આભનું પંખી - 10 - છેલ્લો ભાગ Kamini Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નાયિકાદેવી - ભાગ 27

    ૨૭ ગંગ ડાભી ને વિદ્યાધર ગંગ ડાભીને આંખે જોયેલી માહિતી આ માણસ...

  • મુઠ્ઠી ભાર દેડકા

      अद्वेष्टा सर्वभूतानां मैत्र: करुण एव च । निर्ममो निरहङ्कार...

  • ભાગવત રહસ્ય - 69

    ભાગવત રહસ્ય-૬૯   અર્જુન શ્રીકૃષ્ણના અનંત ઉપકારોને યાદ કરી ને...

  • એક ષડયંત્ર.... - ભાગ 91

    (કનિકા ડૉકટરને રિકવેસ્ટ કરે છે કે તે સિયાને હોશમાં લાવે, જેથ...

  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

શ્રેણી
શેયર કરો

આભનું પંખી - 10 - છેલ્લો ભાગ

પ્રકરણ-૧0

પરિવર્તન સંસારનો નિયમ છે.. દુઃખ પછી સુખ.. રાત પછી સવારનો ઉદય છે જ.. બસ થોડી ધીરજ, શ્રદ્ધા કેળવવાની જરૂર છે. 

ક્ષિતિજના કોરે હલકો પ્રકાશ દેખાય છે. બસ સૂર્ય થોડી વારમાં ઉદય થશે. સરકારે 'અનલોક-1' ની જાહેરાત કરી છે. લોકો કામ ધંધા તરફ વળ્યા છે.. જોકે સ્થિતિ સામાન્ય થતા વાર લાગશે.. પણ શરૂવાત તો ક્યાંકથી કરવી જ રહી. કોરોના નામનો રાક્ષસ હજી સમાપ્ત નથી થયો.. હજુ નથાયો નથી.. પણ લોકોના મનમાંથી તેનો ઓથાર.. તેનો ભય ઓછો થતો જાય છે.. અર્થતંત્રની ભયંકર મંદીમાંથી બહાર આવવા લોકો સજ્જ થઈ રહ્યા છે.. 

આજે આશુતોષના પગનો પાટો ખુલવાનો છે. ! જો બધું બરાબર હશે તો આશુતોષ એક લાંબા ગળા પછી જમીન પર પગ મૂકશે. વૈદેહી. બા, માસી, કાકા,બધાનો જીવ ઉચાટમાં છે.. વૈદેહી ભગવાનને યાદ કર્યા.. હવે મારી નાવ પાર લગાડજે પ્રભુ.. 

અંતે એ ઘડી આવી ગઈ.. અભય ડોકટરને લઇ અંદર આવ્યો.. ડોકટરે હસીને આશુતોષ સામે જોયું.. સો મિસ્ટર, રેડી ટૂ ગો.. ?

યસ્સ.. આશુતોષ બહુ ઉતાવળો થયો હતો.. હળવે હાથે ડોકટરે ઉપરનું બેન્ડેજ કાઢ્યું.. પગનો ઘા રૂજાઈ ગયો હતો.. ચામડીમાં થોડી લાલાશ હતી.. જે ચામડી ઉપરથી લગાડવામાં આવી હતી એ પગ સાથે એકરસ થઈ ગઈ હતી.. !એ ઉભો થવા ગયો.. ને બેલેંસ રહ્યું નહીં. વૈદેહી ગભરાઇ.. 

ડોકટરે ટેકો આપી અભયને ઉભો કર્યો.. "હળવે હળવે સર.. ઉતાવળા ન થઇ જાવ. પંજા સુધીનો પગ નથી એટલે તમને બેલેંસ જાળવવામાં તકલીફ થશે.. એની માટે તમારે સ્પેશિઅલ બૂટ બનાવવા પડશે. કદાચ શરુવાતમાં ન ફાવે. તમનેં અકળામણ થાય. પણ એ બૂટ જરુરીં છે શરીરના બેલેંસ માટે. હું તો કહું છું કે ઘરમાં પણ તમારે બૂટનો ઉપયોગ કરવાનો. એનાથી તમારું બેલેંસ બરાબર રહેશે.. જો કે આ બૂટ થોડા મોંઘા પડશે. પણ એક વાર પ્રેક્ટીસ પડી જાય પછી તમે બૂટ પહેરી દોડી પણ શકો છો. "

એટલો ખર્ચો કર્યો છે. તો એક વધારે.. મારો આશુ ચાલતો તો થઇ જશે.. વૈદેહી વીચારતી હતી. 

અભયે હાથ દીધો અને આશુતોષ એક ડગલું ચાલ્યો.. મોહા. રાજ,પલાશ,સેજલ,માધવ.. મીરા.. વિડીઓકોલમાં જોતા હતા.. વૈદેહીની આંખમાં આંસુ છલકાયા.. 

બસ આજ કે લિયે ઇતના કાફી હે.. ડોકટરે તેમને વાર્યા.. જરૂરી સૂચનાઓ આપી ડોકટર ગયા.. બાએ હેતથી આશુતોષના માથા પર હાથ ફેરવ્યો.. "આ વખતનું પેપર જરા અઘરું હતું ભાઈ.. પણ તું પાસ થઈ ગયો.. '

"એ તો અમારી વૈદેહી સાથે હતી એટલે".. કાકાએ કહ્યું

"સો ટકા.. વૈદેહીની હિમ્મત અને ચાકરી વગર હું ઉભો ન થઈ શક્યો હોત. હું તો કેટલીય વાર નાસીપાસ થયો હોઈશ.. કેટલીય વાર એના પર ચિડાયો હોઈશ.. સાચુ કહું કાકા, મને ઘણી વાર મરી જવાના વિચાર આવતા. આવા જીવનનો શો અર્થ છે. કેટલીય વાર અસહ્ય દુખાવાને કારણે રાડો પાડતો.. માથું પછાળતો.. વસ્તુઓંનો ઘા કરતો.. ખાવાની થાળી તો કેટલી વાર ઉડાડી હશે.. પણ મારી આ વીદુ ધીરજથી મારા બધા અપમાન સહન કરતી રહી.. મનેં સાત્વન આપતી રહી.. સોરી, વૈદેહી મારી બધી એ બાલીશ હરકતો બદલ તારી માફી માંગુ છું.. મને માફ કરી દે.. ” આશુતોષ રડી પડ્યો.. ”તું દર વખતે મારી પડખે જ ઉભી હતી. તારી ધીરજ, સહનશીલતા, ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાએ જ મને બેઠો કર્યો છે.. ” વૈદેહી રડતી હતી.. આ આંસુ ખુશીના હતા. 

આશુતોષે અભયનો હાથ પકડ્યો.. “અને બીજો અભય.. અભય,તું મારી માટે દેવદૂત બનીને આવ્યો.. તારા વગર મારું શું થાત એ હું કલ્પી પણ નથી શકતો.. ભૂતકાળમાં આપડી વચ્ચે મનદુખ થયું.. બોલાચાલી થઇ.. પણ બધું ભૂલી તું આવા કઠીન સમયમાં મારી સાથે ઉભો રહ્યો. તારો આભાર માનું એટલો ઓછો ભાઇ. " આશુતોષે અભય સામે હાથ જોડ્યા.. 

"આ શું બોલ્યા.. આશુભાઈ. તમે તો મારા રોલ મોડેલ છો.. તમારી અને ભાભી પાસે તો હું મોટો થયો છું.. નાનપણથી તમને જોઈ તમારી જેવો બનવાની ઈચ્છા હતી મનમાં.. તમારી જેમ મને પણ કઈંક કરવું હતું જીવનમાં.. મારા મેડીકલ એડમીશન માટે તમે કેટલી દોડાદોડી કરી હતી.. તમારા પ્રયાસોથી જ મને એડમીશન મળ્યું હતું. જુવો, તમારા આશીર્વાદથી આજે એક મકામ પર પહોંચ્યો છું.. તમારે મારો આભાર માનવાનો હોય જ નહીં.. આનંદ તો એ છે કે આપણા પરિવારો ફરી એક થઈ ગયા.. "

વાતાવરણ ભારેખમ થઇ ગયું. બધાની આંખમાં પાણી હતા. જરા હળવું કરવા પલાશ તેના અંદાજમાં બોલ્યો.. ”ઓહો.. પપ્પા, હવે તમે તો ચાલવા લાગ્યા.. હવે જટ દુબઈ આવી જાઓ.. 'બુર્ઝ ખલીફા' ક્યારના રેડ કાર્પેટ પાથરી તમારી રાહ જોઈ રહ્યો છે.... 

દુબઈ જાવો તો વચમાં જ મુંબઈ આવશે.. માધવે કહ્યું.. અમને પણ લાભ આપજો.. 

“ના હો, હવે પહેલા પપ્પા હૈદરાબાદ આવશે. ” મોહા કહેતી હતી.. ”અમે નવી જગ્યામાં શિફ્ટ થઈ ગયા.. પપ્પા માટે ફ્લેટ રેડી છે. ”

“હા મોહા, આ પગનું પ્રકરણ ત્યાંથી ચાલુ થયું છે.. હવે મારે ત્યાં આવવું જ રહ્યું. ” આશુતોષ હસતો હતો.. વૈદેહી તેનું આ નવું રૂપ જોઈ હરખાણી.. ગુમાવ્યા પછી કંઇક વિશેષ મળ્યાની લાગણી થઇ રહી. 

“હા,. ” મોહા મા સામે વિજયનો અંગુઠો ઉંચો કરતી હતી.. ”. અહીનું નવું આકાશ મમ્મી-પપ્પાની આ સેકેંડ ઉડાનનું સ્વાગત કરવા બેતાબ છે.... 

'આભને આંબવા પંખી સંગ  ઉડી રહ્યા.. કંઠમાં બાજેલા ગીત મૂક્ત થઈ ગૂંજી રહ્યા.. '

*****

સમાપ્ત