પ્રેમ-એક એહસાસ - 2 Parul દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ-એક એહસાસ - 2

Part 2

દિપક નેહા પાસે આવી હાથ ખેંચીને ગરબા રમવા લઈ જાય છે.દિપકનાં આવાં અચાનક વર્તનથી નેહાનો ગુસ્સો પણ પીગળી જાય છે.બંને મોજ-મસ્તી થી એકબીજાં જોડે ગરબા રમે છે.નવરાત્રિ દરમ્યાન સાથે ગરબા રમતાં-રમતાં પાછાં એકબીજાની નજીક આવી જાય છે. બંને વચ્ચે જે અંતર હતું એ દૂર થઈ ગયું.

 

'કોલેજ પતે ત્યાં સુધી હું મમ્મીને ખબર જ નહિ પડવા દઈશ.ગ્રેજ્યુએશન કર્યા પછી મમ્મીને મનાવી લઈશ.'એવું દિપકે મનોમન વિચારી લીધું હતું.

 

આ બાજુ પ્રીતિનાં જીવનમાં નવરાત્રિમાં ગરબા રમવા માટેનો ઉત્સાહ કે ઉમંગ જેવું કંઈ હતું જ નહિ.પોતાનું ભણવાનું કરે,ટ્યુશન લે એ છોકરાઓને ભણાવે.બસ કોલેજનાં ત્રણ વર્ષ એણે આવી રીતે જ પસાર કરવાનાં હતાં.

 

કોલેજનું બીજું વર્ષ પણ પતી ગયું ને ત્રીજું વર્ષ ચાલુ થઈ ગયું હતું.પણ પ્રીતિ ન તો કોઈ છોકરાંનાં લફરાંમાં પડી હતી કે ન કોઈ છોકરા સાથે એની દોસ્તી થઈ હતી.મોજ-શોખનાં દિવસો એનાં નસીબમાં હતાં જ નહિ.

 

એક દિવસ લાયબ્રેરીમાં પ્રીતિ વાંચી રહી હતી.સામેના ટેબલ પર નેહા અને દિપક બેઠાં હતાં.દિપક નેહાને અડપલાં કરી છંછેડી રહ્યો હતો ને નેહા આંખોંથી ઈશારા કરી એને રોકી રહી હતી.પ્રીતિને વાંચવામાં ખલેલ થઈ રહ્યો હતો, આથી ત્યાંથી એ બહાર નીકળી ગઈ.એની પાછળ પાછળ કોમલ પણ ગઈ.

 

"કેમ પ્રીતિ બહાર આવી ગઈ?" કોમલે પૂંછ્યું.

 

"આમ જ ,વાંચવામાં ખલેલ પડી રહી હતી એટલે."

 

"કેવા બેશરમ છે ને આ લોકો, લાયબ્રેરિયન પણ એ લોકોને જ જોઈ રહ્યાં હતાં.દિપક નાં દાદા કોલેજનાં ટ્રસ્ટી છે એટલે એને કંઈ કહી રહ્યાં નહોતાં."

 

બેય જણ પાર્કિંગમાં જઈને બેઠાં.

 

"પ્રીતિ, એક વાત પૂંછું?"

 

"હા ,બોલ."

 

"તને મન નથી થતું કે તારો કોઈ બોય ફ્રેન્ડ હોય, જે તને પ્યાર કરે.તું પણ અમારી જેમ એની સાથે હરે ફરે.મજા કરે.જિંદગીને માણી લે."

 

"મન તો થાય,પણ મન મારીને જીવવાની જ આદત છે.મા-બાપ જે છોકરા સાથે પરણાવશે એને જ બોયફ્રેન્ડ માનવું પડશે."

 

"ગજબ છે તું."

 

"બસ હવે ,વાતો બંધ કર ને વાંચવા દે,ઘરે જઈને આમ પણ વંચાવવાનુ છે નહિ."

 

"ઓ.કે."

 

"આ જો પ્રીતિ , દિપક ને નેહા એકસાથે ગાડીમાં ક્યાંક ચાલ્યા."

 

"જવા દે, આપણને શું છે."

 

બંને એકબીજા સામે જોઈ હસે છે.

 

"પ્રીતિ નેહાની ખાસ ફ્રેન્ડ છે ને શિવાની,એ મારાં કઝિન ભાઈ રીતેશની ગર્લ ફ્રેન્ડ છે." કોમલ પ્રીતિ પાસે આવીને બોલી.

 

"હા,ખબર છે મને."

 

"એણે રીતેશને જે વાત કહી એ ઘણી ચોંકાવનારી છે."

 

"શું?"

 

"નેહા અને દિપકની આવતા રવિવારે સગાઈ છે."

 

"શું વાત કરે છે?"

 

"હા,એક દિવસ દિપક ઘરે એકલો હતો એટલે એ નેહાને પોતાનાં ઘરે લઈ ગયો.દિપકની મમ્મી અચાનક જ આવી ગઈ ને દિપક અને નેહાને કિસ કરતાં જોઈ લીધાં"

 

પ્રીતિ આંખો પહોળી કરીને પૂછે છે," પછી?"

 

"દિપક પર ઘણી ગુસ્સે થઈ,નેહાનાં ઘરે એનાં માતા-પિતાને મળવા ગઈ.ખૂબ લાંબી વાત-ચીત પછી એ લોકોએ દિપક અને નેહાની સગાઈ કરવાનું નક્કી કરી લીધું છે.ભણવાનું પતી ગયાં પછી લગ્ન કરવામાં આવશે."

 

"હાઉ ઈન્ટ્રેસ્ટિંગ."

 

દિપક અને નેહાની સગાઈ થઈ ગઈ.કોલેજનું ત્રીજું વર્ષ પણ પતી ગયું.દિપક અને નેહાનાં લગ્ન પણ થઈ ગયાં.દિપકનો મોટો બંગલો હતો,પાંચ-છ ગાડીઓ હતી.નેહાનાં માતા-પિતાને રાહત હતી કે નેહા એકદમ સુખી ઘરમાં પરણી છે.

 

પ્રીતિએ કોલેજ પૂરી કરી અને એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરવા લાગી.લગભગ બે વર્ષ પછી પ્રીતિનાં લગ્ન નક્કી કર્યા.એકદમ સામાન્ય ઘરનો છોકરો શોધવામાં આવ્યો હતો કે જેથી પ્રીતિનાં સામાન્ય માતા-પિતા વ્યવહાર પાછળ લાંબા ન થઈ જાય..પ્રીતિ માટે એક જ પ્લસ પોઈન્ટ હતો કે એને લગ્ન પછી પણ નોકરી કરવા માટે છૂટ આપવામાં આવી હતી ને એટલે જ પ્રીતિએ લગ્ન કરવા માટે હા પાડી દીધી.

 

પ્રીતિ જ્યાં કામ કરતી હતી એ ઓફિસમાં બધાંને જ લાગતું હતું કે પ્રીતિને કદાચ આનાં કરતાં પણ સારું ઘર મળી શકે એમ હતું…..પ્રીતિએ ઉતાવળ કરી લાગે છે.સ્ટાફમાંથી એક-બે જણાએ પ્રીતિ જોડે વાત પણ કરી.પ્રીતિનાં મોઢાંમાં એક જ જવાબ હતો કે આ સંબંધ મારાં માતા-પિતાને ખાતર વધુ યોગ્ય છે.

 

પોતાનાં લગ્ન નક્કી થઈ ગયાં છે એ વાતની માહિતી આપવા માટે પ્રીતિ બૉસની કેબિનમાં જયા છે.

 

"મય્ આઇ કમ ઈન ,સર?"

 

"ઓહ યસ,યસ કમ ઈન."

 

"સર , મારાં લગ્ન નક્કી થઈ ગયાં છે.લગ્નને હજી વાર છે,પણ હવે હું અહીં થોડાક જ સમય માટે કામ પર આવી શકીશ."

 

"ઓહ યસ, નિકુંજે મને તમારાં વિશે વાત કરી."

 

"શું કરે છે છોકરો?"

 

"માર્કેટિંગ ઓફિસર છે."

 

"ગુડ."

 

"શું નામ છે?"

 

"હર્ષ."

 

બીજી બધી થોડીક વ્યવહારિક વાત થઈ.અડધો -પોણો કલાક સુધી વાતો ચાલતી રહી.

 

નિકુંજ કેબિનનો ડૉર ઓપન કરી અંદર આવ્યો,

 

"સર, મિ.નાયક બહાર બેઠાં છે.તમને મળવા માટે આવ્યા છે."

 

આ સાંભળી પ્રીતિ ઉભી થઈ ને બોલી,

 

"ઓ.કે.સર,હું હવે જાઉં છું.થેન્ક યુ ફોર યોર કો-ઓપરેશન."

 

"ઓહ ઈટ્સ ઓ.કે.,કંઈપણ કામ હોય તો નિ:સંકોચપણે બોલજે , હં…"

 

"બાય, સર."

 

"યા, બાય."

 

પ્રીતિ કેબિનમાંથી બહાર આવી પોતાનાં કામે વળગી ગઈ.

 

લગ્ન નહિ થયાં ત્યાં સુધી પ્રીતિ ઓફિસનું કામ સંભાળતી રહી,પોતાનાં ઘરને સંભાળતી રહી ને સાસરે અવર-જવર કરી એ ઘરને પણ સંભાળતી રહી.

 

પ્રીતિને જાણતાં હતાં એ બધાં જ પ્રીતિનાં ખૂબ જ વખાણ કરતાં કે 'પ્રીતિ ઘણી જ ડાહી છોકરી છે.ઘણી સમજુ છે.માતા-પિતાની પરિસ્થતિનો બરાબરથી ખ્યાલ કરે છે.'

 

લવ મેરેજ કરવાનાં જમાનામાં પ્રીતિએ અરેન્જ્ડ મેરેજ કરવાનું પસંદ કર્યુ હતું.પોતાનાંથી ચડિયાતું ઘર મળે એવી ઈચ્છા ન રાખતાં ,સામાન્ય ઘરમાં પરણવાનું નક્કી કર્યું હતું.

 

પ્રીતિ અને હર્ષ એક-બીજાંને મળતાં,સાથે હરતા-ફરતાં.પ્રીતિને હર્ષનો સ્વભાવ ઘણો જ સારો લાગ્યો હતો.

 

નેહા અને પ્રીતિ એક જ ઉંમરનાં ,સાથે અને સરખું જ ભણેલાં હતાં.પણ તફાવત હતો માતા-પિતાની પરિસ્થિતિ વચ્ચે.

 

નેહાએ પોતાનાંથી પણ વધુ પૈસાદાર છોકરાં સાથે લવ કર્યો ને લવ મેરેજ કરવામાં સફળ પણ રહી.

 

પ્રીતિએ સામાન્ય ઘરનાં સામાન્ય યુવક જોડે લગ્ન નક્કી કર્યા.પ્રેમ કરવાનું સુખ તો એનાં નસીબમાં કદાચ હતું જ નહિ.

 

લગ્નનને હવે એક જ મહિનો બાકી હતો ને નોકરીમાંથી રાજીનામું આપવા માટે રાજીનામા પત્ર સાથે બૉસની કેબિનમાં ગઈ.

 

"ગુડ મોર્નિંગ, સર."

 

"ઓહ!પ્રીતિ.આવ.આવ."

 

"સર આ મારું રાજીનામું પત્ર છે., હું હવે કાલથી કામ પર આવીશ નહિ."

 

"ઓહ, યસ,યસ."

 

"મારાં લાયક કંઈપણ કામકાજ હોય તો ફોન કરી દેજે.હું હાજર થઈ જઈશ."

 

"હા,ચોક્કસ સર.તમે આટલું કીધું એ પણ ઘણું છે."

 

"લગ્નમાં આવી રહેજો.હું કંકોત્રી આપવા આવીશ."

 

"પ્રીતિ આ લે."

 

મિ.નાયક બે કવર પ્રીતિ સામે ધરે છે.

 

"એકમાં તારો હિસાબ છે.બીજામાં થોડી રોકડ રકમ છે.તને લગ્નમાં કામ આવશે.ના નહિ પાડતી.રાખી લેજે."

 

"થેન્ક યુ વેરી વેરી મચ, સર."

 

આટલું બોલી પ્રીતિ સ્ટાફમાં બધાંને બાય કરી ઓફિસની બહાર નીકળી જાય છે.

--------------------