ અરોરા ' એ પોતાના પાવર થી જાણી જ લીધું હોય. પણ પ્રિયા આ બધા થી એકદમ અનજાન ખૂબ જ ખુશ હતી.

પ્રિયા આ વાત રોહન અને અમિત ને કરે છે. તે બંને વ્યસ્ત હોવાના લીધે તેની સાથે આવી શકતા નથી. પ્રિયા તો ૨ વાગે કંપની એ પહોંચી જાય છે. હવે તે ઓફિસ ની બહાર બેઠે છે. થોડી વાર રઈ તેને અંદર બોલાવે છે. તે અંદર જાય છે તો એક વ્યક્તિ પાછળ ફરી ઉભો હતો. પ્રિયા બોલી," હેલ્લો! હું ડૉ પ્રિયા . તમે મી. ગૌતમ અરોરા?". તે તેની સામે ફરે છે. તેને બ્લેક સુટ પહેર્યું હતું. ચહેરા પર મુસ્કાન. પગ માં ખૂબ મોંઘા લાગતા શૂઝ , હાથ માં સોનાની ઘડિયાળ '. ઉંમર ૩૫ વર્ષ આસપાસ લાગતી હતી.
તે પ્રિયા ને બેસવા કહે છે. પછી કહે છે," હા ડૉ.પ્રિયા હું જ છું ગૌતમ અરોરા.." પ્રિયા બોલી," પણ તમને મારું નામ કેવી રીતે ખબર ? " . તે બોલ્યા," તમે જ્યારે રસ્તા પર પડી ગયેલા વ્યક્તિ નો ઈલાજ કર્યો હતો ત્યારે હું ત્યાં જ હતો. તમારું કામ જોઈ મને આનંદ થયો. પછી મને જાણવા મળ્યું કે તમે સમાજ માટે કામ કરો છો અને એનજીઓ માટે ડોનેશન જોવે તો મે પણ વિચારી લીધું કે આ સારા કામ માં હું મદદ કરીશ જ."

પ્રિયા તો તેની વાત થી ખૂબ જ ખુશ થઈ . તેને તેની ખૂબ તારીફ કરી. તેઓ વાતો કરી રહ્યા હતા ત્યાં ગૌતમ અરોરા એ ટેબલ પર પ્રિયા નો હાથ હતો તેના પર પોતાનો હાથ મૂકી સહેલાવવા લાગ્યો. અને બોલ્યો ' પ્રિયા તમે મારા પર વિશ્વાસ રાખો. તમારા એનજીઓ ની જવાબદારી મારી '. પ્રિયા ને આ સમયે ખૂબ ઓકવર્ડ ફીલ થાય છે. તે તરત હાથ લઈ લે છે. પછી તે જવાનું કહી નીકળવા જાય છે ત્યાં તે પાછળ થી આવી તેના ખભા પર હાથ મૂકી બોલાવે છે. પ્રિયા તરત પાછળ થઈ જાય છે. ગૌતમ બોલ્યો , " અરે ડરો નહિ હું બસ તમને આ કાગળ આપુ છું. તેના પર તમે સાઈન કરી લ્યો તો આપડે ખૂબ વહેલા આગળ ની પ્રક્રિયા શરૂ કરી શકીએ. પ્રિયા એ કાગળ વાંચી તેના પર પોતાની સાઈન કરી દીધી.

ગૌતમ અરોરા એ કહ્યું," કાલે તમારે હજી એકવાર આ સમયે આવવું પડશે , બીજા થોડાક પેપર છે જેના પર તમારી સાઈન જોશે. " પ્રિયા એ કહ્યું હા હું આવી જઈશ. તે એમ કહી ત્યાંથી જતી રહે છે.


To Be Continue...