Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

પ્રેમ-એક એહસાસ - 10 - છેલ્લો ભાગ

Part - 10

દિપક ઘણો જ ઉદાસ અને નિરાશ થઈ જાય છે.એક બાજુ ધંધાનું ટેન્શન, એક બાજુ નેહાની પરેશાની,પપ્પાની બીમારી.બધી જ બાજુથી દિપક ઘેરાયેલો છે.દિપક હવે ખૂબ જ કંટાળો અનુભવે છે.

અઠવાડિયાથી મોના અને મનન ટ્યુશનમાં ન આવતાં હોવાથી પ્રીતિ ફોન કરવાનું વિચારે છે.પ્રીતિ નેહાને કૉલ કરે છે.નેહા ફોન લેતી નથી.પ્રીતિ બે-ત્રણ વાર ટ્રાય કરે છે.પણ નેહા જોડે કોન્ટેક થઈ શક્તો નથી.

 

નેહા ફોન ઉપાડતી ન હોવાથી પ્રીતિ દિપકને ફોન કરે છે.

 

"હૅલો."

 

"હૅલો દિપક, મોના અને મનન અઠવાડિયાંથી ટ્યુશનમાં આવતાં નથી."

 

"હા ,એ લોકો નાનીનાં ઘરે જરાં રોકાવા ગયાં છે."

 

"નેહા ફોન ઉપાડતી નથી."

 

"હું તારી સાથે પછી વાત કરું છું. હું હમણાં જરા એક મીટીંગમાં છું." એમ કહી દિપક વાતને ટાળવા પ્રયાસ કરી રહ્યો હતો.

 

"ઓ.કે.,સોરી." એમ કહી પ્રીતિ ફોન મૂકી દે છે.

 

એક મહિનો થવાં આવ્યો તો પણ મોના અને મનન આવતાં ન હતાં.પ્રીતિને એમ થયું કે હવે કદાચ નહિ આવે.ટ્યુશન ચેન્જ કર્યું લાગે છે.પ્રીતિને થયું કે નેહાને ફોન કરી પૂછી જોય પણ પછી મન વાળી લે છે.

 

એકવાર અચાનક પ્રીતિ પર મિસ.પઠાનનો કૉલ આવે છે.

 

"હૅલો, પ્રીતિ."

 

"યસ."

 

"આઈ વોન્ટ ટુ ટૉક વિથ યૂ અબાઉટ મોના એન્ડ મનન."

 

"રીગાર્ડીંગ?"

 

"અરાઉન્ડ ફિફ્ટીન ડેયઝ પાસ્ડ, ધે આર નોટ કમીંગ ટુ સ્કૂલ.આઈ હેવ ટ્રાઈડ ટુ કોન્ટેક ધેઅર પેરેન્ટ્સ બટ ધે આર નોટ આન્સરિંગ.એની પ્રોબ્લેમ?"

 

"એક્ચુલી મેડમ ધે આર નોટ કમીંગ ફોર ટ્યુશન ઓલ્સો.એન્ડ આઈ એમ ઓલ્સો વરીડ."

 

"ઓ.કે., નો પ્રોબ્લેમ,"

 

"યા, ઓ.કે."

 

"પ્રીતિ ટ્રાય ટુ કોન્ટેક ધેમ ઈફ પોસિબલ."

 

"ડેફિનેટ્લી, આઈ વિલ ટ્રાય."

 

"બાય."

 

"બાય."

 

રાત્રે પ્રીતિ હર્ષને બધી વાત કરે છે.પહેલાં તો હર્ષ વચમાં પડવાની ના પાડે છે.પણ પછી અચાનક વળી મનમાં શું થયું કે પ્રીતિને કહ્યું કે ,"કાલે તું આવજે મારી સાથે."

 

"પણ, ક્યાં?"

 

"હું લઈ જાઉં ત્યાં.અત્યારે શાંતિથી સૂઈ જા."

 

હર્ષ મયંક પાસેથી દિપકનું એડ્રેસ લે છે અને બીજાં દિવસે પ્રીતિને લઈને દિપકનાં ઘરે પહોંચી જાય છે.

 

એક નોકર તેમને હૉલમાં જ બેસાડી દિપકને બોલાવવા માટે જાય છે.આમ તો દિપક એપોઈન્ટમેન્ટ વગર આવી રીતે અચાનક મળે એમ હતો નહિ, પણ મયંકે હર્ષને દિપકને મળવા માટેનું સેટિંગ કરી આપ્યું હતું.

 

"ઓહ,તમે!આમ અચાનક. ફી નાં પૈસા આપવાનાં બાકી લાગે છે." હર્ષ અને પ્રીતિને જોતાં જ દિપક બોલ્યો.

 

"અમે અહીંયા ફી નાં પૈસા લેવા માટે નથી આવ્યાં." હર્ષ બોલ્યો.

 

"તો પછી?"

 

"કાલે મોના અને મનનની સ્કૂલમાંથી મિસ.પઠાનનો પ્રીતિ પર ફોન હતો કે તેઓ ઘણાં દિવસથી સ્કૂલમાં એબસન્ટ છે.તમને ફોન કર્યો હતો, પણ કોન્ટેક થઈ શક્યો નહિ એટલે પ્રીતિને ફોન કર્યો."

 

"નેહા…..,નેહા…….ખોટી જીદ લઈને બેઠી છે."

 

"શાની જીદ?"

 

"અમારું એક કોમન ફ્રેન્ડ ગ્રુપ છે.એ લોકોએ યુરોપ ફરવા જવા માટે પ્લાન કર્યો છે, મેં નેહાને ના પાડી એટલે ખોટી જીદ પર અડી ગઈ છે."

 

"હમણાં ક્યાં છે, નેહા?"

 

"મમ્મીને ત્યાં જતી રહી છે."

 

"ચાલ ત્યાં જઈએ."

 

"હું ત્યાં નથી જવાનો."

 

"બાળકો માટે?"

 

બાળકોનું નામ સાંભળતાં જ દિપક ત્યાં જવા માટે રેડી થઈ જાય છે.

 

ત્રણેય પહોંચે છે નેહાની મમ્મીનાં ઘરે.પહેલાં તો નેહા મળવા માટે આનાકાની કરે છે.પણ પછી વાત કરવા માટે માની જાય છે.

 

ચારેય જણ બેઠાં છે.કોઈ કશું જ બોલી રહ્યું નથી.એકબીજા સામે જોઈ રહ્યાં છે. હર્ષ બોલવાની પહેલ કરે છે.

 

"બહુ જ સામાન્ય વાત તમારી વચ્ચે થઈ છે જે લગભગ બધાં જ પતિ-પત્ની વચ્ચે થતી હોય છે.નવાઈ જેવું આમાં કશું જ નથી તો આટલું મોટું સ્વરૂપ કેમ?"

 

નેહાની સામે જોઈને આગળ બોલે છે.

 

"નેહા, દિપક તારો પતિ છે.તું એને નહિ સમજે તો બીજું કોણ સમજશે? એણે તને કીધું નથી પણ એ પોતે હમણાં ઘણી જ તકલીફમાં છે.તારાં સસરાને એમનેમ એટેક નથી આવ્યો, ધંધામાં કરોડોનું નુક્સાન થયું છે જેને ભરપાઈ કરવા માટે દિપક મથામણ કરી રહ્યો છે."

 

આ સાંભળી નેહા દિપક સામે જુએ છે અને દિપક હર્ષ સામે.દિપકનો ઈશારો સમજી જતાં હર્ષ આગળ બોલે છે,

 

"મને દિપકે તો આવું નથી કીધું પણ મને મયંક પાસેથી જાણવા મળ્યું છે."

 

હવે પ્રીતિ નેહાની સામે જોઈ બોલે છે,

 

"એકબીજાં સાથે રોમાંસ કરવો, શું એ જ પ્રેમ હોય છે? માત્ર કિસ કરીને કે હગ કરીને જ પ્રેમ સાબિત થાય છે?શું શરીરનાં આકર્ષણમાં જ પ્રેમની હૂંફ હોય છે? હા એ પ્રેમ વ્યક્ત કરવાનું માધ્યમ જરૂર છે પણ પ્રેમની સાબિતી નહિ. "

 

હવે હર્ષ બોલે છે.

 

"દિપક તને યુરોપ ફરવા લઈ જશે એટલે બધાં માટે પ્રમાણપત્ર તૈયાર થઈ જશે કે દિપક ખૂબ જ પૈસાવાળો છે ને તને ખૂબ જ પ્રેમ કરે છે.પણ શું તને પણ એનાં પ્રેમ માટે આવાં જ કોઈ પ્રમાણપત્રની જરૂરત છે ખરી?"

 

નેહા શાંતિથી સાંભળી રહી છે.

 

"આવી પરિસ્થિતિ હોવાં છતાં તને એ ખુશ રાખે છે, એ જ એનાં પ્રેમની મોટી સાબિતી છે.બીજાં લોકોની દેખાદેખીમાં તું એની સામે ખોટી જીદ લઈને બેઠી છે.ને જીદની અસર મોના અને મનનનાં ભણતર પર પડી રહી છે.કાલે જ મિસ. પઠાનનો પ્રીતિ પર ફોન હતો કે મોના અને મનન ઘણાં દિવસથી સ્કૂલમાં નથી આવતાં , શું પ્રોબ્લેમ છે એની તપાસ કર."

 

દિપક નેહાની સામે જોઈ બોલે છે,

 

"આપણો કોન્ટેક ન થઈ શક્યો એટલે પ્રીતિને જણાવ્યું"

 

આ સાંભળી નેહા એકદમ રડી પડી.

"આઈ એમ સોરી,દિપક.મને મારી ભૂલ સમજાઈ ગઈ છે." રડતાં રડતાં નેહા બોલે છે.

દિપક ઉભો થઈ નેહાને પોતાની બાહોંમાં લઈ લે છે.

"હવે અમે નીકળીએ છીએ.મને કામ પર જવાનું છે ને પ્રીતિને પણ……" એમ બોલી હર્ષ ઉભો થાય છે,પ્રીતિ પણ ઉભી થાય છે.

એ લોકો બહાર નીકળે છે ને સામે નેહાનાં પપ્પા મળે છે.

"થેન્ક યુ , બેટા. અમે આટલાં વર્ષોમાં જે ન કરી શક્યા તે તમે એક જ દિવસમાં કરી દેખાડ્યું." આટલું બોલતાં બોલતાં ગળગળાં થઈ ગયાં.

હર્ષ અને પ્રીતિએ હાથ જોડી એમનું અભિવાદન કર્યું ને ત્યાંથી નીકળી ગયાં.

"તું આટલું સરસ બોલી પણ શકે છે! મને આજે જ ખબર પડી." રસ્તામાં પ્રીતિએ આશ્ચર્યથી હર્ષને કહ્યું.

"હા, કોઈની બુકમાં લખેલું હતું એ વાંચીને જ જ્ઞાન મેળવ્યું છે."

"યૂ ચીટર. એટલે કે તેં મારી બુક વાંચી હતી.ક્યારે?"

બંને હસી પડે છે.

નેહા દિપક જોડે પરત ફરી.મોના અને મનન રેગ્યુલરલી સ્કૂલે જવાં માંડ્યાં ને ટ્યુશન પણ. ઓફ કોર્સ પ્રીતિ પાસે જ.

દિપક ધીરે-ધીરે નુક્સાનમાંથી બહાર આવી રહ્યો હતો.નેહા પણ એને ઓફિસનાં કામમાં હેલ્પ કરવાં જવા લાગી હતી.

પ્રેમ કોને કહેવાય એનો એહસાસ હવે તેને બરાબર થી સમજાઈ ગયો હતો.

*********