પ્રેમ-એક એહસાસ - 1 Parul દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

પ્રેમ-એક એહસાસ - 1

Part -1

'પ્રેમ એટલે શું?' કોઈ પૂછે તો શું જવાબ નીકળે મોઢાંમાંથી? એ તો પ્રેમ થાય તો જ ખબર પડે. કારણ પ્રેમ એક અદ્ભૂત અનુભૂતિ છે. "I love you. " આ ત્રણ શબ્દો બોલવાથી પ્રેમ કદાચ થઈ તો જાય પણ ……….પ્રેમ થઈ ગયાં પછી આ શબ્દોનું માન કેટલું જળવાય છે એ તો પછીથી જ ખબર પડે છે.

નેહા અને પ્રીતિ એક જ શાળામાં સાથે ભણ્યા, ને એક જ કોલેજમાં સાથે ગયાં..શાળામાં હતાં ત્યાં સુધી બંને વચ્ચે સારી એવી દોસ્તી હતી.પણ કોલેજમાં બંને વચ્ચેનું અંતર વધતું ગયું.ઉંમર,સૌંદર્ય,વિચારો,દોસ્તી,પ્રેમ વગેરે બધું જ કોલેજનાં દિવસોમાં જ નિખરે છે અને બદલાય છે.

નેહાને પૈસાની કમી ન હતી,એટલે મોજ-શોખ પૂરાં કરવાં,હરવાં-ફરવાં જવું,ટૂંકમાં કોલેજનાં દિવસોને પૂરી રીતે માણી લેવા એ માંગતી હતી.જ્યારે પ્રીતિ સામાન્ય ઘરની હતી.કોલેજમાં ભણવાની છૂટ મળી એ જ તેનાં માટે ઘણું હતું.નેહા જેવી મસ્તીની લાઈફ તેને પોષાય તેમ નહોતી.એ માત્ર ભણવા પર જ ધ્યાન આપતી હતી.એટલે બંને વચ્ચેની દોસ્તી હવે રહી જ નહોતી તેવું કહીએ તો પણ ચાલે.

 

નેહા હાઈ-ફાઈ છોકરાં-છોકરીઓનાં ગ્રુપ સાથે જોડાઈ ગઈ હતી.ખૂબ જ મોજ-મસ્તીથી પોતાનાં દિવસો પસાર કરી રહી હતી.પ્રીતિ પોતાનાં ભણવાની સાથે સાથે ટ્યુશન પણ કરાવતી,ઘરકામમાં માતાને મદદ કરતી.એકદંરે જવાબદારીવાળું જીવન જીવતી હતી.

 

નેહા અને પ્રીતિ વચ્ચેની બોલચાલ પણ નહિવત થઈ ગઈ હતી.જો કે એક જ કોલેજમાં હોવાથી પ્રીતિને નેહા વિષે માહિતી મળતી રહેતી હતી.નેહાની લાઈફ સ્ટાઈલ જોઈને પ્રીતિ મનમાં વિચારતી કે-' ગયાં જનમમાં પુણ્ય કર્યા હશે એટલે આવી બિંદાસ લાઈફ જીવી રહી છે.'

 

"હાય ,પ્રીતિ."

 

"હાય ,કોમલ."

 

"કાલે કેમ કોલેજ નહોતી આવી?"

 

"મમ્મીને ડૉક્ટર પાસે લઈ જવાની હતી એટલે."

 

"કેમ શું થયું?"

 

"અરે , જરા તાવ જેવું લાગતું હતું એટલે."

 

"ઓ.કે.,કાલે આપણી કોલેજમાં રોઝ ડે હતો. પેલા ડી. ડિવિઝન માં ભણતી નેહા બ્યૂટી ક્વિન બની."

 

" હેં શું વાત કરે છે?" એ તો મારી ખાસ….."

 

"તું ઓળખે છે એને? તમે એક જ સ્કૂલમાં ભણતાં હતાં ને?"

 

"હા પણ ડિવિઝન્સ અલગ હતાં." એમ કહી પ્રીતિએ વાત ટાળી દીધી.

 

પ્રીતિને થયું કે નેહાને કોન્ગ્રેચ્યુલેટ કરવાં જાઉં પણ પછી થોડુંક ઑડ ફીલ થતાં મન વાળી લીધું.

 

બ્યૂટી ક્વિન બનતાં જ નેહા કોલેજમાં એકદમ ફેમસ થઈ ગઈ.પછી તો નેહા એક હીરોઈનની જેમ રહેવા લાગી.જાત-જાતનાં કપડાં પહેરી કોલેજ આવવા લાગી.સામાન્ય જિંદગી થી જરા જુદી જિંદગી થઈ ગઈ હતી.નેહાને ઘરમાં માતા-પિતા તરફથી પણ કોઈ રોક-ટોક હતી નહિ.નેહા મન ફાવે એવું કરતી હતી.

 

નેહા કોલેજનાં બીજા વર્ષમાં હતી ને એક અતિ પૈસાદાર છોકરાંનાં પ્રેમમાં પડી.છોકરાનું નામ હતું દિપક.રોજ જુદી-જુદી ગાડી લઈને કોલેજ આવે.સુંદર છોકરીઓને પટાવીને દોસ્તી કરી લેતો.સ્વભાવે એકદમ જ સુંવાળો.હસતો ચહેરો.દેખાવે જરા સામાન્ય હતો પણ મળતાવડાં સ્વભાવને કારણે સામેવાળાને પસંદ પડી જાય એવો.કોલેજમાં દિપક અને નેહાનાં પ્રેમની ચર્ચા થવા લાગી.પ્રીતિને પણ ખબર પડી.

 

'નેહા તો દિપકને સ્કૂલનાં સમયથી જાણે છે.એ કેવી રીતે એનાં પ્રેમમાં પડી!' પ્રીતિને પણ નવાઈ લાગી.

 

નેહા,પ્રિતી અને દિપક ત્રણેય એક જ શાળામાં ભણ્યા હતાં.ને એટલે જ નેહા દિપકને સારી રીતે જાણતી હતી.ને છતાં એ દિપકનાં પ્રેમમાં પડી હતી.

 

'નેહાનું ફરી ગયું લાગે છે.' પ્રીતિએ મનમાં વિચાર્યું.

 

નેહા અને પ્રીતિનાં રસ્તા હવે તો સાવ જ જુદાં થઈ ગયાં હતાં.

 

કોલેજમાં આવ્યાં પછી છોકરાં-છોકરીઓનો ભણવામાં રસ ઓછો રહે છે ને કદાચ ફ્રેન્ડશિપ કરવામાં ને લવ અફેયર કરવામાં રસ વધુ જોવા મળે છે.

 

કોલેજનાં બીજા વર્ષમાં હતાં ત્યારે બંને જણનાં ઘરે ખબર પડી કે એ લોકો વચ્ચે પ્રેમ સંબંધ છે.નેહાનાં ઘરે તો બધાં ખુશ જ હતાં.કારણ દિપક વારંવાર નેહાનાં ઘરે જવર અવર કરતો હતો.નેહાનાં માતા-પિતા ને તો આમ પણ દિપક ઘણો જ ગમતો હતો.એ લોકોએ વાંધો ઉઠાવ્યો જ નહોતો. પણ…

પણ દિપકનાં ઘરમાં દિપકની મમ્મીએ વાંધો ઉઠાવ્યો.

 

દિપક એની માતાની ઘણો જ નિકટ હતો.એ માતાની જીદ આગળ ઝૂકી ગયો.નેહાને મળવાનું એણે ધીમે-ધીમે ઓછું કરવા માંડ્યું.નેહાને મોઢાં પર તો નહિ કહી શક્યો કે એની માતાને પ્રોબ્લેમ છે.પણ નેહા સાથે અંતર રાખવા લાગ્યો એટલે નેહા નારાજ રહેવા લાગી રહી હતી.બંને વચ્ચે અણબનાવ વધતાં જતાં હતાં.

 

આની અસર અભ્યાસ પર પડી રહી હતી.એક દિવસ નેહાનાં પિતા એ દિપકને ઘરે બોલાવ્યો.

 

"નમસ્તે અંકલ."

 

"અરે! દિપક આવી ગયો બેટા.આવ,આવ બેસ."

 

દિપક એમની બાજુ સોફા પર જઈને બેસી ગયો.

 

"શું થયું છે?"

 

"કશું જ થયું નથી."

 

"કેમ હવે પહેલાંની જેમ ઘરે આવતો નથી?"

 

"અંકલ કોલેજ,ક્લાસ ને પછી …."

 

"કેમ અટકી ગયો?"

 

"પપ્પા બોલાવે છે ઓફિસનું થોડું કામ શીખવા માટે.એટલે હવે ટાઈમ રહેતો જ નથી."

 

"ગુડ."

 

"તમારાં બે વચ્ચે એટલે કે તારાં અને નેહા વચ્ચે કંઈ મનદુ:ખ જેવી વાત થઈ છે? નેહા ઉદાસ રહે છે.પહેલાં જેવી હવે ચહકતી નથી."

 

"એટલે અંકલ તમે એવું ધારી લીધું કે મેં કંઈ કર્યું છે."

 

"ના ,ના એવું હોતું હશે કંઈ, આ તો તું એનો ખાસ મિત્ર છે ને એટલે…..."

 

"અંકલ શું હું એને મળી શકું છું?"

 

"હા,હા કેમ નહિ,એમાં પૂંછવાનું ના હોય, જા મળી લે."

 

દિપક નેહાને મળવા માટે એની રૂમમાં જાય છે.પણ નેહા દિપકને મળવાનું ટાળે છે.એટલે દિપક " બાય અંકલ" કહી ત્યાંથી જતો રહે છે.

 

દિપક વગર નેહાનું મન લાગતું નથી હોતું ને નેહા વગર દિપકનું મન લાગતું નથી હોતું.બંનેને ઉદાસ જોઈ ફ્રેન્ડસ લોકોને પણ ચિંતા થઈ.એ લોકોએ ભેગાં મળી નવરાત્રિમાં ગરબા રમવાને બહાને નેહા અને દિપકને મળાવવાનો પ્લાન ઘડ્યો.

 

દિપક તો જલ્દી થી માની ગયો પરંતુ નેહા ઘણી આનાકાની કરતી રહી ને અંતે ખૂબ જ દબાણપૂર્વક કીધું ત્યારે માની ગઈ.દિપક ને ખાસ કંઈ ગરબા રમવામાં રસ હતો નહિ પણ નેહા ગરબા રમવાની ખૂબ જ શોખીન હતી.નેહા ને ગઈ નવરાત્રિ યાદ આવી ગઈ.દિપક જોડે રમેલી એ પહેલી નવરાત્રિ હતી.બંનેવે નવરાત્રિનાં નવેનવ દિવસ ખૂબ જ આનંદથી પસાર કર્યા હતાં.દિપક જોડે રમેલી એ નવરાત્રિ એનાં જીવનમાં યાદગાર બની ગઈ હતી.

 

'દિપક જોડે ગઈ નવરાત્રિમાં કેટલી બધી મજા કરી હતી.'નેહા મનમાં એવું વિચારી જ રહી હતી ને એને પોતાનાં નામની બૂમ સંભળાય.

 

"નેહા, તારી ફ્રેન્ડ શિવાની આવી છે." નેહાની મમ્મીએ નેહાને કીધું.

 

 

 

દિપક એ વાતથી અજાણ હતો કે નેહા પણ આવવાની છે ને નેહા પણ એકદમ અજાણ હતી કે દિપક પણ નવરાત્રિમાં ગરબા રમવા માટે આવી રહ્યો છે.નવરાત્રિ ગ્રાઉન્ડમાં દિપક મિત્રો સાથે વાતો કરતાં ઉભો હતો ને સામેથી ટ્રેડિશ્નલ લુકમાં નેહા આવતી દેખાઈ.નેહા ખૂબ જ સુંદર લાગી રહી હતી.બસ એક જ વાતની કમી હતી.એ કમી હતી એનાં સુંદર,ગુલાબી હોઠોં પરનું મોહક હાસ્ય…..

----------------------------