Paradox જે તમારા જન્મને પણ રોકી શકે છે પરમાર રોનક દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Paradox જે તમારા જન્મને પણ રોકી શકે છે

જય શ્રી કૃષ્ણ મિત્રો , paradox એટલે કે વિરુઘાભાસ . Paradox એવા પ્રશ્ન હોય છે કે જે તમને ગુંચડાવી શકે છે પણ તેના જવાબ આજ સુધી કોઈને નથી મળ્યા . તો આજ અપને આવા જ કુલ 5 paradox ની ચર્ચા કરીશું . તેમાંથી સૌથી છેલ્લો paradox તમને બીજે ક્યાંય જોવા નહીં મળે . Youtube માં પણ નહીં . તો શરૂ કરીએ મગજને પણ ફેરવી નાખે એવી પ્રશ્નો ની . . .

Paradox no. 4 : interstellar Paradox

આ Paradox ક્રિસ્ટોફર નોલન ની interstellar મુવી માં છે . ( Spoiler ) જ્યારે કૂપર બ્લેક હોલની અંદર જાય છે ત્યારે તે , તે tesseract ની અંદર પહોંચી જાય છે ત્યારે તે બોલે છે કે આ બધું ભવિષ્યના માનવીઓ બનાવ્યુ છે .
પણ જો તેમનું ભુતકાળ સારું ગયું હોય તો તેમને આ tesseract બનાવબની શુ જરૂરત પડી ?

Paradox no. 3 : Liar's paradox

રમેશ અને મંગેશ બંને મિત્રો ફોન ઉપર એક બીજાથી વાતું કરતા હતા . વાતું ના અંતમાં રમેશ , મંગેશ થી કહેછે કે તે જે જે બોલે છે તે બધું ખોટું બોલે છે .

તો હવે paradox ની શરૂઆત થાય છે. જો રમેશ ખરેખર ખોટું કહે છે તો તે આ વાત પણ ખોટી જ કહે છે કે "તે જે બોલે છે તે બધું ખોટું બોલે છે." તો તેનું મતલબ એમ થાય કે રમેશ સાચું કહે છે , પણ નહીં . જો રમેશ બધું સાચું કહે છે તો "તે જે બોલે છે તે બધું ખોટું બોલે છે." આ વાત તો સાચી નથી . એટલે કે રમેશ ખોટું બોલે છે , પણ નહીં . તો રમેશ ખોટું બોલે છે કે સાચું ?

Paradox no. 2 : The omnipotence paradox

Omnipotence નો મતલબ થાય છે 'સર્વશક્તિમાન' . કહેવામાં આવે છે કે આ paradox લગભગ 8 સાદી જૂનો છે . આ paradox પ્રમાણે , જો ભગવાન સર્વશક્તિમાન છે તો તેઓ એક એવો પથર બનાવે છે કે જે કોઈના ઉપાડી શકે . હવે માની લો કે ભગવાને તે પથર બનાવી લીધો છે .

પણ જો તે પથર કોઈ ના ઉપાડી શકે તેવો છે તો તે પથર પોતે ભગવાન પણ ઉપાડી નહીં શકે . એટલે કે તેઓ સર્વશક્તિમાન નથી . પણ જો તેઓ તે પથ્થરને ઉપાડી લે છે તો ભગવાન તેવો પથર બનાવી જ નથી શકતા કે જે કોઈ ના ઉપાડી શકે .

Paradox no. 1 : Tha grandfather paradox

આ Paradox મારો ફેવરિટ Paradox છે . હવે માની લો કે પ્રિન્સ એ એક time machine બનાવી છે . તો તે પોતાના દાદાના લગ્નમાં જાય છે (અથવા તે સમય માં જાય છે )અને ત્યાં તે પોતાના દાદાને મારી નાખે છે .

પણ જો તે પોતાના દાદાને તેના લગ્નમાં જ મારી નાખે છે તો પ્રિન્સના પપ્પા કેવી રીતે જન્મે ? જો તેના પપ્પા નહીં જન્મે તો પ્રિન્સનો કેવી રીતે જન્મ થાય ? જો પ્રિન્સનો જન્મ જ નહીં થાય તો તેના દાદા નું મૃત્યુ કોએ કર્યું ?

Paradox no. 0 : Unknow paradox

આ paradox તમને બીજે ક્યાંય જોવા નહીં મળે . youtube માં પણ નહીં .

આ paradox પ્રમાણે મેં તમને કુલ 4 paradox કહિયા છે (paradox no. 0 ને જોડીને ). પણ જો આપણે ગણિત ની રીતે જોઈએ તો 0 ની કિંમત હોતી નથી . તો તે રીતે આ paradox ની પણ કિંમત નથી .તો એ પ્રમાણે મેં તમને કુલ 3 paradox કહિયા પણ ખરેખર મેં તો તમને 4 paradox કહિયા છે . તો હવે તમે મને કહો કે મેં તમને કેટલા paradox કહિયા .હું પણ ગૂંચવાઈ ગયો છું . કોમેન્ટમાં લખો કે મેં કેટલા paradox કહિયા છે અને તમારા જવાબનું કારણ પણ લખજો .

- પરમાર રોનક

Thank you ...