પ્રેમ-એક એહસાસ - 5 Parul દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

પ્રેમ-એક એહસાસ - 5

Part-5

પ્રીતિની જિંદગી પણ સરળ તો હતી જ નહિ.સાસરે તો એને પણ બંધન જેવું લાગતું જ હતું.આમ તો હર્ષ પ્રીતિને સારી રીતે રાખતો જ હતો,પણ પ્રીતિ એની સાથે પોતાનું દિલ ખોલીને વાત કરી શક્તી નહોતી.હર્ષને હમેશા કામનું પ્રેશર જ રહેતું.હર્ષ રાત્રે પણ મોડો આવતો હતો.આ બધી વાતથી પ્રીતિ અકળામણ અનુભવતી હતી.માતા-પિતાને ત્યાં જવાબદારીવાળું જીવન જીવતી હતી.લગ્ન પછી પ્રીતિને એમ જ હતું કે હવે કદાચ જિંદગી માણવા મળશે.હર્ષ સાથે આનંદથી રહેશે.પણ હર્ષ કાયમ ઉખડીને જ વર્તન કરતો હતો.પ્રીતિની હાલત એવી હતી કે ન તો કોઈને કહી શક્તી હતી કે ન તો વધારે સહી શક્તી હતી.બાળક પણ નાનું હતું એટલે પોતે બહાર નોકરી કરવા પણ જઈ શક્તી નહોતી.

આ બાજુ નેહા ને પણ એવું જ હતું કે કરોડપતિ છોકરો છે,જે એને ખૂબ જ પ્રેમ કરે છે.એને કોઈ વાતની કમી નહિ આવવા દે.નેહાનાં માતા-પિતાને પણ એવું જ હતું કે અમારી દીકરી સાસરે જઈ રાજ કરશે.દિપક નેહાને હાથ પર ને હાથ પર રાખશે.પરંતુ નેહાને સાસરે રહેવું અઘરું લાગતું હતું.રોજ સાંજે પિયર આવી જતી હતી.દિપક હવે તેને વધારે સમય આપી શક્તો ન હતો.હરવા-ફરવાનું એકદમ ઓછું થઈ ગયું હતું.નેહા દિપક પર ગુસ્સો કરતી.પણ દિપક સંભાળી લેતો હતો.એની સાથે ઝગડો કરવાનું ટાળતો હતો.મા-બાપનાં લવ મેરેજ નાં મ્હેણાંની એને બીક રહેતી હતી.

એક દિવસ નેહાનાં પપ્પાએ દિપકને ફોન કર્યો,

હૅલો, દિપકકુમાર આજે સાંજે ઘરે આવી જજો..તમારી સાસુએ તમને જમવા માટે બોલાવ્યાં છે."

"હા પપ્પા ,આવી જઈશ.કંઈ ખાસ દિવસ છે?"

"ના રે ના, બહુ દિવસ થયાં સાથે જમ્યા નથી તો આજે મન થયું ને તમને ફોન કર્યો."

 

"ઓ.કે.,રાતનાં મળીએ."

 

રોજ સાંજે નેહા મમ્મીનાં જ ઘરે હોય છે એ વાત દિપક જાણતો હતો એટલે ફેક્ટરીથી સીધો જ નેહાનાં પપ્પાનાં ઘરે પહોંચી ગયો.

 

"આવો દિપકકુમાર આવો,આવો."

 

"બોલો પપ્પા,આજે કેમ યાદ કર્યો?"

 

"તમારી સાથે થોડીક વાતો કરવી છે,ચાલો આપણે ટેરેસ પર જઈ બેસીએ."

 

"ચાલો."

 

"તમે જમવા માટેની તૈયારીઓ કરો.અમે હમણા આવીએ છીએ."નેહાની મમ્મીને એવું કહી દિપક સાથે ટેરેસ પર જાય છે.

 

"જો બેટા, મારે મન તું મારાં દિકરાની જેમ જ છે.અત્યારે મને તારો સસરો નહિ પણ મિત્ર જ માનજે."

 

"શું થયું છે પપ્પા? નેહાએ કંઈ…."

 

"અરે,ના.નેહાએ કશું જ કીધું નથી."

 

"નેહાને અમે ઘણી જ લાડ-કોડથી ઉછરી છે.માનું છું કે થોડી જિદ્દી પણ છે.જરા છૂટ-છાટથી રહેલી છે.એને ભેગાં રહેવામાં જરા તકલીફ જણાય છે,તો તમે….."

 

"હું સમજી ગયો પપ્પા તમે શું કહેવા માગો છો?"વાતને વચ્ચેથી જ કાપતાં દિપક બોલ્યો.

 

"તમે ખોટું ન લગાડતાં."

 

"પપ્પા હું તમને જણાવી દઉં કે મારાં પપ્પા હમણાં તો બિઝનેઝને લઈને ઘણાં જ પ્રેશરમાં છે.હું ઘરની કોઈપણ વાતથી એમને તકલીફ આપવા નથી માંગતો.તમે ચિંતા નહિ કરો.હું છું ને હું મારી મમ્મી અને નેહા બંનેવને સંભાળી લઈશ.સમય આવશે ત્યારે બધું જ ઠીક થઈ જશે."

 

"મને તમારાં પર પૂરો ભરોસો છે."

 

બંને નીચે જમવા માટે ઉતરે છે.જમીને દિપક અને નેહા ઘરે જવા માટે નીકળે છે.નેહાને દિપક લોંગ ડ્રાઈવ પર લઈ જાય છે.નેહાને જ્યૂસ પીવડાવી પછી ઘરે જાય છે.

 

દિપક ખૂબ જ સમજદારીપૂર્વક નેહા અને પોતાની મમ્મીને સંભાળી રહ્યો હતો.

 

આ બાજુ પ્રીતિ હર્ષની મોડાં આવવાની,સરખી રીતે વાત નહિ કરવાની વગેરે આદતોથી પરેશાન થઈ રહી હતી.હર્ષને કંઈ કહે તો પણ હર્ષ રાડારાડ કરી નાંખતો.

 

એક દિવસ પ્રીતિનાં સામેનાં ઘરમાં રહેતાં બેન આવ્યાં હતાં ને પ્રીતિનાં સાસુનાં મોઢે વાત કરતાં હતાં કે," મારે મારાં બાળકોને અંગ્રેજી મિડિયમમાં ભણાવવા છે.મને અંગ્રેજી આવડતું નથી.કોઈ સારાં ટ્યુશન ટીચર રાખી દઈશ."

 

ત્યારે પ્રીતિનાં સાસુ બોલી ગયાં કે, "મારી વહુ પણ લગ્ન પહેલાં ટ્યુશન લેતી હતી."

 

આ સાંભળી એ બેન તો ખુશ થઈ ગયાં.પ્રીતિને કહેવા લાગ્યાં,"તમે ભણાવોને મારાં બાળકોને.જે ફી થાય તે લઈ લેજો."

 

પ્રીતિને પણ થયું કે પ્રવૃત રહીશ તો હર્ષ સાથે ઓછી માથાકૂટ થશે.એણે ભણાવવા માટે હા પાડી.

 

પ્રીતિની ભણાવવાની ઢબ ખૂબ જ સારી હતી.બાળકોને એની સાથે ભણવાનું ખૂબ જ ફાવી ગયું હતું.પછી તો પ્રીતિ પાસે બીજાં પણ બાળકો આવવા લાગ્યાં.પ્રીતિ પણ હવે થોડી બીઝી થઈ ગઈ.સાથે સાથે પોતાનાં બાળકને પણ ભણાવી લેતી હતી.ભણાવવા માટે પ્રીતિનું નામ ખૂબ જ સારું થઈ ગયું હતું.પ્રીતિને કમાણી પણ સારી એવી થવા લાગી હતી.

 

હર્ષ સાથે પ્રીતિની માથાકૂટ ઓછી થઈ ગઈ હતી.હર્ષ પણ થોડોઘણો બદલાઈ ગયો હતો.ગુસ્સો ઘણો ઓછો કરી નાંખ્યો હતો.પ્રીતિ પર હવે પહેલાંની જેમ રાડારાડ કરતો ન હતો.બહુ જ સારી નહિ પણ પહેલાં કરતાં સારી જિંદગી જીવી રહ્યાં હતાં.

 

નેહાની પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસતી જતી હતી.નેહાને સાસુ સાથે મતભેદ રહ્યાં જ કરતાં હતાં. દિપક ન તો એની મમ્મને કંઈ કહી શક્તો હતો કે ન તો નેહાને.પોતાની રીતે બંને જણને સમજાવ્યે રાખતો હતો.જરૂર પડ્યે સાસુ-સસરાને પણ સમજાવી આવતો હતો.ક્યારેક ક્યારેક તો એને એમ જ થતું હતું કે પ્રેમ લગ્ન કર્યાની બહુ મોટી કિંમત ચૂકવી રહ્યો છે.નેહાને એવી ફરિયાદ રહેતી કે દિપક હવે તેને પહેલાં જેવો પ્રેમ નથી કરતો.

 

દિપકની ધીરજ હવે ખૂટી રહી હતી.મમ્મી પોતાની અકડ છોડતી ન હતી.નેહા પોતાની જીદ મૂકતી ન હતી.પપ્પાનો બિઝનેઝ જેટલો ફેલાયેલો હતો એનાથી ચાર ગણું ટેન્શન રહ્યાં કરતું હતું.જિંદગીની મજા જાણે ઓછી થઈ રહી હતી.

પારિવારિક જવાબદારીઓ વચ્ચે પ્રેમ દબાતો જતો હતો.પૈસે ટકે ઘણું જ સુખ હોવાં છતાં એક જાતનું માનસિક તાણ રહ્યાં કરતું હતું.જો કે દિપક કોઈને ખબર પડવા દેતો નહિ.દિપકનાં મોઢાં પર કાયમ જ હાસ્ય જોવા મળતું હતું.

 

દિપક નેહાને,બાળકોને પૂરતો સમય આપતો.હરવા-ફરવાં લઈ જતો.માતા-પિતાની ઈચ્છા પણ પૂરી કરતો.પોતે ચિંતામાં છે કે માનસિક તાણ રહે છે એ વાતની નેહાને ગંધ સુધ્ધા આવવા દેતો નહિ.નેહાને કે બાળકોને કોઈ વાતની કમી હતી નહિ.છતાં પણ નેહાનાં મોઢે ફરિયાદ રહેતી હતી.

 

પ્રીતિની આવક થવાથી હર્ષને હવે થોડી રાહત રહેતી હતી.પરિસ્થિતિ પહેલાં કરતાં સુધરી રહી હતી.હર્ષ પણ જુની કંપની છોડી નવી કંપનીમાં જોડાયો હતો.નવી કંપનીમાં પહેલાં જેવું કામનું દબાણ રહેતું ન હતું.પ્રીતિ અને હર્ષ હરવાં-ફરવાં જતાં.પોતાની રીતે લાઈફ એન્જોય કરી રહ્યાં હતાં.ધીમે-ધીમે પ્રગતિનાં પંથે આગળ વધી રહ્યાં હતાં.પહેલાં કરતાં થોડાંક વધુ સુખી અને ખુશ જણાંતાં હતાં.

 

---------------------------